The Author Bindu Follow Current Read આભડછેટ - લાભુ By Bindu Gujarati Motivational Stories Share Facebook Twitter Whatsapp Featured Books भज्यांची आमटी भज्याची आमटीहा एक अत्यंत चविष्ट आणि खमंग प्रकार जो भात भाकरी... जर ती असती - 4 समर ने स्वराला बेडवर नेऊन झोपवलं आणि पटकन विनोदला फोन करून ब... नियती - भाग 36 भाग 36सुंदर च्या हालचालींचे निरीक्षण करत...फौजदार म्हणाले...... अनुबंध बंधनाचे. - भाग 21 अनुबंध बंधनाचे.....( भाग २१ )प्रेम आतल्या रूम मधे झोपलेला अस... बकासुराचे नख - भाग २ -----कोण होती ती गूढ स्त्री....यक्षिणी..आसरा ...हडळ की एखाद... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Share આભડછેટ - લાભુ (8) 1.1k 2.9k 1 વહેલી સવારના પાંચ સાડા પાંચે વાગી રામધૂન ની શરૂઆત થાય. અને શહેરના છેવાડાના નવા બનેલા વિસ્તારમાં માણસોની અવરજવર શરૂ થાય .ઘરના વડીલો ધૂનમાં થોડા અંતર સુધી જોડાય અને રાધા-કૃષ્ણના મંદિરે બાકીના વૃદ્ધો સવાર ના દર્શન કરવા ચાલ્યા જાય છે. અને આ જ મંદિરે સવારમાં વહેલી સવારે લાભુ પણ રાઇટ 6:30 એ પહોંચી દર્શન કરીને દ્વારકાધીશ ને બે હાથ જોડી પોતાના કામે લાગી જાય. Bindu Anurag લાભુ ની આ રોજની દિનચર્યા લાભુ શહેરમાં ઘરે ઘરે જઈને વાસણ સાફ કરવાનું કચરા પોતા કરવાનું કામ કરે આજ એનું કામ. પણ પોતાના ઘરેથી નિકળતા પહેલા તે સવારમાં વહેલા ઊઠીને શાક રોટલા કરીને ઘરે થી નીકળે તો સાંજે ચાર વાગે આવીને પાછું ઘરનું બધું કામ પણ કરવાનું .આમ જોઈએ તો લાભુ નું ઘર ખુલ્લા પ્લોટમાં તંબુ તાણીયા માં રહે બાજુમાં તેના પિતાએ કેટલી ગાયો ભેંસો રાખેલી. એટલે દૂજાણા માંથી પોતાના પરિવારનું પેટીયું રડે. પરિવારના સભ્યો પણ ઘણા વર્ષો પૂર્વે કોઈ નાના ગામમાંથી અચાનક સ્થળાંતર કરતાં અહીં આવવું પડ્યું હશે .અને ત્યારથી બસ અહીં જ તેમનો વસવાટ પણ લાભુ અને તેની મા અને તેની નાની બહેન ભાવુ પણ હવે એના કામમાં આર્થિક રીતે સહાય કરવા માટે જોડાઈ જાય છે ,મદદરૂપ થાય છે. અને ઘરે ઘરે વાસણ માંજવા કચરા પોતા કરવા આ કામ સંભાળી ને પોતાના પરિવારને આર્થિક રીતે મદદ કરે છે વહેલી સવારમાં જ લાભુ દ્વારકાધીશના દર્શન કરીને સાધારણ એવા સધ્ધર ઘરે કામ કરવા જાય .સૌ પહેલા આ ઘરમાં જ કામ માં જવાનું તે નો આ નિયમ કારણ કે તેની જે માલકીન હતી તેનો સ્વભાવ ખૂબ જ કચકચિયો અને ચીડિયાપણ વાળો એટલે સવારમાં જ પહેલા લાભુ તેના ઘરે જ કામ કરવા જાય અને જતાં જ કચરો ફેંકવા અને વાસણ માંજવા બેસી જાય પણ લાભુ ન તો ક્યારેય અવાજ ન આવે પણ પેલી ની જે એની માલકીન હતી સરોજ તેની બૂમાબૂમ સંભળાય .લાભુ તો એકદમ શાંત દેખાવે સાધારણ અને નમ્ર સ્વભાવવાળી ક્યારે ઊંચા અવાજે ન બોલે હંમેશા એ ઉતાવળમાં જ હોય પણ સરોજનો બડબડાટ એટલો વધારે હોય કે આડોશ-પાડોશમાં પણ સંભળાય. Bindu Anurag આ સરોજ ના ઘરની સામે જ એક નવોઢા આવે છે અને સરોજની તેનું આ જોવાનું તે પણ વહેલી સવારમાં ઊઠીને પોતાના ઘરના ફળિયા ધોવા, કપડા ધોવાનું કામ કરે અને રોજની આ સરોજના ઘરની વાત સાંભળતી હોય ત્યારે લાભુ નો અવાજ તેણે સાંભળ્યો ન હોય તો વળી આ નવોઢા પણ ક્યારે રાધા-કૃષ્ણના મંદિરે દર્શન કરવા જાય ત્યારે લાભુ ને જોવે એટલે બસ આ જ રીતે લાભુ અને આ નવોઢાનો જય કૃષ્ણ નો સંબંધ રચાય છે .લાભુ હંમેશા નવોઢાની ભાભી કહીને જ બોલાવે અને નવોઢા પણ તેને હંમેશા લાભુ બેન જયશ્રીકૃષ્ણ કહીને બોલાવે આટલો ઔપચારિક જ સંબંધ એનાથી વિશેષ કશું જ નહીં. ધીરે-ધીરે લાભુ એ જાણે છે કે પેલી નવી આવેલી નવોઢા ની વાતો શેરીમાં સંભળાય છે પણ તે રોજ તેને દ્વારકાધીશના મંદિરે જઈ અને અનુભવે છે કે ખરેખર નવી આવેલી નવોઢા તેને એ ભાભી કહે છે તે ખૂબ જ સારી માયાળુ સ્વભાવ ની અને મળતાવડી હોય છે. ક્યારેક ક્યારેક લાભુ એ નવી આવેલી તે નવોઢા સાથે બોલવાની ઈચ્છા પણ થાય પણ સમયના અભાવને કારણે ક્યારેય વાત જ ન થઈ શકી આમને આમ એકાદ વર્ષ પૂર્ણ થઇ જાય છે. અને નવોઢા ના ઘરે નવા મહેમાનના આગમનની તૈયારી સ્વરૂપે લાભુ ને જ તેના ઘરે કામ કરવા માટે નવોઢાની લાભુ ની મા સાથે વાત થાય છે લાભુ ને તો એ વાતની ખબર પણ હોતી નથી પણ તેની મા પ્રભાબેન નવોઢાની સાસુ જોડે વાત થવાથી ખ્યાલ આવે છે કે હવે લાભુ ને સરોજની સાથે સાથે તેમની સામેના ઘરે પણ વાસણ માંજવા જવાનું કામ શરૂ કરવાનું રહેશે. લાભુ તો મનથી એટલી ખુશ થઈ જાય છે કે વિચારવા માંડે છે કે હવે ભાભી સાથે થોડીક વાત તો થાશે તે પહેલા દિવસે જ ભાભી ના ઘરે કામ પર જાય છે તેનો પહેલો જ દિવસ હોય છે અને હજી તો એ ફળિયામાં પગ મૂકે છે ત્યાં જ પહેલી નવોઢા એટલે કે જે લાભુ જેને ભાભી કહીને બોલાવે તે લાભુબેન ને ઘરમાં પ્રવેશવા માટે કહે છે કે અહીં આવ લાભુબેન ચાલ જોઈએ ચાર ગરમાગરમ છે ચા અને નાસ્તો કરીને પછી જ વાસણ માંજવા બેસતું લાભુ તો આશ્ચર્યચકિત થઈ જાય છે અને કહે છે કે નાના નાના હો ભાભી હું ફળિયામાં જ બેસું છું અહીંયા ચા આપી દો મારે અહીં જ ચાલશે. ત્યારે પેલા બેન તેનો હાથ પકડી ને તેને સોફા પર બેસાડે છે પાણી આપે છે અને ચા આપે છે અને કહે છે કે ઉભીરે હમણાં તારા માટે નાસ્તો પણ લાવું છું ત્યારે લાભુ ના આંખમાં દડ દડ આંસુ વહી જાય છે પેલી પૂછે છે કે શું થયું લાભુબેન તબિયત બરાબર નથી કે કોઈ બીજી પ્રોબ્લેમ છે તો મને કહો આજનો દિવસ જવા દો હું કામ કરી લઈશ પણ લાભુ તો જ્યારે વાત કરે છે ત્યારે પેલી સ્ત્રીની આંખો પણ ભીંજાઈ જાય છે. અને લાભુ માંડીને વાત કરે છે કેમ મને યાદ નથી ભાભી કે હું કેટલા વર્ષ થી આ સોસાયટીમાં કામ કરું છું. પણ તમારા જેવું હજી મને કોઈ જ નથી મળ્યું અમે જ્યાં કામ કરવા જઈએ ત્યાં અમને કામવાળા થી વિશેષ કઈ જ નથી સમજતા વધ્યું ઘટ્યું ખાવાનું આપે એટલે અમે તો નક્કી જ કર્યું તે ક્યાંથી કોઈ આપે તો કંઈ લેવું જ નહીં. પીવા માટે પાણી માગ્યે તો ઊંચેથી ગ્લાસ પકડાવે કાંતો ફળિયામાં નીચે મૂકી હાથમાં ન આપે અને તમને ખબર છે આ તમારી સામે રહેતા સરોજની શું વાત કરું ભાભી એ તો થાળી આપે તો પાલવ હાથમાં રાખીને આપે તે કેમ જાણે કે આભડછેટ લાગતી હોય અથવા તો કોઈ વસ્તુ આપે તો ઘા કરીને આપે અમે કામ કરીને ખાઈએ છીએ કંઈ માંગીને નથી ખાતા ભાભી ત્યારે તો લાગે કે જાણે અમે ભિખારી હોય.. આમ લાભુએ ઘણી ખરી વાત કરી પોતાની સાથે થતા દુર્વ્યવહાર વાત રડતા રડતા કરે ત્યારે પેલા બહેન લાભુ નો હાથ પોતાના હાથમાં લઈને એટલું જ કીધું કે બસ કર હવે અને લાભુને હસાવવા માટે કીધું તો શું સરોજ વાસણ માંજવ્યા બાદ અને કચરા પોતા કરે ત્યાર પછી પોતે ગંગાજળ છંટકાવ કરે છે .. અને લાભુ તો ખડખડાટ હસી પડી અને કહે ભાભી તમે ખરેખર ખૂબ જ સારા છો બહુ જ સારા છો હંમેશા આમ જ ખુશ રહો અને લાભુ અને તેના ભાભીને દોસ્તી તો પાકી થઈ ગઈ રોજ સવારે લાભુ તેના ભાભી ના ઘરે સોફા પર બેસીને ચા પીવે અને પેટછૂટી બધી જ વાત કરે... (આ એવી માનસિકતા ધરાવતા માણસ પરની સત્ય હકીકત ની વાત અહીં દર્શાવું છું કે જે માણસાઈની નહીં પણ તેની જ્ઞાતિ ને જોઈને વ્યવહાર કરે છે તમે જે લોકો પાસે કામ કરાવો છો તેને તમે નોકર નહીં મનુષ્ય સમજીને કામ કરાવો તો એ વ્યક્તિને પણ કામ કરવાનું મન તો થશે આનંદ પણ થશે જ વળી માનવતા પણ જળવાઈ રહેશે.) જય દ્વારકાધીશ 🙏🙏 05:52 AM 24/12/21 Download Our App