paheli nazar in Gujarati Love Stories by H.N.maniya-(एक कलम) books and stories PDF | પહેલી નજર

Featured Books
Categories
Share

પહેલી નજર

અગિયારમું ધોરણ પૂરું કર્યું અને ૧૦-૧૨ દિવસ થયા હશે અને બારમા ધોરણનો પહેલો દિવસ હતો. બધા વિદ્યાર્થીઓ ટોળે વળીને ઊભા હતા કોઈ બોલતું હતું કે નવું ધોરણને નવી શરૂઆત તો કોઈ ગુસ્સામાં કહેતું હતું કે અરે યાર દસ દિવસનું જ વેકેશન આવ્યું ! સ્કુલનો બેલ વાગ્યો ને બધા વિદ્યાર્થીઓ પોતપોતાના ક્લાસમાં જતાં રહ્યા.

પ્રાર્થના કરીને શરૂ થઈ ગયું જાણે રોબોટ હોય એમ એકધારું પાંચ કલાક બક બક બક શરૂ કરી દીધું , કોઈ ક્લાસ માં જાણે મૂર્તિ હોય એમ બેઠું છે, તો કોઈ બાજુવાળાની સળી કરે છે અને જો ક્લાસમાં ભૂલથી એકાદ ભણેશ્વરી હોય તો રોબોટ ની સાથે સાથે તેનો સાથ અપાવેે અને જેવી પાંચ કલાક પૂરી થાય કે ઘણ (ગાયોનું ટોળું) છુંટ્યું હોય એમ બધા જ એકસાથે ક્લાસની બહાર અને પછી લંચ બ્રેક પડે ,એક કલાક પૂરી થાય એટલે પછી ટ્યુશનની ત્રણ કલાક.


મને બરાબર યાદ છે કે હું અને મારા બે મિત્રો ક્લાસમાં છેલ્લે જતા અને એમાં પણ માંડ ૨૫ છોકરા હતા ક્લાસમાં અને હાં અત્યાર સુધીમાં બધા ધોરણ કરતાં કાંઈક અલગ લાગ્યું, કેમ ? કેમ કે છોકરીઓ છોકરાઓ કરતા વધારે હતી ,પણ હા આનો એક ફાયદો એ કે ગમે તે દેકારો કે અવાજ થાય તો વાંક તો હર હમેશ છોકરીઓનો જ આવે અને પછી તો ભાઈ, સર ખીજાતા હોય એ જોવાની મજા જ અલગ છે અને અત્યાર સુધીની સ્કૂલ સફળ થઈ ગઈ હોય એવું લાગે.😇 અત્યાર સુધી તો લગભગ મારા ને તમારા બધાના જ કલાસમાં કાંઈ પણ થાય તો વાંક છોકરાઓ નો જ આવે, એવું હતું ને ? હોય જ , કે કોઈ પણ વાત કે ડિસ્કસનમાં છોકરીઓનું પ્રભુત્વ વધારે આવતું પણ ચાલે. મજા તો પણ ખૂબ જ આવતી આખરે જે હોય તે પણ જ્યાં છોકરીઓ વધારે હોય તે મજા તો આવે જ ને કેમ સાચું ને ? આ લખતી વેળા મને હસવું તો આવે જ છે 🙂તો તમે પણ મનોમન મલકાતા તો હશો જ કે કાશ હું પણ આ ક્લાસમાં હોત, પણ જે થાય એ સારા માટે થાય છે ચિંતા નહીં કરતા.


તો હું કહેતો હતો કે અમે ક્લાસમાં છેલ્લે જતા અને એમાં પણ છેલ્લી બેંન્ચ હો ,એમાં બેસીએ ને જાણે સિકંદર જેવી ફિંલીગ આવે કયા રાજાની કયા દેશ પર નજર છે અને દેશની પરિસ્થિતિ કેવી છે? આક્રમણ ક્યારે થવાનું છે ? એ બધી ખબર આ સિકંદરને હોય અને એમાં પણ જો કોઈ દેશ સિકંદર પાસે મદદ માંગે 😇🙂 ને પછી જે અનુભવ થાય, શું વર્ણન કરુ યાર૨૨ ! 🤗🙂તમે સમજી જ ગયા હશો કેવી ફીલિંગ આવે

હવે લાગે છે હો વર્ણન તો બહુ કરી દીધું ,આગળ વધીએ ટ્યુશનમાં ત્રણ કલાકમાં ત્રણ લેક્ચર હોય અને એમાં અમે ભણીએ કે પછી માસ્તરને ભણાવીએ ખબર પડે નહી ને આમ ને આમ ઘરે પાછી આવીએ . અઠવાડિયું ચાલ્યું પછી રવિવારે પરીક્ષા ગોઠવાણી અને આપી પણ ને બે દિવસે રિઝલ્ટ આવ્યું મારા સત્તાવીસ માર્કસ આવ્યા ત્રીસમાંથી ને અગિયારમા ધોરણમાં હું હોશિયાર હતો એટલે પહેલાની જેમ દોસ્તારો એ શાબાશી પણ આપી થોડીક વાર રહીને સર બોલ્યા એક નંબરને ઓગણત્રીસ માર્કસ .મારી કરતાં પણ હોશિયાર એટલે મેં તરત જોયું પણ પેપર જોવ જોવ ત્યાં તો નંબર પર પહોંચી ગયું હતું અને મારે એને જોવાની તમન્ના અધૂરી રહી ગઈ ને સાહેબ પહેલુ કહેવાય છે ને "અધુરી તમન્ના જિંદગી જીવવાની મજા આપે છે" પણ હાં એ દિવસે એક વાત ખબર પડી કે જ્યારે આપણું પ્રભુત્વ ઓછું હોય ત્યારે ઘણા બધા લોકો આપણને કહેવા લાગે એમ જ મારા દોસ્તારોએ મને હળવો ઠપકો આપ્યો.