પ્રસ્તાવના
પ્રિય પરિવારજનો ,સ્નેહીજનો તથા મિત્રો,
થોડા મહિનાઓ પહેલા હું સમાચારપત્ર માં આવતી પૂર્તિ વાચતો હતો , તેમાં મારી નજર આવતી એક કવિતા પર પડી, તેની રચના જોઈ ને મને થયું ચાલ ને એક પ્રયાસ કરી જોવું પંક્તિ લખવાનું.
સૌ પ્રથમ પંક્તિ મે મારી માં અવસાન પામી તેના એક મહિના બાદ લખી તેની યાદ મા, આ બસ પછી થી મારા અંતર મન થી પ્રેરણા થઈ ને એક પછી એક પંક્તિઓ લખતો આવ્યો , એમ સમજો કે મારી માં મને એક મારા અંતર મન મા છૂપાયેલી વિદ્યા બહાર લાવી ને આશીર્વાદ આપતી ગઈ.
અંતર મન ની રચનાઓ દ્વારા મે મારી પ્રથમ વિચારધારા ની રજૂઆત કરી છે , હજુ મારે ઘણું શીખવાનું છે, ને તે પ્રયાસ અવિરત ચાલુ રહેસે. કાવ્ય ક્ષેત્રે હજુ એક ડગ માડતો કવિ ની ઉપમા તો ન આપી સકું પરંતુ એક સહદય વિચારધારા ધરાવતો માનવી છું.
વાચક મિત્રો , મારી રચનાઓ મૌખિક છે આપના સૂચનો ,પસંદગી હમેશ આવકાર્ય રહેસે. અંતર મન માથી ઉદભવેલી પંક્તિઓ થી લાગણીઓ પ્રસરાવાનો પ્રયાશ કરેલ છે. કોઈ ની લાગણી ઓ ને ઠેશ પહોચે તેવું કઈ લાગે તો તુરત જાણ કરસો તેના માટે આગોતરી માફી પણ માંગી લઉં છું. તે સાથે મારા પિતા - માતા , મારા દરેક પરિવારજનો, મિત્રો , સ્નેહીઓ નો પણ આભાર વ્યક્ત કરું છું જેઓ ના આશીર્વાદ અને પ્રેરણા થકી એક પ્રયાસ કરી સકયો છું.
“ માં “ તુજને સમર્પિત ..
આશિત ધોળકિયા “ આશ ” ,
પ્લોટ નં. સી 300 ,
રોટરી મકાન નં. 26 ની સામે ની શેરી ,
ટોપ હિલ સોસાયટી ,
રાવલવાડી રીલોકેશન સાઇટ ,
ભુજ કચ્છ.
ગુજરાત . (મો) 99254 27268 .
“ પ્યારી માં “
એક સાંજ મારી.. એક સાંજ તારી..
હતી એ તારી યાદ મા..
વીતી ગઈ એ પળ પ્યારી,
એક સાંજ મારી.. એક સાંજ તારી..
નથી પળ પાછી આવની નથી તું પાછી આવાની..
બસ યાદ આવાની પાછી પ્યારી,
એક સાંજ મારી.. એક સાંજ તારી..
અમારી યાદો મા સદા રહેસે તું..
એજ તું “ માં “ પ્યારી,
(૧)
પ્રશ્ન થયો એવો આજ ,
જેનો ઉત્તર શોધી શક્યો નહીં ..
વિચાર થયો એવો આજ,
જેનો અમલ કરી શકયો નહીં..
પ્રયાસ કર્યો એવો આજ,
જેનું પરિણામ સાર્થક થયું નહીં..
સંકલ્પ કર્યો એક આજ,
જેને પૂરું કઈ શક્યો નહીં..
પ્રશ્ન થયો એવો આજ,
જેનો ઉત્તર શોધી શક્યો નહીં ..
(૨)
સુગંધ તારા પ્રેમ ની હવા થકી પ્રસરાવી જાય છે,
એક પુષ્પ બની , જીવન મા મીઠી ખુશ્બૂ ફેલાવી જાય છે..
એજ યાદ તારી હતી કે,
એ તારી સુગંધ શ્વાસ ની મારા હૃદય માં સમાઈ જાય છે...
(૩)
ક્યાંક લઈ જાય છે સુગંધ હવા એ વિચાર થી,
ક્યાંક કરમાઈ ન જાય પુષ્પો એની ખુશ્બુ થી..
પરિવાર જનોના પ્રેમ ની સુગંધ ને જરૂર નથી કોઈ હવા ની,
કોણ કહે છે વસંત ના વાયરા ઓ મા પણ પ્રસરે છે સુગંધ...
(૪)
સમય ના દર્પણ મા જોતા, ખુદ હું તૂટી જાવ છું..
તેમાં જ જોતા જોતા, પોતાના મા ખોવાઈ જાવ છું..
ખુદ ને ખુદ થી સરખાવી ને " આશ " પગભર ઊભો થતો જાવ..
(૫)
એક જીવન જીવી ગઈ માન થી ..
એક જીવન માણી ગઈ શાન થી ..
એક જીવન હારી ગઈ ખુદ થી ..
એક જીવન જીતી ગઈ , પતિ ના કાંધ પર જઈ ને ..
(૬)
એ કુદરત તું દેખાતી નથી,
પરંતુ, તારો પડછાયો વૃક્ષ બની પડે છે ધરતી પર..
એ કુદરત તું દેખાતી નથી,
પરંતુ, તારી સાક્ષી વર્તાય છે માતા પિતા બની ધરતી પર..
એ કુદરત તું દેખાતી નથી,
પરંતુ, લાગણીઓ વરસે છે તારી વરસાદ ના ટીપા બની ધરતી પર..
એ કુદરત તું દેખાતી નથી,
પરંતુ, શ્વાસ મા વસે તું સદાય નિઃસ્વાર્થ બની ધરતી પર..
એ કુદરત તું દેખાતી નથી,
પરંતુ, કૃપા થકી તારી નદીઓ વહે છે ધરતી પર ..
એ કુદરત તું દેખાતી નથી,
પરંતુ, પ્રકૃતિ ખીલે છે સોલેકળા એ ધરતી પર..
એ કુદરત તું દેખાતી નથી,
પરંતુ, શક્તિ થકી તારી આશીર્વાદ રહે છે ધરતી પર..
(૭)
"કોઈ ની આશા ન બની શકો તો
કઈ નઇ નિરાશા તો ન જ બનો"
(૮)
મારી બહેનો ....
સંબંધ ને તાતણે બાંધી રાખે એવું રેશા (બેન) નામ એમનું,
સંબંધ ને દરેક, ન્યાય આપે એવું નીતિ (બેન) નામ એમનું ,
સંબંધ ને નદી ની જેમ વહાવે એવું નીવા (બેન) નામ એમનું ,
સંબંધ ને ભક્તિ થી સાચવે એવું સ્તુતિ (બેન) નામ એમનું ,
સંબંધ ને લાડ થી લડાવે એવું રિશ્તા (બેન) નામ એમનું,
સંબંધ ને સુંદર ફૂલો ના લતા જેમ બાંધે એવું માધવી (બેન) નામ એમનું,
સંબંધ ને ખ્યાતિ અપાવે એવું કીર્તીદા (કમુબેન) નામ એમનું,
સંબંધ ને જાગ્રત કરતી એવું જાગૃતિ (જાગુબેન) નામ એમનું,
સંબંધ ને ધોધ ની જેમ સદાય વહાવે એવું ઝરણાં (બેન) નામ એમનું,
સંબંધ ને કૃષ્ણ ના પ્રેમની જેમ વહાલ વરસાવે એવું ક્રિષ્મા(બેન)નામ એમનું,
મારી પાસે ન રહી ને , વરસાવે પ્રેમ એવી મારી બહેનો ...
મોટી બહેનો માં નો પ્રેમ આપનાર , નાની બહેનો દીકરી બનનાર..
મારી ખુશીઓ નું વરદાન, એ મારી પ્યારી બહેનો ..
સદાય “ આશ “ રાખું કે સાથ તમારો રહે મારી બહેનો ..
નવરત્નો છે મારા માટે , મારી બહેનો ..
(૯)
તહેવારો અને વ્યવહારો ના સંબંધ,
ક્યાં સમજાય છે આજકાલ..
વ્યવહારો નથી રહ્યા આજકાલ,
બસ તહેવારો ઉજવાય છે નામ ના..
ઉત્સવ થકી રચાય છે નવા સંબંધો પરંતુ,
સચવાય છે સંબંધો બસ નામના..
(૧૦)
સાનિધ્ય એક " માં " નું ,,
જાણે સાનિધ્ય એક ' ઈશ્વર " નું ..
(૧૧)
કૃષિકાર છો એક , તું કલાકાર છો,
ભૂમિ ખેડી અનાજ પકવતો, અન્નદાતા છો ..
કહેવાતો નામે ખેડૂત, એક અદાકાર છો ..
માનવી ના મન ખેડનાર , એક રચયિતા છો ..
જગત નો તાત એવો, સફર ખેડનાર ખેડૂત છો ..
(૧૨)
નવરાત્રી એટલે ,
આદ્યશક્તિ ની આરાધના નું પર્વ..
નવ રાતો નો મહોત્સવ..
વિકાર નો નાશ થવાનો ઉત્સવ..
એકમેક ના સંગાથ નો રાસોત્સવ..
નવરાત્રિ . નવ ઉપાસના નો અવસર..
(૧૩)
નીચે થી ઉપર , ઉપર થી નીચે તરફ રાહ દોરતી કેડી..
સફળતા કંડારતી અરમાનો ની થેલી..
પડકાર ઝીલવાની અનેરી પહેલી..
(૧૪)
અલંકારો ની એક " આકૃતિ "
નૃત્ય ની એક " કલાકૃતિ "
કવિતાઓ ની એક " પ્રકૃતિ "
શબ્દો ની એક " આવૃત્તિ "..
(૧૫)
જીવન પથ પર સદાય મારો સાથ રહેશે,
દરેક પગલાં પર તારી ઉન્નતિ સાથ રહેશે,
જ્યાં સુધી શ્વાસ રહેશે , ત્યાં સુધી વિ્શ્વાસ તારી સાથ રહેશે..
(૧૬)
" પાવન " માત પિતા ની સેવા ...
" પાવન " પ્રભુ ની ભક્તિ ...
" પાવન " મન ની વાચા ..
" પાવન " શક્તિ ની આસ્થા ..
(૧૭)
તારી વિદાય ...
મુકી યાદો સદાય.. વિસરાય નહીં એવી...
નામ તારું " માં " ભુલાય નહીં...
નામ માત્ર અર્થ થાય જેનો ," સુહાસીનીમ - સુમધુર ભાસીનીમ "
હસતી વિદાય તારી, બસ એક " આશ " ,આર્શીવાદ તારા રહે , અમારા સાથે..
એવી માત તને વંદન સદાય
(૧૮)
માં બાપ પાસે થી મળતો અમૂલ્ય સંસ્કાર એટલે “ વારસો “,
જો કઈ કીમતી ભેટ આપવી હોય તો સંસ્કારો નો વારસો આપજો..
માં બાપ સાથે વારસો સાચવવો એ કર્મ નથી,
વારસા સાથે માં બાપ ને સાચવવા એ સૌથી મોટો કર્મ..
(૧૯)
અમારા " મામા " એક પ્રેમાળ વ્યક્તીવઃ..
“માં” નો પ્રેમ પણ સાથે આપે એવા અમારા “મામા “
સદાય તત્પર રહેતા બીજા ના ઓ માટે,
સમય ના સાચા અર્થમા સાર્થક..
નામ માત્ર અર્થ થાય જેનો પર્વતો ના રાજા એવા " શૈલેન્દ્ર ( મામા ) "
એક લાગણીશીલ છત્રછાયા વાળા અમારા " મામા "
સાચા અર્થ મા સેવા ના સંત અમારા " મામા "
બસ એક " આશ " સદાય બે હાથ રહે સદાય , તમારો અમારા પર " મામા " .
(૨૦)
રણકે નેહ નૂપુર,
રેલાવી સ્નેહના સૂર,
મલકાવતી રાગ નો આલાપ,
વરસાવતી લાગણીઓ આલોક થકી,
વરસાવતી પ્રેમ સદાય અપરંપાર,
એજ મારી બેનલડી નીવા ..
(૨૧)
મુખથી બોલાતા સંવાદો થકી કડવાશ રચાઇ શકે છે ,
પરંતુ નજરોથી બોલાતા સંવાદો થકી હમેશા મીઠાશ રચાય છે..
મુખ થકી અલગ અલગ ભાષાઓ બોલાય,
પરંતુ નજરો થી એક જ સ્નેહ ની ભાષા બોલાય..
મુખ ની વાચા સમજવા ભણતર જરૂર પડે ,
પરંતુ નજરો ની વાચા સમજવા સાચી લાગણી ની જરૂર પડે..
(૨૨)
લાગણીઓ ઉછીની નથી મળતી,
એટલે જ એ બધા ને નથી મળતી ..
કોઈ ના વગર કઇ અટકતું નથી,
પરંતુ કોઈ કડી ખૂટતી લાગે છે ..
અવસરો કદી વિસરતા નથી,
એટલે જ સંસ્મરણો થઈ ને સાથ લાગે ..
(૨૩)
" યોગ " એક સાધના , " યોગ " એક વંદના ,
" યોગ " એક શાંતિ , " યોગ " એક આરાધના .
(૨૪)
જીવન એક અધુરો અધ્યાય છે ,
સમજે તેનું જીવન ધ્યન છે.
તપતા રણ મા જેમ બાવળ ની તપસ્યા છે,
વિશાળ દરિયા ની જેમ ફલક્તું મન છે,
વિચારો ના વૃંદાવન સમું એક સ્થાન છે,
રણ ની રેત પર ચડક્તી કિરણો છે ,
હદય મા વસતું એક અંતર મન છે , સમી સાંજ જેવુ સમણું છે.
(૨૫)
એ " રવિ " તને શું કહેવું ,
નવા જીવન ની સવાર લઈ , સમણી સાંજ બની ,
સપનાઓ મા અસ્ત થઈ જા..
એ " રવિ " તને શું કહેવું ,
નવી આશા ની કિરણો બની, જીવન સંધ્યા મા ભળી,
ચાંદની બની અસ્ત થઈ જા ..
(૨૬)
બંધાવુ છે મારે તો જીવન રૂપી બંધન મા,
બંધાવુ છે મારે તો મન ના અંતર રૂપી યાત્રા મા,
બંધાવુ છે મારે તો અધ્યાય રૂપી આરાધના મા,
બંધાવુ છે મારે તો લાગણીઓ રૂપી સંબંધો મા,
બંધાવુ છે મારે તો યાદો રૂપી એક " આશ " મા ,
(૨૭)
માનવી ને અગર કઇ સમજવાની જરૂર છે તો ,
તે જીવન રૂપી અધ્યાય છે,
જીવન નો અધ્યાય જે,
સમજી જાય તે નું જીવન મોક્ષ બની જાય છે ,
જીવન નો અધ્યાય જે,
નથી સમજી શકતા તેમનું જીવન ક્ષીણ બની જાય છે.
(૨૮)
લાગણીઓની કિંમતી ભેટ
એ જ સાચી લાભપંચમ ..
લેવી હોય તો લાગણી ભર્યા સંબંધ લેજો ..
જો આપવું હોય તો લાગણીઓ આપજો ..
(૨૯)
ઠોકર લાગવા થી દરેક વસ્તુ તુટી જાય છે ...
દિલ શુ ચીજ છે..
પરંતુ નિષ્ફળતા જ એક એવી વસ્તુ છે જેમાં ઠોકર લાગવાથી હંમેશા સફળતા જ મળે છે.
(૩૦)
જગ્યા જો રાખવી હોય તો પ્રેમ ની મન મા રાખજો ..
આપવું જો કઈ હોય તો મીઠા આશિર્વાદ આપજો ..
લેવું જો કઈ હોય તો લાગણી ના સંબંધ માગણી કરજો ..
વહેંચવું જો કઇ હોય તો થોડો સમય વડીલો ને આપજો ..
સાચવવું જો કઈ હોય તો લાગણી ઓ ના સંબંધ સાચવજો ..
ત્યાગ જો કરવો હોય કઈ તો ઈર્ષા નો કરજો ..
ભળવું જો હોય તો ખુશીયો ના મિલન મા ભળજો ..
ઉજવવું જો કઈ હોય તો લાગણી ઓનો ઉત્સવ ઉજવજો ..
ફેલાવું જો કઈ હોય તો અંધકારરૂપી જીવન મા પ્રકાશ ફેલાવજો ..
દીપાવલી પર્વે હંમેશા ખુશીયા રહે ,
બાકી " અમાસ " પણ " દિવાળી " સાથે ભળી પ્રકાશ ફેલાવે છે ..
(૩૧)
અનેક નો સાથ !
કે ..
નેક નો સાથ ?
અંતર છે બન્ને વચ્ચે એક અક્ષર માત્ર ,
જીવન માંથી તેને દૂર કરો તો સુખી ,
સાથે રાખશો તો દુઃખી ..
(૩૨)
જ્યારે આવી આ સમણી સાંજ , ત્યારે આવી યાદ તારી ..
જ્યારે પડી કિરણો ની રોશની , ત્યારે આવી યાદ સ્મિત તારી ..
સદાય રહેશે યાદો તારી , સદાય રહેશે , જ્યાં સુધી રહેશે જીવન ,
યાદો સદાય રહેશે , પલકો પર આ યાદ તારી સદાય રહેશે ..
ઋણી છું તારો હું ..
જ્યારે પડ્યો મીઠો સાદ , ત્યારે આવી યાદ ..
જ્યારે પડ્યા ખુશી ના આંસુ , ત્યારે આવી યાદ ..
સદાય રહેશે યાદો તારી , સદાય રહેશે , જ્યાં સુધી રહેશે જીવન ,
યાદો સદાય રહેશે , પલકો પર આ યાદ તારી સદાય રહેશે ..
ઋણી છું તારો હું ..
જ્યારે દેખાયી દિશા એ , ત્યારે આવી યાદ ..
જ્યારે સપનાઓ જોયા , ત્યારે આવી યાદ ..
સદાય રહેશે યાદો તારી , સદાય રહેશે , જ્યાં સુધી રહેશે જીવન ,
યાદો સદાય રહેશે , પલકો પર આ યાદ તારી સદાય રહેશે ..
ઋણી છું તારો હું ..
(૩૩)
કોઈ નું મન વાંચવું ,
એ એક પુસ્તક વાંચવા થી પણ અઘરું છે ..
(૩૪)
અનુભવ લેવો જરૂરી છે ,
શેનો અને ક્યારે એ પણ આપણા હાથ મા નથી..
પરંતુ, કેવો થયો એ અનુભવ ને જ ખ્યાલ પડે કડવો કે મીઠો..
આજે તો આ બંન્ને અનુભવ નથી રહ્યા ,
આજકાલ તો અનુભવ ના પણ પ્રમાણ પત્ર લેવા પડે છે ..
(૩૫)
કોઈ નો વિશ્વાસ જીતવા કરતા અવિશ્વાસ જીતજો !
કારણ વિશ્વાસ ને જીતવાની જરૂર ન હોય ,
અવિશ્વાસ ને જ જીતી ને વિશ્વાસ લેવાની જરૂર હોય.
(૩૬)
“ગમ " પછી ની “ખુશી " નો જે આનંદ છે,
એને શબ્દો મા પરોવી ન શકાય,
એની ખુશી ફક્ત મુખ પર વાંચી શકાય ,
જેને ફક્ત પોતાના જ વાંચી શકે,
તેના થી જ પારકા ને પોતાના નો અનુભવ થાય.
(૩૭)
ભીનાશ અંતર મનની,
જાણે મીઠાશ શબ્દો ની ..
બંધાઈ તાંતણે એકમેક ના,
સંગેમરમર જેમ પ્રકાશિત ,
સુર ના સંગમ રેલાવતાં,
માટી ની સુગંધ ફેલાવી ,
(૩૮)
જો કોપી પેસ્ટ જ કરવું હોય ને તો,
દુઃખ ને કોપી કરી ને સુખ ને પેસ્ટ કરજો ..
જો ડીલીટ જ કરવું હોય ને તો ,
કડવાશ ડીલીટ કરજો ..
જો સંગ્રહ જ કરવું હોય ને તો ,
મીઠી યાદો નો સંગ્રહ કરજો ..
જો મોકલવું જ હોય ને તો ,
અંતર ની લાગણીઓ મોકલજો ..
જો કંઈક બનવું હોય ને તો ,
પહેલા ખરા અર્થ મા પુત્ર પુત્રી બનજો ..
(૩૯)
મુખ માંથી અને અંતર મન માંથી નીકળેલી વાણી ,
આ બન્ને વચ્ચે અંતર છે ..
મુખ માંથી તો ફક્ત શબ્દો નીકળે,
પરંતુ અંતર મન માંથી તો લાગણીઓ બહાર આવે .
(૪૦)
પારખ્યા છે ઘણા લોકો, બધા કથીર હોય છે,
આંગળીના વેઢે ગણાય એટલા જ સાથે હોય છે,
એ જ વ્યક્તિ જીવનમાં આગળ નિકળે છે
જેમાં હિંમત ખરી, સાથે થોડી ધીર હોય છે,
હારીને જીતનારા બહુ ઓછા જોયા છે,
એવું નથી કે મેદાન છોડનારા નિરાશ હોય છે
જો જો ડરી ન જતા જીવનમાં મુશ્કેલીઓથી,
અંધકાર હોય જ છે પ્રકાશ ને પામવા માટે,
એટલે જ સફળતા કદમ ચૂમતી આવે છે,
એક મેક નો સાથ એજ નિશાની છે સદાય સાચા પ્રેમ ની , કર્તવ્ય નિષ્ઠા ની ,
(૪૧)
વિચાર એક શરૂઆત છે ,
એક નવા રાહ ની માર્ગદર્શક થવાની..
કર્મ એક શરૂઆત છે,
હૃદય ની પોટલી મા સફળતા ની પૂંજી ભેગી કરવાની તક..
(૪૨)
પ્યાર ભરી ઇસ દુનિયા મેં ,
સાથ રહે તેરે બીના ,
બાતો કી ઇસ દુનિયા મેં ,
યાદ રહે તેરે બીના,
કઠિન રાસ્તો પે રાહ ધૂંડતા મેં,
ચલ પડા તેરે બીના ,
દિલ એક જગહ તેરી બનાકે મેં,
બસ ગયા ઉસ ઘર મેં તેરે બીના
(૪૩)
અંધકારમયી પ્રકાશ બની ,
જીવન ઉજ્જવળ કરી,
ગગન ચુમ્બિ શિખર બની,
સફળતાઓ સર કરો,
ગીતા રૂપી અધ્યાય બની,
શબ્દો સાર્થક કરી ,
તું મટી ખુદ બની,
સપનાઓ સાચા કરી,
હું વિશ્વાસ નો શ્વાસ બની,
સંબંધો સાચવ્યા ખરા.
(૪૪)
કોઈ નું દુખ હરવું ,
એના જેવુ કર્મ નથી કોઈ,
કોઈ ને સુખ આપવું ,
એના જેવી સોગાત નથી કોઈ,
(૪૫)
વિચારો ના વમળો મા,
અટવાઈ આ જીંદગી,
સંબંધો ની સરવાણી મા ,
અટવાઈ આ જીંદગી,
સાચા માર્ગ ની શોધ મા ,
અટવાઈ આ જીંદગી,
(૪૬)
" જે માનવી ગઈકાલ ને ભૂલતો નથી
અને
આવતીકાલ મા જીવે છે
તે આજ મા ખોવાઈ જાય છે "
(૪૭)
તૂટેલા શીશા ના કટકા થી જોડાઈ ને બન્યો છું ,
એટલેજ કદાચ વારંવાર હૃદય થી તૂટી જાવ છું,
મજબૂત છું હું મન થકી,
એટલેજ કદાચ વારંવાર લાગણીઓથી જોડાઈ જાવ છું ,
વિશ્વાસ છે એક શ્વાસ નો , એટલેજ કદાચ વારંવાર તન થી જીવી જાવ છું,
(૪૮)
પુરાવો કોઈ પણ નથી મળતો સંબંધો નો ,
મળે છે માનવીઓ પણ લાગણીઓ નથી મળતી,
અરીસા મા શોધ્યા કરું હું જાત ને,
બહાર હોય એ અંદર નથી મળતુ,
ઈચ્છા તારી એક ભેટ ની કિંમતી ,
એ કિંમતી ભેટ મા હું ખુદ છું,
વિખરાયેલા સંબંધો જોડવામા માનવી,
અતૂટ બંધન ના તાર ખોઈ બેસું છું,
અફાટ વિશ્વ મા તારા સાથ ની "આશ" મા,
એકલવાયો રાહ શોધતો રહું છું,
(૪૯)
ક્યાં ભાર લાગે મને તારો...
મંજિલ ભલે દુર હોત ,
બસ એ સાથ હોત તારો...
જીવન ના વિકટ પથ પર ,
બસ એક તું નિકટ હોત...
જીવન જીવી જાત જો,
મારા શિશ પર જો તારો હાથ હોત...
(૫૦)
સમય કદી સાથે નથી રહેતો ,
સમય વિસરાઈ જાય છે..
પણ..
યાદો ક્યારેય વિસરાતી નથી,
હંમેશા સાથે રહે છે..
(૫૧)
માનવી ને નામ થી ઓળખનારા ગણાં હશે,
માનવી ને ચહેરા થી ઓળખનારા ગણાં હશે,
પણ માનવી ને હૃદય થી ઓળખનારા બહુ ઓછા હશે.
(૫૨)
“માં " તું સદાય સાથ છો,
કદી તારો સાથ છુટે નઈ,
નશ્વર દેહ રૂપે ભલે આજ સાથ નથી "માં"
પરમ તત્વ રૂપે સદાય સાથ તારો છે,
દિવસ વીતતા જશે , સમય ની સાથે,
યાદો તારી રહી જાશે , લાગણીઓ ની જેમ
નહીં ભુલાય હરપળ એ ,જ્યારે વહાલ તારો મળ્યો ,
જરાક મોડું થતા પૂછતી " માં "
પલક મટકાવ્યા વગર રાહ તકતી ,
સૌથી મીઠો શબ્દ છે તો " માં "
સૌથી અનમોલ છે તું " માં "
તારી યાદો જ મારી તાકાત છે " માં "
આશીર્વાદ સદાય અમારા પર રહે તેવી " આશ " માં
(૫૩)
“ શબ્દો “
લખવા બેસું જ્યારે ત્યારે,
શબ્દો નથી મળતા ..
જ્યારે શબ્દો મળે છે ,
ત્યારે સમય નથી મળતો..
જયારે સમય મળે છે,
ત્યારે વિચાર નથી મળતા..
ને જયારે વિચાર મળે છે,
ત્યારે શબ્દો નથી મળતા..
(૫૪)
તન બંધાઈ શકે છે, મન બંધાઈ શકે છે,
ધન પણ બંધાઈ શકે છે,
પરંતુ હૃદય ને હજી સુધી બાંધી નથી શકાયું ,
કારણ હૃદય માં લાગણી ઓ હોય છે,
ને લાગણી ઓને ક્યારેય બાંધી સકાતી નથી.
(૫૫)
તારી આશ મા શ્વાસ છે,
તારા શ્વાસ મા વિશ્વાસ છે,
તારા વિશ્વાસ મા સંગાથ છે,
તારા સંગાથ વિના નિશ્વાસ છે...
(૫૬)
એક તરસ,
લાગણી ઓની..
એક લાગણી,
વિશ્વાસ ની..
એક વિશ્વાસ,
તારા શ્વાસ નો..
એક શ્વાસ,
તારા સંગાથ નો..
એક સંગાથ,
તારા પ્રેમ નો
એક પ્રેમ ,
તારી લાગણી ઓની..
(૫૭)
“ મારી વ્યાખ્યા સમય ની “
સ - સંભાળેલી
મ - મમતામયી
ય – યાદો
(૫૮)
“ સંબંધની કિમત “
સંબંધ, કાચો રહે તો મુશ્કેલ..!
ખોરાક કાચો રહે તો મુશ્કેલ..!
વિશ્વાસ કોઈ પર ન હોય તો મુશ્કેલ..!
કોઈ નો સાથ જો ન હોય તો મુશ્કેલ..!
મુશ્કેલી ઓ જો ન હોય તો ખુશી ની શુ કિંમત ..!
(૫૯)
ગઈ કાલ -
વિતીગયેલ સપનું..
આવતીકાલ -
એક જોયેલું સપનું..
આજ -
સાકાર કરેલ સપનું..
(૬૦)
દરેક સાથે અનુકૂળ થવું,
દરેક સામે મનગમતું મૂકવું,
દરેક માટે ઘસાવું,
દરેક માટે સહન કરવું,
આ ચાર સિદ્ધાંત વ્યક્તિ ને સુખી કરી શકે છે.
(૬૧)
“ સ્મરણાંજલી “
શબ્દો કોઈ નથી, વિષય કોઈ નથી ,
તમેજ શબ્દો છો, તમેજ વિષય છો,
તમેજ શિક્ષક છો..
તમારા વિશે લખવી એક કડી પણ ઓછી પડે,
તમે ખુદ એક સાહિત્ય નો ભંડાર છો..
કઠીન જીવનપથ ની કેડી પર ચાલી ને,
અમ ને પથ દેખાડનારા પથદર્શક છો..
સુખ બીજા ને આપી દુઃખ પોતે લઇ,
જીવન કેમ જીવવું, તેના સાચા માર્ગદર્શક છો...
અમારા પર સદાય આપના આશીર્વાદ વરસતા રહે..
(૬૨)
“ મિત્રતા “
મિત્ર વગર જીવન સકય નથી,
જીવન વગર દુનિયા સકય નથી..
દુનિયા વગર હે ; ઈશ્વર, તારું અસ્તિત્વ સકય નથી,
તારા અસ્તિત્વ વગર હે: ઈશ્વર, મિત્ર હોવો સકય નથી ..
(૬૩)
“ માતા - પિતા “
જીવન માં ભલે આપણે ગમે તેટલા આગળ નિકડી જઈએ,
પરંતુ તેમાં યોગદાન તો માતા ને પિતા નું હોય છે..
માં બાપ જ આપના દોસ્ત,સલાહકાર, ગુરુ છે..
માતા પિતા વિના રહેવું એટલે,
પગ ના અગૂઠા વગર આંગળીઑ થી કામ કરવું
માં બાપ જ આપના દોસ્ત,સલાહકાર, ગુરુ છે..
યાદ રાખજે એ દોસ્ત જીવન માં જે જોઈસે એ માડી જસે,
પરંતુ માં બાપ જેવા ગુરુ નહીં મળે..
માં બાપ જ આપના દોસ્ત,સલાહકાર, ગુરુ છે..
માં બાપ ની સેવા કરવાથી પૂજા પાઠ ની જરૂર હોતી નથી,
જો ચરણો માં એના પાડીએ તો, ક્યારેય જોળી ખાલી રહેતી નથી..
માં બાપ જ આપના દોસ્ત,સલાહકાર, ગુરુ છે..
(૬૪)
“સુખ અને દુ: ખ ની વ્યાખ્યા! “
સુખ અને દુ:ખ ની વ્યાખ્યા તો નથી ખ્યાલ..
પરંતુ, એટલું જાણું બધુ બરાબર હોય ને ગુસ્સે હોવું તે દુ:ખ,
દુ:ખ હોય ત્યારે પણ હસતાં રહેવું એ સૌથી મોટું સુખ...
(૬૫)
જીવન એક અજીબ ઉખાણું,
ક્યારેક શાંત ઝરના જેવુ...
ક્યારેક વહેતી નદી જેવુ...
ક્યારેક કોઈક ની નજીક લઈ જાય...
કયારેક તેના થી દૂર મૂકી દે...
ક્યારેક સુખ નું ટીપું આપે...
ક્યારેક દુ: ખ ના દરિયા માં ડૂબાડે...
ક્યારેક શબ્દો આપે છે…
ક્યારેક આપેલા શબ્દો છીનવી લે..
જીવન એક અજીબ ઉખાણું,
(૬૬)
સ્પર્શ એક લાગણીની ભાષા છે,
સ્પર્શ ની સંવેદના મૂકપણે વાણી કહી જાય છે
સ્પર્શ વાચા છે સ્નેહ ની,
સ્પર્શ પહેલ છે સંબંધ ની...
સ્પર્શ પ્રાથના છે સફળતાની,
સ્પર્શ અનુભવ છે ભવેભવ ના સાથની...
(૬૭)
આશા એક જીવન ની,
વાચા એક વ્યક્તિ ની..
દિશા એક અંતર ની,
શિક્ષા એક ગુરુ ની,
વ્યથા એક દુ:ખી ની,
કથા એક જ્ઞાની ની..
(૬૮)
આસ પાસ તું,
શ્વાસ તું,
વિચાર તું,
સુવિચાર તું,
સાથ તું,
સંગાથ તું .
(૬૯)
મારી રચનાઓ, એક યાદો ના અલફાસ..
એક કોશિશ, વિચારો ના વાતેતર ની...
એક કવિતા, શબ્દો ના મીઠાસ ની ખુશી ની
મારી રચનાઓ, એક યાદો ના અલફાસ..
(૭૦)
જીવન એક સમય યાત્રા..
માણો તો સરળ,
જાણો તો કઠિન..
જીવન એક સમય યાત્રા...
સુખ હોય તો સરળ,
દુઃખ હોય તો કઠિન..
જીવન એક સમય યાત્રા...
સાથે ચાલો તો સરળ ,
અલગ ચાલો તો કઠિન...
જીવન એક સમય યાત્રા...
(૭૧)
આશા એક નિરાશા..
શિક્ષા એક અભિલાષા..
ભાષા એક પરિભાષા..
તૃષા એક મૃગતૃષ્ણા..
(૭૨)
તુજ વિના સંસાર ન કોઈ
તુજ વિના ન દિવસ કોઈ,
તુજ વિના ન રાત કોઈ..
તુજ વિના સંસાર ન કોઈ
તુજ વિના ઘર સુનું,
તુજ વિના શેરી ઓ સુની..
તુજ વિના સંસાર ન કોઈ
તુજ ની યાદ જ હવે રહી ,
પણ સદાય તુજ અમારી સાથ
(૭૩)
મારા સપના એક જીવન યાત્રા…
પળ પળ રચાતી એક પથયાત્રા,
થોડા સારા થોડા નરસા સપનાઓ,
સાકાર કરવા મથતો એને હું,
સાકાર જો થાય તો જીવન ખુશહાલ…
(૭૪)
જ્યારે હું તને જોવું છું,
ત્યારે મને બસ યાદ આવે છે..
એક પળ થભી જાય જો,
એક તારો સાથ યાદ આવે છે..
જ્યારે હું તને જોવું છું,
ત્યારે મને બસ યાદ આવે છે..
જીવન ની યાદગાર ક્ષણ ન ભુલાય,
ચહેરા પર ની એ મુસ્કાન યાદ આવે છે..
જ્યારે હું તને જોવું છું,
ત્યારે મને બસ યાદ આવે છે..
(૭૫)
સવાર થતાં ઊગે , સાંજ થતાં મુરજાય જિંદગી,
સમય ની સાથી જિંદગી, વિચારો ની હારમાળા જિંદગી,
એક કોરું પાનું જિંદગી,
પ્રેમ થી હરખાતી જિંદગી, પ્યાસ થી તરસતી જિંદગી,
મુખ થી મલકાતી જિંદગી, સુખ થી છલકાતી જિંદગી,
એક કોરું પાનું જિંદગી,
પ્રકાશ થી ઊજળતી જિંદગી, વિકાસ થી વિકસતી જિંદગી,
પરિચય નો પર્યાય જિંદગી, વિલય નો વિલાપ જિંદગી,
એક કોરું પાનું જિંદગી,
બાળપણ થી ઊભરતી જિંદગી, ઘડપણ થી વિસરતી જિંદગી,
એક શરૂઆત જિંદગી, એક અંત જિંદગી,
એક કોરું પાનું જિંદગી,
પાનખરનું પાંદડું જિંદગી, વસંત ના વાયરા જિંદગી,
માનવી ની પરીક્ષા જિંદગી, પ્રયાસોની સફળતા ની જિંદગી,
એક કોરું પાનું જિંદગી…
(૭૬)
રસ્તા પર ચાલતા ઠેશ વાગી જ્યારે,
જીવન ની સાચી સમજ આવી ત્યારે..
વિચારોના વમળો માં ઘૂચવાયો જ્યારે,
જીવન ઉકેલવાની કડી મળી ત્યારે..
સંબંધોની આંટીઘૂટી માં અટવાયો જ્યારે,
જીવનને વિટળાઇ રહેવાની સૂજ આવી ત્યારે..
(૭૭)
એક સાદ, ખામોશિયોનો..
એક સંવાદ , વાચાઓનો..
એક વિચાર, શરૂઆત નો..
એક પ્રચાર, સારા પરીણામનો..
(૭૮)
આભ આજે ઝુક્યું છે પલકો પર,
મન ભીનું થઇ વરસ્યું છે લાગણીઓ પર...
બિંદુ ટપકે છે સુકાઈ ગયેલ પાન પર,
આંસુ વરસે તારી યાદમા પલકો પર..
(૭૯)
એક સાથ , એક વિશ્વાસ,
એક વચન તારું, એક વચન મારૂ..
દુઃખ મારુ ને સુખ તારું,
સાથ સાથ તું સદાય.
એક સપનું તારું, પૂરું કરવાનું મારે,
ખુશ રહે ચહેરો તારો, ચમકતું રહે ઘર..
તુજ વિના હું નહિ , ને મારા વિના તું નહીં,
પ્રેમ અનોખો, સંગાથ આપણો..
એજ પહેચાન આપણી...
(૮૦)
નથી કોઈ સાથે સરખામણી કરતો,
નથી કોઈ સાથે વેરતા..
મિત્રતા ના સંગાથ થકી,
જીવનપથ પર ચાલતો રહું..
પગથિયાં કામયાબી ના ચડતો રહું,
સ્વ સાથે ના સંઘર્ષ થકી..
(૮૧)
એક સાદ, ખામોશિયોનો..
એક સંવાદ , વાચાઓનો..
એક વિચાર, શરૂઆત નો..
એક પ્રયાસ, સારા પરીણામનો..
(૮૨)
સુના આકાશ નું પક્ષી છું,
ભીના હૃદય ની લાગણીઓ છુ..
રસ્તો ભટકતો રાહગીર છું,
જાત ને શોધ્યા કરતો ભોમિયો છું..
(૮૩)
એક જિંદગી ઓછી પડે, જો તારા વિશે કહેવા બેસું..
એક પુત્રી, ગુરુ, માતા, બહેન ,પત્ની,
આ સંબંધો માં પોતાને શોધતી રહી,
પળ પળ સુખ આપી ને, અંદર થી દુઃખ સહેતી રહી,
શબ્દો નથી તુજ માટે, પાનું આ કોરું રહી ગયું,
ખુશીઓની જેમ મલકાતી, સાથ તું છોડી જતી રહી,
સમય વહી જશે પણ, યાદો તારી હંમેશ રહેશે,
(૮૪)
ૠતુઓ બદલાતી રહે છે, સંબંધો પણ બદલાતા રહે છે..
એક ઋતુ આવે , ને બીજી જાય,
એક સંબંધ રચાય , ને એક કરમાય..
શીત ઋતુ માં જેમ ઠંડક પ્રસરે તેમ,
સંબંધો માં પણ ઠંડક પ્રસરતી હોય છે..
ઉનાળે જેમ તાપ લાગે તેમ ,
સંબંધો મા પણ તાપ લાગતા હોય છે..
ચોમાસે જેમ વરસે પાણી આભ માંથી,
સંબંધો માં પણ વરસતું હોય છે પાણી આંખ માંથી..
પાનખર મા પાન ખરી જાય જેમ,
સંબંધો પણ ખરી જતા હોય છે..
ઋતુઓ નું સંચાલન ઈશ્વર કરે છે,
સંબંધો નું સંચાલન લાગણીઓ કરે છે..
ઋતુઓ ને એકમેક ના સાથ ની જરૂર છે,
સંબંધો ને એકમેક ના વિશ્વાસ ની જરૂર છે..
(૮૫)
માટી નો હું માનવી , કણ કણ માં ભળી જઇસ,
ફરી જો તક મળસે, કણ નો મણ થઈ ધરી દઈસ..
વૃક્ષ ની જેમ ઉછરતો, પાનખરમાં પાન ની જેમ ખરી જઇસ,
ફરી જો તક મળસે, કણ નો મણ થઈ ધરી દઈસ..
(૮૬)
અંત એક શરૂઆત , નવા વિચારો ની,
વિચારો એક શરૂઆત, નવા જીવન ના વાવેતર ની..
જીવન એક શરૂઆત, નવા સંબધો રચવાની,
સંબંધો એક શરૂઆત , નવા વિશ્વાસ ની..
વિશ્વાસ એક શરૂઆત , નવા શ્વાસ ની,
શ્વાસ એક શરૂઆત , નવા અંત ની..
(૮૭)
ઝુક્યું છે આભ પલકો પર,
વરસે છે મન ભીનીલાગણીઓથી,
ટપકે છે બિંદુ સુકાઈ ગયેલ પાન પરથી,
વરસે તારી યાદમા આંસુ આજપલકો પરથી..
(૮૮)
માનવી છો , ઈશ્વર નથી તું,
યાદ રાખ બસ એટલું...
પૈસા કમાવા મા પરિવાર ભુલાઈ જશે,
ગરજ ની આ દુનિયામા મિત્રો ઘણા મળી જશે..
પરંતુ યાદ રાખ આ દુનિયા મા
તારું કહેવાય એવું બસ નામ રહી જશે..
(૮૯)
વાતો થી દિલ જીતી શકાય છે કોઈ નું..
રૂપ થી દિલ જીતી શકાય છે કોઈ નું..
શબ્દો થી દિલ જીતવું એ એક કળા છે ..
અગર કોઈ નો પ્રેમ જોઈએ તો તેની રૂપ જોઈ ને માનજો..
તેના શબ્દો થકી પ્રેમ આપોઆપ થઈ જશે ..
પોતાના માણસ ની ઓળખ ક્યારે થાય..!!
જવાબ છે દુઃખ સમયે ..
અંગત વ્યક્તિ કોને કહેવાય..!!
જે કંઈ પણ બોલ્યા વગર પોતાનો હોવાનો અહેસાસ કરાવે..
(૯૦)
દરિયાદીલ દોસ્તી ..
ઝીંદાદીલ દોસ્તી ..
પ્રેમ ની દોસ્તી ..
દુશ્મન ની દોસ્તી ..
નિઃસ્વાર્થ દોસ્તી ..
ગરજ ની દોસ્તી ..
અંગત દોસ્તી ..
ખુલ્લી દોસ્તી ..
ખુશી ની દોસ્તી ..
ગમ ની દોસ્તી ..
અજનબી દોસ્તી ..
સ્વજન ની દોસ્તી ..
દોસ્તી .. ખુદ થી દોસ્તી
(૯૧)
કોઈ એ પૂછ્યું કે આંસુ ના કોઈ પ્રકાર હોય !!
હા હોય ...
~~ દુઃખ ના આંસુ.. કોઈ ના કે પોતાના દુઃખ સમયે આવતા આંસુ…
~~ ખુશી ના આંસુ.. કોઈ ની કે પોતાની કોઈ ખુશી સમયે આવતા આંસુ…
~~ યાદ ના આંસુ.. કોઈ ની યાદ સમયે આવતા આંસુ…
~~ દેખાડવાના આંસુ.. ફક્ત પોતાના હોવાનો દેખાડો કરતા માનવી ને આવતા આંસુ…
(૯૨)
ક્ષણો આ વિસરાઈ જશે,
પળો આ વિસરાઈ જશે ..
સ્મરણ તુજ નું દિલ મા સમાઈ જશે,
ચરણ માં તારા આ શીશ નમી જશે..
આભ અને દરિયા વચ્ચે કેડી નથી,
કેડી વગર સફર ખેડાઈ જશે ..
ક્ષણો આ વિસરાઈ જશે,
પળો આ વિસરાઈ જશે ..
(૯૩)
જીવન ની આ રાહ પર મારે તારી સાથે ચાલવું હતું,
મીઠી યાદો ની સાથે એ પળો માણવી હતી ..
શમી સાંજે મારે ખુશીઓની યાદી જોવી હતી,
કેવા શુકન મા ઈશ્વરે આપી તને વિદાય..
નિજ ઘર થઈ નિકળેલી નદી પાછી ફરી નથી..
પાંપણ કદી રહી શકે મટકું માર્યા વગર ?
પરંતુ તારી યાદ મા પાંપણ પરથી અશ્રુ હજી સુકાણા નથી..
(૯૪)
જીવન ની ફિલસૂફી સમજી લીધી,
અવસરો ઘણા આવ્યા જીવન માં પરંતુ..
રડ્યા બહુ “ માં “ તારા મરણ પર લોકો એજ કારણ હતું ,
તારો જ અવસર હતો , ને તારી જ હાજરી નહોતી ...
(૯૫)
મિલન અને વિલય એક મેક ના સાથી
મિલન મા ખુશીઓના આંસુ સમાયેલા છે.,
વિલય મા ગમ ના આંસુ સમાયેલા છે..
જીવન ના ઉતાર ચડાવ પર,
ખુશીઓનું વિલય આજ થતું હોય છે ..
(૯૬)
એક સાંજ મારી અધૂરી રહે ,
હસી ની ખીલખીલાટ તારી જો કાને ન પડે,
તારું હેત ભર્યું વહાલ જો ન મળે,
એક સાંજ મારી અધૂરી રહે ,
મીઠો ઠપકો તારો જો ન મળે,
જો તારી હૂંફ અમને ન મળે,
એક સાંજ મારી અધૂરી રહે ,
" માં " તારા આશીર્વાદ વગર..
(૯૭)
મિત્ર એક સાચો સાથી..
નથી કોઈ જાતપાત નડતા,
નથી કોઈ ગ્રહ નડતા..
નથી કોઈ ઉચ નીચ જોતી ,
નથી કોઈ માર્કશીટ જોતી..
લોહીના સંબંધ નથી હોતા બસ,
દોસ્તી ના કોઈ પારખાં નથી હોતા..
(૯૮)
દીકરી વહાલ નો દરિયો,
ઈશ્વરે કહ્યું હે, માનવ તને દિકરી આપું છું,
પરંતુ એ અમાનત છે મારી સાચવજે તેને..
તેમાં મારો અંશ રહેલો છે,
પ્રેમ થી વહાલ ભરી ખુશીઓ આપજે એને..
જીવન ના કઠિન પથ પર સાથ તારો આપશે,
તેના મુખ પર મલકાટ સાચો આપજે..
દીકરી સંગાથ તને આપશે..
અંત સમયે શ્વાસ તારો બનશે..
(૯૯)
શબ્દો છે મારી પાસે ,
પણ લખાણ નથી,
લાગણીઓ છે ભીની મારી પાસે,
પણ સમાવી લેવા મન નથી..
યાદો છે તારી બસ હવે અમારી પાસે,
પણ એ પળ ને માણવા સાથે તું નથી ..
(૧૦૦)
એક સંબંધ ઘડાય છે આ દુનિયામા..
મને મળ્યો છે એક એવો જ સંબંધ આ દુનિયામા..!!
જેને મે આપ્યું છે બેનનું રૂપ એક આ દુનિયામા,
થઈ મુલાકાત તેની રુબરું આ જીવનમાં જ્યારે.. ખુશીયો વરસી ગઈ મારા જીવન મા,
‘ક્રિષ્મા’ નામ ધારણ કરીને જીવનમાં પ્રવેશ કર્યો છે..!!
એક દીદી ના રૂપમાં આવી જીવન મા ખુશીયો લાવી,
આ એક અનોખો જ મેળાપ છે ભાઈ બહેન નો ..!
જેનું નામ જ ની શરૂઆત “ કૃષ્ણ “ અને અંત “ માં “ થી થાય છે
(૧૦૧)
અંધકારમય જીવન મા ચાંદની બની,
ભળી ગઈ સુવાસ તારી મારા શ્વાસ મા,
પકડી હાથ , ચાલી એક મેક ના સંગાથ,
પુરી થઈ ગઈ સફર આ કાંટાળી ,
જોઈ તારું સ્મિત સુરજ પણ આથમી ગયો ,
ખુશીયો ની ચાંદની ના રંગે રંગાવા..
(૧૦૨)
દિવા નું પોતાનું કોઇ ઘર નથી હોતું..
જયાં મુકો ત્યાં અજવાળું કરે છે..!
હીરા પારખું કરતાં...
પીડા પારખુંનું સ્થાન ઉંચુ છે.
કેમ કરીને રહી શકાય ફુટપટીમાં,
ઈચ્છાઓ તો હંમેશા માપ બહારની હોય છે..
દુનિયામાં જો કોઈ સમયસર
આવતું હોય તો તે ખુદ સમય છે, પછી તે સારો હોય કે ખરાબ
એકલા ચાલવું આમ તો અઘરું નથી,
પણ કોઈની સાથે ચાલ્યા પછી એકલા પાછા ફરવું એ ખુબ જ અઘરું છે !!
(૧૦૩)
જ્યારે, જાકળ ના બિંદુઓ
પુષ્પો પર પડે તે પણ રડી ઉઠે,
ત્યારે, સૂર્ય ની કિરણો પ્રકાશ બની આંસુ લૂછે,
જ્યારે, દુઃખ ના આંસુ પલકો પરથી છલકે,
ત્યારે, બહેના વહાલ બની આંસુ લૂછે...
(૧૦૪)
એક ડોર ના આધાર પર આકાશ મા ઉડતું પતંગ પવિત્રતા,તર્પણ,ગહેરાઈ,
આ ત્રણ વાત સમજાવી જાય છે...
એક ડોર મા, સર્વે બાંધેલા રહો...
જો જીવન રૂપી ડોર તૂટી જાશે તો...
જેમ પતંગ તૂટી ને ક્યાં પડશે તેનું નકી નહીં...
તેમ આપણું જીવન પણ પતંગ ની માફક તૂટી ને વિખેરાઈ જશે...
પ્રેમ ના પતંગ ઉડાડજો ,
નફરત ના કાપજો,
દોરી જેવું લાંબો સબંધ નિભાવજો ..
(૧૦૫)
ઉડવું છે મારે આ અફાટ ગગન મા પ્રેમ નો સંદેશ બની ને,
એક બીજા ની પતંગ ની ડોર કાપી ને ખુશ થતો માનવી,
દુઃખ ની ડોર કાપે ત્યારે તહેવાર સાચો ,
પતંગ ની ડોર કેટલી પાકી છે એ જોતો માનવી ,
સંબંધો ની ડોર કેટલી પાકી છે તે જોવે ત્યારે તહેવાર સાચો ,
પતંગ ની ડોર જયારે કપાઈ જાય ત્યારે લપેટ લપેટ કરતો માનવી ,
ખુશીયો ની ડોર લપેટતો થાય ત્યારે તહેવાર સાચો ,
(૧૦૬)
રહી જાય છે વાતો, બહુ કહેવી મારે ,
સમય નથી મળતો પરંતુ,
રહી જાય છે અધુરી, રચનાઓ મારી,
વિચાર નથી મળતો પરંતુ,
વહી જાય છે શબ્દો, બની લાગણીઓ મારી,
કલમ નથી મળતી પરંતુ,
ખુદ ને ખુદ મા શોધતો હું,
મારગ નથી મળતો પરંતુ,
સાકાર કરવા સપનાઓ દરેક ના ,
પરંતુ એ મારી " આશ " નથી મળતી..
(૧૦૭)
તારો પ્રથમ પ્રેમ કોણ કોઈએ પૂછ્યું !!
માં-બાપ , બહેન-ભાઈ, પરિવાર ....
તારો બીજો પ્રેમ કોણ કોઈએ પૂછ્યું!!
અંતર ના શબ્દો ,
સુર - સંગીત , એ મારો બીજો પ્રેમ
(૧૦૮)
આભાર કોનો માનું ...
માં - બાપ નો કે ઈશ્વર નો ..??
જીવન મા આ આપ્યો ભાઈ પ્યારો ,
ઉમર મા નાનો પણ હંમેશા પડખે ઉભનાર,
નામ માત્ર થાય અર્થ નિર્માણ કરનાર
"ભાવન" ,
જીવન મારુ નિર્માણ કરનાર માર્ગદર્શક મારો,
જીવન હર્યું ભર્યું થયું તેનું સાથ મળ્યો તેને,
જ્યારે " ઋચા " જીવન સંગીની બની વાચા તેની,
પરિવાર નો તાલમેલ સાંભળ્યો એક મેક ના સાથ થકી ,
પ્રગતિ ના સોપાન સર કર્યા " માં - બાપ " ના સદાય આશીર્વાદ થકી,
ખૂબ ખૂબ આશીર્વાદ જન્મદિવસ એ તારા ,
ભાઈ ની લાગણીઓ ઓ સદાય સાથ તારા ..
(૧૦૯)
માં તારી વિદાય ..
હર પળ સાથ હતો તારો અમારી ,
ખુશીયા હતી તારી હર એક સ્ફુરણા અમારી,
સ્મિત હતું તારું સફળતાની કિરણો અમારી ,
ટહુકો હતો તારો જીવન ની મીઠાશ અમારી,
યાદો છે બસ હવે તારી આ અટપટી જીવન કેડી પાર કરવા અમારી ,
સમાઈ છો હૃદય ના કણ કણ મા , શ્વાસ બની અમારી
પ્રેરણા છો અમારી બસ હવે તું અમારી,
નથી હવે તું સાથ રહી તનથી અમારી,
યાદો હંમેશા રહેશે સાથ તારી મનમા અમારી
(૧૧૦)
દિમાગ ને વિચાર થયો ,
કે આજ શું લખું !!
મન એ જવાબ આપ્યો.,
લાગણી થી વિચારેલું લખ ..
(૧૧૧)
આનંદ છે મારા મન માં ,
વિશ્વાસ છે તારા સાથ માં ,
પ્રેમ છે મારા હૃદય માં ,
જીવન છે તારા શ્વાસ માં,
રાહ છે મારા નયનો માં,
આશ છે તારા પાસ માં ...
(૧૧૨)
“જોઈએ સંગાથ એક તમારો,
પથ કેડી જીવન ની મારા સંચારવા,"
"ખુશીઓથી છલકાવીસ નયનો તમારા,
એક અનેરો પ્રેમ જોઈએ કિરણો બની ,"
"સ્વીકારશો આ “આશ “મારી,
બની જીવનસંગીની " રાહ " મારી ,
(૧૧૩)
મારી વ્હાલી માં ...
આજ જન્મદિવસ છે તારો માં ,
ભળી ચુકી છો તું માટી મા કણ કણ બની,
બેઠો છુ હું આજ એ જ વાટ માં ,
કે અથડાશે તારો મીઠો ટહુકો મારા કાન માં,
અશ્રુ વહ્યા ત્યારે,જોઈ છબી તારી માં,
સ્થાન એજ રહ્યું ,પરંતુ રૂપ બદલાઈ ગયું ,
યાદો આખા દિવસ ની ભેગી કરી ને સાંજ ને પલાળું છું,
સપનાઓ મા જોઈને રાત ને રડાવું છું,
સુરજ ની કિરણો માં સ્મિત તારું જોઈ ને,
બસ વિશાળ હૃદય માં તારું ખાલી સ્થાન એ પૂરું છું,
સંવેદના ઓ મપાય ક્યારેય કોઈ દી શબ્દો માં ?
વ્હાલ બનીને બસ ઉભરાય છે આંખો માં,
હરેક પાંદડી કરમાઈ જાય છે જીવનની ,
જ્યારે તું દૂર થઈ જાય છે માં ,
કોને કહું મનની વ્યથા મારી તારા દૂર થવાની,
ડાળી એ ડાળી ઘાયલ થવું છું રોજ હું તારી મીઠી હસી જોવા,
ખબર છે દરેક ને કે કાયા છે આ માટી ની,
નથી છોડતી એ માયા તોય લાગણીઓની ,
ભરાઈ જાય છે દિલ જ્યારે યાદો થી,
છલકાઈ જાય છે આંસુ પલકો પર થી,
આંખમાં હજી પણ એટલી જ ભીનાશ છે મારા ,
દિલમાં તારી હજુ પણ એટલી જ યાદ છે મારા,
કંઈક અધૂરું છે તારા વગર આજે ,
નથી ખબર કે , શું તારું પણ એવું જ છે મારા વગર .. ?
ઈશ્વર પાસે મેં આજ માગ્યું કે ,
આપી દે પાછી મને મારી પ્યારી માં,
યાદ સદાય આવશે તારી માં ...
રહેશે તું સદાય મારી પાસ માં ...
(૧૧૪)
જોઈએ બસ કિમતી ભેંટ,
અણમોલ છે બસ એ અનેરી ભેંટ,
જોઈએ સાથ એ તારો , વિશ્વાસ એ મારો,
પૂરા કરું સપનાંઓ એ તારા, જીવન એ જ મારૂ,
સ્મિત એ તારું મુખ પર , એજ શ્વાસ મારો,
કિમતી એ આંસુ તારા , હસ્ત એ વ્હાલ બની આંસુ જીલવા તારા ,
હરપળ રહેસે સાથ મારો , દિન હોય કે રાત,
વચનો એ મારા, રહેસે સદાય સાથ તારા ,
(૧૧૫)
સુરમયી સંગીત નો મધુર તાલ છું તારી,
પ્રેમીમ્ય લાગણીશીલ અંતર મન છું તારી,
વસંતની ખીલતી એ સુંદર કળી છું તારી,
રગેરગ મા વહેતી એક મીઠાશ છું તારી,
દરિયા માં સમાયિ જતી એક નદી છું તારી,
તારા મીઠા શબ્દો ની એ "આશ" મધુરી છું તારી,
(૧૧૬)
આમ સ્મિત લઈ તું જો
વટથી મને મળે,
મનના સંતાપ સઘળા જો
ઝટથી પછી ટળે..
તારી નજરોના મધદરિયે
ડૂબી જાઉં હું,
ને મારા સ્નેહનું સંગોપેલું મોતી તટથી તને મળે..
શમણાં સોનેરી સજાવું હકીકતમાં સઘળા હું,
ને જીવન તારા હર્ષાગ
વાંછટથી ફળે..
લજ્જાભર્યું સ્મિત ને હુંફાળો
સંગ હર્ષિત તારો ઈચ્છું હું,
સ્નેહે મધુર સાયુજ્ય આપણું ક્રિશર્ષિત જોને ભળે..
(૧૧૭)
"કોઈ સંબંધ નિભાવે છે સ્વાર્થથી,
કોઈ સંબંધ નિભાવે છે લાગણીથી,
કોઈ સંબંધ નિભાવે છે સુખી સમયથી ,કોઈ સંબંધ નિભાવે છે દુઃખી સમયથી
કોઈ સંબંધ નિભાવે છે વિશ્વાસથી, કોઈ સંબંધ નિભાવે છે શ્વાસથી,
કોઈ સંબંધ નિભાવે છે તનથી,
કોઈ સંબંધ નિભાવે છે મનથી.."
(૧૧૮)
બદલાય છે રંગ ગગન ના ,
બદલાય છે રંગ મકાન ના ,
બદલાય છે રંગ વસ્તુઓ ના ,
બદલાય છે રંગ આજ માનવીઓ ના,
બદલાય છે રંગ આજ લાગણીઓ ના ,
બદલાય છે રંગ આજ મન ના,
બદલાય છે રંગ આજ વિશ્વાસ ના,
બદલાય છે રંગ આજ સાથ ના ,
બદલાય છે રંગ આજ ગરજ ના ,
બદલાય છે રંગ આજ તો શ્વાસ ના....
નથી બદલાતો રંગ ફક્ત એક સાચા આત્મજન નો " સંગાથ "
સદાય રંગ રાખી રાખે છે અંતરની " આશ "
(૧૧૯)
દેખાઈ નઈ આજ તું આસપાસ માં ..
શ્વાસે શ્વાસ મા તારો વાસ છે માં,
ખુલ્લા આકાશ મા તારો બની વસવાટ છે માં,
દેખાઇ નઈ આજ તું આસપાસ માં
સૂર્ય ની કિરણો મા તારો હાથ છે માં,
વ્હાલ બની અમારા પર સદાય સાથ છે માં,
દેખાઇ નઈ આજ તું આસપાસ માં
પક્ષીઓ ના કલરવ ની ગુંજ હરપળ તારો સાદ છે માં,
શોધ્યા કરીયે તને બસ આસપાસ માં,
દેખાઇ નઈ આજ તું આસપાસ માં
એ તારું મીઠું સ્મિત વસ્યું છે સાથ બની તારો હૃદય માં,
હવે તો બસ રહી છે "યાદો" તારી , જીવન જીવાની *"આશ" માં
દેખાઇ નઈ આજ તું આસપાસ માં
(૧૨૦)
જ્યાં શોધીશ ત્યાં છું હું,
શ્વાસે શ્વાસ મા વસ્યો છું હું ,
પ્રેમની લાગણીઓથી બંધાયેલો છું હું ,
જીવનની દરેક પળે પળ સાથે છું હું,
ચાંદ ને સુરજના પ્રકાશની રોશની છું હું,
જીવનપથ ની દરેક રાહ સાથે છું હું,
મારા મા વસી છો તું, તારા મા વસ્યો છું હું,
ખુદ થી વધુ તારો એક વિશ્વાસ છું હું,
એક "સંગાથ" બની જીવન ની રાહ છું હું,
એકમેક ના વિશ્વાસ ની એક "આશ" છું હું ...
(૧૨૧)
ઉડાન એક કલ્પના તરફ ,
ઉડાન એક સપના તરફ ,
ઉડાન એક ઝંખના તરફ ,
ઉડાન એક આશ તરફ ,
(૧૨૨)
એક સવાર સુંદર થઈ આજ ..
નયનો નું મિલન થયું કિરણોથી,
કલરવ ના સ્વર ગુજયા અંતર મનમાં,
એક સવાર સુંદર થઈ આજ ..
સ્વપ્નો નું મિલન થયું સફળતાથી,
ફૂલો ની મીઠી સુગંધ પ્રસરી ગઈ શ્વાસમાં,
એક સવાર સુંદર થઈ આજ ..
“એક સાથ” નું મિલન થયું એક “આશ " થી
વસંતના વાયરા પ્રેમ બની વસી ગયા અંતર મન માં,
એક સવાર સુંદર થઈ આજ ..
(૧૨૩)
જોઈ ને તમારા કેશ ના રંગ,
થયું દિલ તમારા હેત ના સંગ ,
જોઈ એ સવાર તમારા પ્રીત ના રંગ,
થઈ એ સાંજ તમારા મલકાટ ના સંગ ,
(૧૨૪)
રવિ ની શ્વેત કિરણો જ્યારે નયનો ને પંપાળી ,
કલરવ ગુંજયો એક , મીઠો વિહંગાવલોકન નિહાળી,
શરૂઆત થઈ જીવન ની જ્યારે શીશ ને પ્રથમ વહાલ્યો ,
કલરવ ગુંજયો એક , પ્રેમાળ ને અશ્રુ નયનોમાં ઠાલવ્યો,
રાહ પર ચાલ્યો જીંદગીની ત્યારે ભોમિયો બની આપ્યો સંગાથ,
કલરવ ગુંજયો એક, સુગંધિત ને સંબંધો ને રાખી સાથ,
સપનાઓ જોયા સાકાર કરવા ત્યારે બની સાચી દિશા ,
કલરવ ગુંજયો એક, સફળતા બની જીવન ની " આશ "
(૧૨૫)
જોઈ ને શીતળ ચાંદની ,
તાજગી અનુભવું છું,
જોઈ ને નયનો મધુરા ,
તાજગી અનુભવું છું,
(૧૨૬)
ગમતા સરનામે ઘર તો કદાચ બની જાય ,
પરંતુ ગમતા હૃદયે મન મળી જાય એ જીવન છે !!
(૧૨૭)
મોસમ હરેક એ યાદ આવે ..
એ સાંજ મને મોસમ હરેક એ યાદ આવે,
મુસ્કુરાતી એ તારી હરેક એ પળ યાદ આવે,
એ સાંજ મને મોસમ હરેક એ યાદ આવે,
શીતળ ચાંદની મા પ્રકાશતી હરેક એ પળ યાદ આવે,
એ સાંજ મને મોસમ હરેક એ યાદ આવે,
પાનખરના પાન ની જેમ ખરતી હરેક એ પળ યાદ આવે,
એ સાંજ મને મોસમ હરેક એ યાદ આવે,
વસંતી વાયરા મા વહેતી હરેક એ પળ યાદ આવે,
એ સાંજ મને મોસમ હરેક એ યાદ આવે,
ગ્રીષ્મ ના તાપ મા તપતિ હરેક એ પળ યાદ આવે,
એ સાંજ મને મોસમ હરેક એ યાદ આવે,
વરસાદી લાગણીઓ મા ભીંજાતી હરેક પળ યાદ આવે,
એ સાંજ મને મોસમ હરેક એ યાદ આવે,
સંબંધો ની હારમાળા મા સચવાતી હરેક પળ યાદ આવે,
એ સાંજ મને મોસમ હરેક એ યાદ આવે,
સાચી "રાહ" શોધવાની "આશ" મા હરેક પળ યાદ આવે
(૧૨૮)
શોધવા બેઠો જ્યારે એકમાત્ર અંગત ને
મનની નજર દોડાવી આસપાસ બધે,
વિચાર્યું માતા પિતા, મિત્રો
સગા સંબંધી ઓ બધાના વિશે...
મનની નજર દોડાવી જ્યારે પોતાની અંદર
એક ખાસ અંગત, સૌથી ખાસ મિત્ર
નજર આવી મને, જાણતી હતી જે
મારી એકે એક વાત, એકે એક પળ વિશે
મારી ભૂલો વિશે, નાદાનિયત વિશે,
જેનાથી કરી શકું હું ગમે ત્યારે વાત,
ગમે તે મનની વાત, જેને મારી બધી જાણ
(૧૨૯)
એ હતી દોસ્તી યારી તારી,
મજાક મસ્તી ખિલખિલાટ તારી,
એ હતી પ્રીત પ્યારી તારી ,
હસી ખુશી તરવરાટ તારી,
એ હતી રીત ન્યારી તારી ,
રાખી દિલ મા " આશ " તારી,
(૧૩૦)
જેવું કામ તેવું નામ,
જેવો સ્વભાવ તેવું નામ,
દરેક ને હોય એક નામ,
જેવો સંબંધ તેવું નામ,
જેવી લાગણી તેવું નામ,
દરેક ને હોય એક નામ,
દરેક ને હોય એક નામ,
જેવું માન તેવું નામ,
દરેક ને હોય એક નામ,
(૧૩૧)
એક સાંજ જોડે હું પણ આથમુ,
સવાર ક્યારે ઉગશે તારી એ કોને ખબર ,
એક શ્વાસ જોડે હું પણ વસુ,
વિશ્વાસ ક્યારે થશે તને એ કોને ખબર ,
એક સાથ તારા જોડે હું પણ ચાલુ ,
સંગાથ ક્યારે થશે આપણો એ કોને ખબર,
એક સ્વપ્નો જોઈને હું પણ રાખું "આશ",
હકીકત ક્યારે થશે આપણો એ કોને ખબર
(૧૩૨)
છ માસ થયા આજ માં તારી યાદ માં
દેખાઈ નઈ આજ તું આસપાસ માં ..
શ્વાસે શ્વાસ મા તારો વાસ છે માં,
તારો બની ને વસવાટ છે ખુલ્લા આકાશ માં,
દેખાઇ નઈ આજ તું આસપાસ માં
સૂર્ય ની કિરણો મા તારો હાથ છે માં,
વ્હાલ બની અમારા પર સદાય સાથ છે માં,
દેખાઇ નઈ આજ તું આસપાસ માં
પક્ષીઓ ના કલરવ ની ગુંજ હરપળ તારો સાદ છે માં,
શોધ્યા કરીયે તને બસ આસપાસ માં,
દેખાઇ નઈ આજ તું આસપાસ માં
એ તારું મીઠું સ્મિત વસ્યું છે સાથ અમારા બની હૃદય માં,
હવે તો બસ રહી છે "યાદો" તારી , જીવન જીવાની *"આશ" માં
દેખાઇ નઈ આજ તું આસપાસ માં
(૧૩૩)
ધરા, ઘટા, હવા રહ્યાં ઝૂમી કે આજે તમારી છે લગ્ન ની વર્ષગાંઠ,
સમગ્ર કાયનાત છે નવી ભાવન - ઋચા કે આજે તમારી છે લગ્ન ની વર્ષગાંઠ,
આ વાત વધતી જિંદગીની છે, નથી સમીપ સરતા મૃત્યુની;
ઉજવ આ આજને ફરી ફરી ભાવન - ઋચા કે આજે તમારી છે લગ્ન ની વર્ષગાંઠ,
યુગોની પ્યાસ, મીઠી આશ ને અધૂરી ઇચ્છા હો કે ઝંખના,
એ સઘળું આજે તો થશે ભાવન - ઋચા કે આજે તમારી છે લગ્ન ની વર્ષગાંઠ,
ભલે વરસમાં ફક્ત એકવાર આવતો હો આ દિવસ છતાં
એ આવશે સદી સદી સુધી ભાવન - ઋચા કે આજે તમારી છે લગ્ન ની વર્ષગાંઠ,
(૧૩૪)
હર એક સવાર થાય , તારા ટહુકા થકી...
હર એક સાંજ ખીલે , તારી ખુશીયો થકી...
હર એક રાત ચમકે , તારા સ્મિત થકી...
હર એક પળ વીતે , તારા સાથ થકી...
હર એક " આશ " કરું પુરી,
તારા વિશ્વાસ થકી...
(૧૩૫)
આખા દિવસની યાદને ભેગી કરી,
સાંજને હું પલાળું છું,
રાતે…સપનામાં તું સતાવે ને,
હું દરીયાના હપ્તા ભરું છું,
અતિતને વળી કયાં હોય છે અંત ,
જરા યાદ કરો એટલે થાય જીવંત,
પરબીડીયું એક બેરંગ આવ્યું ,
રંગીન યાદોના એ સંભારણા તારા લાવ્યું,
મેં સાદ કર્યો, તું ફરી નહિ પાછી,
મેં વાતો કરી, તને સંભળાઈ નહીં,
સમજાવ્યું હતું માં તેજ જીવન અને મૃત્યુ વિષે,
તારા ગયા બાદ તારા સંવાદ આવે છે યાદ,
કેવી છે કુદરત ની કમાલ આજ ,
એકબાજુ છે લગ્ન ની વર્ષગાંઠ , ને એક બાજુ છે તારી વિદાય ના છ માસ
થઈ હતી આજ પહેલા બહુ ઉદાસ યાદ માં તારી,
પરંતુ સ્મિત પણ ખુશી નું આવ્યું એ યાદ માં ,
માં તારી વિદાય નથી થઈ ,તું છો શ્વાસેશ્વાસ મા,
(૧૩૬)
સાત માસ થાય પુરા માં ..
રવિ ની કિરણો જ્યારે પડી મારા પલકો પર,
એક સ્વર અથડાયો મારા કાનો પર,
હતી નતી તું થઈ ગઈ પલવાર મા એ સૈયા પર,
ચાલી નીકળી તું એક અનંત સફર પર,
હતી અસહ્ય પીડા તારા તન પર ,
પરંતુ વિદાય સમયે સ્મિત હતું તારા મુખડા પર,
મારી પલકો જ્યારે બંધ કરૂ જ્યારે જ્યારે તેના પર,
એ છેલ્લી ક્ષણ નું સ્મિત અશ્રુ બની છલકે પલકો પર,
ખૂબ લડી ખુદ થી તું પરિવાર ને વ્યવહાર ને જોડી રાખ્યા લાગણી પર,
શોધે મારી આંખો આજે પણ જ્યારે ઉઠું હું મારી માં ને એજ સૈયા પર,
ભરી દિલ માં આશ વહી જાય અશ્રુ પલકો પર,
માં સત સત વંદન તુજને .
(૧૩૭)
થયો એક સવાલ અંતર મન મા,
ચાલ ને કરીએ મનોરંજન એક સાથ,
તુજ ને મુજ મા ભળી જઈએ ,
ચાલ ને કરીએ હસી મજાક એક સાથ,
ખુશીયો ની ખિલખિલાટથી ગુંજાય જઈએ
ચાલ ને કરીએ મસ્તી એક સાથ ,
પ્રીત ની મિત થી બંધાઈ જઈએ ,
ચાલને કરીએ વાર્તાલાપ એક સાથ,
(૧૩૮)
મારી પાસે ન રહી ને , વરસાવે પ્રેમ એવી મારી બહેનો ...
માં નો પ્રેમ આપનાર , દીકરી બનનાર..
મારી બહેનો ...
મારી ખુશીઓ નું વરદાન એ પ્યારી
મારી બહેનો ..
સદાય “ આશ “ રાખું કે સાથ તમારો રહે મારી બહેનો ..
નવરત્નો છે મારા માટે ,
મારી બહેનો ..
(૧૩૯)
જોઈએ બસ કિમતી ભેંટ,
અણમોલ છે બસ એ અનેરી ભેંટ,
જોઈએ સાથ એ તારો , વિશ્વાસ એ મારો,
પૂરા કરું સપનાંઓ એ તારા, જીવન એ જ મારૂ,
સ્મિત એ તારું મુખ પર , એજ શ્વાસ મારો,
કિમતી એ આંસુ તારા , હસ્ત એ વ્હાલ બની આંસુ જીલવા તારા ,
હરપળ રહેસે સાથ મારો , દિન હોય કે રાત,
વચનો એ મારા, રહેસે સદાય સાથ તારા ,
(૧૪૦)
મળે જો વિશાલ દિલ વાળા પપ્પા તમારા જેવા તો
પ્રેમ ની ભરમાર હોય,
દરેક સવાર મધુર અને
રાત રાની પાસે ના કોઇ ફરિયાદ જ હોઇ,
વર્ષો સુધી નુ મિલન રહે તેમા જ રોજ ખુશ મુલકાત હોઇ,
તમારા જન્મદિવસ ની દરેક પળ,
બસ હરપળ અમારા લોકો સાથ તમારી હોઇ
પપ્પા ને જન્મદિવસે પ્રણામ
(૧૪૧)
આઠ માસ થાય માં તારી યાદો ને ..
માં બસ હવે નથી તું સાથ સ્થૂળ શરીર થી,
માં વસી બસ છો તું સાથ મીઠી યાદો માં
માં સવાર થતી અમારી તારા મીઠા ટહુકા થી ,
માં બસ હવે શોધ્યા કરું એ બોલ મારા શ્વાસ માં ,
માં વેઠી બહુ પીડા ખુદ પર તે તન થી ,
માં બસ હવે યાદો મા મલકયા કરે એ તારું સ્મિત આશ માં
માં રડવું ખુબજ આવે છે આજ તારા વિરહ થી,
માં બસ કે સાથ સદાય છે મસ્તક પર અમારા બેઠો છું એજ આશ માં
બહુ યાદ આવે માં ...
સહૃદય સ્મરણાંજલિ ..
(૧૪૨)
મારા હૃદય ની હરેક વિશ્વાસ તું,
અંતર ના હરેક અશ્રુઓ તું,
મન ની હરેક લાગણી તું, નયનો ની હરેક પ્યાસ તું,
રવિ ની હરેક કિરણો તું, ચાંદ ની હરેક ચાંદની તું,
ઉગમણી હરેક રોશની તું, આથમતી હરેક અજવાસ તું,
રગ ની હરેક શ્વાસ તું, હરેક પળ ની એક આશ તું ..,
(૧૪૩)
નવ માસ થઈ ગયા માં આજ
હવા અથડાણી જ્યારે ચહેરા પર ,
વ્હાલ તારો મીઠો એ યાદ આવ્યો ..
સુરજ ની કિરણો પડી જ્યારે આંખો પર ,
તારા સ્મિત નો અનેરો પળ એ યાદ આવ્યો ..
પંખી ઓ કલરવ ની ગુંજ પડી જ્યારે કાનો પર,
ટહુકો એ પ્રેમનો તારો યાદ આવ્યો ..
પલકો બસ હવે જ્યારે જ્યારે બંધ કરું ,
વહે છે બસ અશ્રુ સદાય તારી યાદ માં ...
(૧૪૪)
એકલતા ની એ પળો મા તને જોઈ ને
આવેલી મુસીબતો ને જેલવાની કોશિશ જરૂર કરીશ,
આંખો નું રુદન તારું એ જોઈ ને ,
મલકાટ આપવાની કોશિશ જરૂર કરીશ,
રાગ મલ્હાર છેડી ને જીવન માં ખુશીયા વરસાવાની કોશિશ જરૂર કરીશ ,
(૧૪૫)
સ્થિરતા જો વિચારો ની હોય ને ,
જીવન મા સફળતા પામી શકાય,
સ્થિરતા જો તન ની હોય ને ,
જીવન મા ચંચળતા પામી શકાય,
સ્થિરતા જો હદય ની હોય ને ,
જીવન મા વિશાળતા પામી શકાય,
સ્થિરતા જો કલ્પનાઓ ની હોય ને ,
જીવન મા એક “ આશ “ પામી શકાય,
(૧૪૬)
શોધું છું એને હું મારી પાસ મા ,
વસી છે એ મારી શ્વાસ મા,
પળ પળ અધૂરું લાગે કંઇક ,
પૂરું છું પળ એની યાદ મા ,
લાગણીઓની તરસ છિપી છે મન મા,
વરસી રહી છે બસ આંસુ બની પાંપણ મા ,
મુસ્કુરાહટ એની બની રહું એની સાથ મા,
સદાય બનું વિશ્વાસ એની શ્વાસ મા,
(૧૪૭)
જીવન છે આ સંઘર્ષમયી ,
કેડી છે કાંટાડી પાર કરવી,
મીઠાશ રૂપી બીજ વાવીને,
કડવાશ ના કંકર દૂર કરીએ,
મનરૂપી મંદિર ના સંગાથે ,
પૂર્ણ કરીએ હરેક ની "આશ"
(૧૪૮)
બની હતી એ મારી કદમો ની આહટ,
છુપાઈ હતી એ મારી સપનોની રાહત,
વસી હતી એ મારી ચહેરા ની મુસ્કુરાહટ,
તરસાઈ હતી એ મારી લાગણી ઓની ચાહત,
અધૂરી હતી એ મારી યાદોની મહેફિલ,
બસ , હતી નઈ એક તું મારી દિલની ધડકન
(૧૪૯)
શ્વાસ એક હતી તું ,
વિશ્વાસ એક હતી તું,
મન ની માણીગર હતી તું,
તન ની એક આત્મા હતી તું,
પ્રીત ની અનેરી રીત હતી તું,
દિલ ની એક શોધ હતી તું,
(૧૫૦)
જન્મો જનમ નો સાથ હતો તારો,
ફરી પાછા ક્યારે મળીશું આપણે,
પડછાયો પણ સાથ છોડતો નથી,
જન્મ નો આ સંગાથ છોડી દઈશ તું,
અધૂરા સ્વપ્નો ની એક કેડી રચી હતી,
એક મેક નો હાથ છોડી ને ચાલી જઈશ તું,
મન ના માણીગર ની એક " આશ " બની હતી,
તૂટેલા આવાસ ની એક રહેવાસી બની ને રહી જઈશ તું ,
(૧૫૧)
પિતા ...
એક અમુલ્ય વારસો ,
વગર વર્ષાએ વરસતો પ્રેમ,
લાગણીઓ થી ભરપૂર દરિયો ,
સંઘર્ષમઈ જીવનનો સંપૂર્ણ રસ્તો ,
ભટકેલા જીવન નો એક અધ્યાય ,
કોરા પન્ના ના મીઠા શબ્દો ,
પિતા એટ્લે ..
પિ = પીડા ને
તા = તાર નાર .
(૧૫૨)
ઉડાન એક કલ્પના તરફ ,
ઉડાન એક સપના તરફ ,
ઉડાન એક ઝંખના તરફ ,
ઉડાન એક આશ તરફ ,
(૧૫૩)
સ્ત્રી એટલે ...
" સમાજ ની ઘડતર .."
" જીવન નો શ્વાસ ..."
(૧૫૪)
વિસરશે નહીં ક્યારેય આ સાથ,
બની રહેશે હંમેશા જોડી અતૂટ,
સાથ ન રહ્યો ભલે આજ સ્થૂળ તન થી, દિવસ આવ્યો હતો એ ,
જ્યારે થયા હતા એકમેક સંગ ,
સમય આવ્યો હતો એ ,
જ્યારે રચાઈ હતી પળ સંગાથે,
સદાય રહ્યા શ્વાસે શ્વાસ મા,
જ્યારે આવી હતી પળ દુઃખ સુખ ની,
રહેશું " શૈલ સુહા " બની સદા એકમેક જીવન સંગાથ ...
(૧૫૫)
વિદાય હતી એ તારી ખુશી થી,
વાટ હતી એ તારી અનંત ની,
દિલ ની હતી એ આશ કે,
રહી જઈશ વિશાળ હૃદય મા,
ભુલાશે નહીં એ પળ ક્યારેય ,
હતું ચહેરા પર છેલ્લું સ્મિત તારું,
શ્વાસ બની યાદો મા રહી ગઈ બસ,
આશ બની આંખો મા રહી ગઈ માં ..
(૧૫૬)
અધૂરી છે પહોર ટહુકા વગર ,
અધૂરી છે સાંજ સંધ્યા વગર ,
અધૂરી છે રાત ચાંદની વગર ,
અધૂરી છે જીંદગી તારી હસી વગર,
અધૂરી છે હરપળ તારા અહેસાસ વગર,
અધૂરી છે આશ તારા સાથ વિના માં,