જીવનસાથીની રાહમાં....... 7
ભાગ :- 7
આગળનાં જોયું કે વર્ષા મૈથલીની વાત કરવા હેમંતનાં ઘરે આવે છે. પણ હેમંતનાં ઘરે જયવંત અંકલ અને જયશ્રી આન્ટી એની છોકરી માનવી સાથે આવેલાં હતાં. એ લોકો હેમંત અને માનવીનાં લગ્નની વાત કરવા આવેલા હતાં.
હવે આગળ
વર્ષા ઘરની અંદર પ્રવેશ કરતી જ હોય છે કે એ ઘરનાં દરવાજા પરથી હેમંતની મમ્મી રેણુકા માનવીની હાથમાં શ્રી ફળ મુકતા જોય છે.
" આજ થી તું અમારાં ઘરની "(રેણુકા)
ઘરનાં આગળના રુમમાં હેમંત એની બાજુમાં હેમંતનાં પપ્પા રાકેશભાઈ એની સામે જયવંત, જયશ્રી અને માનવી બેસેલા હતાં.
વર્ષા આ વાત સાંભળીને પાછળ ખસે છે. અચાનક રાકેશભાઈ નું ધ્યાન ઘરનાં દરવાજા તરફ જાય છે. એ હેમંતનાં મિત્રને ઓળખતાં હોય છે. એટલે વર્ષાને જોતાં એને ઘરની અંદર આવા કહે છે.
" વર્ષા બેટા
અંદર આવ
હેમંત "
હેમંત અને બાકી બધાંનું ધ્યાન વર્ષા તરફ જાય છે. હેમંત વિચારે છે આ વર્ષા આમ અચાનક અહીં કેમ? શું થયું હશે? અને એ પણ અહીં ની આવવું હતું. વર્ષા ઘરની અંદર આવે છે. થોડી વાર વાતો કરી પછી જયવંત અંકલ પરિવાર સાથે નીકળી જાય છે. રાકેશભાઈ પણ ઑફિસ જવા નીકળી જાય છે. રેણુકા આન્ટી રસોઈ તરફ જાય છે. વર્ષા કંઈ વાત ના શરૂ કરી એટલે હેમંત જ બોલે છે.
" શું થયું વર્ષા?
આમ અચાનક " હેમંત વર્ષા ને આમ અચાનક આજે ઘરે આવેલી જોઈને અત્યારે પુછે છે.
"હેમંત તારા મેરેજ નક્કી થઈ ગયાં? "
" હા
પણ શું થયું? "
"તું તો કાલે ના પાડતો હતો ને? "
" હા "
" તો પછી "
" પપ્પા નું વચન
એમને જયવંત અંકલ ને મારી ઈચ્છા વગર જ વચન આપી દીધું હતું કે હેમંત અને માનવીનાં લગ્ન થશે "
" તને ખબર ની હતી"
" ખબર જ હતી"
" તો પછી "
" માનવી જ લગ્ન માટે ના પાડવાની હતી
પણ એ જેની સાથે લગ્ન કરવાની હતી એનું રોડ એક્સિડન્ટમાં મૃત્યુ થઈ ગયું હતું.
જેની મને કાલે જ ખબર પડી
આ લગ્ન ખાલી એમ જ છે
અને મૈથલીનાં લગ્ન પણ નક્કી"
" હું આજ વાત કરવા અહીં આવી હતી કે"
" શું વાત"
" મૈથલીનાં લગ્ન ફાલ્ગુન સાથે થવાનાં હતાં તેણે ના પાડી"
વર્ષા આખી વાત હેમંતને સવિસ્તાર કહે છે. હેમંત ને દુઃખ થયું કે જો મૈથલી ને મારા હ્રદયની વાત કહી દીધી હતી તો આજે આવી સ્થિતિ ની આવતે. પણ મને શું ખબર હતી કે આવું થશે? હેમંત મનમાં વિચાર કરે છે.
" મને ખબર પડતે તો હું ના પાડી દેતે પણ"
" હા"
" ઘણું મોડું થઈ ગયું હવે"
" હા
હવે કંઈની
માનવી ને ખબર છે મૈથલી વિશે"
" હા
પણ જો તું જલ્દી આવી હતી તો"
" હા
પણ કિસ્મત ને એ મંજુર ન હતું "
" હા
કંઈની અઠવાડિયા પછી મેરેજ છે"
" તારીખ પણ નકકી થઈ ગઈ"
" હા"
વર્ષા થોડી વાત કરી ત્યાંથી નીકળી જાય છે. મૈથલી અને ફાલ્ગુન લગ્ન ટુટી જાય છે. એક અઠવાડિયા પછી હેમંત અને માનવીનાં લગ્ન થાય છે. વર્ષા અને મૈથલી પણ લગ્નમાં આવે છે.
પણ હજુ મૈથલી ને ખબર નથી કે હેમંત તેને પ્રેમ કરે છે.
અને હેમંત ને ખબર નથી કે વર્ષા તેને પ્રેમ કરે છે. એટલે સ્ટોરી હજુ બાકી છે.
આગળ શું થશે?
જાણવા માટે વાંચતા રહો જીવનસાથીની રાહમાં....... નો આગળનો ભાગ.......