The Author Vishnu Dabhi Follow Current Read છેલ્લો પત્ર By Vishnu Dabhi Gujarati Thriller Share Facebook Twitter Whatsapp Featured Books ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 8 આનંદ બક્ષી આનંદ બક્ષી આજે આપણી વચ્ચે નથી પરંતુ બોલીવુડમાં તે... સંઘર્ષ - પ્રકરણ 19 સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા... પિતા "માઁ " વિશે તો કાયમ સાંભળતા જ હોઈએ છીએ આજે આપણે વાત કરીએ... પ્રેમ: એક અદભૂત પરિભાષા હેલો મિત્રો!કેમ છો તમે બધા? હું લાંબા સમયથી વાર્તાઓ લખી રહી... હું અને મારા અહસાસ - 110 દિલબર દિલબરની આંખોમાંના સંકેતો સમજતા નથી, તે અણઘડ છે. સમજ્યા... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Share છેલ્લો પત્ર (4) 1.4k 3.8k 2 આજે હમીર ના લગ્ન ને પૂરા પંદર વર્ષ થઈ ગયા. પણ તેઓ વચ્ચે ક્યારેય પ્રેમ સંબંધ બંધાયો નહી.હમીર ગુંડાઓ સાથે મળીને નાની મોટી ચોરીઓ કરવા લાગી ગયો હતો. એ વાત થી નારાજ થઈ હમીર ની પત્ની કરુણા તેમના પિયર ચાલી ગઈ હતી. તેને ત્યાંથી હમીર સાથે મળવાની ગણી કોશિશ કરી પણ વ્યર્થ. જ્યારે હમીર અને કરુણા ની પહેલી મુલાકાત તેમની કોલેજ જીવન માં થઈ. તેઓ એકબીજા ને ચાહતા હતા. હમીર પોતાના મિત્રો સાથે મળીને ને બીજા લોકો ને હેરાન પરેશાન કરવામાં પોતાનો પૂરો દિવસ લગાવી દેતો હતો. હમીર નો એક મિત્ર નરેશ પટેલ ને હમીર અને કરુણા નો પ્રેમ સંબંધ ગમ્યો નહી તેથી તેને કોલેજ ના પ્રિન્સિપાલ પાસે જઈ ને કરુણા વિરૂદ્ધ એક ખોટી કંપ્લેન કરી. તેમાં નરેશ પટેલે કોલેજ ના પ્રિન્સિપાલ ને થોડાક પૈસાનો ચારો ખવડાવી ને કરુણા ને કોલેજ માંથી બહાર કઢાવી મૂકી. તે સમયે પણ હમીર અને કરુણા એકબીજા ને મળતા રહ્યા. પણ કહેવાય છે કે એજ નમે છે જે કુદરત ને ગમે ! તે બે પ્રેમી પંખીડા ઓ પર કાળ કોપી ગયો અને કરુણા ના મોટા ભાઈ નાશિર ને તેની ખબર થઈ ગઈ. ઘણા પ્રયત્નો કરવા છતાં પણ હમીર અને કરુણા એ પ્રેમ મંદિર જઈ ને પ્રેમલગ્ન કરી લીધા. એક દિવસ હમીર અને કરુણા પોતાની કાર માં એક સાથે આવી રહા હતા ત્યારે સામે નરેશ પટેલ આવી ગયા. તેને જોતાજ હમીર નું લોહી ઉકળી ઉઠ્યું અને બંને વચ્ચે લડાઈ થઈ ગઈ.તેમાં નરેશ બાબુ ના રામ રમી ગયા. કાળ અને જાળ કાપી લો અને લાશ ને સંતાડો એવું કરુણા એ કહ્યું. નરેશ ની લાશ ને હમીરે ટ્રક ની નીચે બાંધી દીધો. અને ત્યાંથી નો દો ગ્યારા થઈ ગયા. ત્યાર પછી હમીર ને પોતાનું ઘર ચલાવવા માટે પૈસા ની ચોરી કરવા નું ચાલુ કર્યું. તેની જાણ કરુણા ને ન થાય તેવી રીતે તે નાની નાની ચોરી કરવા લાગ્યો. જેમ જેમ સમય આગળ વધ્યો તેમ તેમ શહેર માં ચોરી નું પ્રમાણ વધી ગયું. હવે હમીર એકલો નહિ પણ તેમની સાથે લગભગ આઠ લોકો થઈ ગયા . નાની નાની વસ્તુ ઓ થી લઇ ને બેન્કો ને લૂંટવા નું કામ ચાલુ થઈ ગયું. જ્યારે પોલીસ ને હમીર વિશે જાણ થઈ તો હમીર અને તેમની ટીમે તેમને લાંચ આપી, અથવા કોઈ બીજા ઉપાય થી તેમની ટીમમાં જોડાવવા મજબૂર કરી નાખ્યાં. પણ હોતા વહી હૈ જો મંજુરે ખુદા હો એક દિવસ કરુણા એક બેંકમાં પોતાનું ખાતું ખોલાવવા માટે ગઈ અને તે જ દિવસે જ હમીર અને તેમની ટીમ તે જ બેંક લૂંટવા માટે તે બેંક માં ઘૂસ્યા. ત્યારે તે બેંક માં કરુણા એ પોતાના પતિ હમીર ને જોઈ લીધો.અને તેઓ ક્યાં થી એટલા પૈસા કમાય છે તેની જાણ થઈ ગઈ.જ્યારે હમીર ને ખબર પડી કે પોતાની પત્ની કરુણા એ તેમને જોઈ લીધો છે તો તેને તેની ટીમ ને ત્યાંથી તરત નીકળી જવાનું કહ્યું. બેંકને લુટવી પડતી મૂકી ને તેઓ ત્યાંથી નીકળી ગયા.પણ જ્યારે તે પોતાના ઘરે પહોંચ્યો ત્યાર સુધી તો કરુણા પોતાના પિયર પહોંચી ગઈ. હમીર ને એ વાત નું ખૂબ જ દુઃખ લાગ્યું અને તેને ચોરી અને લૂંટફાટ નું કામ છોડી દીધું. પણ પોતાનો સંસાર તેમાં બળી ને ભસ્મ થતો ગયો. ધીરે ધીરે કરુણા ના મન માં હમીર માટે ગુસ્સો અને નફરત પેદા થવા લાગ્યો. હમીર ઘણા સમય પ્રયત્નો કર્યા પોતાની પત્ની ને મેળવવા ના પણ બધુજ વ્યર્થ ગયું. ત્યાર પછી હમીરે પોતે કરેલી ભૂલ બદલ માફી માગવા માટે કરુણા ને એક એક પત્ર લખવા નું શરુ કર્યું. પણ તે પત્ર જ્યારે કરુણા ને મળતો તો તેને વાંચ્યા વગર જ તેને ફાડી ને ફેંકી દેતી. આમ ઘણા વખત હમીરે પાત્રો લખ્યા પણ તેનો કોઈ જવાબ આવ્યો નહિ. તેથી તેને ઊંડો આઘાત લાગ્યો કેમકે પંદર પંદર વર્ષ પત્રો નો કોઈ પણ જવાબ નહિ. તેથી હમીરે એક પત્ર લખ્યો એના કાઉડ ટાઇટલ પર લખ્યું "છેલ્લો પત્ર" જેમાં લખ્યું કે ;- " મારા પ્રાણ ના આધાર મારી ધડકન હું માનું છું કે હું એક ગુનેગાર છુ પણ તેની આટલી મોટી સજા ના હોય મારી પ્રિયા. પણ જો તનેજ આ મંજૂર ન હોય તો પછી હું તને મજબૂર નહિ કરું. તેથી હું મારો જીવ આપુ છું. થાય તો મને માફ કરજે . મારી જિંદગી " આ પત્ર મળતા જ તેના પર લખેલા ટાઇટલ થી કરુણા સમજી ગઈ કે હમીર કશુંક ઊંધું કરી નાખશે તેથી તે ત્યાંથી નીકળી ને પોતાના પતિ ને મળવા માટે પોતાના ઘરે આવી પણ તેટલી વાર માં ઘણું મોડું થઇ ગયું હતું હમીરે પંખે લટકી ને પોતાનો જીવ ગુમાવ્યો હતો. કરુણા તો તેના થી દુર રહી ને તેને સુધારવા માંગતી હતી પણ તે વાત ને હમીર સમજી ન શક્યો પણ કરુણા ની એક ભૂલ થી તેમના પતિને હંમેશા માટે ગુમાવી દીધો. એથી જ હું ડાભી વિષ્ણુ કુમાર (વિષ્ણુ રામપુર) આ જગત ને કહું છું કે જો તમારી પાસે તમારું ઘર ચલાવવા માટે પૈસા નથી તો તમે કોઈ નાની મોટી નોકરી - ધંધો કરવો જોઈએ. અથવા કોઈ પૈસાદાર પાસે કામ કરવું જોઈએ પણ કોઈ ખોટા રસ્તે જતાં પહેલાં તમારો અને તમારા પરિવાર ના ભવિષ્ય વિશે એક મિનિટ શાંતિ થી બેસી ને વિચાર કરવો જોઈએ............ ....... બાકી હોતા તો વહી હૈ....... .......જો મંજુરે ખુદા હોતા હૈ......... Download Our App