Vasudha - Vasuma - 21 in Gujarati Motivational Stories by Dakshesh Inamdar books and stories PDF | વસુધા - વસુમાં - પ્રકરણ : 21

Featured Books
  • चाळीतले दिवस - भाग 6

    चाळीतले दिवस भाग 6   पुण्यात शिकायला येण्यापूर्वी गावाकडून म...

  • रहस्य - 2

    सकाळ होताच हरी त्याच्या सासू च्या घरी निघून गेला सोनू कडे, न...

  • नियती - भाग 27

    भाग 27️मोहित म्हणाला..."पण मालक....."त्याला बोलण्याच्या अगोद...

  • बॅडकमांड

    बॅड कमाण्ड

    कमांड-डॉसमध्ये काम करताना गोपूची नजर फिरून फिरून...

  • मुक्त व्हायचंय मला - भाग ११

    मुक्त व्हायचंय मला भाग ११वामागील भागावरून पुढे…मालतीचं बोलणं...

Categories
Share

વસુધા - વસુમાં - પ્રકરણ : 21

વસુધા પ્રકરણ -21

વસુધા પોતાની સાસરીમાં ઘરમાં હવે હેવાઈ થવા માંડી હતી. પીતાંબર દૂધ ભરવા જવાની તૈયારી કરતો હતો અને એના ગામનાં ભરવાડ મિત્ર રમણ એની માં સાથે મળવા આવે છે બંન્ને બહાર પાથરેલાં ખાટલા પર બેસે છે. ભાનુબેન આવકારે છે અને કહે છે તમે લગ્નમાં ના આવ્યા પણ પછી ખબર પડી હતી કે તમારાં જેઠ અવસાન પામ્યાં હતાં.

રમણની માં એ કહ્યું આતો મરણ પ્રસંગ હતો એટલે લગ્નનાં ઘરમાં ક્યાં આવવું ? હવે બધું પતી ગયું છે એટલે આજે વહુનું મોં જોવા આવી અને શુકન કરાવવા પડેને ? આ પીતાંબર તો મારા રમણ નો લંગોટિયો ભાઈબંધ છે.

ભાનુબહેને કહ્યું એ સારું હું વહુને બોલવું ત્યાં સરલાએ કહ્યું માં એ આવે છે પાણી લઈને અને સરલા પણ માં પાસે ઉભી રહી પીતાંબરે દૂધનું કેન તૈયાર કરીને બાઈક પાસે મૂક્યું અને વસુધા આખો ચહેરો ઢાંકીને આવી અને રમણની માં ને પાણી આપ્યું બીજો ગ્લાસ સરલાએ લઈને રમણને આપ્યો અને કહ્યું લો રમણભાઈ પાણી અને ટ્રે માંથી મીઠાઈની ડીશ ધરી અને કહ્યું લો મોં મીઠું કરો. રમણની માં એ વસુધનો ઘૂંઘટ ઉઠાવીને વસુધાને જોઈ અને ઓવારણાં લેતા કહ્યું વાહ વહુ તો જાણે રાજકુંવરી લાવ્યા છો ખુબ સુખી રહો એમ કહી આશીર્વાદ આપ્યાં.

રમણની માં એ જેવો ઘૂંઘટ ઉઠાવ્યો રમણે મીઠાઈ મોઢામાં મૂકતાં કહ્યું વાહ ખુબ મીઠી છે અને વસુધાને જોઈ સરલાએ પૂછ્યું શું બોલ્યા રમણભાઈ ? રમણે કહ્યું મીઠાઈ ખુબ મીઠી છે મોં ગળ્યું ગળ્યું થઇ ગયું સરલા મનમાં સમસમી ગઈ પણ કઈ બોલી નહીં વસુધા પછી સીધી ઘરમાં જતી રહી.

પીતાંબરને કઈ ખબર ના પડી એણે કહ્યું માં હું દૂધ ભરાઈ આવું ડેરીનો સમય થઇ ગયો છે અને રમણ બોલ્યો ચાલ હું પણ જઉં મને પણ કામ છે અને અને એની માં ને કહ્યું તમે સીધા ઘરે જજો હું આવું છું.

ભાનુબેન અને રમણની માં બેઠાં વાતો કરવા સરલા પણ ઘરમાં ગઈ પીતાંબર ડેરીએ જવા નીકળ્યો.

સરલા ઘરમાં ગઈ જોયું વસુધા રસોડામાં રસોઈની તૈયારી કરવા માંડી. સરલા એની બાજુમાં બેઠી અને બોલી મારી ભાભી મારે તમને એક વાત કહેવી છે.

વસુધાએ કહ્યું હાં બોલોને મારાં સખી હું સાંભળુંજ છું વાતો કરતાં કરતાં લોટ પણ બંધાઈ જશે એમ કહી કથરોટમાં રોટલાનો લોટ બાંધી રહી હતી.

સરલાએ કહ્યું વસુધા અહીં ગામમાં પીતાંબરનાં ઘણા દોસ્ત છે માનને બધાં જુવાનીઆ એનાં ભાઈબંધ છે પણ તમારે બધાની સાથે બોલવાપણું નહીં રાખવાનું આજે આવેલો રમણ એ કુદૃષ્ટિ વાળો છે અને નાલાયક રખડેલ છે હું ભાઈને તો કહીજ દઈશ કે એ આવાં નઠારા ભાઈબંધોને ઘરે નાં લાવે આજે એની નજર...

વસુધાએ કહ્યું બહેન તમે લગીરે ચિંતા નાં કરશો તમારી આ સખી બધું સમજે છે કોઈનો પગ પડે અને નજર પડે પહેલાં હું ઓળખી લઉં છું સમજી જઉં છું . તમારાં ભાઈના એવાં દોસ્તારો બધાં બંધ થઇ જશે અને આજે આવેલા રમણભાઈ એ નજરના ગંદા અને ભરોસાલાયક નથીજ હું ઓળખી ગઈ હતી અને તમારી નારાજગી પણ સમજાઈ ગઈ હતી....આવાં તો સમાજમાં કેટલાયે નરાધમો હશે પણ બહેન હું બધું સમજુ છું આપણે સ્ત્રીજાત આપણને તો ભગવાને છઠ્ઠી ઇન્દ્રિય આપીજ હોય છે એક પલકારામાં સામેની વ્યક્તિની મુરાદ અને નજર સમજી જઈએ છીએ.

આપણે આપણી જાત આબરૂ સાચવવા હરપળ સતર્ક રેહવું પડે છે એલોકો માટે આપણે શિકાર હોઈએ છીએ અને એ ઘરબાર વગરનાં રખડેલોને કોઈ ફરક નથી પડતો પણ તમારાં ભાઈએ હવે સમજીને કોઈને ઘરે લાવવા નાં લાવવા નક્કી કરવું પડશે અત્યાર સુધી ભાઈબંધ દોસ્તાર કેવાં પણ ચાલ્યા હવે નહીં ચાલે.

સરલા હસી પડતાં કહ્યું વાહ મારી ભાભી તો બહુ સમજદાર છે. વસુધાએ કહ્યું સરલાબેન આપણે તો રહેવુંજ પડે અને લોટ મસળતાં જોર આપતાં કહ્યું સમય આવે લડી પણ લેવું પડે કોઈ આપણને એમજ હલકાં સમજી બેસે એ તો ચાલવાનું નથી. તમે કોઈ ચિંતા નાં કરશો હું પહોંચી વળીશ.

ત્યાં ભાનુબહેને કહ્યું વસુધા જો બહાર આવ કોણ આવ્યું છે ? અને લોટવાળાં હાથેજ વસુધા બહાર આવી ગઈ અને જોયું તો એનાં સસરા જોડે દિવાળી ફોઈ ઉભા હતાં.

વસુધાનાં સસરા બોલ્યાં તારાં બાપાનો ફોન હતો કે ફોઈ તને ખુબ યાદ કરે છે એટલે એમને તેડી આવ્યો અને વસુધા દોડીને લોટવાળાં હાથેજ દિવાળી ફોઈને વળગી પડી.

ફોઈએ એને છાતીએ વળગાવી અને એનાં બરડે હાથ ફેરવ્યો. કેમ છે મારી વસુધા ? અને વસુધાની આંખો ભીની થઇ ગઈ એણે કહ્યું હું મજામાં છું તમે બધાં કેમ છો? દિવાળી ફોઈએ કહ્યું બધાં મજામાં છે તને યાદ કરે છે ઘર તો જાણે ખાલી ખાલી થઇ ગયું છે.

વસુધાએ આંખો વધુ વરસે એ પહેલાં કહ્યું હું હાથ ધોઈને આવું કહી અંદર ગઈ. નળ પર હાથ ધોયાં સાથે સાથે આંસુ આંખથી ધોયાં અને નેપકીનથી લૂછી હસ્તી હસ્તી બહાર આવી ચહેરાં પર કોઈ હાવભાવ વિના અને બોલી ફોઈ ચા પીશોને ? હમણાં મૂકી દઉં છું ફોઈએ કહ્યું નાં નાં દીકરીનાં ઘરનું નાં ખપે.

ભાનુબહેને કહ્યું કેમ દિવાળીબેન એવું બોલો છો ? આ દીકરી તમારી એવી અમારી થઇ હવે એ જમાના ગયાં તમે ફોઈ દીકરી બેસો વાતો કરો હું ચા બનાવું છું ત્યાં સરલાએ કહ્યું માં ચા હું મુકું છું તું બહાર ગમાણમાં ઘાસ નીરી દે એ લોકોને બેસવા દે.

વસુધા દિવાળીફોઈને અંદર ડ્રૉઇગ રૂમમાં લઈ ગઈ અને બોલી ફોઈ માં - પાપા -મારો ભાઈ બધાં કેમ છે ? તમે એકદમ કેમ આવ્યા ? બધું બરાબર છે ને ?

દિવાળી ફોઈએ કહ્યું દીકરાં બધું જ બરાબર છે બધાં યાદ કરે છે. તારાં વિના ઘર જાણે ખાવા થાય છે હું પણ મારાં ઘરે જવાની તારાં સસરા મૂકી જશે. આમતો તને અને પીતાંબરને અમારે મળવું પડશે કહેવાય છે ને દીકરી પારકી થાપણ એજ જોઈ રહી છું.

વસુધા તને ગમે છે ને ? બધાં સાચવે છે ને ? બરાબર જમે છે ને ? જમાઈ ખ્યાલ રાખે છે ને ? વસુધાએ કહ્યું મને અહીં ખુબ સુખ છે બધાં ખુબ સાચવે છે મને કામ પણ નથી કરવા દેતાં મારે સામેથી લઇ લેવું પડે છે. તમારાં જમાઈ પણ ખુબ સારાં છે બધી રીતે સાચવે છે મને કોઈ તકલીફ નથી. તમે આવ્યાં છો જમીને જજો.

ત્યાં સરલા ચા લઈને આવી અને બોલી જોઈ સાચી વાત છે આજે જમીનેજ જવાનું છે.

અને તમારાં માટે આ ક્યાં પારકું ઘર છે તો સંકોચ કરો છો ? વસુધાનું ભાઈ સાથે નક્કી થયું એ પહેલાનાં આપણાં તો સંબંધ છે એટલે સંકોચ નાં કરશો.

ત્યાં ભાનુબેન અને ગુણવંતભાઈ પણ આવીને સાથે બેઠાં. ભાનુબેને કહ્યું મારાં વેવાઈ વેવાણ બધાં સારાં છે ને ? તમારી દીકરીની ચિંતા બિલકુલ નાં કરશો જેવી એનાં ઘરે રહેતી એનાંથી વધુ સારી રીતે રાખીશું.

દિવાળી બેને કહ્યું મને કોઈ ચિંતા નથી ખુબ સંસ્કારી કુટુંબમાં મારી વસુધા આવી છે આતો હું હવે મારાં ઘરે રહેવા જાઉં છું એટલે થયું વસુધાને એકવાર મળી લઉં એટલે ભાઈને ફોન કરાવેલો.

ગુણવંતભાઈએ કહ્યું આપણે ક્યાં અત્યારનો સંબંધ છે જયારે ઈચ્છા પડે અહીં આવી શકો છો તમારુંજ ઘર છે અને હવે તો તમારી વસુધા અહીં છે તમે આવતાં જતાં રહેશો તો એનેય સારું લાગશે.

દિવાળી ફોઈએ કહ્યું એમ થોડું હાલ્યા અવાય છે ? તમે હવે એનાં માવતરજ છો અને જમાઈ ખુબ સમજદાર છે અમારે હવે ચીંતાજ શું છે ?

દિવાળી ફોઈએ વસુધાને પૂછ્યું વસુધા તારી લાલી કેમ છે ? મજામાં છે ને ? હવે તો એને પણ ગોઠી ગયું હશે અને તું છે એટલે એને અજાણ્યું પણ નહીં લાગે.

વસુધાએ કહ્યું એતો અહીં હેવાઈ ગઈ છે સરસ રીતે રહે છે. એને જોઉં એટલે જાણે મને બધાં મળી ગયાં પાછી વસુધા લાગણી સભર થાય છે આંખો ભીની થાય છે.

સરલા સમજી ગઈ એણે કહ્યું ફોઈ હું સમજું છું લાખ સુખ હોય પણ પીયરની યાદ આવે અને આંખો ભીની થયાં વિના નાં રહે. હું પણ પરણેતર થઈ ને કોઈને ઘરે ગઈ છું મને અહીંની યાદ આવે ત્યારે....એ આગળ નાં બોલી શકી...

ભાનુબહેને કહ્યું સાચીવાત છે સરલાની પણ વસુધાને કદી ઓછું નહીં આવે એ મારી દીકરીજ છે. ત્યાં પીતાંબર દૂધ ભરીને આવ્યો અને દિવાળી ફોઈને જોઈને એમને પગે લાગ્યો. એમની પાસે બેઠો. દિવાળી ફોઈએ એમની થેલીમાંથી ફળફળાદી કાઢ્યાં અને વસુધાને આપ્યાં. વસુધાએ લીધાં અને એની નજર પીતાંબર પર પડી અને એનાં ખીસામાં....


વધુ આવતાં અંકે પ્રકરણ -22