*"** સાહિત્યનાં ક્ષેત્રમાં સસ્તા છીએ***
ઈશ્કની અદાવતમાં કાચા છીએ.
આપો દિલે દસ્તક, દાતા છીએ.
સડેલી કેરીઓ,ફેકી જ દેવી પડે,
પ્રેમના બજારે હજી તાજા છીએ.
ઠુકરાવી દીધી,મહોબ્બ અમારી,
નાદાન રંક નહી અમે રાજા છીએ.
નકામી થઈ જશે ધાર તારી બધી,
શેર ,કારણ ગઝલમાં મક્તા છીએ.
કહી ન શક્યો એટલે,મૌન ઈશ્ક,
અમે શ્રોતાને અમે વક્તા છીએ.
ખરીદીલો કોડીયોનાં દામે"કાફીર"
સાહિત્યનાં ક્ષેત્રમાં સસ્તા છીએ.
******હર વક્ત આવે તારી યાદ*****
હર વક્ત હરદમ આવે તારી યાદ.
દિન હો રાત મનને ફાવે તારી યાદ.
નાવડી લઈ તરતો સ્મરણ સરિતા,
ગામ ગલી મુંહલ્લે આવે તારી યાદ.
પ્રેમ કર્યા પછી ખાવાનું પુરી શાક,
મનને ભાવતું નથી ભાવે તારી યાદ.
મહેફિલો ,મુશાયરામાં જાઉં ત્યારે ,
ગઝલનાં શેરે શેરે આવે તારી યાદ.
***દર્દ પી ને આંસુ સારવા નથી***
દર્દ પી ને આંસુ સારવા નથી.
પ્રેમ રણમાં ફાંફા મારવા નથી.
તારાં ગયાં પછી ઇન્તઝારમાં,
દિન - રાત રસ્તા તાકવા નથી.
મનામણાં રીસામણા ને મૌન,
તૈયાર હવે કોઈ બોલવા નથી.
મુકંદ્દરનો સિતારો ચમકતો જ
રહે, માગતાં કોઈ ખરવા નથી.
બધાને જોઈએ છે મોતી પણ,
દરિયામાં પડે બધા ખારવા નથી.
ભૂલી જવું બેહતર છે"રજનીશ"
યાંદ કરી જખ્મો કોતરવા નથી.
****"""હું શું કરુ ?*""""***
તારી યાદ આવે તો હું શું કરું ?
ફરિયાદ આવે તો હું શું કરું ?
માની મારી તને ,મનમાં તારાં
બેવફાઈ આવે તો હું શું કરું ?
બેવફા બન્યાં પછી લાગણી ,
નયન આવે તો હું શું કરું ?
હોઠો પર ગીત ગઝલ અને,
રૂબાઈ આવે તો હું શું કરું ?
***""તુ જો બને ***"""
તુ જો બને ચાંદની તો હું ચાંદ બનું.
તું જો બને પ્રિયા તો હું યાંદ બનું.
તું જો બને સૂરજ તો હું પ્રકાશબનું
તું જો બને મોતી તો હું છીપ બનું.
તુ જો બને દિવેટ તો હું દિપ બનું.
તું જો બને દિલ તો હું ધડકન બનું.
તું જો બને ચમન તો હું ફૂલ બનું.
તું જો બને સામ તો હું રાત બનું.
તું જો બને આંગળી તો હું હાથ બનું.
***"તારી યાદમાં***
તારી યાદમાં ગઝલ લખી દઉં .
યાદોમા આંખ સજલ લખી દઉં.
જિંદગી નાવ,લહેરો જોડે લડાઈ
નાવ મદદરિયે મંજિલ લખી દઉં.
હા જો પાડે તું તો મારી જિંદગી,
તારી જોડે અન્નજલ લખી દઉં.
છે મારી ધરોહર આંખોનું વેણ,
જિંદગી મારી ખલખલ લખી દઉં.
***પ્રેમમાં પડવા કારણ જોઈએ**"
પ્રેમમાં પડવા કારણ જોઈએ.
સાબિતી કરવા તારણ જોઈએ.
તારા સિવાય કોણ આપી શકે છે
પ્રેમરોગ મટાડવા મારણ જોઈએ.
શીખવાડી ગઈ સનમ અઢી અક્ષર,
પ્રેમમાં પડવા દિલ અભણ જોઈએ.
દુહા,ચોપાઈ, છંદ ગાવા"રજનીશ"
જગમાં દેવી પુત્ર ચારણ જોઈએ.
***સર્જતું રહ્યું***
તણખલું તરતું રહ્યું.
આંસુ લૈ ખરતુ રહ્યું.
માસૂમ બાળક જેવું
જુદાઈથી ડરતુ રહ્યું.
તરછોડી જતી રહી,
તું ઝાકળ ઝરતું રહ્યું.
દોડ્યું કલ્પના વનમાં,
કાયમ કો મળતું રહ્યું.
જલાવી હૈયું જુદાઈ,
સાહિત્ય સર્જતુ રહ્યું.
***તારો મેસેજ આવતો નથી***
તારો મેસેજ આવતો નથી.
ને કોલ પણ આવતો નથી.
મોબાઈલમાં વોટસેપ જોઉં,
ઑન લાઇન આવતો નથી.
ઈન્ટાગ્રામ ઓન કરું જોઉં,
ઓન મેસેજ આવતો નથી.
સામે- થી મેસેજ કરી દીધો,
છતાં ટાઈપીંગ આવતો નથી.
ફેસબુકમાં ફ્રેન્ડ કરીને પણ,
કોઈ મેસેજ આવતો નથી.
હું જ કરતો રહેતો મેસેજ,
નં' અનબ્લોક આવતો નથી.
બદલાઈ ગયો નંબર દોસ્તો,
હવે તો મેસેજ આવતો નથી.
ગીત ગઝલ આવે મો પર,
શબ્દ મેસેજ આવતો નથી.
***તારી જ દેન છે ગઝલ ***
ચહેરાને ગુલાબ લખું.
નયનોને કમળ લખું.
છૂટી ન શકું જુલ્ફોનાં,
બંધનને વમળ લખું.
તારુ નામ લઈ ગીત,
ગઝલને સકળ લખું.
ઉરોને ગીરી ,પર્વતનાં ,
ઉન્નત શિખર લખું.
લપસી પડે બુંદ પણ,
કટીને માખણ લખું.
મન મોહક ગુલાબી ,
પાનીને પંકજ લખું.
તારા વિશેનું કાવ્ય હું
સદા નખશિખ લખું.
તારી જ દેન છે ગઝલ
એટલે તારે નામ લખુ.