વસુધા
પ્રકરણ -20
વસુધાને પીતાંબર કોઈક મોંઘી ભેટ આપવા માંગતો હતો. પણ વસુધાએ કહ્યું મને આપવું હોયતો મારુ મનગમતું આપો પીતાંબરે કહ્યું બોલને તું કહે એ આપું નવું ઘરેણું- સાડી તારી કોઈ મનગમતી વસ્તુ બોલ હું શું આપું ? જેવાંથી તું રાજી થઈ જાય કહે વસુધા.
વસુધાએ કહ્યું તમે મને આપવા માંગો છો એ બધુંજ મારી પાસે છે મારાં મનનું ગમતું તો તમારો પ્રેમ વિશ્વાસ વફાદારી જે આપણાં સંબંધને મજબૂત કરનાર છે એ આપો. મને આગળ ભણાવો જેથી હું આપણાં બાળકોને પણ ખુબ સારું શિક્ષણ અને સંસ્કાર આપી શકું એમ કહી વસુધાએ પીતાંબરની આંખોમાં જોયું.
પીતાંબર વિસ્મય થઈને જોઈ રહ્યો એણે કહ્યું વસુધા હું તને પરણીને લાવ્યો તને પ્રેમ કરું છું તારો થઈનેજ રહીશ અને તારે ભણવું હોયતો એમાં પણ સાથ આપીશ પણ આજે આપણાં મિલનને યાદગાર બનાવવા કંઈક આપવા માંગુ છું.
વસુધાએ પીતાંબરને હાથ પકડીને કહ્યું મારાં નાથ છો તમે તમારો આ હાથ આપ્યો છે આપણે પકડ્યો છે એમાં બધું સમાઈ ગયું હું બીજું શું માંગુ કોઈ વસ્તુ જણસ કપડાં નશ્વર છે એ આજે છે કાલે નથી પણ આ તમારો સાથ સહવાસ જન્મો સુધી સાથે રહેશે જે અમર છે અને મને એમાં રસ છે નશ્વર ચીજો આવે ને જાય અને અહીં કોઈ વાતે ખોટ છે ? બધુંજ છે.
પીતાંબરે કહ્યું વસુ આટલી નાની વયે તારામાં આટલી બધી સમજ છે ? મને તો આવા વિચાર પણ નથી આવતાં. વસુ તારી સમજ અને સંસ્કાર માટે મને માન છે લવ યુ.
વસુધાએ કહ્યું પીતાંબર તમારો હાથ પકડ્યા પછી જીવન દરમ્યાન ઘણું થશે ઘણું આવશે એમાં સુખ આનંદ અને સંઘર્ષ પણ આવી શકે બસ તમારો સાથ અને સાનિધ્ય મારાં માટે અમૂલ્ય ભેટ છે મને એમાજ આનંદ અને સંતોષ છે અને મને આપણાં કુટુંબની સેવા અને સુખાકારીમાં જ શુખ લાગે છે બસ ગમે તેવો સમય આવે તમારો મને સાથ મળી રહે એજ માંગુ છું બાકી બધું મારાં માટે ક્ષુલ્લક છે.
પીતાંબરે વસુધાને વહાલથી વળગાવી દીધી અને બોલ્યો સંસારની વ્યવહારની કે સમજણની વાતો સાંભળી આનંદ આવે છે મને લાગે હું તને હજી સમજી નથી શક્યો મને તો સુખસુવિધાનાં સાધનો- પૈસા- મોજ મજા સિવાય કોઈ બીજા વિચાર આવતાં નથી એમજ સુખ જણાય છે તારાં જેવી વિચારશક્તિ ભલે નથી પણ તને સદાય સાથ આપીશ તારી રક્ષા કરીશ અને સાચી વાતો સમજવા પ્રયત્ન કરીશ એટલું વચન આપું છું.
વસુધાએ પીતાંબરની છાતીમાં ચેહરો છુપાવી કહ્યું બસ મારે માટે આજ બહુ છે મારે બીજું કંઈ નથી જોઈતું અને હાં ખાસ વાત તમને કહેવી છે પીતાંબર...
પીતાંબરે કહ્યું બોલને વસુ તારાં જેવી સંમજણવાળી પત્નિ મેળવ્યાં પછી તારી વાત ઉથાપી કેવી રીતે શકું?
વસુધાએ કહ્યું કાલથી હું બધું કામ સંભાળી લઈશ ગાય-ભેંશ-ગમાણ-દૂધ દોહવાનું હિસાબ રાખવો બધું મને સમજાવી દેજો હું બધુંજ કરીશ બસ ડેરીમાં દૂધ ભરવા જવું ખેતરનું કામ સંભાળવું તમે કરજો મને લાગે છે કે આપણે પાપા અને માં ને આરામ આપીએ ભલે એમને જે કરવું હોય એ કરે એમાં ના નથી પણ આપણે જવાબદારી ઉઠાવીએ તો એલોકો આ ઉંમરે એમનું ગમતું જીવી શકે મારો એજ આશય છે.
પીતાંબરે વસુધનો ચેહરો પકડી એની આંખોમાં જોઈ રહ્યો અને બોલ્યો વસુધા તું કેવો જીવ છે ? તું બધાનાં સુખની ચિંતા કરે છે બધાને એમનો સમય આપવા માંગે છે. બધી જવાબદારી.. હમણાં આવી છું છતાં પોતાનાં માથે લેવાં માંગે છે આ.. તારી પાસે તારાં માટે અને આપણાં માટે સમય રહેશે ? આપણું પણ જીવન હજી હમણાં શરૂ થયું છે આપણી હજી ક્યાં એવી ઉંમર પણ થઈ છે ? તારું અને આપણું પણ વિચારજે એમ કહી એને ચૂમી વહાલ કરી લીધું.
વસુધાએ પીતાંબરનાં હાથનાં સ્પર્શને એનાં હાથથી સહેલાવતાં કહ્યું તમે સમજો આપણી ઊંમર ભલે હજી નાની છે પણ જે કામ હું કરવામાંગુ છું એ જ તો જીવનક્રમ છે બીજાનાં સુખમાં મારુ સુખ સમાયું છે અને સવાલ રહ્યો મારાં કે આપણાં સમયનો તો એનાં માટે હું કદી તમને ફરીયાદ રહે એવું કદી નહીં કરું તમને ક્યારેય મારાંથી અસંતોષ નહીં રહે એવું હું પણ વચન આપું છું એવું સાંભળી પીતાંબરે વસુધાને વહાલથી પોતાની પાસે સુવાડી દીધી સુખનાં સ્વર્ગમાં આનંદ લઇ રહ્યાં.
સવારે ઉઠીને વસુધા સ્નાનાદી પરવારી ચા-દૂધ- નાસ્તો તૈયાર કરી દેવસેવામાં ફૂલ ચઢાવ્યા દર્શન કરીને સીધી ગમાણમાં ગઈ લાલી ત્યાં અન્ય ગાયો અને ભેંશને ઘાસ નીરી ખાણ આપી દૂધ દોહવા બેસી ગઈ. ત્યાં ભાનુબેન ઉઠીને આવી ગયાં... પાછળ સરલા પણ આવી ગઈ.
ભાનુબહેને સરલાને દૂધ દોહતાં જોઈ બોલ્યાં અરે છોકરી તું હજી હમણાં આવી છે તારાં તાજા લગ્ન થયાં છે આટલી વહેલી ઉઠીને કામે કેમ વળગી? હજી તારાં હાથની મહેંદી નથી ગઈ અને તું બધું કરવા માંડી?
વસુધાએ કહ્યું માં તમે આજ સુધી કર્યુજ છે ને. તમે પણ થોડો આરામ કરો દેવ ધ્યાન કરો મંદીરમાં જાઓ અને રસોઈમાં થોડી મદદ કરજો એપણ એટલે કહું છું કે હજી મારી રસોઈનો સ્વાદ બધાને ગમે કે નાં ગમે તમારી રસોઈથી ટેવાયેલાં છે બધાં. અને માં આ બધું કરવું મને ગમે છે મને કોઈ ભાર નથી લાગતો અને તમારી સેવામાં જે સુખ છે એ બીજામાં નથી.
સરલા બધું ધ્યાનથી સાંભળી રહી હતી એણે કહ્યું જોયું માં મારી ભાભી કેટલી સમજદાર આવી છે આવી એવી એણે તને રીટાયર્ડ કરી દીધી એમ કહી હસવા લાગી. એણે વસુધાને કહ્યું એય મારી સખી આમ શરૂઆતનાં દીવસોમાં બઘું કામ માથે નાં ઓઢી લે નહીંતર બધાં કામ તારાં માથેજ આવી જશે જાણતાં અજાણતાં તારી પાસે જ બધાં અપેક્ષા રાખશે થોડો તારાં અને પીતાંબર માટે સમય રાખજે.
વસુધાએ કહ્યું સરલાબેન આ બધું કામતો રોજનું છે હું મારાં ઘરે પણ કરતી હતી ક્યાં નવાઈ છે અને અને માં એ અત્યાર સુધી કર્યુજ છેને? હવે એમને પણ એમનો સમય મળવો જોઈએ. અને આ પ્રારંભે શૂરાની ઉઠતી અને બોલતી હું મનોમન મક્કમ છું મારાંથી થતું બધુંજ કરીશ અને પીતાંબર માટે પણ સમય કાઢીશ હું પ્રયત્ન કરીશ કોઈને કોઈ ફરિયાદ ના રહે.
સરલા આવીને વસુધાને વળગી ગઈ અને બોલી મહાદેવની કૃપા છે કે તારા જેવી ભાભી અને માં ને વહુ મળી છે મારી ચિંતા જ મટી ગઈ. ભાનુબેનની આંખમાં ઝળઝળીયા આવી ગયાં એમણે સાડલાથી આંખો લૂછીને કહ્યું દીકરા ખુબ સુખી રહો અને તને પણ આ ઘરમાં કોઈ દુઃખ કે તકલીફ નહીં પડે એની કાળજી રાખીશ તને તારાં માવતર યાદ નહીં આવે એવી તને રાખીશ.
વસુધા પણ ભાનુબેનને વળગી પડી અને બોલી માં તમે રાખોજ છો તું પણ હું પણ નસીબવાળી છું અહીં આવી. દૂર ઊભેલાં ગુણવંતભાઈ સાસુ-વહુ-નણંદની વાતો સાંભળી લાગણીસભર થઇ ગયાં મનોમન વસુધાને આશીર્વાદ આપી રહ્યાં.
*******
સાંજ પડવા આવી હતી વસુધાએ અને સરલાએ બધાનું દૂધ દોહીને બરણીઓ તૈયાર કરી દીધી હતી અને પીતાંબરે આવીને કેનમાં બધું ઠાલવી ડેરીએ દૂધ ભરવા જવાની તૈયારી કરી અને આંગણે પીતાંબરનો દોસ્ત અને એની માં આવ્યા. રમણ પીતાંબરનો દોસ્ત હતો એ જાતે ભરવાડ હતો અને મોટા ભાગનો સમય ગામનાં પાદરે કે સીમમાં વિતાવતો ગામનાં છેડે એમનું ઘર હતું. રમણની માં એ ભાનુબહેનને કીધું પીતાંબરનાં લગ્ન થઇ ગયાં જાણ્યું હું કચ્છ ગઈ હતી અમારાથી અવાયું નહીં અને મેં રમણને કહ્યું મને પીતાંબરનાં ઘરે લઇ જા એની વહુને તો જોઉં અને હું આવી.
ભાનુબહેને કહ્યું આવો આવો તમને નિમંત્રણ મોકલ્યું હતું અમને થયું રમણ પીતાંબરનો દોસ્તાર છે ને કેમ દેખાયો નહીં ? કઈ નહીં આવો.
રમણની માં એ પંચાત કરતાં કહ્યું મારાં જેઠ મરી ગયાં હતાં એમાં અમારે બધાએ જવું પડ્યું અમંગળ થયું ત્યાં સારા પ્રસંગે આ લગ્નમાં કેવી રીતે આવીએ એમ કહી આંગણાના ખાટલામાં બેઠા.
ભાનુબહેને કહ્યું બેસો વહુને બોલાવું છું ચા નાસ્તો અને મોં મીઠું કરો. પીતાંબર કેન તૈયાર કરી બહાર લઈને આવ્યો રમણને જોઈ બોલ્યો તું ક્યારે આવ્યો? લગ્નમાં દેખાયો નહીં ? જોકે મેં સાંભળ્યું તારાં કાકા ઓફ થઇ ગયેલાં. આ દૂધ ભરાવવા જતો હતો.
ત્યાં વસુધા મોઢે દુપટ્ટો ઓઢીને પાણી લઈને બહાર આવી રમણ અને એની માં ની નજર વસુધા પર પડી રમણની માં ઉભી થઇ વસુધનો ઘૂમટો ઉઠાવી ચહેરો જોઈ રહ્યાં રમણ હોઠ પર જીભ ફરવી જોઈ રહ્યો અને....
વધુ આવતા અંકે -પ્રકરણ : 21