Ayana - 19 in Gujarati Love Stories by Heer books and stories PDF | અયાના - (ભાગ19)

The Author
Featured Books
Categories
Share

અયાના - (ભાગ19)

કાકા પાસે આવીને અયાના ઉભી રહી ગઈ...

"અગત્સ્ય ક્યાં છે ....?" આડાઅવળા સવાલ કર્યા વગર અયાના એ સીધું જ પૂછી લીધું...

"તને નામ કેવી રીતે ખબર પડી ...." આશ્ર્ચર્ય સાથે કાકા એ સામે સવાલ કર્યો ...

"તમારા કાના એ જ કહ્યું...." બોલીને અયાના એ હલકું સ્મિત વેર્યું...

"કોણ કાનો...." અયાના અને કાકા ની નજીક પહોંચીને ક્રિશય વચ્ચે કૂદી પડ્યો...

" કા...."અયાના ક્રિશય ને કંઇક કહે એ પહેલા જ કાકા વચ્ચે કૂદી પડ્યા....

"ક...ક...કોઈ નહિ...."

" અરે હમણાં જ આ બોલી...કાના એ કહ્યું એમ....અને તમે કહો છો કોઈ નહિ...."

અયાના ને સમજાતું ન હતું કે કાકા કાના ની વાત કેમ ટાળી રહ્યા છે....

"અહીંયા શું કરે છે ...ચાલ ને ...." કોઈ કંઈ સમજે એ પહેલા વિશ્વમ આવીને ક્રિશય ને તાણી ગયો.... ક્રિશયે પોતાની સાથે સાથે અયાના નો હાથ પણ પકડ્યો અને એને પણ ધસડી ગયો....

કાકા ને જાણે હાશકારો થયો હોય એ રીતે તરત જ એણે નજર ફેરવી લીધી...
કાકા ને નવાઈથી જોતી અયાના ક્રિશય ની સાથે સાથે ધસડાઈ જઈ રહી હતી...

બધા બસ માં બેસી ગયા હતા ....

"તું મારી સીટ ઉપર જઈને બેસને મારે સમીરા નું એક કામ છે...." બારી પાસે અયાના બેઠી હતી એની બાજુમાં સમીરા અને એની બાજુમાં દેવ્યાની બેઠી હતી.... દેવ્યાની પાસે આવીને ક્રિશયે કહ્યું ...

"શું કામ છે...કામ તો હોસ્પિટલ પહોંચીને પણ થાય ...."

"પ્લીઝ ના દેવી.... અર્જન્ટ છે...." ક્રિશય ને સારી રીતે જાણ હતી કે દેવ્યાની ને દેવી કહેવામાં આવે ત્યારે એ ખૂબ ઉત્સાહ માં આવી જતી હતી...

"ઓકે ઓકે .... તારી પાસે પંદર મિનિટ છે ...એની પછી એક સેકન્ડ પણ હું તારા ફ્રેન્ડને નથી જેલવાની...."

"ઓકે પ્રોમિસ....."
શરમાઈ ને સાંભળતી સમીરા બંનેને જોઈ રહી હતી....
અયાના તો જાણે બસમાં હતી જ નહીં એ હજુ પણ આશ્રમ ની પાછળ ના ભાગમાં નદી કિનારે અગત્સ્ય ને શોધી રહી હતી...
' ક્યાં ગયો હશે અગત્સ્ય....કાકા મારા મોઢે એનું નામ સાંભળતા જબકી કેમ ગયા... અને મારી સિવાય બીજા કોઈને એના વિશે કેમ ન જણાવ્યું....શું વાત હશે....'
આવા વિચારોમાં ખોવાયેલી અયાનાને પોતાની સીટ ની લાઈન માં સમીરા સાથે ક્રિશય બેઠો છે એની પણ જાણ ન હતી રહી...

"અંદર જા...." બારી પાસેની સીટ ખાલી રાખીને વિશ્વમ બેઠો હતો....એના ખ્યાલ મુજબ છોકરીઓને બારી વાળી સીટ વધારે પસંદ પડે પણ અત્યારે દેવ્યાની એ તો વિશ્વમ નો વિચાર સાવ ખેરી જ નાખ્યો...

"ઓકે...." કંઈ પણ વાતચીત કરીને વિશ્વમ દેવ્યાની ને ગુસ્સે કરવા માંગતો ન હતો...
એની સાથે બેસવા અને વાતો કરવા જ વિશ્વમે ક્રિશય ને સમીરા પાસે મોકલ્યો હતો...

"હાય...." વાતચીત કરવાનું પહેલું કદમ ઉપાડતો વિશ્વમ અચકાતો બોલ્યો...

દેવ્યાની માટે પાંચ મિનિટ પણ વિશ્વમ સાથે પસાર કરવી મુશ્કેલ હતી...

વિશ્વમ સમજી ગયો કે કેમ્પ ના દિવસો માં એક દિવસ એવો પણ હતો જેમાં બંને એ પોતાના દિલની વાત આંખો દ્વારા એકબીજાને કરી હતી જેના કારણે આજે દેવ્યાની કંઈ નહિ બોલે....

"સાંભળ ...." વિશ્વમ બોલ્યો...

"મારે કંઈ નથી સાંભળવું ...પ્લીઝ કંઈ નહિ બોલતો..." વિશ્વમ તરફ નજર કર્યા વગર જ દેવ્યાની એ કહ્યું...

બંનેને કેમ્પ ની અંદર બે દિવસ પહેલા થયેલ દ્ર્શ્ય યાદ આવી ગયું....

બે દિવસ પહેલા....

વિશ્વમ તો જાણે સરપ્રાઈઝ નું નામ સાંભળીને પાગલ થઈ ગયો હતો....આગળ ની રાત્રે ક્રિશય અને અયાના બંને એ વિશ્વમ ને સરપ્રાઈઝ આપવાની વાત છેડી હતી અને વિશ્વમ , સમીરા અને દેવ્યાની ને સવારમાં પાંચ વાગ્યે ઢાળ ઊતરીને આવતા નદી પાસે પહોંચી જવાની વાત કરી હતી...જેમાં એક શરત હતી કે બધાને ત્યાં એકલા પહોંચવાનું છે....

સવાર ના પાંચ વાગ્યા પહેલા જ ઉતાવળો વિશ્વમ નદી કિનારે પહોંચી ગયો હતો...સૂરજ ધીમે ધીમે પ્રકાશિત થઈ રહ્યો હતો....એના કિરણો છૂટી છૂટી લાઈન માં નદી ઉપર પથરાયેલા હતા...પક્ષીઓ કલબલાટ કરી રહ્યા હતા...કોયલ નો મીઠો અવાજ સંભળાઈ રહ્યો હતો....આસપાસ રંગબેરંગી ફૂલોથી સુશોભિત નદી કંઇક અલગ જ દેખાઈ રહી હતી....

દેવ્યાની પણ પાંચ વાગ્યા ત્યાં જ નદી કિનારે પહોંચી ગઇ હતી...નદીનું આ દ્ર્શ્ય એણે ક્યારેય જોયું ન હતું...નદીના આવા દ્ર્શ્ય ને જોઇને એ મંત્રમુગ્ધ બની ગઈ....

વિશ્વમે પાછળ નજર કરી ....સફેદ ખુલતા નાઇટડ્રેસમાં આગળ વધતી દેવ્યાની ને જોઇને એ નદીનું દ્ર્શ્ય પણ ભૂલી ગયો...

દેવ્યાની ધીમે ધીમે નદી પાસે આવી રહી હતી...એ તો જાણે એકલી જ હોય એ રીતે એણે વિશ્વમ ને ધ્યાન માં લીધો જ ન હતો... દેવ્યાની ના ખ્યાલ મુજબ એ પોતે જ વહેલા એકલી પહોંચી ગઈ હતી... વિશ્વમ ની હાજરી નો એને ખ્યાલ પણ ન હતો ...

દેવ્યાની નદી કિનારે પહોંચવા જ આવી હતી ત્યાં એનો પગ પથ્થર સાથે અથડાતા એ સીધી જ નદી માં પડવાની તૈયારી માં હતી... એકધારી મંડાયેલી નજર થી જોતો વિશ્વમ આ જોઇને મોટા મોટા બે પગલા મૂકીને દોડ્યો અને દેવ્યાની નો હાથ પકડી લીધો...

જાણે કોઈ ફરિશ્તા હોય એ રીતે દેવ્યાની વિશ્વમ ને જોવા લાગી... જો અત્યારે વિશ્વમ ન આવ્યો હોત તો દેવ્યાની તો નદી માં સ્નાન કરવાની હતી...

મજબૂતાઈથી પકડેલો હાથ વિશ્વમે પોતાની તરફ ખેંચી ને દેવ્યાની ને પોતાની તરફ ખેંચી....

અચાનક આ રીતે વિશ્વમ તરફ આવતા દેવ્યાની ના શ્વાસ ઝડપથી ચાલવા લાગ્યા... બંને એકબીજાની એટલા નજીક હતા કે બંનેના ઠંડા શ્વાસ એકબીજા ના ચહેરા ઉપર અથડાઈ રહ્યા હતા...

આ બંનેના કારણે નદીનું આ દ્ર્શ્ય હવે રોમાંચિત પણ લાગી રહ્યું હતુ...લાલ અને કાળા નાઇટડ્રેસ ની સાથે સફેદ નાઇટડ્રેસ માં ઉભેલા બંને કોઈ રોમેન્ટિક કપલ લાગી રહ્યા હતા....

બંને ને પોતાના જૂના દિવસો યાદ આવી ગયા હતા....

અયાના અને ક્રિશય ની સાથે સાથે આ બંને પણ સ્કૂલ સમય થી સાથે ભણતા હતા ... વિશ્વમ અને ક્રિશય સિનિયર તરીકે પરીક્ષા ના સમયે જુનિયર ના કલાસ નું ધ્યાન રાખતા હતા...
સ્કૂલ ની અંદર વિશ્વમ અને દેવ્યાની એક રોમેન્ટિક કપલ ગણાતું હતું....

પરંતુ જ્યારે દેવ્યાની ના ઘરે આ વાતની જાણ થઈ ત્યારે દેવ્યાની માટે ખૂબ મુશ્કેલ બની ગયું હતું... દેવ્યાની નો પરિવાર બંનેના લગ્ન માટે ક્યારેય રાજી નહિ થાય એ પણ બધા જાણતા હતા....કારણ કે વિશ્વમ ક્રિસ્ટન પરિવારમાંથી આવતો હતો...એના પરિવારના નામે એની પાસે ક્રિસ્ટન ધર્મ સિવાય કંઈ હતું નહિ...
વિશ્વમ નામ સાંભળીને એનો પરિવાર માની ગયો હતો પરંતુ પોતાની વૈષ્ણવ દાદી એ આ નામ રાખ્યું હતું ...એના દાદા ,માતા અને પિતા બધા ક્રિસ્ટન ધર્મના હતા...

ખૂબ કોશિશ કર્યા બાદ પોતાના વૈષ્ણવ ધર્મ ને પાળતા દેવ્યાની નો પરિવાર ક્રિસ્ટન ના છોકરા ને ક્યારેય નહિ સ્વીકારે એવું મનમાં દફનાવી ને દેવ્યાની એ વિશ્વમ ને ભૂલવાની પૂરી તૈયારી કરી લીધી હતી ...

અત્યાર સુધી વિશ્વમ એને પ્રેમ કરે છે એ જાણવા છતાં દેવ્યાની એને નજરઅંદાજ કરતી રહી...એના દિલમાં હજુ પણ ક્યાંક વિશ્વમ નામનું છોડ હતું...પરંતુ દેવ્યાની એ છોડ ને પાણી આપીને મોટું કરવા માંગતી ન હતી ...
વિશ્વમ ની નજીક ખેંચાઈ આવેલી દેવ્યાની ના દિલના છોડમાં એક નવું પાંદડું ફૂટી આવ્યું હોય એવો આભાસ થયો...

"દેવી...." પોતાની સ્કૂલ ના સમયની પ્રેમિકા ને એ દેવી કહીને બોલાવતો એ દેવ્યાની ખૂબ પસંદ આવતું હતું....

અચાનક ભાનમાં આવતા દેવ્યાની એ વિશ્વમ નો હાથ પરાણે છોડાવ્યો અને દૂર ખસી ગઈ...

"હેય ગાઈઝ...." પાછળ આવતી સમીરા એ કહ્યું...

ત્યારબાદ ત્યાં અયાના આવી અને ક્રિશય આવ્યો...

ક્રિશય અને અયાના ના સરપ્રાઈઝ મુજબ એ બધાને અહીં નદીનું દ્ર્શ્ય જોવા માટે બોલાવ્યા હતા ...અને શરત મુજબ બંને એ એવો વિચાર કર્યો હતો કે આ દ્ર્શ્ય ને જોવાની મજા એકલતા માં જ આવી શકે એમ છે...

પરંતુ આ સીન પણ બનવાનો હતો એ કોઈને ખ્યાલ જ નહતો રહ્યો...આ સીન ની જાણ કોઈને ન હતી...

બસ માં બેઠેલો વિશ્વમ એ દિવસ યાદ કરતો દેવ્યાની ને જોઈ રહ્યો હતો... દેવ્યાની પણ એ જ દિવસ યાદ કરતી ખોવાયેલી બેઠી હતી ...
વિશ્વમે ખૂબ હિંમત એકઠી કરીને દેવ્યાની ના હાથ ઉપર પોતાનો હાથ મૂક્યો ...

દેવ્યાની એ પોતાના વિચાર ખેરીને વિશ્વમ તરફ નજર માંડી....

બંનેની આંખોમાં એકબીજા માટે ખૂબ પ્રેમ છલકાઈ રહ્યો હતો...

(ક્રમશઃ)