Adyakavi Narasimha Mehta in Gujarati Moral Stories by joshi jigna s. books and stories PDF | આદ્યકવિ નરસિંહ મહેતા

Featured Books
Categories
Share

આદ્યકવિ નરસિંહ મહેતા

આદ્યકવિ નરસિંહ મહેતા
કાનજી તારી મા કહેશે પણ અમે,
કાનુડો કહેશું રે.....
એટલું કહેતા નહી માને તો ગોકુળ,
મેલી દેશું રે....... કાનજી
નરસિંહ મહેતા ગુજરાતી ભાષાનાં પ્રથમ કવિ હતાં, તેમનો જન્મ ઈ.સ. 1414 નાં નાગર બ્રાહ્મણ શ્રી કૃષ્ણદાસ મહેતાનાં ત્યા ભાવનગર જિલ્લામાં કાઠિયાવાડના તળાજા ગામમાં થયો હતો. નરસિંહ મહેતા જ્યારે પાંચ વર્ષનાં હતાં ત્યારે તેમના માતા-પિતાનું અવસાન થતા તેઓનો જુનાગઢ (જુર્ણદૅર્ગ) તેમનાં દાદી જયાકુંવરબાઈ પાસે ઉછેર થયો. નરસિંહ મહેતા આઠ વર્ષની ઉંમરે પણ કશું બોલી શકતા ન હતા. એક તપસ્વી સંતના આશીર્વાદ્થી આ મૂગોં બાળક ”રાધે ગોવિંદ” નામનું રટણ કરવાં લાગ્યો. ત્યારથી તેમના જીવનમાં શ્રી કૃષ્ણ ભકિતનો આરંભ થયો. ઈ.સ. 1429માં તેમના માણેકબાઈ નામની કન્યા સાથે લગ્ન થયા અને તેમને પુત્રી કુંવરબાઈ અને પુત્ર શામળશા બે બાળકો અવતર્યા.
શામળશાનાં લગ્ન વડનગરનાં શ્રીમંત પ્રધાન મદન મહેતાની પુત્રી સુરસેના સાથે નક્કી થયાં.લગ્નને થોડો સમય વીત્યો હતો ત્યાંજ એક દુર્ધટનામાં નરસિંહ મહેતાનાં પુત્ર શામળદાસ અને પુત્રવધુ સુરસેના મૃત્યૃ પામ્યાં. નરસિંહ મહેતાનાં પત્ની માણેકબાઈ આ પીડા સહન ન કરી શક્યાં અને થોડાજ દિવસોમાં મૃત્યૃ પામ્યાં. આવા પ્રસંગે પણ નરસિં મહેતા એ ભક્તિ અને ભગવાન પ્રત્યેની આસ્થા ડગવાના દીધી. પત્નીના અવસાન સમયે તેમની જીભેથી સરી પડયું “ ભલું થયુ ભાંગી જંજાળ સુખે ભજશું શ્રી ગોપાલ” અને ત્યારબાદ તે પોતાના સંપુર્ણ સમય પ્રભુ ભક્તિ માટે વાપરતા અને સાધુ સંતોની સેવા કરતાં.
નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈનાં લગ્ન ઉનાના નિવાસી શ્રી રંગ મહેતાનાં પુત્ર સાથે થયા હતાં. પત્ની, પુત્ર અને પુત્રવધુનાં અવસાન પછી નરસિંહ મહેતા પોતાનો સંપુર્ણ સમય પ્રભુ ભકિત માટે વાપરતા અને સાધુ સંતોની સેવા કરતાં એવાજ સમયગાળામાં નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઈનો સીંમત પ્રસંગ આવ્યો. નરસિંહ મહેતા પિતાના ધર્મનું પાલન કરવા દીકરીનાં પ્રસંગમાં જવા માટે નિકળ્યાં. દીકરીના સાસરિયા તરફથી માંગવામાં આવેલા મામેરાની ભેટોની યાદી નરસિંહ મહેતા પાસે ધરવામાં આવી. આ પ્રસેંગે પણ નરસિંહને ઈશ્વરની અણધારી મદદ મળી રહી અને કોઈએ ના કર્યુ હોય તેવું ભવ્ય મામેરું નરસિંહ મહેતાએ કર્યુ હતું.
નરસિંહ મહેતાની શિવભક્તિથી મહાદેવ પ્રસન્ન થઈ તેમને શ્રીકૃષ્ણની રાસલીલાનાં દર્શન કરાવ્યાં.. નરસિંહ મહેતાનું મૃત્યૃ ઈ.સ. 1488માં કાઠિયાવાડનાં માંગરોળ ગામમાં થયું હતું. નરસિંહ મહેતા ઉર્મિકાવ્યો, આખ્યાન, પ્રભાતિયા અને ચરિત્રકાવ્યોના આરંભ કરનારા માનવામાં આવે છે. તેમના દ્વારા રચાયેલ પદોની સહુથી જૂની લેખિત હસ્તપત્ર ઈ.સ. 1612માં મળી આવેલ. જે ગુજરાત વિદ્યાસભાનાં કે.કા.શાસ્ત્રીએ શોધી કાઢી હતી. મોટાભાગની રચનાઓ મૌખિક રીતે સચવાયેલ છે. તેમણે 22000 થી વધુ રચનાઓ કરી છે. નરસિંહ મહેતાની રચનામાં “ઝુલણ છંદ” અને “કેદાર રાગ” મુખ્ય છે. નરસિંહ મહેતાની હૂંડીનો પ્રસંગ પણ ધણોજ લોકપ્રિય છે.
મારી હૂંડી સ્વીકારો મહારાજ રે
શામળા ગિરધારી,
મારી હૂંડી શામળિયાને હાથ રે
શામળા ગિરધારી,
નરસિંહ મહેતાની કૃતિઓમાં શામળદાસનો વિવાહ, મામેરું, શ્રી કૃષ્ણજન્મ વધાઈ, આજની ધડી રળિયામણ, સુદામા ચરિત્ર,શ્રી કૃષ્ણની બાળલીલા, શ્રી કૃષ્ણની રાસલીલા, રૂકમણી વિવાહ, રાસલીલા વગેરે મુખ્ય છે. ગુજરાતનાં સંસ્કૃતિ, સંસ્કાર અને સમંવયનો વારસો જેણે સમૃધ્ધ રીતે સાચવેલ છે.તેમનાં જીવન પરથી ગુજરાતી ભાષાનું પ્રથમ ચલચિત્ર નરસિંહ મહેતા (1932)માં બન્યું હતું વિજય ભટ્ટે ઈ.સ. 1940માં હિંદીમાં નરસિંહ ભગત અને ગુજરાતીમાં નરસિંહ ભગત એમ દ્વિભાષામાં ચલચિત્ર બનાવ્યું. નરસૈયા (1991)માં ગુજરાતી ધારાવાહિક દુરદર્શન પરથી પ્રસારિત થઈ હતી. ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ કવિઓને તેમની યાદમાં નરસિંહ મહેતા એવોર્ડ આપવામાં આવે છે, જેનાં પ્રથમ વિજેતા રાજેંદ્ર શાહ હતાં.આ એવોર્ડથી 2019 માં નવાઝવામાં આવ્યા હતાં.
અંતે ગાંધીજીનું પ્રિય ભજન
વૈષ્ણવજન તો તેને રે કહીએ
જે પીડ પરાઈ જાણે રે.....
સકલ લોકમાં સહુને વંદે, નિંદાના કરે કેની રે......