ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. આમ આવતા તમામ પ્રસંગો કાલ્પનિક છે. અને આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.
"જીતુભા કઈ બાજુ લઉં?" ભીમસિંહે પૂછ્યું.
"પહેલા તો મિલિટરી હોસ્પિટલે લઇ લો, ચતુરને મળીયે. પછી ક્યાં જવું છે એ કહું છું."
"સોરી પણ મિલિટરી હોસ્પિટલ નહીં જવાય."
"કેમ?'
"કેમ કે ગઈકાલે મારા એક ઓળખીતા ડોક્ટર મળેલા અને એમના હાથમાં ચતુરને સોંપીને પછી હું અને બીજા લોકો તમને શોધવા નીકળેલા."
"તો એનું શું છે. ચતુરને મળવામાં શું વાંધો.?”
"એમાં એવું છે કે તમને તો ખબર જ છે કે, હું હમણાં કલાક માટે બહાર ગયો હતો. મને હોસ્પિટલના સ્ટાફ માં એક વોર્ડબોય કે જે મારો પાડોશી છે. એને કહ્યું કે ચતુર નું કૈક બહુ મોટું લફડું છે. છેક દિલ્હી થી મોટા ઓફિસર કોઈ પૂછપરછ કરવા આવી રહ્યા છે. અને જે ડોક્ટરે મારી ઓળખથી ચતુરને હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા એના પર પણ કૈક ઈન્કવાયરી થઇ રહી છે. ઓલી ગુલાબચંદ ની ભત્રીજીએ ડોક્ટરને 2-3 વાર મળી હતી. એટલે."
"ઓહ આ તો ટેન્શન વાળું કામ છે" જીતુભાએ કહ્યું."
"હા સાહેબ,સોરી હા હુકમ અને આમેય એ નીના ગુપ્તા સાથે ગુલાબચંદના ઘરના પછી સૌથી વધુ સમય ચતુરે વિતાવ્યો છે. દિલ્હીવાળા સાહેબ એમ જલ્દી એનો પીછો નહીં છોડે. આપણે મળવા જઈએ અને પછી કંઈક બીજા ત્રીજા પ્રસંગો ઉભા થાય તો આપણે ફસાઈ જઈએ. જોકે સુમિતભાઈ અને શેઠજી આપણને ફસાવા ન દે પણ ખાલી ખોટા દોડા થાય એના કરતા એકાદ દિવસ પછી આરામથી મળશું. હવે એના જીવ ને ખતરો નથી એના કરતા ઓલા શેઠ ગુલાબચંદ ગુપ્તાને થોડા ગરમ કરો કે બિચારા ચતુરને વ્યવસ્થિત મદદ કરે."
"તારી વાત સાવ સાચી છે. એક કામ કર ગુલાબચંદ જી ની ઓફિસ કાર લઈ લે."
xxx
"જીતુ, સાંભળ તું અત્યારે જે કામ કરતો હો એ પડતું મૂકીને હું કહું છું એ કામ કરી દે દીકરા"
"અરે બા, તમે આ તો સોનલ નો નંબર છે. ઘરે ક્યારે પહોંચ્યા?"
"એ બધું પછી કહીશ પહેલા મારી દીકરીએ તને એક કામ સોંપ્યું છે એ પતાવ. ઓલું કયું ગામ સોનલ, હા ફ્લોદી એમાં તું કૈક તપાસ કરવાનો હતો એ કામ પત્યું?'
"ના માં એ પરમ દિવસ કરી નાખીશ."
"કેમ પરમ દિવસે અત્યાર સુધી કેમ ન થયું. અને આજે કેમ નહીં?'"
"માં તને સોનલે કહ્યું નથી? મેં નવી નોકરી જોઈન્ટ કરી છે. એના કામ માટે તો રાજસ્થાન આવ્યો છું. હમણાં જ ફ્રી થયો."
"તો હવે નીકળી જા તપાસ કરવા તું છે ત્યાંથી તો કલાક દોઢ કલાક નો જ રસ્તો છે."
"માં સોનલ વાળી તપાસ 2 દિવસ પછી પણ થી શકશે. પણ અત્યારે મોહિની અને એના મમી પપ્પા 3ણે મુસીબતમાં છે. શું આપણી ફરજ નથી કે એમની મુસીબત દૂર કરવી જોઈએ?" જીતુભના આ ઈમોશનલ પ્રશ્નથી એની બા થોડા ઠંડા પડ્યા. અને કહ્યું" હા દીકરા તારી વાત તો સાચી છે. મોહિની અને સોનલ બન્ને ની જવાબદારી તારા પર છે. જો થનારા વેવાઈ તકલીફમાં હોય તો પહેલા એને ઉગારવા જોઈએ. આ સોનલની તો તપાસ જ કરવાની છે એ 2 દિવસ પછી પણ થશે."
"એજ કહું છું માં. હવે સોનલને ફોન આપ એટલે એને સમજાવી દઉં " જવાબ માં સોનલ નો અવાજ આવ્યો "જીતુ સ્પીકર ચાલુ જ છે. જો મોહિની અને પ્રમોદ અંકલ મુસીબતમાં હોય તો પહેલા એ પ્રોબ્લેમ સોલ્વ કર. ફ્લોદીની તપાસ 2 દિવસ પછી કરીશ તો કઈ ફરક નથી પડતો પણ ભાઈ.. મારા સ્વપ્ન અને ખુશી બન્ને તારી તપાસ પર નિર્ભર છે. તારી વ્હાલી બહેનને ખુશ જોવા માંગતો હો તો સાચી અને પુરી તપાસ કરતો આવજે.
xxx
"સોરી સાહેબ તમે ગમે તે હોવ પણ અમારા શેઠ ગુલાબચંદજીએ ચોખ્ખી ના પડી છે. કોઈને પણ મળવાની કહ્યું છે કે જેસલમેરના પોલીસ કમિશનર આવે તો પણ કહે જે કે સરકારી વોરંટ હોય તો જ મળવાની કોશિશ કરે." પ્યુન કૈક તોછડાઈથી કહી રહ્યો હતો. સાંભળીને ભીમસિંહને બહુ ગુસ્સો આવી રહ્યો હતો.એ પ્યુન ને મારવા જતો હતો પણ જીતુભાએ એને રોક્યો. અને પ્યુનને કહ્યું. "ઓકે ભલે અમે એમને મળવા ન જઈ શકીયે પણ એમને મારો એક મેસેજ આપી દે"
"કોઈ મેસેજ -ફેસેજ આપવા હું નહીં જાઉં.તમારા જેવા કેટલાય રોજ એમને મળવા હાલ્યા આવે છે. તમને કહ્યું ને એ આજે કોઈને નહીં મળે" સાંભળીને ભીમસિંહે એક જોરદાર ઝાપટ એને મારી દીધી. પ્યુન ને લાગ્યું કે કોઈએ એના કાનમાં ગરમ ગરમ સીસું ભરી દીધું છે. એના ચહેરા સામે ભીમસિંહ કૈક બરાડતો હતો પણ એને કઈ સમજાતું ન હતું અને જાણે રંગબેરંગી તારામંડળ ફૂટતું હોય એવા દ્રશ્યો એને દેખાતા હતા. લગભગ 4 સેકન્ડ પછી એના ગળામાંથી જોરદાર ચીસ નીકળી એ સાંભળીને ઓફિસ સ્ટાફ ત્યાં દોડી આવ્યો એમાં ગુલાબચંદ નો મેનેજર કનૈયાલાલે જીતુભાનો ઓળખીને કહ્યું. 'અરે સાહેબ, આવો. ક્યારે પધાર્યા?"
"અરે કનૈયાલાલ હું 10 મિનિટ થી આવ્યો છું. આ તમારો પ્યુન ન તો અમને શેઠજી ને મળવા જવા દે છે. કે ન અમારો મેસેજ પહોંચાડે છે."
"સોરી સર,આવો શેઠજી ની કેબિનમાં બેસીયે શેઠજી એ જ એને ના પડી હતી. પણ તમારી વાત અલગ જ છે." કહીને જીતુભાને ગુલાબચંદની કેબીન સુધી લઈ ગયો. ગુલાબચંદ કોઈ સાથે ફોનમાં વાત કરી રહ્યો હતો. જીતુભાને જોઈને એણે ફોન માં કહ્યું. "હું 2 મિનિટમાં ફરીથી ફોન કરું." કહી ફોન કટ કર્યો. પછી જીતુભાનો કહ્યું "આવો સાહેબ આવો."
"શું આવો? આ તમારો પ્યુન..." ભીમસિંહ ગાળ દેવા જતો હતો. પણ જીતુભાએ એને રોક્યો.
ગુલાબચંદે જીતુભાની સામે જોયું. જીતુભા એનો પ્રશ્ન સમજ્યો. એણે કહ્યું "એ મારો ખાસ માણસ છે. મારા મોટા ભાઈ જેવા ભીમસિંહ એમનું નામ છે. તમારા ચતુર જેવો જ વફાદાર છે".
"ઓહ્હ, સોરી.મારા પ્યુન વતી હું ક્ષમા માંગુ છું. એક્ચ્યુલ માં હું ચતુરના ફેમિલી ને કઈક એવી ભેટ આપવા માંગુ છું કે એ લોકોનું જીવન બદલાઈ જાય. હું સવારમાં એને મળી આવ્યો.એને ડાબા પડખામાં ગોળી વાગી છે એનું ઓપરેશન થઇ ગયું. એને ત્યાં દાખલ કરનાર કોઈ બહુ પહોંચેલી વ્યક્તિ છે. એણે બધું વ્યવસ્થિત મેનેજ કર્યું હતું. મેં એના ઘરે ખબર પહોંચાડી દીધા છે. અને થોડા રૂપિયા પણ હાલ પૂરતા મોકલ્યા છે. હાલમાં કોઈ સાહેબ લોકો તેની પૂછપરછ કરવા આવવાના હતા. એટલે હું આવી ગયો."
"કઈ વાંધો નહીં. હવે એનું જીવન વ્યવસ્થિત પસાર થઇ એ તમારી જવાબદારી છે. બાકી એણે અને મેં તમારી ભત્રીજી ને પકડવા બહુ કોશિશ કરી પણ.."
"અરે હા, બાપરે તમને પણ કેટલું બધું વાગ્યું છે તમારે પણ કઈ સારવાર કરાવવી જોઈએ અને 2-4 દિવસ આરામ કરવો જોઈએ."
"હવે આરામ કરીશ 2-3 દિવસ પછી. મારે રાજસ્થાન આવ્યો છું તો 2-3 કામ પતાવવાના છે એ પતાવી દઉં. એમાં તમારી થોડી મદદ જોઈએ છે."
"હા. હા. બોલો હુકમ કરો. હું શું કરી શકું તમારા માટે.તમે મારા... મારા પર ઉપકાર કર્યો છે."
"તમે ભીમસિંહ સામે ખુલ્લા મને વાત કરી શકો છો. એને બધી જ ખબર છે."
"ઓહ.. પણ ભીમસિંહજી, મારા દીકરાના કિડનેપ વિષે અને મારી નકલી ભત્રીજી વિશે. પ્લીઝ કોઈ બહારની વ્યક્તિને કઈ ન કહેતા. મારી પ્રતિષ્ઠ"
"શેઠ જી. ચતુરે જીતુભાને હિન્ટ આપી અને જીતુભાએ સુમિતભાઈ સાથે આખું જે સેટિંગ કર્યું એ બધી મને રજેરજની ખબર છે. નવીન આવી રહ્યો છે.એ પણ. અને અમારી કંપનીમાં કામ કરનાર દરેકનું કામ ગઈકાલે 26 જાન્યુઆરી મોબાઈલ કંપનીએ જે સ્કીમ આપી છે એવું છે. 'ઇનકમિંગ ફ્રી, અને કોઈને કોલ કરવાનો જ નહીં' કહી ને ભીમ સિંહ હસ્યો.
"એટલે" ગુલાબચંદ ને કઈ સમજાયું નહીં એ શું કહેવા માંગે છે.
"એટલે કે જે માહિતી મળે એ સાંભળી લેવાની અને પોતાને સોંપાયેલ કામ કરવાનું. પણ કોઈ ને પણ આય રિપીટ. કોઈ ને પણ એ માહિતી કદી કહેવાની નહીં કે આપવી નહીં." જીતુભાએ કહ્યું.
"ઓહ. બહુ સરસ. હવે હું ચતુર માટે જે કરવા માંગુ છું એ વિષે જ હમણાં ફોન પર વાત કરતો હતો."
"સોરી ગુલાબચંદ જી, પણ અત્યારે હું જલ્દીમાં છું અને તમે એના વિષે કૈક સારું જ કરશો એ મને ખાતરી છે. જો હું ફ્રી થઈશ તો મુંબઈ જતા પહેલા એકવાર તમને મળી ને ચતુરના ભવિષ્ય વિશે તમે જે વિચાર્યું છે એ સાંભળીશ."
"સોરી હું ભૂલી ગયો તમારે થોડી ઉતાવળ છે. અને એમાં હું શું મદદરૂપ થઇ શકું એ મને કહો. હા એક વાત હું કહી દઉં. મને ચતુરે કહ્યું કે તમારી સાથે તમારા 7-8 માણસો પણ હતા એ બધાને મારે ઇનામ આપવું છે અને એ સિવાય બીજું કોઈ હોય તો એને પણ. "
"તો જે આપવું હોય એ આ ભીમસિંહને આપી દો.એ બધાનો આ લીડર છે ઉપરાંત એક બીજા ભાઈ છે જેના દ્વારા હું ચતુરને મળી શક્યો હતો. એને પણ કૈક ઇનામ મળે એવી મારી ઈચ્છા છે."
"ઠીક છે. ભીમસિંહજી તમે તમારી ટીમ અને ઓલા અજ્ઞાત ભાઈ અને બને તો તમે જીતુભા બધા મારા ઘરે કાલે રાત્રે જમવાનું રાખો. નવીન પાછો આવ્યો એની ખુશીમાં."
"ગુલાબચંદ જી એમ અધીરા ન થાઓ. ચતુરની ઈન્કવાયરી પુરી થઇ જવા દો. પાર્ટી પછી ગોઠવશું. આમેય કાલે રાત પહેલા મારુ કામ નહીં પતે. અને પરમ દિવસે મારે એવું જ બીજું અગત્યનું કામ છે."
"ઠીક છે. તો શનિવારે રાત્રે પાર્ટી પાકી બીજું કોઈ નહીં તમારી ટીમ અને મારા ફેમિલી.એ સિવાય તમે જેને આમંત્રણ આપો એટલા જ."
"શનિવારનું શુક્રવારે નક્કી કરીશું "
"ઓકે હવે હું તમારી શું મદદ કરું એ કહો. આ ભીમસિંહજી તો સ્થાનિક છે. એમને ઇનામ હું મારી રીતે પહોંચાડી દઈશ. તમે બોલો."
"પોખરણની બાજુમાં એક નાનકડું ગામ છે 'ગોમત' નામનું. એના તલાટી સાથે તમારે કોઈ ઓળખ છે?"
"હા પોખરણમાં ડોક્ટર છે એ મારા મિત્ર છે એનો દીકરો ગોમત નો તલાટી છે."
"બસ એ તમારા મિત્ર સાથે વાત કરો કે દિલ્હીના કોઈ સાહેબ એના દીકરા સાથે વાત કરવા માંગે છે. અને આજે સાંજે એને પોખરણમાં એ કહે ત્યાં મળશે."
"હમણાં જ કરી દઉં તમારી સામે. પણ તમે એના દીકરા સાથે શું વાત કરવા માંગો છો એ પૂછી શકું.?" ગુલાબચંદે કહ્યું.જવાબમાં જીતુભા ઉભો થઇ ગયો અને ભીમસિંહ ને કહ્યું "ચાલો ભીમસિંહ આપણે ગુલાબચંદ ની મદદની જરૂર નથી.
"અરે અરે..તમે તો નારાજ થઈ ગયા. મેં તો એમ જ પૂછ્યું હતું. સોરી હું ભૂલી ગયો કે તમારું કામ કોઈ માહિતી આપવાનું નથી. ખેર" કહી ગુલાબચંદે ઉભા થઇ જીતુભાનો હાથ પકડીને પાછો બેસાડ્યો અને પોતાના મિત્ર ડોક્ટર જયંત મીણા ને ફોન લગાવ્યો.
xxx
"અમર, પ્રમોદનો હમણાં ફોન હતો. એ હેમા અને મોહિની સાથે કાલે આવેછે. મેં એને કહ્યું કે હું જેસલમેર કાર મોકલું પણ એને કહ્યું કે હું પ્રાઇવેટ રિટર્ન ટેક્સી કરીને આવીશ. સીધો તલાટી ની ઓફિસમાં. તે તૈયારી કરી લીધી છે ને? એ 3 જણા આવે છે પણ અહીંથી 2 જ પાછા જવા જોઈએ. અને મોહિની કાયમ માટે આપણા ઘરમાં." ત્રિલોકી ચંદ્રે અમરને પૂછ્યું.
"હા તલાટી સાથે વાત થઈ ગઈ છે. પેપરમાં ઉપરનો કાગળ નકલી હશે નીચેના પેપરમાં બધી જમીન આપણા નામે અને ઉપરાંત દોઢ મહિના પહેલા નું મેરેજ રજિસ્ટ્રેશનનું પેપર પણ હશે. મેરેજ રજિસ્ટ્રારને પણ બોલાવી રાખ્યા છે. અને એકવાર એ 3ણે ની સહી થઇ જાય પછી મોહિની મારી કાયદેશરની પત્ની બની જશે. પણ અપને એમને કોઈ બહાને આપણી વાડીએ એ બોલાવશું. છેવટે કઈ નહીં તો માત્ર છેલ્લીવાર ગામના વડીલો, મિત્રો સાથે ચા પાણીના બહાને અને પછી એ બધાની સામે જ મેરેજનું એનાઉન્સ કરી દેશું. ગામના વડીલોની સમક્ષ એ કઈ ઝાઝી માથાકૂટ નહીં કરી શકે. કેમ કે આપણે મારા અને મોહિનીના લગ્ન નક્કી છે એવી વાત ગામમાં ફેલાવી છે. માથાકૂટ ચાલુ થાય કે ગામ વાળા ને વિદાય કરી દેશું કે ઘરમાં મામલો નિપટાવી લઈએ એમ કહીને.ઉપરાંત વાડીમાં મેં મારા માણસો તૈયાર રાખ્યા છે. મોતીસિંહ ઠાકુરની ગેંગને બોલાવી છે. 5 માણસો છે.
આપને આ વાર્તા કેવી લાગે છે? પ્લીઝ કોમેન્ટ જરૂર કરજો તમે મને પર્સનલી વોટ્સ એપ પણ કરી શકો છો. 9619992572 પર