I Hate You - Can never tell - 77 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ :77

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ :77

આઈ હેટ યું - કહી નહિ સકું
પ્રકરણ :77


રાજે પોતાની માનસિકતા અને નંદીની સાથેનાં પ્રેમ વિશ્વાસનું બધુજ પ્રકરણ ખોલી નાખ્યું એ બીયર પીને એક બાજુ બેસી ગયો. બીજું ટીન હાથમાં લીધું અને વિરાટે એણે ફરી પ્રશ્ન પૂછ્યો.

નંદીની રડતી આંખે બધું જોઈ રહી હતી સમજી રહી હતી એનાં વાસ્તવિક સંઘર્ષ કે પરિસ્થિતિથી રાજ તદ્દન અજાણ હતો છતાં એને એનાં પ્રેમ પર અપાર વિશ્વાશ હતો એણે ફોન બાજુમાં મૂકી ધ્રુસકે ને ધ્રુસકે ફરી રડી ઉઠી એનાં મોઢામાંથી નીકળ્યું... પસાર થઇ છું તું જાણીશ ત્યારે... અને વિરાટને બોલતો સાંભળ્યો એણે ફરી પોતાનો ચેહરો ના દેખાય એમ ફોન લીધો.

વિરાટે પૂછ્યું રાજ તું આ બીયર પીને શું ભૂલવા માંગે છે ? શા માટે આનો સહારો લે છે ? તું આટલો પ્રેમ વિશ્વાસમાં શ્રદ્ધા રાખે છે તો આતો મારે છે એ નો હાથ શા માટે પકડ્યો છે ? હજી કંઈ હોય તો બધું કહી નાંખ આમ પીડાને શમાવવા પ્રયત્ન ના કર.

રાજે કહ્યું વિરાટ બીયર પીવા અંગે ગૈરસમજના કરીશ. આ તો એવું જોર છે કે એનાંથી કંઈ ભુલાતું નથી પણ વધુ યાદોમાં ખોવાઈ જઉં છું વધુ સક્રીય થઉં છું મારાં માટે આ કોઈ શોખ નથી અને આનો એકજ ફાયદો છે હું બધું આજુબાજુનું કે બીજી દુનિયા ભૂલીને મારી અને નંદીનીની દુનિયામાં વધુ સમરસ થઉં છું તને ખબર છે આપણાં દેશમાં કેવી કેવી અદભુત વિભૂતિઓ થઇ ગઈ ? આપતાં દેશનું કલચર ભૂલી પ્રેમ માટે બધાં લૈલા મજનુ , શીરી ફરહાદ, એવાં બધાં દાખલા આપે છે પણ આપણે આપણી વિભૂતિઓને ભૂલીએ છીએ.

યાદ કર એ મીરાંનો પ્રેમ...દુનિયા માટે કૃષ્ણની પત્થરની મૂર્તિ હતી પણ મીરાં માટે સાક્ષાત કૃષ્ણ હતાં એને પથ્થરમાં પણ કૃષ્ણ જીવંત દેખાતાં હતાં કોઈ અપેક્ષા વિના એને કૃષ્ણનેજ ફક્ત પ્રેમ કર્યો અને અંતે કૃષ્ણમાં સમાઇ ગયાં. આખું જીવન પ્રેમલક્ષણા ભક્તિમાં વિતાવ્યું અંતે કૃષ્ણને પામીનેજ રહ્યાં. આવાં અનેક દાખલા છે મીરાની પ્રેમલક્ષણા ભક્તિ સામે કોઈ એની તોલે ના આવી શકે મને ઘણીવાર વિચાર આવે કે અમારો વિરહ ઘણો લાંબો છે ક્યારે મળશું પ્રેમ કરીશું જતાવીશું ખબર નથી અમારાં આયુષ્યની પળો આ ઊંમર વીતતી જાય છે જીવનમાં સાથે રહી પ્રેમ ભોગવટો કરવાનો સમય જતો જાય છે પીડા અને તકલીફ એની છે પણ આ વિરહનાં તપમાં અમે વધુ પાત્રતા કેળવી રહ્યાં છીએ એવું લાગે બસ નંદીની સિવાય જાણે મન-હ્ર્દય અને જીવનમાં કંઈ નથી જેટલી પળો અમે સાથે વિતાવી છે એની યાદો મને જીવાડી રહી છે બસ એવી પળો પાછી મળી જાય એજ ઈચ્છા છે ખુબ મન છે.

પણ વિરાટ રખે માનતો કે મને કોઈ વાસનાની ભૂખ છે એતો કોઈપણ રીતે સંતોષી શકાય એક તન મળ્યું ના મળ્યું બીજું પસંદ કરી સુખભોગવી શકાય છે અહીં પશ્ચિમી સંસ્કૃતિમાં જોવા મળે છે અહીં આજે પ્રેમ થાય કાલે બીજા સાથે ભોગવટો ભોગવતા જોઈ શકાય છે. તન નો સ્પર્શ ચોક્કસ ગમે છે પણ એનાં માટે હું બીજાનો સહારો કદી ના લઉં એ અમારી પાત્રતા છે અને અમારાં બે વચ્ચેનો કોઈ પણ સંબંધ જ માત્ર સ્વર્ગીય છે બાકી બધું નકામું છે જ્યાં વફાદારી નથી ત્યાં પ્રેમ જ નથી માત્ર વાસના અને પ્રેમના છલાવા છે.

વિરાટ તાન્યા, અમિત નીશા બધું સાંભળી રહેલાં...અમિતે કહ્યું રાજ તું તો કોઈ વ્યાસપીઠ પર બેઠો હોય એવું લાગે છે. આ બધું પચાવવું અને એવું અનુકરણ કરવું અઘરું છે.

રાજ ઉભો થયો એણે અમિત સામે જોઈને કહ્યું ભાઈ આ શબ્દોનાં શણગાર નથી કે કોઈ અલંકારીક કવિતાની કડીઓ નથી આ મારાં વિચાર મારાં પ્રેમ સંસ્કાર છે... કુટુંબ પ્રમાણે વિપરીત રિવાજ માન્યતાઓ હોઈ શકે પણ પ્રેમ સંસ્કાર તો બે દીલ વચ્ચેજ રોપાય છે સ્ફુરે છે અને એનો અનેરો રોબ છે હું એ ગુરુરમાં જીવવા માંગુ છું.

રાજે બ્લેકલેબલ ખોલી એમાંથી પેગ બનાવ્યો અને સોડા ઉમેરી અને એ ગ્લાસ સાથે બહાર બાલ્કનીમાં જતો રહ્યો...બધાએ જોયું એની આંખમાં આંશુ ઉભરાયા છે હવે કોઈએ એણે કઈ કીધું નહીં ...અમીત અને નિશા બંન્ને એકબીજાની સામે જોઈ રહેલાં વિરાટ અને તાન્યા ઉભા થઇ કીચનમાં ગયાં અને વિરાટે તાન્યાને કહ્યું તાન્યા મને લાગે છે રાજને હવે બધું સાચું કહી દેવાનો સમય આવી ગયો છે રાજ ખુબ પીડાય છે એ નંદીનીની વાસ્તવિકતા સ્વીકારવા તૈયારજ છે એવું લાગી રહ્યું છે બસ તું મને એવું કહે તાન્યા કે આપણે નંદીની દીદીને રાજની સામે લાવી દઈએ ? તારું શું કેહવું છે ?

તાન્યા ડીશમાં સલાડ અને બાઇટિંગ ભરી રહી હતી એણે કહ્યું દીદીતો બધું જોઈ રહી છે ને ? મને ખબર છે તે ફોન રેકોર્ડિંગ પર નહીં પણ એમને વિડીઓ કોલ કરીને સેટ કર્યો છે એમણે બધું સાંભળ્યું અને જોયુંજ હશે. તું એમની સાથેજ વાત કરી લે ને . એમનેજ પૂછી પૂછી લે ને ? એમની વાત કરાવી લઈએ રાજ સાથે ? એમણે યોગ્ય લાગે તો આજે બધું કહી દેવાય અને તારાં પર બોજ છે એ ઉતરી જશે અને રાજને એકવાર વહેમ પડેલો છે ને ? તેં કીધેલું મને.

વિરાટે કહ્યું ના એણે પાકી ખબર નથી એને ભ્રમ થયો હતો એવું કહેલું નહિતર એ મારી પાછળ પડી ગયો હોત. તાન્યા મારાં પાપાની ઈચ્છા તો એવી હતી કે રાજનાં પેરેન્ટ્સ હોય ત્યારેજ બંન્નેનુ મિલન વિડીઓ કોલમાં કરાવું પણ પરિસ્થિતિ બધી બદલાઈ ગઈ છે મને એવું લાગે છે કે આજે ને આજે વાત નથી કરાવી છતાં તું કહે છે એમ દીદીને જ પૂછી લઉં એમ કહી એ બહાર આવ્યો એણે જોયું રાજ બાલ્કનીમાં ઉભો છે ખુબ ઠંડીમાં અમીત નિશા એકબીજામાં પરોવાયા છે એણે ફોન લીધો અને અંદર આવ્યો એણે કીધું દીદી તમે જોઈ રહ્યાં છો ને ?

નંદીનીનો કોઈ જવાબ ના આવ્યો એણે ફરીથી પૂછ્યું દીદી...દીદી... અને નંદીની સ્ક્રીન પર આવી. નંદીનીનો ચહેરો જોઈ વિરાટ ભડક્યો એણે પૂછ્યું દીદી ...તમે ? નંદીનીનો ચહેરો રડી રડીને સુજી ગયેલો વાળ વીખરાયેલાં હતાં હીબકે ચઢેલું હ્ર્દય જાણે હાથમાં નહોતું.

વિરાટે કહ્યું દીદી સ્વસ્થ થાઓ આજે તમે તમારાં રાજને જોયો સાંભળ્યો મને લાગે છે તમારી બધી સ્થિતિ સ્વીકારવા એ તૈયારજ છે એણે તમારાં નામ અને પ્રેમ સિવાય બીજાં કશામાં રસ નથી દીદી તમારી સાથે હું વાત કરાવી લઉ ? રાજ ખુબ ખુશ થશે એની પીડામાંથી મુક્ત થશે આજે સમય ખુબ યોગ્ય લાગે છે.

નંદીનીએ કહ્યું વિરાટ મને મારાં રાજ પર ખુબ રોબ વધી ગયો છે એનો પ્રેમ અને વિશ્વાશ માટે હું સાચું પાત્ર છું ? એનાં ગયાં પછી મારાં જીવનમાં કેવું કેવું બની ગયું હું એણે કઈ જીભે કહીશ? મારામાં હિંમત જ નથી રહી રાજ કંઈ એવું કહી બેસસે તો હું સહન નહીં કરી શકું મને ખુબજ આનંદ છે કે તારા થકી હું રાજને જોઈ શકી સાંભળી શકી....પણ વિરાટ હજી સમય પાક્યો નથી એવું લાગે મને થોડો સમય આપ હજી કાલે રજા છે તમારે ...મને વિચાર મંથન કરવા દે મારે વાત કરવી હશે હું તને વીડીયો કોલ કરીશ તમે લોકો તમારો પ્રેમ સેલીબ્રેટ કરો અમારી વાતો પાછળ સમય ના બગાડો તું અને તાન્યા અમીત નીશા આજેજ આમ શાંતિથી મળ્યા છે અડધો સમય તમારો એમજ વીતી ગયો પ્લીઝ સેલીબ્રેટ યોર સેલ્ફ પછી કાલે વાત કરીશું મને પણ સમય આપ અને તમારો સમય તમે સેલીબ્રેટ કરો. અમે બે તો વિરહની પીડાનાં સાગરમાં છીએ પણ તમે આનંદ કરો કાલે વાત ફોન મુકું છું બાય...એવું કહી નંદીની ફોનને ...


વધુ આવતા અંકે - પ્રકરણ :78