The Author वात्सल्य Follow Current Read બાળાસુંદરી બહુચરાજી માતા By वात्सल्य Gujarati Motivational Stories Share Facebook Twitter Whatsapp Featured Books ભીતરમન - 59 મુક્તારના જીવનમાં મારે લીધે આવેલ બદલાવ વિશે જાણીને હું ખુબ ખ... ભાગવત રહસ્ય - 121 ભાગવત રહસ્ય-૧૨૧ ધર્મ -પ્રકરણ પછી હવે -અર્થ -પ્રકરણ ચાલુ થા... કૃતજ્ઞતા આ એ દિવસોની વાત છે જ્યારે માનવતા હજી જીવતી હતી. એક ગામમાં... નિતુ - પ્રકરણ 53 નિતુ : ૫૩ (ધ ગેમ ઇજ ઓન)નિતુને કૃતિ સાથે વાત કરવાની જરૂર લાગી... સંઘર્ષ - પ્રકરણ 13 સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Share બાળાસુંદરી બહુચરાજી માતા (7) 2.2k 4.1k 1 જય બાલાસુન્દરી બહુચરાજીમાં.. 🙏🏿🌺🙏🏿 મહેસાણા થી પશ્ચિમે 50 km,પાટણથી દક્ષિણે 50 km, શણખલપુરથી અગ્નિ દિશાએ 35 km, વિરમગામથી ઉત્તરે 50 km સ્થિત ચુંવાળ પ્રદેશમાં બહુચરાજી ખાતે માઁ બહુચરાજી માતાનું પાવન તીર્થ આવેલું છે. અહીં વિશાળ ધર્મશાળા અને ટ્રસ્ટ સંચાલિત ભોજનશાળા ની વ્યવસ્થા છે.એનો ઇતિહાસ જોઈએ તો શક સંવત ૧૭૦૫,વિક્રમ સંવત ૧૮૩૯ વૈશાખ વદ ૧૦ ને રવિવારના રોજ શ્રી બહુચરાજી માતાની શ્રીમંત દામસિંહના પુત્ર અને શ્રી ફત્તેસિંહરાવના નાના ભાઈ શ્રીંમત માનાજીરાવ ગાયકવાડે એક નવું મંદિર બંધાવ્યું.મંદિરનું કામ આસો સુદ ૧૦ને રવિવારે પૂર્ણ થયું હતુ.આથી શ્રીમંત માનાજીરાવ ચોર-લૂટારાઓની શોધમાં પ્રવાસ કરતાં શ્રી બહુચરાજી માતાજીના વરખડીવાળા સ્થાને સંવત ૧૮૩૭ (ઇ.સ.૧૭૮૧)માં આવી પહોંચ્યા.તેમને શ્રી માતાજીની બાધા રાખવાનું જણાવ્યું અને અહીંની ચમત્કારિક તલાવડીની માટી શ્રી માતાજીનું સ્મરણ કરી લગાડવનું કહ્યું.શ્રીમંતે તેમ કરતા તેમનું પાઠાનું અસહ્ય દર્દ ફક્ત આઠ દિવસમાં જડમૂળમાંથી મટી ગયુ.આથી શ્રીમંતને શ્રી માતાજી પર શ્રધા બેઠી અને તેમણે શ્રી બહુચર માની નમ્રભાવથી સ્તુતિ કરીને કહ્યું. “હે માતાજી ! મને જો વડોદરાનું રાજ્ય મળશે તો તમારૂ નવું મોટું મંદિર બંધાવીશ.” આ ઘટના પછી થોડા જ સમયમાં શ્રીમંત માનાજીરાવ ને વડોદરાનું રાજ્ય મળ્યુ,એટલે તેઓશ્રી માતાજીના દર્શને પધાર્યા,અને મોટા દેવસ્થાનની રચના માટે માની આજ્ઞા માંગી .શ્રી માતાજીની આજ્ઞા મળતા તેમણે હાલનું મોટું મંદિર બંધાવવા માંડ્યુ.આ મંદિર નિર્માણ સવંત ૧૮૩૯,સન ૧૭૮૩ માં પૂર્ણ થયું.મંદિર સાથે તેમણે ફરતો ચાર બૂરજ અને ત્રણ દરવાજા વાળો કિલ્લો,દીપમાળ,માનસરોવર તથા ધર્મશાળા વગેરે અર્થે આવે છે,તે મુજબ અમને પણ અસંખ્ય માણસોનો જમાવડો આ સ્થળે જોવા મળ્યો કે જેઓ પોતાની માનતા પુરી કરવા દરરોજ મા બહુચર ના દર્શને આવે છે અને પોતાની માનતા પુરી કરી મા બહુચરના દર્શન કરી ધન્યતા અનુભવે છે.વિશાળ પટાગંણ માં મા બહુચરના નવિન મંદિરનું કામકાજ હજી ચાલી રહ્યુ હતુ.બહુ જ સુંદર રીતે મંદિર શોભી રહ્યુ હતુ. સંતાન પ્રાપ્તિ માટે,સંતાનો ના સ્વાસ્થય માટે ,આંખના દર્દ તથા ફુલાં માટે બોબડા અથવા તોતડાપણા માટે બહેરાપણા માટે હાથપગની ખોડખાંપણ માટે માતાજીની બાધા-આખડી રાખે છે.બહુચરાજીથી નજીકમાં આવેલ શંખલપુર બહુચરાજી “ટોડા માતા” નામે પણ ઓળખાય છે.તેનો ઇતિહાસ જોઈએ તો ગુજરાત ના છેલ્લા રજપૂત રાજા કરણ ઘેલાના રાજ્ય વખતે (સવંત ૧૨૯૬ થી સવંત ૧૩૫૨ના સમયમાં) તેની માસીના દીકરા હરપાળ કચ્છ માંથી આવેલા.તે શ્રી શક્તિના ઉપાસક હતા.એક ખાસ પ્રસંગે કરણઘેલાએ ખુશ થઈ જણાવ્યું કે એક રાત્રિમાં જેટલા ગામોને તમે તોરણો બાંધશો તેટલા ગામો તમને ભેટ આપીશ,આ સાંભળી હરપાલદેવજી એ શ્રી જગદંબાની ક્રુપાથી બે હજાર ગામોને તોરણો બાંધ્યા.તેમણે પોતાને મળેલા આ ગામોમાંથી સિદ્ધરાજની રાણીને બહેન ગણી પાંચસો ગામ પસલીમાં ભેટ આપ્યા.આ પાંચસો ગામોમાનું એક ગામ શંખલપુર હતું.આ તોરણોનું અંપભ્રશ તોડા (ટોડા) માતા શંખલપુર નામે પ્રખ્યાત છે . આજના યાત્રાધામ બહુચરાજીથી એક કિમી. દૂર બેચર નામે ગામ છે, તેના નામ પરથી આ તીર્થસ્થળનું તથા દેવીનું નામ બહુચરાજી પડ્યું હોવાનું કહેવાય છે. બહુચરાજી મંદિર અહીં વરખડીના ઝાડ નીચે ચોતરા પર એક ગોખ રૂપે હતું. વળી આશરે 6 મીટર લાંબું અને 5 મીટર પહોળું માતાજીનું આદ્યસ્થાનક અહીંથી ત્રણ કિમી.અંતરે શંખલપુરમાં શંખલરાજે ઈ. સ. 1152 (વિ.સં. 1208 માં ?) બંધાવેલું.મહેસાણા જિલ્લાના ચુંવાળ પંથકના હૃદય સમાન બહુચરાજી ખાતે સ્થપાયેલી આદ્યશક્તિ બહુચરબાળાની આ શક્તિપીઠ ભારતવર્ષની બાવન અને ગુજરાતની ત્રણ શક્તિપીઠો પૈકીની એક છે.આ મંદિર બે ઘુમ્મટ અને એક શિખરવાળું છે. મંદિરનાં પગથિયાં ચડતાં જ ઉત્તર-દક્ષિણ બંને તરફ જવા-આવવાના માર્ગવાળો સભામંડપ છે. અંદર તરફ બીજો એક નાનો સભામંડપ છે. ત્યાંથી માતાજીના મંદિરના મુખ્ય ઘુમ્મટ હેઠળ, નિજમંદિરમાં જઈ શકાય છે. અહીં આશરે દોઢેક મીટર ઊંચા આસને માતાજી બિરાજે છે. નિજ મંદિરના ગોખમાં સોનાના પતરાથી મઢેલા ‘શ્રી બાલાયંત્ર’ની પૂજા થાય છે. યંત્ર નિરાકાર હોઈ મૂર્તિપૂજકો અને મૂર્તિમાં નહિ માનનાર બંને પ્રકારના લોકો માટે પૂજનીય ગણાય છે. બાલાયંત્રની બંને બાજુ અખંડ દીપજ્યોત પ્રગટેલી રહે છે.દેવાલયની સામે પૂર્વ દિશામાં પવિત્ર યજ્ઞમંડપ (અગ્નિકુંડ) આવેલો છે. એક બાજુ બે માળની અષ્ટકોણીય ભવ્ય દીપમાળ છે, જ્યારે ચાચરમાં આદ્યશક્તિ વરખડી મંદિર, મધ્યસ્થાને ગણપતિજી, નારસિંગજી, હનુમાનજી, મહાદેવજી તથા વલ્લભ ભટ્ટના ધામમાં શ્રીજીની પાદુકા બિરાજે છે. પશ્ચિમ તરફના દરવાજા આગળ પ્રાચીન બાંધણીનો માનસરોવર કુંડ આવેલો છે. શંખલપુર ખાતેનું મા બહુચરનું આદ્યસ્થાન ‘ટોડા માતાજી’ નામથી લોકજીભે વસેલું છે. મંદિર ફરતા કોટને ત્રણ દરવાજા અને ચાર બુરજ છે. મુખ્ય દરવાજો દક્ષિણ બાજુએ આવેલો છે. મંદિર લગભગ 30 મીટર લાંબું, 15 મીટર પહોળું અને 32 મીટર ઊંચાઈવાળું, બે મજલાનું છે.આદિદેવ શિવજીનાં પત્ની ઉમા દક્ષ પ્રજાપતિની પુત્રી હતાં. પિતાએ પ્રયોજેલા યજ્ઞમાં પતિનું અપમાન થતાં ઉમાએ યજ્ઞની વેદીમાં પડીને પ્રાણત્યાગ કર્યો.શિવજીએ ઉમાના દેહને ઊંચકી તાંડવ આરંભ્યું ત્યારે તેમને શાંત કરવા અને જગતને વિનાશથી ઉગારવા શ્રી વિષ્ણુએ સુદર્શન ચક્ર ફરતું મૂકી દેહના બાવન ભાગ કર્યા. એ ભાગ જ્યાં જ્યાં ભારતભૂમિ પર પડ્યા ત્યાં ત્યાં શક્તિપીઠો સ્થપાયેલી છે. ગુજરાતમાં આવેલી ત્રણ શક્તિપીઠો પૈકીની આ એક છે; અન્ય બે તે આરાસુરમાં આવેલ અંબાજી અને પાવાગઢમાં આવેલ મહાકાળી શક્તિપીઠ છે. ભગવતી ઉમાનો ડાબો હાથ અહીં બહુચરાજીની ભૂમિમાં પડેલો.દંતકથા અનુસાર, સોલંકી રાજવી વજેસિંહની ‘કુંવર તેજપાલ’ તરીકે ઊછરેલી કન્યા, તેની ઘોડી તથા જંગલમાં તેની સાથે આવેલી કૂતરી અહીંના આ સરોવરમાં સ્નાન કરતાં નરદેહને પામ્યાં હતાં. વળી બીજી કથા એવી પણ છે કે કુબેર ભંડારીના મંગળ નામના યક્ષે મહાભારતના શિખંડીને આ સરોવરમાં સ્નાન કરાવતાં તેને પણ પુરુષત્વ પ્રાપ્ત થયેલું.આ સ્થળે કપિલ મુનિએ પણ યજ્ઞ કરાવેલો.પાવૈયા કે હીજડા તરીકે ઓળખાતા,માતાજીના ભક્ત ગણાતા વ્યંઢળોની ગાદી અહીં બહુચરાજી ખાતે આવેલી છે. કહેવાય છે કે મહાભારત કાળમાં ગુપ્ત વેશે વિરાટનગર ખાતે જતાં પાંડવો અહીં આવેલા અને અહીં જ અર્જુને વ્યંઢળનો વેશ ધારણ કરેલો.આ ગાદીની કથા એવી છે કે શિખંડીના પ્રસંગથી ક્રુદ્ધ બનેલા ગુરુએ યક્ષ મંગળને ‘તું વ્યંઢળ થજે !’ એવો શાપ આપેલો. મંગળે ક્ષમાયાચના કરતાં ગુરુએ કહેલું કે ‘મારું વચન મિથ્યા નહિ થાય, પણ તારા એ સ્વરૂપની અહીં ગાદી સ્થપાશે.’ ત્યારથી અહીં આ ગાદીની સ્થાપના થયેલી છે. અહીં રહેતા વ્યંઢળો બીજા જન્મમાં પુરુષાતન પામવા માતાજીની ભક્તિ કરી આશીર્વાદ મેળવે છે. શક્તિ-આરાધનાની પરંપરાને અનુરૂપ, અહીં શક્તિ મંદિર પાસે ભૈરવનું સ્થાનક છે. અહીં આરાધકો વીરનું પૂજન કરે છે અને કૂકડાની કે અન્ય કોઈની બાધા માને છે.નિજમંદિરમાં આરસના પાવાસન ઉપર માતાજીનું સુંદર,જાજ્વલ્યમાન સિંહાસન છે, તે ચાંદીના પતરાથી મઢેલું છે. સિંહાસનારૂઢ માતાજીની મૂર્તિના ગોખની બંને બાજુ પર નંદાદીપની જ્યોત અહર્નિશ જલતી રહે છે. ગોખમાં બાલાયંત્રની સ્થાપના કરાયેલી છે. માતાજીની આંગી તથા યંત્ર નિરાકાર સ્વરૂપનો ખ્યાલ આપે છે.અહીં શ્રી માતાજીને માટે સોમવારે નંદી,મંગળવારે સિંહ,બુધવારે વાઘ,ગુરુવારે હંસ, શુક્રવારે મયૂર,શનિવારે હાથી તથા રવિવારે તેમજ દર પૂર્ણિમાએ કૂકડાની સવારી રાખવામાં આવે છે.તહેવારના દિવસોમાં અહીં ભાવિકોની પુષ્કળ ભીડ જામે છે.વળી મંદિરની આગળ આવેલા વિશાળ યજ્ઞમંડપમાં તહેવાર પ્રસંગે યજ્ઞ-આરાધના થાય છે; નવચંડી, શતચંડી જેવા હોમાત્મક યજ્ઞો યોજાય છે. શ્રીમાતાજીનો ચાચરચોક પણ વિશાળ છે. ત્યાં ભક્તસમુદાય ગરબા ગાય છે અને શક્તિનું આરાધન કરે છે. માગશર, ફાગણ, ચૈત્ર, અષાઢ અને આસો માસમાં અહીં ભવાઈ ભજવાય છે.મુખ્ય મંદિરની સન્મુખ પૂર્વ દિશામાં માના પરમ ભક્ત વલ્લભ ધોળાનું નિવાસસ્થાન આવેલું છે.અહીંથી નિજમંદિરની અખંડ જ્યોતનાં દર્શન થઈ શકે છે. મા બહુચરાને સંતાન આપનારી માતા તરીકે આરાધવામાં આવે છે. નિ:સંતાન દંપતી અહીં આવી શ્રદ્ધાપૂર્વક માનતા રાખે છે. મંદિરના પાછળના ભાગમાં આવેલી જાળીની પાછળ મુકાયેલાં અસંખ્યા બાવલાં આવાં દંપતીઓની શ્રદ્ધાની સાખ પૂરે છે. શ્રદ્ધાળુઓ આંખનાં દર્દો, બોબડાપણું, બહેરાશ, તોતડાપણું, પગની ખોડખાંપણ તથા ક્ષય જેવા રોગો માટે પણ બહુચરાજીની બાધા રાખે છે.‘તંત્ર ચૂડામણિ’ ગ્રંથમાં આ શક્તિપીઠનો ઉલ્લેખ છે. ભગવાન શંકરના તાંડવનૃત્ય સમયે જગદંબાના દેહનો ડાબો હાથ (બહુલા) બોરૂવનમાં પડ્યો. ત્યારથી બાલાત્રિપુરસુંદરીની મહાશક્તિપીઠ તરીકે બહુચરાજીનો ઉલ્લેખ થતો રહ્યો છે. પુરાણ-ઉપલબ્ધ માહિતી અનુસાર,મંત્રોક્ત મહિમાથી બાલાત્રિપુરસુંદરી તરીકે અને તંત્રોક્ત મહિમાથી બહુચરામ્બા તરીકે ઓળખાતાં આ આદ્યશક્તિ બહુચરાજીએ અહીંના ચુંવાળ પંથકમાં ચાર પ્રાકટ્ય કર્યાં છે : પ્રથમ પ્રાકટ્ય દંડાસુર રાક્ષસના હનન માટે,બીજું કુલડીમાંથી કટક જમાડવા અને ત્રીજું પ્રાકટ્ય કાલરી ગામના સોલંકી રાજવી તેજપાલને સ્ત્રીમાંથી પુરુષ બનાવવા માટે કર્યું હતું.ચોથું કપિલમુનીના વચનને માટે થયું હતું.આ ખુશીમાં સોલંકી રાજવીએ અહીં વરખડીવાળું મંદિર બંધાવ્યું. ત્યારથી દર ચૈત્રી પૂનમે અહીં મેળો ભરાય છે. તેજપાલ સોલંકીની બાબરી (ચૌલક્રિયા) તે પછી અહીં ઉતરાવી હતી.આજે પણ આ ઇતિહાસને અનુસરીને હજારો ભાવિકો પોતાના બાળકની બાબરી અહીં ઉતરાવવા આવે છે.હાલ આ મંદિરનો ફરી સુધારા વધારા સાથે જીર્ણોદ્ધાર થયેલો છે.જય બાલાસુંદરી બહુચરાજી માં.(સંકલન અને સંદર્ભ ગુગલ માંથી સાભાર). - સવદાનનજી મકવાણા (વાત્ત્સલ્ય ) Download Our App