Ansh - 17 - last part in Gujarati Women Focused by Arti Geriya books and stories PDF | અંશ - 17 - અંતિમ ભાગ

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

અંશ - 17 - અંતિમ ભાગ

(આપડે જોયું કે કામિની નો આત્મા તેના પુત્ર માટે જ આવ્યો છે.ઘર ના બધા તેની આ સ્થિતિ થી દુઃખી છે,અને અનંત ને ધિક્કારે છે.કામિની ને મળવા તેના માતા પિતા આવી પહોંચે છે.હવે આગળ...)

કામિની તો પોતાના અંશ મા જ ધ્યાનમગ્ન હતી,પણ તેની મમ્મી એ બોલાવી અને તેનું ધ્યાન તે બધા તરફ પડ્યું. કામિની ના માતા પિતા એ તેની વાત ના માનવાનો અફસોસ કર્યો,અને કામિની એ હવે કાઈ થઈ શકે એમ નથી ભૂલી જાવ જે વીત્યું એ .એવું કહી તેના ભાઈ બહેન નું ધ્યાન રાખવાનું કહ્યું.અંતે અનંત આગળ આવ્યો.

આટલીવાર માં પહેલીવાર કામિની એ તેને જોયો
એ સાથે જ જાણે એના અંગેઅંગ મા આગ લાગી ગઈ હોય એવો ભાસ થયો,તેની આંખ માં અંગારા ઉતરી આવ્યા,અને અનંત કઈ બોલે એ પહેલાં જ એ બોલી.

ત્યાં જ...ત્યાં જ ઉભા રહેજો અનંત.એક પત્ની તરીકે તો નહીં પણ એક સ્ત્રી તરીકે પણ તમે મને ક્યારેય માન નથી આપ્યું.દરેક સ્ત્રી ફક્ત તમારી વાસના પુરી કરવા જ આ ઘર મા છે,એવું માનનારા તમે.દરેક સ્ત્રી ને હલકી નજરે જોનારા તમે.સ્ત્રીઓ એ પુરુષો ના સુખ માટે જન્મ લીધો છે એવું સમજનારા તમે.અને પત્ની એટલે તમારા સુખ નું સાધન,તમારો ગુસ્સો ઉતારવા માટે ની દીવાલ,તમારા ઘર અને ઘર ના માટે કામ કરનાર નોકર,તમારા મિત્રો ને પણ મજા કરાવનારી બાઈ,તમારા ખોટા કર્મો ને ઢાંકનાર એક પરદો.આજ... આજ સમજ છે ને તમારી.કામિની એ લગભગ ત્રાડ પાડી.

અનંત ને તો કાપો તો લોહી ના નીકળે એવી સ્થતી થઈ.તેના મન મા અપાર પસ્તાવો હતો,પણ કામિની એ કહેલી વાતો પણ સાચી જ હતી પણ તેને ખબર હતી કે આજ નહિ તો ક્યારે પણ નહીં.તેં કામિની ની નજીક ગયો કામિની એ અંશ ને ફરી મજબૂતી થી પકડી રાખ્યો.

અનંત તેના પગ મા પડી ને બોલ્યો,કામિની હું જાણું છું, મારી ભૂલ હતી.મને એ પણ ખબર છે કે એ ભૂલ ક્ષમા ને લાયક તો નથી જ.પણ તું આપડા અંશ ને ખાતર મને માફ નહિ કરે?હું તને વચન આપું છું કે હું અંશ નો ખુબ જ સારો ઉછેર કરીશ અને એ પણ એકલે હાથે.આજ પછી દરેક સ્ત્રી મારે મન મા બહેન સમાન.હવે હું કોઈ સાથે ગેરવર્તન નહિ કરું.બસ તું મને માફ કરી દે.અને અનંત રડવા લાગ્યો. કામિની એ તેની આંખ માં પસ્તાવા ના આસું જોઈ ને એટલું જ કહ્યું,

હું કોણ તમને સજા દેવાવાળી કે માફ કરવાવાળી. તમારો બધા નો ન્યાય તો ઈશ્વર જરૂર કરશે.બસ મને એટલી જ વાત નો જવાબ આપો મારો વાંક શું?બોલો અનંત શું મારુ સ્વારૂપવાન હોવું એ મારો વાંક?બા તમે કહો શું મારુ વિનમ્ર અને આજ્ઞાકારી હોવું એ મારો વાંક?
બાપુજી તમારા ઘર ની વહુ બની ને આવવું એ મારો વાંક?
કે પછી પોતાના ભાઈ બહેન ના ભવિષ્ય નો વિચાર કરી ને
સાસરે દુઃખ અને તકલીફ સહન કરવી એ મારો વાંક?બોલો આ સવાલો નો જવાબ મને આપો.

શું પપ્પા તમને એકવાર પણ મારી વાત માં સચ્ચાઈ ના વર્તાઈ!!શું મમ્મી તને તારી દીકરી પર તારા ઉછેર પર એટલો પણ વિશ્વાસ નહતો.કે મારી એક પણ વાત સાચી ના માની? અને મને અહીં આ નર્ક મા મોકલી દીધી.જોવો એનું પરિણામ આજે હું આ નર્ક માંથી સ્વર્ગ મા પહોંચી ગઈ.કામિની નું રુદન ભલભલા ના હૈયા ફાડી નાખે તેવું હતું.

ત્યારે દુર્ગાદેવી બોલ્યા,આપડો સમાજ એક એવી આંધળી પરંપરા ને અનુસરે છે,જેનો ભોગ ઘણી સ્ત્રીઓ બનતી રહે છે.સાસરા માં માતા પિતા ની આબરૂ જાળવવા દીકરી પીસાતી રહે છે,અને પિયર માં જો પાછી જાય તો સમાજ શું કહે?એટલે માતા પિતા પણ દીકરી ને સાસરે જેમ તેમ રહેવા સમજાવે છે,પણ એમ કેમ સમજતા નથી કે મૃત્યુ પામેલી દીકરી કરતા પાછી આવેલી દીકરી સારી.
જો સમાજ આ વાત સમજી જાય ને તો કામિની જેવી ઘણી દીકરીઓ ની જિંદગી બચી જાય.

આટલું કહી ને દુર્ગાદેવી કામિની તરફ આગળ વધ્યા,અને બોલ્યા લાવો કામિની વહુ હવે હવે અંશ ને આપો,સુરજ ઉગવાની તૈયારી મા છે,અને તમારા આત્મા ને છૂટો મૂકી અને બીજા જીવન ની તૈયારી કરો.

પણ કામિની અંશ ને છોડવા તૈયાર જ નહતી,એની આંખો માંથી અંશ માટે અનરાધાર સ્નેહ વરસતો હતો,તેને અંશ ને છાતી સરસો ચાંપી તેને માથે ચૂમી ને પ્રેમ કર્યો.પણ હજી તેને અળગો કરતી નહતી.જેમ તેમ કરી ને દુર્ગાદેવી એ કામિની ને સમજાવી.અને કામિની એ રોતી આંખે પોતાના હૃદય જ ટુકડા ને પોતાના શરીર ના અંશ સમાન પોતાના પુત્ર અંશ ને દુર્ગાદેવી ના હાથ મા સોંપ્યો.

ત્યારબાદ દુર્ગાદેવી એ અંશ ને અનંત ને હાથ મા આપી ને કહ્યું,અનંત બોલ્યો છો તો બધું પાળજે.તો જ કામિની ની આત્મા ને શાંતિ મળશે.અને પછી મંત્ર બોલી કામિની ની ઉપર પવિત્ર જળ નો છંટકાવ કર્યો.કામિની એકદમ તેજીલી લાગવા માંડી, એને બધા સામે જોઈ ને હાથ જોડ્યા અને પોતાની કોઈ ભૂલ થઈ હોય તો એની માફી માંગી.પણ બધા રોતી આંખે એની સામે હાથ જોડતા હતા.અને થોડીવાર મા જ એની આત્મા એ વિદાય લીધી.

સૂર્યોદય ની પહેલી કિરણ પડતા જ ઘર માં એક સુંગધ પ્રસરી ગઈ,માતૃત્વ ની સુગંધ થી આખું ઘર મેહકી ઉઠ્યું. અને દુર્ગાદેવી બોલ્યા,એક સ્ત્રી એટલે નાટક નું એવું પાત્ર જેને જિંદગી ના રંગમંચ પર કોઇ જાત ના રિહર્સલ વગર દરેક પાત્ર સફળતાપૂર્વક નિભાવવાનું હોઈ છે.અને તેમાં વાહવાહી કે ઇનામ ની કોઈ જ અપેક્ષા રાખવામાં આવતી નથી,અને તો પણ કોઈ એક પાત્ર નિભવવામાં જો એની જરાક ચૂક થાય તો મળે છે,ફક્ત અને ફક્ત અપમાનિત શબ્દો.સ્ત્રી નું જીવન તેની ફરજો અને લાગણીઓ થી બનેલું હોઈ છે,તો પણ લોકો માત્ર તેની ફરજો જોવે છે,અને લાગણી નજરઅંદાજ કરે છે.બસ આ જ એનું નસીબ છે,પછી એ કોઈપણ સમાજ હોઈ કે કોઈપણ દેશ.
કોઈ નું અભિમાન,કોઈ ની ઝીદ અને કોઈ ની બેપરવાહી ને લીધે અંશે તો એની મા ગુમાવી જ!!બસ હવે આ અંશ ને કામિની ની ભેટ સમજી પ્રેમ થી જતન કરજો,અને ધ્યાન રાખજો બીજો અનંત ના બને.

વાંચક મિત્રો અંશ ને આજે અહીં વિરામ આપું છું.આ વાર્તા પાછળ નો મારો હેતુ ફક્ત એ માતા પિતા ને સંદેશો પોહચાડવાનો છે,કે પૈસા અને મોટાઘર ના મોહ માં તમારી દીકરી નું અહીત ના કરો.તમારા સંતાનો એ તમારી પૂંજી છે એને સમજો અને સારી રીતે ઉછેરો.એ જ તમારા આવતી કાલ ને સુધારનાર છે.

આભાર સહ
✍️ આરતી ગેરીયા...