The Author Amir Ali Daredia Follow Current Read ચોર અને ચકોરી - 1 By Amir Ali Daredia Gujarati Fiction Stories Share Facebook Twitter Whatsapp Featured Books मी आणि माझे अहसास - 102 दिलबर दिलबरच्या डोळ्यातले संकेत समजत नाहीत, तो अनाड़ी आहे. स... तुझी माझी रेशीमगाठ..... भाग 10 श्रेया मुख्याध्यापकांच्या केबिन चा दरवाजा ठोठावते प्रिंसिपल... अनुबंध बंधनाचे. - भाग 29 अनुबंध बंधनाचे.....( भाग २९ )खुप वेळ झाला प्रेम तिथेच त्या ग... नियती - भाग 47 भाग 47धावता धावता त्याच्या लक्षात आले... की कुत्र्यांचे भुंक... माहेरची साडी माहेर ची साडी ..**************बँकेत काम करताना जसे काम जबाबद... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by Amir Ali Daredia in Gujarati Fiction Stories Total Episodes : 55 Share ચોર અને ચકોરી - 1 (16) 5k 8.3k 2 એ વીસ વર્ષનો ફૂટડો નવજવાન હતો. જીગ્નેશ ભટ્ટ નામ. જન્મ તો બ્રાહ્મણ પરિવારમાં થયો. પણ નવ વર્ષની ઉમરે કેશવ ઉઠાવગીર ના હાથે ચડી ગયો. અને એના નસીબે એને પુજા અર્ચના કરનાર પુજારી ને બદલે અવ્વલ નંબરનો ચોર બનાવ્યો. એની ચકોર દ્રષ્ટિ અને લાજવાબ હિંમત ના કારણે. એ ગમે તેવી અટપટી જગ્યાએ ચોરી કરવા જતો અને ચોરી કરી ને આબાદ સફળતા પુર્વક પાછો ફરતો. એની એ આવડત ના કારણે કેશવ એને હથેળીમાં રાખતો. "જીગા. આ જો." કેશવે એક મોટો નકશો જીગ્નેશની સામે પાથરતા કહ્યુ. "દૌલતનગર મા આવેલી આ છે શેઠ અંબાલાલ ની હવેલી. એક લોકવાયકા છે કે. અંબાલાલ પાસે એના પૂર્વજોનો ખજાનો છે. અત્યાર સુધીમાં આપણી પહેલાં. હનમંત વડારી. મામદ હબસી. કાળુ કોળી. અને દગડુ ઘાટી એ આ ખજાનો હાથ કરવાની કોશિષ કરવા ગયેલા. જેમાથી ફકત કાળુ જ ગમે તે રીતે બચીને પાછો આવી શક્યો. બાકીના ત્રણ ક્યાં ગયા કોઈ પત્તો નથી.*. "હં. તો ચાલો હવે આપણે કોશિષ કરી જોઈએ બરાબર ને કાકા?". જીગ્નેશ કેશવને કાકા કહીને જ બોલાવતો. "હા. અને મને ગળા સુધી ખાતરી છે કે મારો સાવજ મને નિરાશ નહી કરે." જીગ્નેશને પાનો ચડાવતા કેશવે કહ્યુ. "આપણા ખબરી સોમનાથને મે કાળુ પાસે મોકલ્યો તો. તો કાળુ નુ એમ કહેવુ છે કે ખજાનો હવેલીમાં છે જ નહી.". "તો?". જીગ્નેશે પુછ્યુ. "આ નકશામાં હવે ઘ્યાન આપ. અંબાલાલ ની હવેલીની બરાબર પાછળ. આ આઠ ઓરડાનું ગેસ્ટ હાઉસ છે. અને સોમનાથના કહેવા પ્રમાણે. છઠ્ઠા અથવા સાતમા ઓરડામાં આ ખજાનો હોઈ શકે." 'એને કઈ રીતે જાણ થઈ?' 'કાળુએ. આખી હવેલી ની જડતી લઈ લિધીતી. પણ હાથ કંઈ લાગ્યુ નહીં.. પછી એણે અમસ્તી જ એક લટાર ગેસ્ટ હાઉસ ના કમ્પાઉન્ડ માં મારી હતી. જેમાં એના કહેવા પ્રમાણે ચાર થી લઈને આઠમા ઓરડાને ખંભાતી તાળા મારવામાં આવ્યા છે.' ' એનાથી કેવી રીતે સાબિત થાય કે છઠ્ઠા કે સાતમા ઓરડામાં જ ખજાનો હોય શકે છે.' જીગ્નેશે પોતાની શંકા વ્યક્ત કરી. 'કારણકે કાળુએ. ચોથા અને પાંચમા ઓરડાની તલાશી લઈ લીધી હતી.' ' એ વળી કઈ રીતે.? ' જીગ્નેશને પોતાની શંકાનું સમાધાન મળતું ન હતુ. ' 'કાળુ થોડાક દિવસ હવેલીમાં કામે લાગ્યો હતો. અને કામ કરતા કરતા જ એને હાથ સાફ કરીને ચંપત થવું હતું..પણ કંઈ હાથમા આવે એ પહેલા જ અંબાલાલના મુખ્ય નોકર. સુખદેવને એના ઉપર અંદેશો આવી ગયો. પણ એ એની વિરુદ્ધ કોઈ પગલાં લે એ પહેલાં એ ત્યાંથી ખાલી હાથે જ છટકી ગયો.' ' અને એના થકી મળેલી માહિતી ના આધારે આપણે આગળ વધવા નું છે. બરાબર.?' જીગ્નેશને જાણે બધું ગળા નીચે ઉતરી ગયું હોય એમ એ બોલ્યો. ' એકદમ બરાબર દીકરા. અને મને ખાતરી છે કે મારો ચેલો મને નિરાશ નહીં કરે. જે કામ કોઈ ના કરી શક્યું. એ કામ મારો જીગો પાર પાડશે.' જીગ્નેશને પોરસ ચડાવતા કેશવે કહ્યું. ' જરૂર કાકા.હું પુરતી કોશિષ કરીશ. પણ ત્યાં મારી સાથે કોણ હશે.? ' ' સોમનાથ. દૌલત નગર માં જ છે. અને એ તારી પુરતી મદદ કરશે.' કેશવે ઢાઢસ આપતા કહ્યું. ' પણ હું એને ઓળખીશ કઈ રીતે.? ' જીગ્નેશે પુછયું. 'તું તારા હંમેશ ની જેમ ફેવરિટ કપડાં પહેરીને જ જજે. તારે સોમનાથને શોધવો નહીં પડે સોમનાથ જ તને શોધી કાઢશે.બોલ ક્યારે કરે છો કકું ના' ' ધંધા ના કામમાં ઢીલ કેવી. કાલે સવારે જ નીકળું છુ.' ચહેરા પર સ્મિત ફરકાવતા જીગ્નેશ બોલ્યો જવાબમાં ઉઠાવગીર કેશવે આશીર્વાદ આપતા કહ્યું. ' જા બેટા ફતેહ કરો.. શુ જીગ્નેશ કામયાબ થાશે.? રાહ જુવો...... › Next Chapter ચોર અને ચકોરી - 2 Download Our App