Sami sanjnu svpan - 1 in Gujarati Fiction Stories by અમી books and stories PDF | સમી સાંજનું સ્વપ્ન.. - 1

Featured Books
Categories
Share

સમી સાંજનું સ્વપ્ન.. - 1

(ભાગ -૧ )

શબ્દો નાં બોલાયા જો.....
સાંભળવા આતુર કર્ણ હતા..
નહિ સમજાય ભાષા તને...
જો તું મૌનમાં રહે તો...

અરે, તું કંઈ બોલીશ કે હું જવું ?

વ્યોમેશે ખુબજ આત્મીયતાથી ગરિમાને સવાલ કર્યો ? ગરિમાની દુઃખતી રગ એ હતી કે વ્યોમેશ જાય એની જોડેથી તો એને ગમતું નહિ. આખા દિવસમાં એક કલાક એવો મળતો કે વ્યોમેશ સાથે એકલી વિતાવી શકતી. બાકી આજુબાજુ તો મેળો જામેલો જ હોય.

વ્હાવી દે તું શબ્દોનાં પ્રવાહમાં હું તણાવા તૈયાર છું. તું જ મારી આખરી મંજિલ છે, હું પૂર્ણવિરામ જ માંગુ છું. કંઈક કેટલું દિલમાં ધરબાયેલું ઉલેચવું હતું, પણ શબ્દો સાથ નહોતા આપતા ગરિમાને.

વ્યોમેશ જ્યારે ગરિમા ચૂપચાપ થાય ત્યારે ક્ષોભ અનુભવતો. હજી બંને વચ્ચે દોસ્તીની જ મર્યાદા હતી પણ દિલમાં તો ક્યારનાં પ્રેમનાં મોજા એકબીજા માટે ઉછળતા હતાં. કિનારે જઈ ગળે લગાડવાની જ વાત હતી પણ પાછલી જિંદગીની મર્યાદાઓ રોડા નાંખતી હતી.

સ્નેહ સાંકળ ધામમાં જે સાથીથી એકલા પડી ગયા હોય, પતિ પત્નીને પોતાનાં ઘરમાં એકલતા લાગતી હોય, તે બધાં અહી આવીને રહી શકતા હતા. અહી સિનિયર સિટીઝન જ રહે એવું નહોતું. કોઈ પણ ઉંમરના આવીને રહી શકતાં.

ગરિમાને પોતાનો સાથ છૂટી ગયો હતો, જીવનરથનાં બે પૈડાંમાંથી એકે ચિરવિદાય લીધી હતી. ઘરમાં એકલતા ઘેરી વળતી, દીકરો પરદેશ રહેતો એટલે અહીં આવી હતી. કુટુંબમાં બધાં સારા હતાં. સ્વતંત્રતા પ્યારી હોય બધાને, મારે કોઈનાં બોજ બનીને બીજાનાં ઘરે રહેવું નહતું. અહીંયા તપાસ કરી તો માફક આવે એવું વાતાવરણ હતું અને પોતાનાં વિચારોથી મક્કમ રહી અને સ્નેહ સાંકળ ધામમાં રહેવા આવી.

વ્યોમેશ તો અહી સુપરવિઝન કરતો હતો. કોઈને કોઈ તકલીફ હોય તો તેનું સમાધાન કરતો. સ્નેહ સાંકળ ધામમાં કોઈ દુઃખી નાં રહેવું જોઈએ, પ્રવૃત્તિમય રાખવા કોઈને કોઈ આયોજન કરતો. એકજૂટ રાખતો જેથી દરેકને એકબીજાથી આત્મીયતા રહે અને ઘરની યાદોથી દૂર રહે. સવારથી સાંજ સુધી સપ્તાહના દરેક દિવસનું શિડયુલ સોમવારે બધાને મળી જતું. દરેક એ પ્રમાણે તૈયાર રહેતાં.

ગરિમાની છટા કંઇક અલગ જ હતી બધાંથી. બધામાં એને રસ, આગળ પડીને કામ કરતી. લીડરપણું તો એનાં લોહીમાં હતું. બધાં પાસે કેવી રીતે કામ લેવું બેખૂબી જાણતી અને લેતી પણ ખરી. વ્યોમેશ દરેક કામમાં એનેજ પૂછતો. બંને સાથે સાથે જ કામ જોતા. ત્યાંથી દોસ્તીના મંડાણ થઈ ચૂક્યા.

દોસ્તી ગહેરી બનતી જતી. દોસ્તી પર પ્રેમનો રંગ ચડવો શરૂ થયો હતો. નાની વાતોમાં એકબીજાની કેર લેવી. ભરપૂર આત્મીયતા બતાવી. લાગણીઓનો સમુંદર વ્હાવતો વ્યોમેશ એમાં ગરિમા ભરપૂર ભીંજાતી. ભીજાવું વ્હાલમ હું તારા વ્હાલમાં, તારામાં ઓગળી દઉ મારાં અસ્તિત્વના કણ કણને. તું મને હાથ આપ, હું તને સાથ આપુ...

ગરિમા મનમાં જ શબ્દો ચગળ્યા કરતી. મૌનમાં છુપાયેલા રહેતા અવ્યક્ત શબ્દો જે સાંભળવા વ્યોમેશ
ક્યારનો બેકરાર હતો..

ગરિમા પોતાની જાતને, લાગણીઓને, પ્રેમને વ્યક્ત નહોતી કરતી, કેવી રીતે હું બીજા પુરુષને સ્પર્શી શકું ? આ સવાલ એના મનમાં ખૂંચતો રહેતો. વિજાતીય સ્પર્શથી ડરતી હતી, વિશ્વાસ વ્યોમેશ પર ભરપૂર હતો પણ પોતાનાં શ્વાસ પર ન્હોતો, બહેકી જાય તો ?

ગરિમાએ આજે ક્રોશિયાથી ભરેલું ટોપ અને લોંગ સ્કર્ટ પહેર્યો હતો. માથા પર ઊંચો બન લીધો હતો, આંખોમાં કાજળ, બિંદી પણ એ લગાવતી, આખી દુનિયાને બતાવવું નહોતું કે એ વિધવા છે.

વ્યોમેશનાં હાથની વીંટીમાં ક્રોશીયાનાં ટોપનો દોરો ભરાયો, એનાથી અજાણ એ તો હાથ નીચે કરીને બીજે કામ માટે ચાલ્યો, ટોપના દોરા એ સાથે ખુલવા લાગ્યા, ગરિમા પણ કામમાં મગ્ન હતી, એ પણ અજાણ હતી. જ્યારે દોરો વ્યોમેશનાં પગમાં ભરાયો અને જોયું તો...

(આવતા અંકે જોઈશું દોરાનું પ્રેમ પ્રકરણ કે બ્રેકઅપ. ??)

ક્રમશ ::

""અમી""