Ansh - 13 in Gujarati Women Focused by Arti Geriya books and stories PDF | અંશ - 13

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

અંશ - 13

(અગાઉ આપડે જોયું કે ઘર માં કોઈ આત્મ ની શાંતિ માટે પૂજા કરવામાં આવે છે.અને પૂજા દરમિયાન એ આત્મા, એટલે કે રૂપા ની આત્મા આવે છે,જે અનંત પર પ્રહાર કરવા જાય છે,પણ દુર્ગાદેવી ના ટોટકા તેને બચાવી લે છે.
રૂપા ની આત્મા અનંત ને સજા દેવાની વાત કરે છે.હવે આગળ...)

રૂપા ની આત્મા વારેવારે અનંત સામે નફરત થી જોતી હતી.અને ફરી બોલી ,દુર્ગા બા પૂછો આ નાના શેઠ ને એમને મારા જેવી કેટલીય અબળા ને અભડાવી છે.આ ને માફ કરવા જેવો નથી.એક સ્ત્રી ને પોતાના મનોરંજન નું સાધન સમજે,પોતાની પગ ની ધૂળ સમજે,એવા છે આ ઘર ના પુરુષો ના વિચારો અને સ્ત્રીઓ પણ તેમને સાથ આપે છે. આ ઘર ની તો વહુઓ પણ સુરક્ષિત નથી તો અમારા જેવાની શું વિસાત!!એટલે હું એને મારી ને પછી જ જઈશ.આમ કહી રૂપા ની બા ના શરીર માં રહેલી રૂપા ની આત્મા ફરી એકવાર અનંત તરફ દોડી પણ દુર્ગાદેવી ના બાંધેલા દોરા થી તે કશું ના કરી શકી.

રૂપા તું કાઈ જ નહીં કરી શકે.અનંત ની ભૂલ સાચી એને સજા ઉપરવાળો આપશે.તું જા અહીંથી.દુર્ગાદેવી એ ત્રાડ પાડી.

ઠીક છે મેં કહ્યું તેમ હું તો ચાલી જઈશ પણ..જે બીજા આ ઘર મા હેરાન થયા છે,એમનું શુ?એ મુકશે આ લોકો ને
યાદ રાખજો દુર્ગા બા જો આમ જ રહ્યું ને તો એકદિવસ આ ઘર નહિ ભૂતો ની હવેલી બની જશે..

રૂપા ની આત્મા પણ સામે રાડો પાડતી હતી.બંને વચ્ચે ના સંવાદો સાંભળી ત્યાં હાજર રહેલા લોકો બીક અને ચિંતા થી ધ્રુજતા હતા.દુર્ગાદેવી એ રૂપા ની બા ને માથે એક કળશ માંથી પાણી છાંટયું ને કહ્યું.

તારી આત્મા નો મોક્ષ થાય,તું બધું ભૂલી અનંત ને માફ કરી ને અહીં થી ચાલી જા તારું ભવિષ્ય તારી રાહ જોવે છે.

થોડી જ વાર માં રૂપા ના બા એકદમ શાંત થઈ ને ઢળી પડ્યા.દુર્ગાદેવી એ ઈશારો કર્યો એટલે બે બ્રાહ્મણો એ તેમના ચેહરા પર મંત્ર બોલતા બોલતા પાણી છાંટયું અને તેઓ ભાન મા આવ્યા.ભાન મા આવતા જ એક ગુસ્સા ભરી નજર અનંત સામે કરી,અનંત તે નજર સહી ના શક્યો અને નીચું જોઈ ગયો.ત્યારબાદ અંબાદેવી સામે જોયુ,તેમની નજર એટલી ક્રોધ ભરી હતી કે આજે અંબા દેવી પણ ના સહી શક્યા.અને પછી દુર્ગાદેવી ને બે હાથ જોડી ને બોલ્યા.

મારી દીકરી ને મોક્ષ અપાવવા બાદલ આપનો આભાર. દુર્ગાદેવી એ તેમને કોઈ પણ જરૂરત હોઈ તો અનંત ને કહેવાનું કહ્યું.તો તેમને બધા સામે જોઈ ને કહ્યું માફ કરજો પણ આ ઘર નું મને કાઈ જ નહીં ખપે.અને આટલું કહી ને ત્યાંથી ચાલ્યા ગયા.

દુર્ગાદેવી એ અંબાદેવી સામે જોયું.અને તેમની નજર પણ નીચી થઈ ગઈ.રૂપા નો આત્મા જવાથી બધા ને શાંતિ તો થઈ પણ એનું બોલાયેલું છેલ્લું વાક્ય બધા ને વિચાર કરતુ થઈ ગયું.

બધા ને એમ થયું કે રૂપા જ એ આત્મા હતી જેને આ ઘર પર કબજો જમાવ્યો હતો,અને હવે એનાથી છુટકારો થઈ ગયો.એટલે બધા ના ચેહરા પર હાશકારો દેખાતો હતો. દુર્ગાદેવી બધા ના ચેહરા ઓળખી ગયા,અને તેમને પેલા પંડિત ને જોરથી પૂછ્યું,મહારાજ છે હવે કોઈ આત્મા આ ઘર માં?

બધા દુર્ગાદેવી ના આ પ્રશ્ન થી મુંજાઈ ગયા,અને બધા ની નજર પેલા પંડિત પર હતી.તે પંડિત ની નજર ચારેકોર ફરતી હતી.તેને ઉભા થઇ ચારે દિશા માં પાણી છાંટયું અને કહ્યું.
હા દુર્ગાદેવી હજી કાઈ તો છે.આ ઘર મા!!બધા તેમનો જવાબ સાંભળી સડક થઈ ગયા.

ધીમે ધીમે રાત આગળ વધી રહી હતી.બહાર કૂતરા નો રડવાનો અવાઝ આવી રહ્યો હતો.અમાસ ને લીધે આકાશ પણ ચંદ્ર વગર વધુ બિહામણું ભાસતું હતું.હવનકુંડ ની આસપાસ મંત્રોચ્ચાર ધીમા સુરે ચાલુ થયા જ હતાં અને અચાનક જ દરવાજો જોરદાર ભટકાયો.બધા બીક ના માર્યા એકમેક ના હાથ પકડી એ તરફ જોવા લાગ્યા.
કે અચાનક જ લાઈટો બંધ થઈ ગઈ.અનંતે તરત જ નોકર ને બૂમ પાડી.

ભેરૂમલ ઓ ભેરૂમલ ક્યાં ગયો,આ લાઈટ જો તો કેમ બંધ થઈ ગઈ.પણ કોઈએ જવાબ ના આપ્યો.કેમ કે વાતાવરણ ને પંડિતજી એ કહેલી વાત કે હજી ઘર માં કોઈ ની આત્મ છે.બધા વધુ ડરી ગયા હતા.દુર્ગાદેવી એ અનંત ને કહ્યું.

અનંત તું જા તું જ જોઈ આવ,કેમ કે બીકના માર્યા કોઈ જશે નહિ.અનંત પણ માસી ના આ હુકમ થી બી ગયો તે ઉભો તો થયો પણ પગ થી માથા સુધી ધ્રૂજતો હતો.એટલે દુર્ગાદેવી એ બૂમ પાડી...

(હજી કોના આત્મા ની વાત કરે છે પંડિત જી?શુ એ આત્મા કોઈ સ્ત્રી નો હસે કે પુરુષ નો?હવે કોને સજા મળવાની શક્યતા છે?અને દુર્ગાદેવી અનંત પર કેમ બૂમ પાડે છે!જાણવા માટે વાંચતા રહો....)

✍️ આરતી ગેરીયા...