Ansh - 16 in Gujarati Women Focused by Arti Geriya books and stories PDF | અંશ - 16

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

અંશ - 16

(ગયા ભાગ માં આપડે જોયું કે જ્યારે ઘર માં રૂપા ની આત્મા સિવાય પણ કોઈ બીજી આત્મા છે,ત્યારે બધા ને વધુ ડર લાગે છે.અને જ્યારે એ ખબર પડે છે કે કામિની પણ એક આત્મા છે,ત્યારે બધા ને આંચકો લાગે છે.દુર્ગાદેવી તેની મૃત્યુ વિશે પૂછે છે.ફTતજીહવે આગળ...)

દુર્ગાદેવી એ એક પંડિત પાસે પાણી નો કળશ મંગાવ્યો, અને મંત્ર બોલી તે હવા મા છાંટયું,અને એ સાથે જ બધા ને ત્યાં કામિની દેખાય.તેની આત્મા પણ કેટલી સુંદર અને તેજસ્વી હતી.એ જ બ્લુસાડી સાથે મેચિંગ કાળુ લાલ બોર્ડર વાળું બ્લાઉઝ,અને માથા માં ઢીલો અંબોડો અને એમાં નાખેલું ગુલાબ.ખબર નહિ એ ગુલાબ વધુ સુંદર હતું કે કામિની.

કામિની ની આત્મા ને જોઈ ત્યાં હાજર રહેલા દરેક ની આંખો ચાર થઈ ગઈ.બધા અનંત ને તિરસ્કાર ની નજરે જોતા હતા.દુર્ગાદેવી ની નજર અંબાદેવી પર પડતા તે પણ શરમ થી નીચું જોઈ ગયા.પણ કામિની ફક્ત અને ફક્ત પોતાના અંશ ને જોતી હતી.તેના બાળક ની ચિંતા એ તેની આત્મા ને અહીં આવવા મજબુર કરી હતી.તેની આંખો માંથી માત્ર અને માત્ર અંશ માટે મમતા નીતરતી હતી.ના તો અનંત ના તો અંબાદેવી કોઈ તરફ તેનું ધ્યાન નહતું.

દુર્ગાદેવી એ અંબાદેવી ની નજીક જઇ ને પૂછ્યું.

અંબા કામિની ના ઘર ના કેમ નથી આવ્યા?તમે એમને ફરી ફોન કર્યો હતો?

અંબાદેવી નું માંથી શરમથી ઝૂકી ગયું અને તેમને નકાર મા માથું હલાવ્યું અને દુર્ગાદેવી એ ગુસ્સા માં એક ઘર ના નોકર ને ગાડી લઈ ને તેમને બોલાવવા મોકલ્યા.

કામિની વહુ અહીં આવો એમ કહી દુર્ગાદેવી તેને પાણી થી બનાવેલા ચક્કર માં બોલાવી.કામિની ત્યાં ગઈ એટલે તરત જ દુર્ગાદેવી એ અંશ ને તેડી ને તેના હાથ મા આપ્યો. કામિની એ પોતાના પુત્ર, પોતાના અંશ ને સ્નેહ થી નવરાવી દીધો,એને છાતી સરસો ચાંપી ને પોતાના સ્નેહશ્રુ નો અભિષેક કરી દીધો.નાનો અંશ પણ જાણે માતૃત્વ ની ભાષા સમજતો હોઈ તેમ કામિની ને વળગી રહ્યો.ત્યાં રહેલા દરેક ની આંખ મા આંસુ હતા.

અંબાદેવી એ સમયે જ કામિની પાસે આવ્યા ,પેલા તો કામિની ડરી ગઈ અને અંશ ને એકદમ જોરથી પકડી રાખ્યો,એટલે અંબાદેવી એ કહ્યું.

ના...ના...હું તો તારી માફી માંગવા આવી છું.ખરું કહું તો હું તો માફી ને લાયક પણ નથી!કેમ કે મેં તો એક મા ને તેના અંશ થી દુર રાખ્યો જેની સજા ઈશ્વર મને આપે તેટલી ઓછી છે.તો પણ દીકરા હું તારી માફી માગું છું.મારી ભૂલો ને ક્ષમા કરજે.મારી ભૂલો ને ક્ષમા કરજે...આટલું બોલતા બોલતા અંબાદેવી ચોધાર આંસુ એ રડી પડ્યા.

ત્યાં જ તેમની બાજુ મા અમૃતરાય આવ્યા અને તેમને પણ કામિની ની માફી માગતા કહ્યું.મેં ઘર ની લક્ષ્મી ને અભડાવવાની કોશિશ કરી,હું અભાગો મારા ઘર માં દીકરી બનીને આવેલી વહુ ને ના સાચવી શક્યો મને માફ કરી દે દીકરી તારો ખરો ગુન્હેગાર તો હું છું.અને તે પણ કામિની ના પગ મા પડી ગયા.

પણ કામિની નું ધ્યાન ફક્ત અને ફક્ત અંશ મા જ હતું, આસપાસ ના વાતાવરણ કે વ્યક્તિ સાથે એને જાણે કોઈ નિસ્બત જ નહતી તે તો ફક્ત અંશ ને પોતાની સોડ મા લઈ માતૃત્વ નો આનંદ માણતી હતી.અને ત્યાં જ એના મમ્મી પપ્પા અને ભાઈ બહેન આવ્યા.

દુર્ગાદેવી ની મનાઈ હોઈ એટલે પેલા નોકરે તેમને કોઈ જ બાબત ની જાણ કરી નહતી.પણ કામિની ની બહેન દોડી ને કામિની પાસે જાવા લાગી પણ તે આગળ વધી ના શકી અને ત્યારે દુર્ગાદેવી એ તેમને બધી વાતથી માહિતગાર કર્યા
કામિની ના મમ્મી અને પપ્પા તો ત્યાં જ બેસી ગયા.અને રડવા લાગ્યા.

મારી....મારી...કામિની મેં એની એક વાત કેમ ના માની!મેં એને શુંકામ સાસરે મોકલી!!એ ના કહેતી હતી તો પણ હું એનો બાપ થઈ એની મનોવ્યથા ના સમજી શક્યો?કામિની ના પપ્પા ચોધાર આંસુ એ રડવા લાગ્યા.

તમે તો આખરે બાપ છો.પણ હું એની જન્મદાત્રી એને ના સમજી શકી અને આજ મારી દીકરી ને મેં ગુમાવી દીધી. તેના મમ્મી પણ રડવા લાગ્યા.

કામિની હજી પણ અંશમય જ હતી.તેને આસપાસ નું કાઈ જ ભાન નહતું.તેના પપ્પા એ તેને બોલાવવાની કોશિશ કરી પણ તેને કાઈ ના સાંભળ્યું.ત્યારે જ તેની મમ્મી એ અંતર ના સંપૂર્ણ પ્રેમથી રાડ નાખી કામિની...અને કામિની જાણે ઝબકી ગઈ હોય એમ બધા સામે જોયું.પોતાના ઘર ના બધા ને જોઈ કામિની રડવા લાગી.તેને બધા ને મળવું હતું,પણ હવે તે કઈ જ કરી શકે એમ નહતી.બધા દૂરથી એકબીજા ને જોઈ ને આંસુ સારતા હતા.

( શું થશે હવે જ્યારે કામિની નો અંતિમ સમય નજીક આવશે?અંશ ની મમતા કામિની ને જાવા દેશે,કે એ આત્મા રૂપે ઘર મા જ રહેશે?જોઈશું આવતા અંક માં...)

✍️ આરતી ગેરીયા...