આરવી એક મધ્યમવર્ગીય પરિવાર ની સામાન્ય દેખાવ ની યુવતી,સ્વભાવે શાંત,ઓછું બોલનારી અને અંતર્મુખી. આરવી ભણવામાં હોશિયાર પણ કોઈ જાજા મિત્રો નહિ.
આરવી કોલેજ માં તેની બાજુમાં રહેતી ઋજુ સાથે જતી, તેનીસાથે પણ ખાસ કંઈ બોલચાલ નહિ,બસ કોલેજ આવવા જાવા પૂરતી વાત.
એકવાર આરવી અને ઋજુ કોલેજે જતા હોય છે, રસ્તામાં ઋજુ ના ભાઈ નો મિત્ર આ બંને ને જોવે છે, આરવી ને જોતા જ તે તેના પર મોહી જાય છે,કેટલી સાદગી,કેટલી સુંદરતા ખરેખર આ કોણ છે?રાજ ના મોં માંથી ઉદગાર સરી પડે છે.
રાજ તે દિવસે સાંજે જ ઋજુ ને મળી અને આરવી વિશે બધી માહિતી મેળવે છે જો કે ઋજુ તેને ચેતવે છે કે આરવી બધી છોકરીઓ કરતા અલગ છે,તેનું ધ્યેય તેનું ભણતર છે,જો જે ક્યાંક મુશ્કેલી માં મુકાઈ નહિ જતો.
પણ રાજ તો આરવી પાછળ પાગલ થઈ ગયો હોય છે, હવે તે કાયમ આરવી નો પીછો કરતો રહે છે,આરવી ને જોયા વિના તેને ગમતું નથી એવું કહી ઋજુ પાસે તે કોલેજ આવવા જાવા નો સમય પણ જાણી લે છે.રાજ નું સતત આવું વર્તન હવે આરવી ને સમજાય જાય છે.તે રાજ સામે નજર પણ નથી કરતી.
ઋજુ એ એકવાર રાજ ના કહેવાથી આરવી સાથે વાત કરી,આરવી રાજ સારો છોકરો છે અને વેલસેટ પણ!તું એકવાત એને મળી તો જો!
જો ઋજુ જે વ્યક્તિ વેલસેટ હોઈ તે આમ પોતાના સમય નો વ્યય ના કરે અને મને ફક્ત મારી ડીગ્રી મા જ રસ છે તો બીજી વાર આવી વાત નહિ કરતી.
ઋજુ આરવી ની આવી વાત સાંભળી વિચાર માં પડી જતી કે આ કેવી છોકરી છે!!તેને રાજ ને આ વાત કહી તો પણ રાજ માન્યો નહિ અને એકવાર આરવી એકલી ક્યાંક જઈ રહી હતી,તેને રસ્તા વચ્ચે રોકી રાજે એક પત્ર આપ્યો
તેના આશ્ચર્ય વચ્ચે આરવી એ તે લઈ લીધો અને પછી પૂછ્યું;આ શું છે?
આરવી આમ મારા દિલ ની સંપૂર્ણ વ્યથા લખેલી છે, પ્લીઝ એકવાર આ વાંચજો.
સંભાળ મને તારા આ પત્ર કે તારા માં કોઈ જ રસ નથી, હું કોઈ સસ્તી વ્યક્તિ નથી કે ગમે તે આવી મને આવા પત્ર આપી જાય, અમારા જેવી યુવતીઓ નું જીવન તમારા જેવા લોફર જ બગાડે છે.
પણ આરવી હું કોઈ લોફર નથી!હું તને ખરા હૃદય થી પ્રેમ કરું છું.
પ્રેમ કરવો હોય તો તારા મમ્મી પપ્પા ને કર,આપડા દેશ ને કર અને હવે ચાલ્યો જા અહીંથી આજ પછી તારું મોઢું નહિ બતાવતો.આમ કહી આરવી તેનો પત્ર ત્યાં જ ઘા કરી ને ચાલી ગઈ.
એ દિવસ થી રાજે આરવી નો પીછો કરવાનું બંધ કરી દીધું,ત્યાં સુધી કે ક્યારેય સામે મળી જાય તો પણ તેને સીધી નજરે જોઈ શકતો નહિ.આરવી તો આમ પણ એને કોઈ દિવસ જોતી જ નહતી.એવા મા આરવી ના લગ્ન નક્કી થયા.
ઋજુ દ્વારા રાજ ને આ વાત જાણવા મળી એક સેકન્ડ માટે તેના થયું કે કોઈએ તેના હૃદય પર પહાડ મૂકી દીધો હોય.થોડીક્ષણ તો તે સાવ હતપ્રભ થઈ ગયો,અને પછી ઉદાસ હૃદયે અને ભીની આંખે ત્યાંથી જતો રહ્યો.
આ તરફ આરવી ની સગાઈ ની તૈયારીઓ ચાલુ હતી,આરવી ને સોળ શણગાર સજાવવામાં આવ્યા હતા, અને ત્યાં જ ઋજુ રડતી રડતી આરવી પાસે આવી,
આરવી...આરવી રાજે આત્મહત્યા કરી લીધી,આ બધું તારા લીધે થયું છે,તે એના પ્રેમ ને ઠુકરાવ્યો એ વાત તો એ સહી ગયો પણ તારા બીજા સાથે લગ્ન ની વાત તે સહન ના કરી શક્યો અને તે મરી ગયો આરવી... તે મરી ગયો..ઋજુ ખૂબ રડતી હતી.
આરવી બિલકુલ શાંત હતી,તેના ચેહરા પર કોઈ જ ભાવ નહતા,અને તે બોલી,ઋજુ તેની મૃત્યુ નું કારણ હું નથી,અને સારું જ થયું જે મેં એના પ્રેમ નો અસ્વીકાર કર્યો,કેમ કે મને એવા ડરપોક અને ભાગેડુ વ્યક્તિ પસંદ જ નથી,જે વ્યક્તિ પોતાના પરિવાર નો મા બાપ નો વિચાર કર્યા વગર ફક્ત એક છોકરી ના લીધે મરી જાય એનો શુ ભરોસો!!હું આ દુનિયા ની છેલ્લી છોકરી નહતી જે એને ના મળી તો કોઈ બીજું હતું જ નહીં,અરે આટલો જ જીવ દેવા નો શોખ હોય ને તો આર્મી માં જોઈન થઈ જવાય ત્યાં ઘણા લોકો પોતાના પરિવાર ને દાવ પર લગાવી દુશમનો સામે સામી છાતી એ લડે છે,મારા જેવી સામાન્ય છોકરી માટે જીવ આપવો એ તો ઘણા કરી જાણે,પણ દેશ માટે જીવ આપવો એ જ સાચું જીવન.મેં તો તેને કીધું જ હતું કે તારા પરિવાર અને દેશ ને પ્રેમ કર પણ તે બિલકુલ મૂર્ખ નીકળ્યો.
હું સવાલ પૂછવા માંગુ છું આજની યુવા પેઢી ને શું એક વ્યક્તિ તમારા જીવન માં એટલું બધું મહત્વ ધરાવતી થઈ જાય છે!કે તેની સામે તમારા બીજા સંબંધો મિત્રો તમારું કેરિયર બધું જ ભૂલી ને તેની પાછળ પડ્યા રહો છો?શુ તમે કોઈ એક જ વ્યક્તિ સાથે સંબંધ ધરાવો છો?તમે કોઈ નો દીકરો કે દીકરી ભાઈ કે બહેન મિત્ર એક સારો નાગરિક આ બધું જ છો તો પછી ફક્ત એક નો પ્રેમ ના મળવાથી જિંદગી પૂર્ણ કેમ થઈ જાય?શુ તમારી બીજા પ્રત્યે કોઈ જવાબદારી જ નથી?
ઋજુ આરવી ને બોલતી જોઈ રહે છે....
✍️ આરતી ગેરીયા...