આઈ હેટ યુ કહી નહીં શકું
પ્રકરણ 80
તાન્યા વિરાટની છાતી પર માથું મૂકીને કહે છે વિરાટ આપણો તો આજે પેહલો દિવસ છે અને પહેલાંજ દિવસે આપણને પ્રેમની પાત્રતા, ઊંડાઈ, વફાદારીનો જીવતો જાગતો દાખલો મળી ગયો છે હું આને પણ આપણાં નસીબ સમજું છું. કે આપણી વચ્ચે ક્યારેય કોઈ ગેરસમજ કે વિવશતા ભાગ નહીં ભજવી જાય મને તો મારુ સદભાગ્ય લાગે છે કે આજે મને તારાં માટે પ્રેમ સ્ફુર્ણા થઇ તને સ્વીકાર્યો અને પ્રેમપાઠ નજરે જોયો જાણે પહેલાં દિવસે પણ આપણો પ્રેમ પરિપક્વ લાગે છે હવે બીજું કંઈ આપણને સ્પર્શી નહીં શકે.
વિરાટ તાન્યાની આંખો ચૂમી લીધી અને એનાં આંસુ લૂછીને કહ્યું તારી વાત સાચી છે તેનું આઈ લવ યુ જાણે મને સતત દીદીનો વિચાર સતાવે છે કે સાથે વાત કરી લઈશું આપણે બંન્ને જણાંને ભેગાં કરી દઈશું. એટલું ચોક્કસ છે કે હું જેટલું દીદીને ઓળખું છું એમ એ કોઈ વાત રાજથી છુપાવશે નહીં એક વાત ખોટી નહીં કહે અને પુરી પાત્રતા બતાવશે.
તાન્યા કહે દીદીએ પણ ખુબ સહન કર્યું એકલે હાથે સુખ દુઃખ જોયું છે સહ્યું છે જોકે એમાં સુઃખ જેવું કંઈ હતુજ નહીં રાજનાં વિરહની પીડા સાથે કાયમ દુઃખનોજ સામનો કર્યો છે હજી કેટલો કરશે ખબર નથી વિરાટ સાચું કહું ? હું પણ સ્ત્રી છું એટલે એ રીતે વિચારી શકું છું નંદીની દીદીએ કુટુંબની જવાબદારી લીધી જોબ કરી પણ લગ્ન નહોતાં કરવાનાં.. ભલે એમને પેલી વ્યક્તિ સાથે કોઈ સંબંધ નથી રાખ્યો પણ આપણાં સમાજમાં લગ્ન થયાં પછી સ્ત્રી અંગે સમાજની દ્રષ્ટિ બદલાઈ જાય છે જુદી રીતે જોવાય છે અંદર શું છે એ કોઈ જોવા નથી આવતું ? અને કોણ વિશ્વાસ કરે ? સ્ત્રી કદાચ પાત્રતા જાળવવા મજબૂત હોય પણ પરપુરુષનો શું ભરોસો ? પુરુષો આમ પણ સ્ત્રીને વાસનાની દૃષ્ટિથી જોતો હોય છે એણે એક સાધન જ સમજે છે. બંધ ચાર દીવાલમાં શું નાં થાય? પેલાએ બળજબરી નહીં કરી હોય? દીદીને વિવશ નહીં કરી હોય?
પરપુરુષને એક સ્પર્શ માત્ર નાગનાં ડંખ જેવો હોય છે એવું કેટલા સમજે છે ? આટલો સમય પિશાચી નજરોથી બચવું સરળ છે ? આમાં તમારાં પ્રેમી પાત્રને તમે કેટલાં પવિત્ર લાગશો ? શંકા અને વ્હેમ એ શ્રાપ છે એમાંથી કોઈ બચી નથી શકતું..તને ખબર છે ? રાજે અમારું ઘર કેમ છોડ્યું ? એણે મારો પડછાયો નહોતો લેવો એનાં પેરેન્ટ્સ એને મારાં પેરેન્ટ્સનો પ્લાન જ હતો કે અમને ભેગાં કરી દેવાં.
શરૂઆતમાં રાજને કોફી કે નાસ્તો આપવા મને એનાં રૂમમાં મોકલતાં હું એકજ વાર ગઈ છું અને મને રાજે કહેલું મારાં રૂમમાં ના આવીશ હું બહાર કોફી બ્રેકફાસ્ટ કરી લઈશ પ્લીઝ હું સમજી ગયેલી કે રાજને મારામાં ઈન્ટરેસ્ટજ નથી પછી કદી હું ગઈ નથી ઘરમાં ને ઘરમાં એકબીજા સાથે વાત કરવા બોલવાં ઘણાં પ્રસંગો કુદરતી બને પણ રાજ ક્યારેય રૂમની બહાર જ ના આવ્યો અને પછી અમારું ઘર છોડી અહીં જ આવી ગયો.
સાચું કહું મને રાજ માટે માન વધી ગયું છે કે એણે એવી કોઈ તક કોઈને ના આપી કે એને કોઈ વિવશ કરે ખુબ પાત્રતા વાળો માણસ છે હેટ્સઓફ.
વિરાટ શાંતિથી સાંભળી રહેલો એણે કહ્યું તનુ તારી વાત સાચી છે એનાં મનમાં દિલમાં નંદિનીદીદી સિવાય કોઈ હતુંજ નહીં ક્યારેય નહીં હોય કદાચ હું છોકરી હોત તો એને પ્રેમ કરી બેઠો હોત એમ કહી હસવા લાગ્યો. તાન્યાએ કહ્યું હસવાની વાત નથી પણ એણે મને બહેન કીધું મને ખુબ આનંદ થયો આવા ભાઈની બહેન થવું પણ અહોભાગ્ય છે અને તારાં જેવો પ્રેમી જે અપાર પ્રેમનો સાગર છે એનું પણ મને ગુરુર છે ભલે એકજ દિવસ થયો છે પણ હું માણસ ઓળખવામાં માહીર છું.
વિરાટે કહ્યું વાહ મારી તનુ માહીર એમ કહી તાન્યાના હોઠ પર હોઠ મૂકી દીધાં અને બંન્ને આલિંગનમાં પ્રણયચેસ્ટા કરતાં રહ્યાં.
*****
રાજની મમ્મી સવારની ચા અને નાસ્તો ટ્રે લાવીને પ્રબોધભાઇ પાસે આવી અને કહ્યું સાંભળો છો ઉઠો હવે તો વહીસ્કી ઉતરી હશે ને ફ્રેશ થાવ ચા નાસ્તો લાવી છું. પ્રબોધભાઇએ ઊંઘરેટી આંખોએ નયનાબેન સામે જોયું અને કહું કેમ આટલું જલ્દી ? અને બહાર ડાઇનિંગમાં બેસિએ ને બધા સાથે. નયનાબેને કહ્યું ના તમે ઉઠો ફ્રેશ થાવ મારે તમારી સાથે ખાસ વાત કરવી છે એટલે હું રૂમમાં લઇ આવી છું.
પ્રબોધભાઇ થોડી આળસ સાથે ઉઠ્યાં અને બાથરૂમમાં ઘૂસ્યાં. નયનાબેને ટીપોય પર ચા નાસ્તો બધું મૂકી અને પ્રબોધભાઇની લેવાની દવા બધું પણ લાવીને તૈયાર કર્યું પ્રબોધભાઇ બાથરૂમમાંથી ફ્રેશ થઈને આવ્યાં અને બોલ્યાં કાલે થોડું વધું પીવાઈ ગયું પણ ઘણાં સમયે નિશ્ચિંન્તતાથી પીધું વળી દીકરાને મળ્યાની ખુશી હતી...
નયનાબેને કહ્યું દીકરાની ખુશી શું છે એનીજ વાત કરવાની છે તમને. હું પ્રબોધભાઇ એ આષ્ચર્યથી પૂછ્યું એટલે ? શું એને આપણે ખુશી નથી આપી ? એને હું ૫૦૦૦ ડોલર રોકડા ગઈકાલે કવરમાં આપીને આવ્યો છું.
નયનાબેને થોડી નારાજગીથી કહ્યું ઓ વકીલ સાહેબ દરેક વસ્તુમાં પૈસાની વાત ના કરશો. તમારાં દીકરાએ પૈસા માંગ્યા નથી અને એને પૈસાની જરૂર પણ નથી તમે કવર આપ્યું છે એણે જોયું પણ નહીં હોય કે એમાં શું છે ?
તમે તમારી આંખો પરથી ભ્રમની પટ્ટી ખોલી નાખો હું તમારાં દીકરાનાં સાચાં સુખની વાત કરું છું કાલે તમે ત્યાં બધું જોયું ? રાજને તાન્યામાં બિલકુલ રસ નહોતો બલ્કે એ તાન્યાને બહેન કહેવા લાગ્યો છે અને તાન્યાને રાજના ફ્રેન્ડ વિરાટમાં રસ છે એ સ્પષ્ટ જણાતું હતું એટલે રાજ અને તાન્યાનો ક્યારેય સંબંધ થશે એ વાત ભૂલી જજો.
મેં મારાં દીકરાની આંખમાં નંદીનીની યાદ જોઈ છે એનાં અંગેની પારાવાર પીડા જોઈ છે એનાં પાર્ટનર બંન્નેની જોડી થઇ ગઈ અમીત નિશા અને વિરાટ તાન્યા.
કાલે મને મારો દીકરો એકલો પડી ગયેલો લાગ્યો છે એનામાં કોઈ ઉત્સાહ નહોતો એનાં જીવનમાં કારમું અંધારું છવાઈ ગયું છે અને આપણે માંબાપ થઈને પણ દીકરાને સમજી ના શક્યા એનું દીલમન વાંચી ના શક્યા. તમારો દીકરો આજકાલનાં છોકરાઓ જેવો છેલ બટાઉ, રખડેલ નથી એણે જે મનમાં પાત્ર નક્કી કર્યું એનેજ વફાદાર છે બાકી અહીં યુ.એસ. માં શું નથી મળતું ? ચારેબાજુ મિષ્ટાન મૂકેલું છે છતાં એ ક્યાંય નજર સુધ્ધાં નથી કરતો એ મોહમાં હોત તો અહીં કોઈના સુંવાળા સાથમાં પરોવાઈ ગયો હોત એને અહીં ઘરમાંજ પાત્ર હતું એ સેટ થઇ ગયો હોત જે સામાન્ય છોકરાઓ કરી લે છે.
એણે તાન્યાને બહેન કીધું અહીં સંપર્ક ટાળવા ઘર છોડ્યું તમે હજી નથી સમજતાં? અહીં એને શેની ખોટ હતી ? અહીંતો તમારાં ફ્રેન્ડ પણ તૈયાર હતાં થોડું પૈસા અને પ્રસિદ્ધિથી બહાર નીકળી તમારાં છોકરાને સમજો. આપણે બધાં પ્રયત્ન કર્યા એને અને નંદીનીને છુટા પાડવા...શું પરીણામ આવ્યું ? એણે નંદીનીને છોડી ? એને ભૂલી ગયો ? બલ્કે વધારે એનેજ મીસ કરી રહ્યો છે નંદીનીએ સંપર્ક કાપી નાંખ્યો છે તમે જાણો છો જ છતાં એ નંદીનીનાં નામનીજ માળા જપે છે આપણાં હાથમાં શું આવ્યું ? ઉપરથી એકનો એક છોકરો હાથમાંથી ખોઈ બેસી શું ?
હવે યોગ્ય સમય આવી ગયો છે રાજને અને નંદીનીનાં સબંધનો સ્વીકાર કરી લઈએ નંદીનીને પણ અહીં બોલાવી લઈએ થોડો સમય...એનાં ઘરની સ્થિતિની ખબર નથી પણ તમે તપાસ કરાવો રાજને એનો પ્રેમ આપી દો અને છોકરાને હાથમાંથી જતો અટકાવો નહીંતર લોહીનાં આંસુઓએ રડવું પડશે મેં રાજને કાલે આશ્વાસન આપીજ દીધું છે અને અને આંખના આશ્વાસને પણ મારો દીકરો ...એવું કહેતાં ધ્રુસકે ધ્રુસકે રહી પડ્યાં..ત્યાં દરવાજો નોક થાય છે અને ...
વધું આવતા અંકે -પ્રકરણ 81