*મનોબળની સ્વસ્થતા,*(સત્ય ઘટના)(યુગવંદના)
અચાનક આવી પડતી માંદગી કંઈક શારીરિક ખોડ લઈને આવે છે. જેમકે યાદ શક્તિ વિસરાવી, પગ હાથ કે શરીરમાં થતું કંપન, પગ હાથ અટકી જવાં , જીભ થોથવાવી વગેરે વગેરે. ઘરની મોભ હોય એવી વ્યક્તિને કે જેણે નિયમિત જીવન જીવ્યું હોય. સમયસરકાર્ય કરવામાં ઘડિયાળને પણ હરાવી કે હંફાવી દીધી હોય.
તેવી વ્યક્તિ જ્યારે મજામાં હોય આનંદમાં હોય કે કોઈ પ્રસંગમાં સુંદર સંભાષણ કરી બીજાં બધાંને અચંબિત
કરી દીધાં હોય. જેને માટે આખું કુટુંબ તેની પાંખમાં લઈ જીવતાં હોય તેવી વ્યક્તિ તેના રહેઠાણથી ૫૦૦/૬૦૦ માઈલ દૂર હોય ને તેનેજ્યારે બ્રેઈન સ્ટ્રોક આવી જાય, ત્યારે આખું કુટુંબ તેની આજુ બાજુનું વર્તુળ પણ ધ્રુજી ઊઠે!
આવું જ કંઈક મેં અનુભવ્યું મોટી દીકરીની ફોન આવ્યો કે અમારા મોભની તબિયત બગડી ગઈ છે ને
એમ્બ્યુલન્સમાં વડોદરા લાવી રહ્યાં છે ત્યારે પાંચ મિનિટ માટે માનસિક રીતે હું પોતે હચમચી ગઈ. કોરોનાકાળ દરમ્યાન એટલી શિસ્તતાને નિયમો પાળનાર બે અઢી વર્ષે અગંત કુટુંબના પ્રસંગ માટે બહાર સારી સાજી સમી
ગયેલી વ્યક્તિને બિમાર અને તે પણ હોંશકોશ વગર જોવા એ મન સાથે તુમુલયુધ્ધ બરાબર હતું. મારી બેન તો ઢીલી પણ બાહ્ય રીતેમજબૂત તેનો સામનો કરવો કેમ?
વડોદરા પહોંચતાજ દવાખાનાનું રાક્ષસી પિંજરું આઈ. સી. યુ માં મૂકી દીધાં. હું તો જઈ જ ન શકી હિમ્મત પણ નહોતી અને ત્યાંગર્દી કરવી એ મારાં સિંધ્ધાંતની વિરુધ્ધ હતું. તેમણે ઓળખ ગુમાવી દીધી હતી, સભાન પણ નહોતાં.વડોદરાનાં સારામાં સારા ડોક્ટરનીસારવાર શરૂ જ થઈ ગઈ હતી. ડો. કેયુરબૂચ અગંત સંબંધ ધરાવતાં હતા તે એક દેવદૂત સમાન હતાં.
એક વાત કહું મિત્રો, ભગવાન દુઃખ પાછળ પણ નાની નાની પળો હાસ્યની મૂકતો હોય છે. એક દિવસ એક રાત્રી આ જ પરિસ્થિતિરહેવા છતાં તેઓ આશા આપતાં કે સારું થઈ જ જશે. હવે શરૂ થયું એ ચક્ર કે દર્દી ને એટલે કે અમારાં મોભને હવે બાળક ની જેમબાલિશ વાતો કરી સમજાવવામાં આવતાં.મનો વ્યથા એ હતી કે તેઓની યાદદાસ્ત હવે ચૌદ પંદર દસ અગિયાર વર્ષ પાછળ ચાલી ગઈહતી, કારણ નાના મગજમાં ઓગણ્યા એંશી વર્ષોનું કાળ ચક્ર ફરી રહ્યું હતું. મારા પતિદેવને કિડનીની તકલીફ હતી ત્યારે મારી બેને પ્રયત્નકર્યો હતો, તેની કડવી મીઠી યાદની વાતો કરતાં કહેતાં હતાં મિલનને જકિડની આપી તેથી આ ઈન્ફેકશન થયું છે, મારી બેન ગુગલ માસ્ટરને ઓનલાઈન શોપીંગ માસ્ટર તેને ટ્યૂબ શોધી કાઢવાનો આગ્રહ, દીકરીને કીડની આપી તેવી અસંમંજશ વાતો, ધીરે ધીરે, ફરતા ફરતાનજદીકના વર્ષો તરફ કે મારી વાઈફને બોલાવો ઋષિકેશની ફ્લાઈટ પકડવાની છે.. બેન ઘરે હતી તો નર્સોએ કહ્યું કે તે તો ગયાં! તોસમજમાં આવ્યું મને મૂકીને જાય જ નહિ. મને મને આટલાં ભણેલાં ગણેલાને કેમ મૂર્ખ બનાવે. દોહિત્રની ઓળખ સામે આવી ને તેણેવર્તમાનમાં લાવવાની કોશિશ કરી. કહ્યું નાના ઉદેપુર થી આવ્યા છોને તો ઋષિકેશ કેવી રીતે જવાય!આ મગજની પરિસ્થિતિ અમનેબહાર બાંકડે એક આંખે હસાવી રહી હતી તો એક આંખે રડાવી પણ રહી હતી. પ્રભુની આ રમત માનવી ક્યાં સમજે છે એ તો તમનેસમયની ઓળખ આપી રહ્યો હોય છે.
ત્યાં મનોબળની સ્વસ્થતા કેવી કામ લાગે છે મિત્રો, અહીં મનનાં મજબૂત તેથી અંદર મળવા જનાર દરેક વ્યક્તિ પોતાની ઓળખપૂછી તેમને પાછાં લાવવાની કોશિશમાં પડી હું કોણ? ના ,પ્રશ્નનો સામનો કર્યો. નવી
નવી વાતો ચાલી. તેમને પણ દુઃખ હતું કે તેઓ તેમની સ્વસ્થતા માટે લોકોને દાખલો આપતા. તે હવે શું કહેશે?
પણ ભગવાન ક્યારેક ક્યારેક સર્વેની કડક પરીક્ષા લઈ લેતો હોય છે.. તેથી મારી સાથે વાત કરતા મને કહ્યું ,”તું દવાખાને જાય તોક્યારેક મારે તો આવવું જ રહ્યું. જેને જે કહેવું હોય તે કહે “અને આંખના બે બિન્દુ દુઃખનાં ડોકાયા. દીકરી જમાઈ દોહિત્ર સગા વહાલાંનાપ્રયત્ન, દુઆ દવા બધું અસર કરતું ગયું. દીકરો અમદાવાદથી આવન જાવન કરવા લાગ્યો. જોત જોતામાં નર્સ ડોક્ટર બધાં કુટુંબી બનીગયાં.ડોક્ટરના અનુસાર એકવીસ દિવસની શરીરની બદલાવની સાયકલ બદલાય ને અહીં પણ એક અઢી અક્ષરનો શબ્દ સર્વેનો પ્રેમ, દૂર દૂરથી દીકરીનો ફોન, અહીં દીકરા દીકરીનો સાથ જે તેમને કલ્પનામાં નહોતો તેવી વ્યક્તિઓનાં અવાજ ને સહધર્મચારિણી જણેજિંદગીભર હર પલ હર ક્ષણ સાથ આપ્યો તે બધું જજ સામે પ્રત્યક્ષ જોયું ને તેણે મનોબળની સ્વસ્થતા અર્પી.
મિત્રો તમને થશે મેં કેમ આ તમારા સુધી પહોંચાડ્યું? તો જાણો આવું જીવનમાં એંશી ટકા ઘરોમાં બને છે, બનશે ત્યારે માનવીતેના મનોબળ જોડે લઢતો રહે છે. જ્યારે દર્દી બને છે. તે પહેલાં એ માનવરૂપે એવું જ સમજે છે કે હું સ્વસ્થ છું મને ક્યાં કોઈની જરૂર પડેછે.
ભલે સંસારમાં નાનામાં નાની વાત , વ્યક્તિ કે પંડના સંબંધીઓ સાથે Once in a while મળીએ પણ પ્રેમથી સાચા હૃદયથી મળીએઅણી સમયે તમને તેમની નિર્દોષ દુઆઓ મળશે.કોઈ એકવાર તમારી દુઃખોની
ક્ષણે તે વ્યક્તિઓએ તમારો હાથ પકડ્યો તો તમે તેના ઋણી થઈ જાઓ છો. તે વ્યક્તિ તમારી દયાની નહિ પણ
સરખા પ્રેમની હકદાર બની જાય છે. તેથી મનોબળની સ્વસ્થતાથી તેને પણ માન સ્નમાન આપો.માંદગીથી ખાટલો ન પકડતા મનને સ્વસ્થકરી ફરી પાછાંએ જ પ્રેમાળ પત્ની ને બાળકોને સાથ આપો કે પત્ની દર્દી હોય તો પ્રેમાળ પતિ ને બાળકોને સહકાર આપો. હકારાત્મકવિચારોને મનોબળની સ્વસ્થતાને હકારાત્મક દવા રૂપે સ્વીકારી ઊભા થઈ ઈશની આપેલી નિર્મળ પવિત્ર જિંદગીની પળોને માણી લો નેતેના બનાવેલા નિયમોનો
હિમ્મતથી સામનો કરો. જીત જ જીત છે.
*જયશ્રી પટેલ*
*૮/૧૨/૨૧*