Shwet Ashwet - 23 in Gujarati Fiction Stories by અક્ષર પુજારા books and stories PDF | શ્વેત, અશ્વેત - ૨૩

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

શ્વેત, અશ્વેત - ૨૩

‘યોર ડોટર ઇસ ડેડ, જ્યોતિકા.’ તારી દીકરી મૃત્યુ પામી છે, જ્યોતિકા.

‘તો શું થઈ ગયું, તે મારી સગ્ગી દીકરી તો હતી નહીં. અને એમ પણ એ કોઈ કારણસર મૃત્યુ તો પામી નથી, તેનું મર્ડર થયું છે, તેને માથે કોઈ મારી ને ભાગી ગયું છે.’

‘પણ તને ચિંતા નથી થતી. કોણ હોય શકે?’

‘મને ચિંતા નથી, ખબર છે, સુર્યએ મારી નાખી હશે.’

‘સુર્ય? એ કોણ?’

‘મારી બહેન નો હસબંડ, સુર્ય.’

‘તે બંનેવ નું..’

‘ના. મારી મમ્મી તેમની સાથે રહે છે. તે અમેરિકામાં સુર્યને મળી કોઈ બારમાં. સુર્યએ કહ્યું પ્રોપર્ટી બધી હવે તેની થઈ જશે. અને શ્રુતિને આ વાત ગમી નહીં. પછી મોટો ઝગડો થયો, ત્યાં. તે પાછો આવ્યો, ત્યારે મમ્મીને ડરાવી. મમ્મીએ કેસ કરી દીધો. શ્રુતિને આ વાતની ખબર પડી તો તેને સુર્યની ઓફિસ પર એક ચપ્પલ મોકલાવી. ચિઠ્ઠીમાં “ફોર સુર્ય” લખ્યું હતું.’

‘સાચ્ચે?’

‘ના! હું તો મજાક કરુ છું. શ્રુતિ કોઈ દિવસ આવું ન કરે.’

‘તો કોને કહું કર્યુ હશે?’

‘હું શું અહીં તને મારી મુખડું દેખાડવા આવી છું? જવાબ છે, ના. મને મારા પ્રશ્નનો જવાબ જોઈએ છે. મારે પણ જાણવું છે કે કોણે શ્રુતિને મારી નાખી. શું તું..’

‘બિલકુલ. હવે તો મારે પણ જાણવું છે. કોણ છે શ્રુતિનો ગુનેહગાર.’

‘હવે મારે પોરબંદર પરત જવાનું છે. ત્યારે જે કાઇ પણ ઇન્ફોર્મેશન જોઈએ છે, યુ મેઇલ મી. મારા હસબંડ ને કહી દઇશ.’

‘શ્યોર.’

જ્યોતિકા તેને કિસ કરી ગાડીમાં પછી બેસી જતી રહી.

તે હિસ્ટોરિયન હતો શ્રીનિવાસ ચાલોમંડલમ. શ્રીનિવાસને હંમેશા થી મિસ્ટરિ સોલ્વ કરવાનો શોખ રહેલો, તેથી જ તો તે ઇતિહાસ ભણી આ ક્ષેત્રમાં આગળ વધ્યો.

તેની જીપમાં ફ્રંટ સીટ આગળ રહેલા ખાનામાં તેનું લેપટોપ હતું. તે લાવ્યો, અને લેપટોપ પર લખવા લાગ્યો.

તેને ઘણી રહસ્યમય પુસ્તકો વાંચી હતી. અને હવે તે પોતે એક રહસ્યમય પુસ્તકનો કિરદાર અન્વય જઈ રહ્યો હતો. તેને ચાલુ કર્યુ.

નામ.
ઉંમર.
રહેઠાણ.
શું કરતી હતી તે?
કેવી દેખાતી હતી?
મિત્રો?
પ્રેમી?
પ્રેમી શું કરતો/ કરતી હતી?
ભણી શેનું હતું?
કોલેજમાં લોકો કેવા હતા? કોઈ કિસ્સો?
મર્ડર કયા થયું?
કેટલા વાગ્યે થયું?
કોણ હતું?
સૌથી પહેલા ખબર કોને પડી?
બોડી કોને મડ્યુ?
કેવી રીતે મારી?
કામ પર કોઈ દુશ્મન, કે પ્રેમી?

આટલી જાણ તો હોવી જ જોઈએ. તેને આ બધા પ્રશ્નો જ્યોતિકાને મેલ કર્યા.

જ્યાં સુધી શ્રીનિવાસને યાદ હતું, જ્યોતિકા ની પુત્રી યુવાન વૈની એક તેજસ્વી વિધયાર્થીની હતી. તે અમેરિકામાં ભણતી હતી. અને હાલ પોરબંદર આવી હતી. કેમ? ખબર નહીં. કોની સાથે? ખબર નહીં.

બની શકે કે જ્યોતિકાને પણ આમાંથી ઘણી વસ્તુની ખબર નહીં હોય, અને જો તેમ હશે તો પછી તેને કૉઇકની ઓળખાણ જોઈશે. પણ કોણ?

શું બેસણામાં જવું જોઈએ? કદાચ જવું જ પડશે. પણ જો કોઈને ખબર પડી ગઈ તો.. ના. કોઈ બીજું જાય તો? પણ કોણ?

આરથી? આરથી હાલ ગુજરાતમાં એક રિસર્ચનું કામ કરી રહી હતી. અને તેની પોલીસમાં ઓળખાણ પણ હતી. તે જાણી શકશે કે હકીકતમાં થયું હસે શું.

આરથી ફોન નહીં ઉપાડે. એને ૧૧ વાગ્યે ફોન કરી કહવું પડશે.

આ બધુ વિચારતા વિચારતા શ્રીનિવાસ ઊંઘી ગયો.

તેના સપનામાં તે દોડી રહ્યો હતો, સામે વિશાળ દરીયો હતો, જેની પર સુર્ય ડૂબી રહ્યો હતો. શીતળ રેતી હતી, અને પાણીમાં થી અચાનક એક સ્ત્રી ઊભી થઈ હતી, તે પાછળ ફરી.

આ સ્ત્રીને ક્યાંક તો જોઈ છે.. કોણ છે આ સ્ત્રી?

હા, તે ફ્લાઇટમાં મળી હતી. કઈ ફ્લાઇટમાં? ક્યારે મળી હતી?

કયું વર્ષ.

હૈદરાબાદની ફ્લાઇટમાં મળી હતી.

હા યાદ આવ્યું..