અણવર અને માંડવિયેણ 3
આ ભાગની વાર્તા સમજવાં માટે આ ધારાવાહિકના આગળનાં ભાગ એક વાર અવશ્ય વાંચી લેજો.
સફેદ કલરની વ્હાઇટ નાઇટીમાં શ્રી નાના છોકરાની જેમ આખા પલંગમાં ફેલાઈને સૂતી હતી. એની આંખ સવાર સવારમાં સિટી વાગવાનો અવાજ સંભળાતા ખુલી ગઈ. ભર ઊંઘમાં હતી શ્રી અને એણે સામે શિવને જોયો.
"કાલના દિવસમાં તે મને એટલી હેરાન કરી છે ને કે મને સપનામાં પણ તું દેખાઈ રહ્યો છે." આટલું બોલીને આંખો ચોળતા ચોળતા શ્રી પાછી ઊંઘી ગઈ.
સામે ખરેખર ઉભેલો શિવ એને જોઈને અને એની વાતો સાંભળીને કોઈ પણ પ્રકારના ભાવ વગર તેને જોઈ રહ્યો હતો.તે ના ઉઠી એટલે ગુસ્સામાં તેણે બૂમ પાડી.
"મારા સપના જોઈ લીધા હોય અને હકીકતમાં આંખો ખુલી શકે તેમ હોય તો જરાક આંખો ખોલશો માતાજી?" શિવે બેડની સહેજ નજીક જઈને શ્રીના ગાલ પર થપથપાવીને કીધું.
"હાઉ ડેર યું? તું મારા રૂમમાં શું કરે છે? અને તે મારા ગાલ પર અડવાની હિમ્મત કેવી રીતે કરી?" શ્રી સફાળી પલંગમાંથી ઊઠીને શિવનો કોલર પકડતા બોલી.
"પહેલાં અડ્યાં વિના પ્રેમથી સિટી મારીને ઉઠાડી હતી ને? પણ તારા સપના પુરા થાય તો ને? અને મારી પાસે ફાલતુ ટાઈમ નથી કે તું ઉઠે ત્યાં સુધી અહીંયા બેસી રહું." શિવે શ્રીની પકડમાંથી પોતાનો કોલર છોડાઈને પોતાની ટી શર્ટ ઠીક કરતાં કહ્યું.
"સિટી? તે મને સિટી મારી? હાઉ ચિપ?" શ્રી ગુસ્સામાં બોલી.
"લીફ્ટની જરૂર હોય ત્યારે તમે અને કામ પૂરું થતાં જ તું? હાઉ મીન?" શિવે શ્રીને કોપી કરતાં કહ્યું તો શ્રી વધારે ગુસ્સે થઈ ગઈ.
"એક તો મારા રૂમમાં આવીને મને હેરાન કરે છે અને...." શ્રી કઈંક બોલવા જતી હતી પણ શિવે તેને રોકતાં કહ્યું.
"લૂક મિસ શ્રી રાણા. તને તો શું કોઈ પણ છોકરીને હેરાન કરવામાં મને કોઈજ રસ નથી. અને મારી પાસે કરવા માટે હજાર કામ છે તો આવા ફાલતુ કામમાં સમય વેળફવવામાટેનો સમય મારી પાસે બિલકુલ નથી.
હા, અને તારા રૂમની જ્યાં સુધી વાત છે તો આ દીવાનખંડ છે. એ તારો પર્સનલ રૂમ નથી. સમજી? ખુલ્લામાં સૂતાં હોય તો ત્યાં ઢોરો પણ આવે અને માણસો પણ આવે જ હો ને!
રહ્યો સવાલ સીટીનો તો હા, આ ડ્રેસમાં તું એટલી સુંદર લાગતી હતી કે...
પણ હું ભૂલી ગયો કે તું તો કોયલના વેશમાં કાબર છે.
અને બીજી વાત હું તને હેરાન કરવા નહીં પણ ભાઈએ તને બોલાવવા કીધું એટલે અહીંયા આવ્યો છું. સમજી? ધમંડી."
શિવની વાત સાંભળીને બે મિનિટ માટે તો શ્રી શિવની આંખોમાં જોઈ જ રહી. શિવ માટે શ્રીના મનમાં અને શ્રી માટે શિવના મનમાં "તું મને ગમતો નથી પણ તારા વિના ચાલતું નથી એવી લાગણીના ઉદભવની શરૂઆત થતી દેખાતી હતી."
"કેમ જીજુએ મને બોલાવી છે?" શ્રીએ શાંતિથી પૂછ્યું.
"ભાભીને તાવ ચઢ્યો છે અને એમની તબિયત પણ સારી નથી. એટલે..."
"શું દી ને તાવ છે?" શિવની વાત પતે એ પહેલાં શ્રી બોલી પડી. શ્રી એટલું મોટેથી બોલી હતી કે આજુબાજુના ત્રણ રૂમમાં સંભળાય પણ નસીબ જોકે શ્રી બધાની સાથે નહીં પણ દીવાનખંડમાં સરસ પવન આવતો હતો તો ત્યાંજ સૂઈ ગઈ હતી અને ત્યાં કોઈ જ ન હતું. તેમ છતાં શિવે એલર્ટ થઈને એનું મોઢું દબાવી દીધું.
"ધીમે બોલ કાબર. બધા સાંભળી જશે. ભાભી બીમાર છે એ વાત બધાને નથી કરવાની. પ્રસંગમાં ખાલી બધા ચિંતામાં મૂકાઈ જશે." શિવે ગુસ્સામાં કહ્યું અને ધીમેથી શ્રીના મોઢાં પરથી હાથ હટાવ્યો.
"આ વાત શાંતિથી પણ કહી શકતો હતો ને? આમ ફિલ્મી સ્ટાઈલમાં શૂટિંગ ચાલતું હોય કોઈ તેમ નજીક આવીને મોઢાં પર હાથ મૂકવાની ક્યાં જરૂર હતી? વારે ઘડીયે મને અડવાનું બહાનું ના શોધીશ. સમજયો? તું જા હું કપડાં બદલીને આવું છું." શ્રીએ શિવની સામે જોતાં કહ્યું.
"પણ તને કેવી રીતે ખબર કે હું દીવાનખંડમાં સૂઈ ગઈ હતી?" શ્રીએ શિવને જતાં રોકતાં પૂછ્યું.
શિવ કઈ રીતે કહેતો કે સિગરેટ પીવા રાતે બધા સૂઈ ગયા પછી મોડી રાતે તે ઉપર આવ્યો હતો અને તેને શ્રીને જોઈ હતી. તેણે વાત બદલી નાખી.
"અત્યારે ઇન્વેષ્ટિગેશન ટીમ બેસાડવી ઇમ્પોર્ટન્ટ છે કે ભાભી?" શિવે એક હાથ ટ્રાઉઝર્ ના ખિસ્સામાં અને બીજા હાથની આંગળીઓના ઈશારા સાથે કહ્યું.
શિવની વાત સાંભળીને શ્રી મોઢું બગાડીને નીચે રૂમમાં ગઈ અને જલ્દી નાહીને સીધી યાશવી પાસે પહોંચી ગઈ. શ્રી પહોંચી ત્યારે યાશવી સૂતી હતી અને યુગ એનાં માથે બરફનાં પોતા મૂકતો હતો. શિવ યુગને પોતા બદલવામાં મદદ કરી રહ્યો હતો.
"દી કેમ અચાનક?" શ્રીનો અવાજ સાંભળીને યાશવીએ આંખો ખોલી.
"તમારાં બધાથી દૂર થવાનું દુઃખ તાવ બનીને બહાર આવી રહ્યું છે." યાશવીએ જવાબ આપ્યો.
"દી તમે કેમ આટલું બધું વિચારો છો? આજે રિસેપ્શન છે અને તમે? તમે દવા લીધી કે નહીં?" શ્રીએ યાશવીને પૂછ્યું.
"તને એટલે જ બોલાવી છે. યાશુએ કહ્યું કે તારી પાસે પરસિટામોલ હોય છે." યુગે શ્રીને કહ્યું.
"હા જીજુ. મારી પાસે છે. મારા પર્સમાં જ છે." શ્રીએ દવા કાઢતાં કહ્યું.
શ્રીએ યુગને દવા આપી અને શિવે ટેબલ પર પડેલાં જગમાંથી પાણીનો ગ્લાસ ભરીને આપ્યો. શ્રીએ યાશવીને ટેકો આપ્યો એટલે એણે બેસીને દવા લીધી. અને શ્રીએ બધા માટે પૌંઆ અને ગરમ કેસરવાળું દૂધ મંગાવ્યું. ચારે જાણે સાથે બેસીને નાસ્તો કર્યો અને યાશવીનો તાવ ધીમે ધીમે ઉતરવા લાગ્યો એટલે શ્રી ત્યાંથી પાછી પ્રભા પાસે આવી ગઈ. સવાર સવારમાં શ્રી ક્યાંય દેખાઈ નહીં એટલે પ્રભાએ શ્રીને પહેલાં જ ફોન કરીને પૂછી લીધું હતું પણ શ્રીએ કહી દીધું કે મહારાજા પેલેસ પાસે જે પાર્લરમાં તૈયાર થવા આવી હતી ત્યાંની પીન્સ અને ક્લિપ્સ રિટર્ન કરવા માટે તે ત્યાં ગઈ છે. અને બહાર જ નાસ્તો કરીને આવવાની છે. આ બાજુ શાલિની પણ નાસ્તા માટે યુગ પાસે આવી હતી પણ શિવે રૂમ બંધ કરીને પોતે બહાર જઈને શાલિનીને કહી દીધું કે બહારનું કંઇક ખાવાની ઈચ્છા હતી એટલે અને ત્રણેયે નાસ્તો કરી લીધો છે. યાશવીના બીમાર હોવાની જાણ કોઈને ન થાય એ માટે આમ ખોટું શિવ અને શ્રી બન્ને બોલ્યાં હતાં.
સાંજે પણ પ્રસંગ ધાર્યા કરતાં સારી રીતે પતી ગયો. રિસેપ્શનમાં પણ લગ્નની જેમ જ ભવ્ય આયોજન હતું અને ભાતભાતના પકવાન. શ્રી અને યાશવી બન્ને બહેનોએ પિંક કલરના ગાઉન પહેર્યા હતાં. બન્નેની ડિઝાઇન અલગ હતી. યાશવીને શ્રીએ જ તૈયાર કરી હતી. અને તે ખૂબ સુંદર પણ લાગતી હતી. શ્રી પોતે જ તૈયાર થઈ હતી. આંખોમાં કાજલ, આચ્છી લિપસ્ટિક, પિંક નેલ પૈન્ટ, પિંક સેન્ડલ. એકદમ લાઈટ મેકઅપમાં પણ શ્રી ખૂબ જ સુંદર લાગતી હતી. આ બધાં વચ્ચે શિવ અને શ્રીની મીઠી નોકજોક તો ચાલું હતી જ હો.
વિદાય તો સાચી હવે હતી કારણકે હવે યાશવી પોતાનાં પરિવારથી દૂર જવાની હતી. અને હવે એ યાશવી રાણા નહીં પણ યાશવી યુગ પ્રતાપ સિંહ બની ગઈ હતી. દવાની અસર પણ ઉતરી ગઈ હતી અને યાશવીને ફરી તાવ ચઢવા લાગ્યો હતો. બધા ચિંતામાં હતાં. કારણકે યાશવીને સવારથી તાવ છે એ વાત હવે બધાને ખબર પડી હતી. રાણા પરિવારના ફેમિલી ડોક્ટર અને યુગે એક નિર્ણય લીધો જે યાશવીના હિતમાં હતો.
આગળની વાર્તા આગળનાં ભાગમાં પ્રકાશિત થશે. પણ જો તમને આ ભાગ પસંદ આવ્યો હોય તો તમારો અભિપ્રાય જરૂર આપજો.