Daityaadhipati - 30 in Gujarati Fiction Stories by અક્ષર પુજારા books and stories PDF | દૈત્યાધિપતિ - ૩૦

Featured Books
Categories
Share

દૈત્યાધિપતિ - ૩૦

સુધા ઉઠી ત્યારે તે એક ગાડીમાં હતી. સવાર પડવાની તૈયારી હતી, કદાચ 3 વાગ્યા હશે, અને રસ્તો એકદમ સૂમસામ હાઇવે જેવો લાગતો હતો. ગાડી મોટી હતી, સુધાના હાથમાં સફેદ કડા હતા, તેણે સફેદ રંગની ચણિયા ચોળી પહેરી હોય તેવું લાગતું હતું, અને આંખોમાં ખૂબ જ ઘેન હતું. ડાબી બાજુની બારી ખુલ્લી હતી, અને હવા વહેતી હતી. હવા દરિયાઈ ભાગમાંથી આવતી હોય તેવું લાગતું હતું.

‘મે કીધું હતું ને.. ત્યારે જતાં રેહવાનું હતું..’

અમેય.

અમેય ગાડી ચલાવી રહ્યો હતો.

‘અમેય?’

‘અવાજ તારો બદલાઇલો લાગે છે.. હે ને?’

‘હા. મને પણ. આપણે..’

‘થેઓએના લગ્નમાં જઈએ છે, ગોવા.’

સુધાને તે ક્ષણો યાદ હતી. ભરપૂર માત્રામાં યાદ હતી. પણ ખાલી યાદ જ હતી.. તે ક્ષણો જીવવી, વિચારવું, કોઈ વિચાર હોવા, કશુંજ યાદ ન હતું.

‘અમેય આ બધુ શું ચાલી રહ્યું છે?’

‘મતલબ?’

‘આ બધુ.. આ લગ્ન, મારે અહીં શું કરવાનું છે?’

‘એક સાદું કામ છે. જ્યાં આપણે લગ્ન કરવા જઈએ છે ને, ત્યાં એક રિસોર્ટ છે. લગ્ન નો મંડપ એક મોટા રૂમમાં છે, અને એ મંડપ રૂમ થી નાનો દરવાજો જતો હોયને ત્યાં સામે એક બીજો દરવાજો છે, આ દરવાજો યુટીલીટી રૂમનો છે. તારે બહાર આ દરવાજા આગળ ઊભા રેહવાનું, અને કોઈ આવે તો એમને યુટીલીટી રૂમમાં બંધ કરી દેવાના.

‘બસ, આટલુજ કરવાનું.’

અમેયની વાત સાંભળતા સુધાને ડર લાગવા લાગ્યો. શું હશે એ દરવાજા પાછળ.. કોણ હશે, શું ચાલતું હશે ત્યાં? બસ આટલું જ કામ હતું.

‘બસ, દરવાજો બંધ કરવાનો?’

‘હા.’

‘એ તો કોઈ પણ કરી શકે છે.’

‘ના. ફક્ત તું.’

સુધા શાંત થઈ ગઈ. જમણી બાજુના કાચ ઉપર જે કોઈ પ્રકાશ પડતો, તેના કારણે સુધા તેનું પ્રતિબિંબ જોઈ શકતી હતી. બધે રંગો હતા, તેના શરીર ઉપર, આંખ ઉપર લાલ, ગાલ પર પીળો, આંખોમાં લીલો, અને હોઠ પર ગુલાબી. અને તેના કપડાં સફેદ હતા. ઓઢણી, ચણિયો, તથા તેના વાળમાં ફૂલ હાર. તેણે જે ઝવેરાત પહેર્યુ હતું, એ બધુ પણ હીરાઓ અને માણેકથી ભરપૂર હતું.

સુધાને ઊંઘ આવતી હતી, પણ તે તો રસ્તો જ જોતી રહી. કાશ થોડીક કઈક ખાર પડે આ કેવી જગ્યા છે.

‘અમેય. થેઓએ કોણ છે?’

‘બહુ જાણીતો ચિત્રકાર છે.’

‘થેઓએ નો મતલબ શું થાય?’

‘કશું જ નહીં. એક સંગીતકાર છે, કોમરોબી, એના નામનો પણ કોઈ અર્થ નથી. અચૂકતા નામ હોવું એ તો હવે સામાન્ય થઈ ગયું છે. કોઈ પૂછે એનો મતલબ શું થાય, તો તમે જાતે જ તે શબ્દ નો કોઈ પણ અર્થ આપી શકો, કોઈ ફૂલનું નામ, સવારનું નામ, ચંદ્રનું નામ, વગેરે.’

‘પણ તારું તો કોઈ નામ જ નથી.’

‘તારા માટે તો છે.’

અમેય પાછો ફર્યો. તેણે એક સફેદ રંગનો શર્ટ, તેની પર સફેદ સૂટ અને રંગીન ટાઈ પહરી હતી. તે સૂટમાં રૂપળો લાગતો હતો, અને એ સફેદ રંગના કારણે, એની આંખો જ્વાળા જેવી ઝળ હળતી હતી.

‘અમેય અમિત્ર. વખાણવા લાયક નામ છે.’

પણ અમેય કશું જ ન બોલ્યો, આગળ ફરી ગાડી ચલાવવા લાગ્યો.

સુધા અહીં એકલી આમ ને આમ જતી હતી, વાત સાચી છે, ગીતાંજલિની ગાડી તેઓની પાછળ જ હતી, પણ અમેય અને ગીતાંજલિ તો..

સ્મિતા. સ્મિતા લગ્નમાં આવવાની હતી, અને ખુશવંત પણ. તેઓ ત્યાં સુધા અને અમેયની રાહ જોતાં હતા. ત્યાં જઈને શું કરવાનું તે તેવો નક્કી કરશે...

પછી થેઓએ અચાનકથી સુધાની સામે આવી ગયો.

મનાલીમાં પીઠી હતી, પણ ત્યાં જ્યારે થેઓએ સુધા જોડે કઈક માંગવા આવ્યો હતો, ત્યારે તે

‘કેન યુ પાસ મી ધ ફોન, સુધા.’ તેવું બોલ્યો હતો.

સુધા.

મતલબ શું થેઓએને ખબર હતી?