The Author वात्सल्य Follow Current Read ધરતી આપણી મા By वात्सल्य Gujarati Motivational Stories Share Facebook Twitter Whatsapp Featured Books भज्यांची आमटी भज्याची आमटीहा एक अत्यंत चविष्ट आणि खमंग प्रकार जो भात भाकरी... जर ती असती - 4 समर ने स्वराला बेडवर नेऊन झोपवलं आणि पटकन विनोदला फोन करून ब... नियती - भाग 36 भाग 36सुंदर च्या हालचालींचे निरीक्षण करत...फौजदार म्हणाले...... अनुबंध बंधनाचे. - भाग 21 अनुबंध बंधनाचे.....( भाग २१ )प्रेम आतल्या रूम मधे झोपलेला अस... बकासुराचे नख - भाग २ -----कोण होती ती गूढ स्त्री....यक्षिणी..आसरा ...हडळ की एखाद... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Share ધરતી આપણી મા (5) 1.7k 3.2k 1 ધરતી આપણી 'મા'. 🙏🏿🌹🙏🏿समुद्रवसने देवी पर्वतस्तनमंडले lविष्णुपत्नी नमस्तुभ्यं पादस्पर्शंम् क्षमस्वमे ll (સમુદ્રમાં નીરક્ષિર,પહાડરૂપી સ્તનનું ઔષધ હે માતા! હે વિષ્ણુપત્ની! તમને મારા પગના સ્પર્શથી તકલીફ થતી હોય તો ક્ષમા કરજો.). આ વેદ/ઉપનિષદ મંત્રમાં પહેલાંના ઋષિ, તપસ્વી,કૃષિકાર,બ્રાહ્મણ,કુંભકર,વણજ કરનાર, દરિયો ખેડનાર અને આ ધરતી પર વસનાર તમામ પ્રાણી,જીવ,જંતુને માટે ધરતી પૂજનીય છે.તેવું મનનારો વર્ગ મોટો હતો.આજે પશ્ચિમી સંસ્કૃતિ અને આધુનિક તકનીકીને કારણે આપણને ધરતી માતાને પગે લાગવાનું જુનવાણી લાગશે.પરંતુ પરાપૂર્વથી લઇ આજ સુધી આપણી સારી ખરાબ વૃતિઓને પાળતી પોષતી સહન કરતી ધરતીમાતા ઉંહકારો પણ કરતી નથી.પહાડો તોડી બહુમજલી ઇમારતો બનાવી. બારેમાસ વહેતી નદીને નાથીને મોટા મોટા ડેમ, સરોવર બનાવ્યા.જંગલ કાપીને ઇમારતી લાકડાનો વેપલો કર્યો.ઉપયોગી પ્રાણી પશુ, માછલીને મારી નાખી ખોરાક તરીકે ઉપયોગ કર્યો. ભૂમિ ને માટે સેન્દ્રીય તત્વ વધારવાની જગ્યાએ ઉગાડાતા અનાજ પાકો માટે ધરતી માતાની નસેનસ ચૂસી લીધી.ઓછું હોય તેમ તેમાં ખનીજ તત્વો જેવાં કે પેટ્રોલ,ડીઝલ,ગેસ,તમામ પ્રકારની ધાતુ માટે ધરતીને ચીરી નાખી.જેમ માતાના ઉદરમાં નવમાસે જન્મતું બાળક કસમયે માતાને પીડા ઉપડે અને ઈ પ્રસુતાની પીડા સહન ના થાય તે માટે પેટ ચિરાવીને બાળકને ઓપરેશન કરી ઉપરથી લે તેમ દરેક બાબતે ધરતીમાતાને આપણે ચીરી નાખી.ધરતી માતાના પેટાળમાં પડેલો લાવા ના નીકળે ત્યાં સુધી પાણી કે ગેસ ડીઝલ ના બોરવેલ બનાવ્યા.આપણા સુખ માટે ધરતી માતાને કંગાળ કરી નાખી તે છતાં ધરતી માતા ચૂપ એટલા માટે છે કે મારું બાળક આજ નહી તો કાલે મને પડતી તકલીફ નો બદલો મારી સેવા કરી ને વાળશે.પરંતુ પોતાને બુદ્ધિજીવી સમજતો માનવી ઈ નથી સમજતો કે તારાં કુકરમથી ધરતી માતાને પીડા થતાં તે સહેજ ઉંહકારો કરે છે,તે એટલે ભૂકંપ,જ્વાળામુખી કે દીકરો મને કેમ સમજતો નથી! તેમ ચોધાર આંસુ વડે સહન ના થતાં મૂંગે મોઢે રડતી ધરતી માતા માવઠા રૂપે કે અનરાધાર વરસાદ રૂપે રડે છે.ત્યારે આપણે કુદરતને જ ભાંડીયે છીએ.આવું કેમ ભગવાન કરતો હશે? માણસને કુદરત શું કામ હેરાન કરતો હશે? આ ધરતી એ વિષ્ણુ પત્ની છે.મતલબ કે એ ભગવાનની પત્ની છે, એટલે એ સબંધે આપણી માતા છે.આ પૃથ્વી પર જળચર,ભૂચર, વિહંગ વિચારતાં તમામ જીવોની એ માતા છે.જેમ મા પોતાના બાળકને માટે પોતાની સુંદર કાયાને (પેટ )ચિરાવીને,પોતાનું યૌવનને બેડોળ કરી,પોતાને ભાવતું ત્યજીને જેમ પોષણક્ષમ દૂધ આપણને ધવડાવે છે,તે માટે તે મારા તમારા અને ધરતી પર વસનાર તમામ માટે માતા છે.મા જયારે દુઃખી થાય,માતાને પીડા આપૉ ત્યારે માતા સીધી રીતે તમને કશુંય કહેતી નથી,પરંતુ તેનાથી સહન ના થાય ત્યારે જ માતા રડે છે."मेरे देश की धरती सोना उगले उगले हीरे मोती ll"માટે ધરતી પૂજનીય છે.જયારે પ્રભાત થાય.મંગળ પ્રભાતે પલંગ કે પથારીએથી જાગીયે,પગ નીચે મૂકીએ ત્યારે ઉપરનો મંત્ર બોલવો જ જોઈએ.સંસ્કૃત સાહિત્ય કે મંત્રો માત્ર હિંદુઓનો ઈજારો નથી.આ પૃથ્વી (પૃથા )પર વસતા તમામ ને માટે આ મંત્ર છે.જેમ "कृष्णणं वन्दे जगद्गुरु"કૃષ્ણ એ માત્ર હિંદુઓનો નહી આ જગતનો ગુરુ (માર્ગદર્શક છે )માટે ધરતી માતાની છાતી પર બાળક પગ મુકી નાચે કુદે તે તો સમજ્યા! પરંતુ મોટા છોકરા માતાની છાતી ઉપર પગ મૂકે અને તેને નમસ્કાર પણ ના કરે તે કેમ ચાલે?"ચર્પટપંજરીકાસ્તોત્રમાં" સંસ્કૃત ગાળ છે."भज गोविंदम् भज गोविंदम् मूढ़मते ll" (હે! મૂઢમતિ ગોવિંદ ભજ!) સંસ્કૃત ગાળ પણ કેવી મીઠી લાગે! ખરેખર જે સંસ્કૃત જાણે છે તેને માટે તો આ ખતરનાક ગાળની સમજ પડે છે.પરંતુ મૂઢમતિ (ડફોળ)ને ખબર નથી પડતી.કહેવત છે ને કે ઠુંઠાને શણગાર કરો તો ઠુંઠા(સુકાઈ ગયેલા ઝાડ ના થડ ને ઠુંઠો કહેવાય )ને જોવાનું મન થાય.ઠુંઠો પણ સુંદર લાગે.સંસ્કૃત એ ઠુંઠાને પણ સુંદર બનાવે છે.માટે દરેક માટે ધરતી માતા આપણી પૂજનીય છે. ધરતીમાંથી અનાજ,પાણી,ખનીજ મળે છે. અન્યથા નહી.તેને તકલીફ ના પડે તે માટે કોઈ પણ સારું કામ કરીએ ત્યારે ભૂમીપૂજન એટલા માટે કરીએ છીએ કે હે! મા! અમેં તારાં સંતાન છીએ.તને તકલીફ થાય છે, છતાં તેં જનમ આપ્યો છે માટે મારે જીવવા,આજીવિકા માટે તારા પર જીવવાનો અધિકાર આપોઆપ આપ્યો છે તો અમારા તરફથી કષ્ટ તને થાય છે,તે અમને ખબર છે. હે! માતા એ કર્મ કર્યાં વગર અમારું જીવવું અશક્ય છે.માટે તું અમને માફ કરજે.તારાં બાળક માટે તેં ઘણું સહન કર્યું છે."મા આખરે મા છે". તે સમજી તું માફ કરીશ તેવા વિશ્વાસ સાથે તને નમન કરું છું. 🙏🏿 - સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય ) Download Our App