આગળીયાત.....
( સત્યઘટના પર આધારિત)
વૈશાખી બપોર નો તડકો ને લુ ઝરતી ગરમી મા રૂખી મથે ચારા ની ગાસંડી માથે ઉપાડી ઉતાવળે ઘરે જવા નીકળી ,......આમ તો રોજ એ સાજે જ ચાર લેવા ખેતરે જતી
પણ ભગરી ભેસં બસ આજકાલ મા વીવાશે એમ માની આજ ઘરે જમવાનું બનાવી ખેતરે ચાર લયી ઉતાવળે આવી જયીશ , ખરી ગરમી ને માથે મોટો ઘાસ નો ગાહડો ને ગળા મા પાણી નો સોસ પડતો હતો
તરસ પણ બહુ લાગી હતી ,એટલે લાબા ડગ ભરતી ઘર ભણી જવા નીકળી ,..........
રોજ તો રૂખી નવ વરસ ની દીકરી ગૌરી ને લયી સાજે જ ખેતરે જતી ,કુવાવાળુ ખેતર ,ખેતર ની વચ્ચોવચ કુવો ને મોટો ટેકરો ,ટેકરા પર ગલબા ની ઝુપડી , ગલબો જાતે પાટણવાડીયો , બાપુ ના ખેતર મા ખેતર સાચવવા ને નાના મોટા કામો માટે રાખ્યો હતો ,ગલબા ની પત્ની મંછા ને બે દીકરી ઓ સાથે થે એ ઝુપડી મા રહૈતો ,........માટી ની કાચી દિવાલ ને માથે પતરા ,ને નીચે છાણ માટી ના લીપણ થી મંછા એ સરસ ઓકરીઓ પાડી ઝુપડી શણગારી હતી ,.......રૂખી રોજ ખેતરે આવતી ત્યારે એ દિકરી ગૌરી ને સાથે લયી ને જ જતી ,દીકરી ગૌરી રૂખી ના દિલ નો ટુકડો હતી ......ગૌરી જ એનુ જીવન ને એનુ સરવસ્વ હતી ,..............
પણ આજ જટ જયી ચાર લયી પાછી જ આવવુ છે ને એમ સમજી ગૌરી ને સાથે નોતી લીધી ,ને પાછી ગરમી પણ બહુ હતી ,........એટલે ફટાફટ ચાર વાઢી ગાસંડી જાતે જ માથે કરી લીધી , ખેતર ના ખુણે થી મંછા એ બુમ એ પાડી ને પુછયુ , રૂખી બુન ગોહડી મોથે કરાવા આવુ ? પણ રૂખી એ કહયુ ,એ ના એતો હુ કરી લવ શુ ,ન આજ ઈતાવર મ શુ એટલે ,ગૌરી ઘેર રાહ જોતી હશે એટલે ઉતાવળ શ ,કાલ આએ તે બેહીશ લગર.....
એમ કહી રૂખી મંછિ ના ઉતર ની આશા રાખ્યા વગર જ નીકળી પડીને જટ જટ લાબા લાબા ડગ ભરતી ગામની ભાગોળ પહોચી ને થોડી વાર મા પોતાના મહોલ્લામાં ,ઝાપે ભેસો બાધવા ના વંડા ( વરંડામાં ) નો ઝાપો ખોલી એક ખુણે ગાસંડીનો ઘા કરયો ,..........ને પછી ભગરી ભેસં ની પીઠ થબડાવી સાડી ના છેડા થી પરસેવો લુછતી રૂખી ઘેર આવી ને
મોડી (ઓશરી ) મા ખાટલે બેઠી ને બુમ પાડી ,...ગૌરી એ ગૌરી ? બેટા ,પોણી ભરી લાય ન કળશ્યા મ......બહ તરહ લાગીશ ,........થોડી વાર સાડી થી પવન નાખી ફરીથી બુમ પાડી ગૌરી એ બેટા ગૌરી , કયી જયી ,પોણી લાય ન બેટા ,...........અંદર થી કોઈ જવાબ આવ્યો નયી એટલે રૂખી જાતે જ ઉભી થયી વચલા રૂમમાં પાણિયારે થી લોટો લયી પાણી ગટગટાવી ,સ્વગત બબડી ,હાશ શાંતિ થયી અમ ,ચેટલી તરહ લાગી તી ,........એ સમય ના એ જુના જમાના નુ ઘર હતું ,માટી ની દિવાલો ને નીચે લીપંણ નુ ફ્લોરીગં.........ને પતરા ની છત ,...
લાબુ રો હાઉસ જેવુ ,એક ઓરડો ,વચલો ખંડ ને એક મોડી એટલે કે ઓશરી.
રૂખી થાક ની ખાટલા મા આડી પડી ને આખં મીચાયી ગયી ,...
ને એમા દિકરિ ગૌરી પણ વિસરાઈ ગયી ,...ગરમીમાં થાકેલી રૂખી એક સામટી બે કલાક ની ઉગં ખેચી કાઢી ,..............ને અચાનક આખ ખુલી તો સાજ પડી ગયી હતી ,..
દિવાલ પર લાગેલી ઘડીયાળ મા જોયુ તો સાત વાગવા મા થોડી જ વાર હતી ,.....હાય હાય બાપ ,...આજ આવુ કેમ થયું ....
કોઈ દી નહી ન આજ ઓમ ઉગં આવી જયી ,....સ્વગત બબડતી ઉભી થયી ને પાછી વરંડા મા ઝાપે ગયી ને ત્યાં રમતા બાળકો ને પુછયુ ,.....અલ્યા દશલા , રમલી મારી ગૌરી ન ચોય ભાળી ?........ના....ને બાળકો પાછા એમના લંગડી દાવ રમવા મા લાગી ગયાં ,..
રૂખી ને યાદ આવ્યું કે એ પોતે ખેતરે થી આવી ત્યારે પણ ગૌરી નોતી ,પાણી માટે બુમ પાડી હતી ,પણ પછી જાતે જ પાણી પીધુ હતું ,......મન ઈમ કે ગયી હશે બેનપણીયો હારે ભાગોળે રમવા ,ને પશી મે હાથે જયી પોણી પીધુ ન મોડી મ ખાટલે થોડી આડી પડી,
ને ખબર નયી ચમ આજે ઉગં આવી જયી ,.....
રૂખી ને ગૌરી ની ચિંતા થવા લાગી .......ને આડોશ પાડોશ મા પણ પુછી આવી કે મારી ગૌરી ને કયાય ભાળી ? ..........પણ કયી સરખો જવાબ ના મલ્યો પછી સ્વગત બબડતી ઓરડામાં થી બોઘેણુ લયી ભેસં દોહવા વરંડા મા આવી ,એક ભેસં તો વીવાવણી હતી ,એટલે બીજી બે ભેસો ને એક ગાય નુ દુધ દોહી , બોઘેણુ ,પાળી પર મુકી ,ચાર ની ગાહડી ખોલી ભેસો ને નીરણ નાખ્યુને ગમાર આખી ચાર થી ભરી નાખી ને પાણી પીવડાવી ,ભેસો નુ કામ પતાવી દુધ નુ બોઘરણુ માથે મુકી ઘેર આવી , ને મહોલ્લામાં દુધ ના વારા બાધ્યા હતાં એ બધા દુધ લયી ગયાં આવનાર બધા ને ગૌરી ને કયી ભાળી તી ? એમ પુછી લેતી ,અમ તો અંધારૂ થવા આયુ ,સાડા સાત વાગ્યા પણ આ ગૌરી અજીય ના આયી ,? ......ભાગોર મ ક બેનપણીયો ન ઘેર કદી આટલુ રોકાઈ નહી ,....ન
આજ ચ્યમ ઓમ થ્યુ ???????
બરયુ હુ ય આખો દન આ ઘર નો કોમ ને ઢોરો ન ખેતરો , ન
છોણ વાસીદા મ થી ઉચી જ નહી આવતી ન છોડી નુ ધ્યોન ને નહી રાખતી ,...........
બળયુ ઓના કરતાં તો બાપા ન ઘેર હારી અતી ,.
આ રાયસંગજી દરબાર ના ઘેર નાતરે ના આયી હોત તો હારૂ અતુ ......આમ રૂખી મનમાં ને મનમાં વિચારી રહી હતી ,.......દુધ ના વારા પતાવી ને રૂખી ઘરની બહાર લીમંડા ના ઝાડ નીચે બનાવેલો માટી નો ચુલો સળગાવી ,એની પર કલાડુ મેલી અંદર ઓરડામાં ગયી ,........ને તેલ ના ખાલી ડબ્બામાં થી લોટ ભરવા નો ડબ્બો લયી આવી ને મુકયુ ,......બળયુ આ મન વચારો મ બધુ ભુલી જવાય શ એમ સ્વગત બબડતી પાછી ઓરડામાં ગયી ને પીતળ નો તાશ ,ને તપેલી મા પાણી ભરી મીઠુ નાખી ખારવણ લયી , ઘાઘરો સંકોરી ને ચુલા આગળ બેસી ગયી ને તાસ મા થોડો થોડો લોટ લયી મસળવા લાગી ,થોળુ થોળુ પાણી લેતી જાય ને બાજરી નો લોટ મસળતી જાય ,ને પછી લોટનો ગોળ લાડવો બનાવી એને રથ ના પૈડાં જેવુ ચક્ર બનાવી ને એના અંત્યત ગોરા ને માસુમ હાથ વડે બાજરી ના રોટલા ટપ ,ટપ, ટીપવા લાગી ..........રોટલા ના ટપ ,ટપ અવાજ ની સાથે
એના રૂપાળા હાથ ની કાચ ની બંગડીઓ પણ ખણ ખણ થવા લાગી ,.......રોટલો પુરો ગોળ ટીપાઈ જતાં થપ કરતો કલાડા મા નાખ્યો ,....મનમાં ગૌરી ની ચિંતા ને રાયસંગજી નો જમવાનો સમય પણ સાચવવા નો
ને ગુસ્સામાં આવી ચાર ગાળો ખાવી એના કરતાં પહેલા રોટલા ઘડી લવ ,એમ વિચારી ફટાફટ રોટલા જ ઘડવા લાગી ,.......સ્વગત બબડી આ મારી છોડી એ ખરી શ ન ,......આટલી બધી વાર કોઈના ઘરે બેહી રેવાય?
હવે ગૌરી કયા ગયી હશે ને કયારે આવશે ,....એ જાણવા માટે વાચો આગળનો ભાગ .......નવલકથા
આગંળીયાત.....
લેખક કાળુજી મફાજી રાજપુત...