Ek Pooonamni Raat - 68 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | એક પૂનમની રાત - પ્રકરણ -68

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

એક પૂનમની રાત - પ્રકરણ -68

એક પૂનમની રાત પ્રકરણ -68

સિદ્ધાર્થ અનાયાસે લાઈબ્રેરી આવી પહોંચેલો કે એને કોઈ બાતમી મળી હતી? સિદ્ધાર્થને જોઈને કાર્તિક ઉભો થઇ ગયો પૂછ્યું સર તમે અહીં ? એણે પુસ્તક બંધ કરી દીધું એનાં સાથી ભેરોસિંહ જે કાર્તિક કેહતો હતો એ મુદ્દા કાગળમાં ટપકાવતો હતો એ કાગળ ફોલ્ડ કરી ખીસામાં મુકવા જાય છે ત્યાંજ તપન આવી જાય છે એ બોલે છે અરે તમે ક્યાં સુધી અહીં બેસીને વાંચ્યા કરશો ? સમય થઇ ગયો નીકળો બહાર અને એની નજર સિદ્ધાર્થ પર પડે છે એકદમ નમ્ર સ્વરે બોલ્યો સર તમે અહીં ? કોઈ પુસ્તક જોઈએ છે ?

સિદ્ધાર્થે કહ્યું તપનભાઈ તમે ક્યાં હતાં? આખી લાઈબ્રેરી ખાલી છે આ લોકો બેસી અહીં શું કરી રહ્યાં છે ?સમયસર લાઈબ્રેરી બંધ નથી કરતાં ? કે ખાસ માણસો માટે સમય લંબાવી આપો છો ? અને રહી પુસ્તકની વાત તો જે કાર્તિક પાસે છે એજ લેવા આવેલો.

ત્યાં કાર્તિક કહે છે પણ સર હું એ પુસ્તકનો અભ્યાસ કરું છું અમારી આ તો જોબ છે કે પૌરાણીક સ્થાપત્ય પર સંશોધન કરવું અને કાલે અમારે મિટિંગ છે એમાં રીપોર્ટ કરવાનો છે. આ પુસ્તક હું ઘરે લઇ જવા માંગતો હતો.

સિદ્ધાર્થે કહ્યું કાલે મીટીંગમાં રિપોર્ટ કરજે પણ આજે આ પુસ્તક લેવા આવ્યો છું બે દિવસમાં પાછું લાઈબ્રેરીમાં જમા કરાવી દઈશ લાવો એ પુસ્તક. ભેરોસિંહ કાર્તિક સામે જોવા લાગ્યો. કાર્તિક નિઃસહાય બનીને પુસ્તક સિદ્ધાર્થને આપે છે. પુસ્તક સામે જોયા વિનાજ સિદ્ધાર્થ એ દળદાર જર્જરીત પુસ્તક હાથમાં લે છે અને તપનને કહે છે મારાં નામે લખી લો અને આ લોકોને અહીંથી વિદાય કરો.

તપને કહ્યું તમે લોકો જઇ શકો છો અને હવેથી લાઈબ્રેરીમાં સમય દરમિયાન જ આવજો તમારે લીધે મારે ઠપકો સાંભળવો પડ્યો.

કાર્તિક એ કહ્યું સોરી હવે સમય દરમ્યાંન જ આવીશું. એમ કહી એ અને ભેરોસિંહ લાઇબ્રેરીની બહાર નીકળી ગયાં. તપને પુસ્તકની નોંધ રજીસ્ટરમાં કરી દીધી. સિદ્ધાર્થે કહ્યું બે દિવસ પછી પાછું મળી જશે.

તપન નોંધણી કરી ત્રાંસી આંખે બહાર જોઈ રહેલો સિદ્ધાર્થે કહ્યું હવે બધું બંધ કરો અને તમે પણ નીકળો..એમ કહી એ લાઈબ્રેરીનાં પગથીયાં ઉતરી ગયો એ જીપમાં પુસ્તક મૂકે છે અને જીપ સ્ટાર્ટ કરે છે અને સીધો પોલીસ સ્ટેશન જવા નીકળે છે.

*******

કાર્તિક અને ભેરોસિંહ બહાર નીકળી થોડે આગળ જઈને ઉભા રહે છે. કાર્તિક એ કહ્યું ભેરોસિંહ હું તને તારાં ઘરે ઉતારી દઉં છું કાલે સીધા ઓફિસે મળીએ અને હું રીપોર્ટ તૈયાર કરી કાલે સર સામે મુકીશ પછી જો મારો ખેલ....અને આ ઇન્સ્પેક્ટર હવે આપણને ખુબ નડવા માંડ્યો છે કંઈક કરવું પડશે.

ભેરોસિંહ કહે તારી વાત સાચી છે કંઈક તો કરવું પડશે પણ કાર્તિક પેલી મેડમનું કામ હાથમાં લીધું છે એમનું બધું આપણે પૂરું કર્યું છે મેં બધીજ વ્યવસ્થા બરાબર કરી હતી એ પ્રમાણે કામ પણ થઇ ગયું હશે રાત્રી સુધીમાં રીપોર્ટ પણ મળી જશે પણ હવે આપણે વધારે સાચવવાનું છે.

કાર્તિકે કહ્યું કાલે બાકી રહેલું પેમેન્ટ તું લઇ આવજે અને ખાસ કાળજી રાખજે કોઈ બબાલ નાં થાય અત્યાર સુધી સચવાયું છે હજી આગળ સચવાવુ જ જોઈએ.

ભેરોસિંહ કહ્યું કોઈ ભૂલ નહીં થાય હું પેમેન્ટ લઇ આવીશ અને પછી આપણી જગ્યાએ મળીશું આ પોલીસવાળા આકાશ-પાતાળ એક કરે એમનાં હાથમાં કંઈ નહીં આવે હવે કાલથી નવરાત્રી પણ ચાલુ થાય છે એટલે મજા આવશે રંગરેલીયા પણ મનાવીશું હવે થોડો બ્રેક લઈએ ૯ દિવસનો થોડી મોજ કરી લઈએ.

કાર્તિક વિચિત્ર રીતે હસી રહેલો એણે એણે કહ્યું નવરાત્રીમાં શિકાર નક્કી છે જો હું મજા કરાવું છું બંન્ને ખડખડાટ હસી પડ્યાં અને કાર્તિક બાઈક પર બેસી ગયો પાછળ ભેરોસિંહ અને સિદ્ધાર્થની જીપ એલોકોની નજીકથી પસાર થઈ ગઈ અને કાર્તિક અને ભેરોસિંહ બેઠા બેઠા થથરી ગયાં.

******

દેવાંશ વ્યોમાને સાચવીને સાથે ચાલી રહેલો એ ચારે જણા રેસ્ટોરેન્ટમાં આવી ગયાં અને મેનુમાંથી સીલેક્ટ કરીને ઓર્ડર આપી દીધો. દેવાંશ ખુબ વ્યગ્ર હતો એનાં મનમાં વિચારો ચાલતાં હતાં. અનિકેત અને અંકિતા પણ એલોકોનાં વિચારોમાં હતાં. બધાં જમીને ઉઠ્યા દેવાંશે બીલ ચુકવ્યું અને બધાં બહાર આવી જીપમાં બેઠાં. દેવાંશે વ્યોમા સામે જોઈને કહ્યું વ્યોમા ચિંતા નાં કરીશ તારી પીડાનો આ છેલ્લો દિવસ હતો હવે પછી કદી કોઈ શક્તિ તારાં પર કોઈ કસબ નહીં અજમાવી શકે તું નિશ્ચિંન્ત થઈ જા.

વ્યોમા દેવાંશને વળગીને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી અને બોલી દેવું હવે નથી સહેવાતું તન મારુ અને આનંદ બીજાને આવું કેમ ? હવે મને મારાં શરીર પરજ નફરત થવા લાગી છે દેવું હવે બચાવ મને મારાંથી નથી સહેવાતું. કોણ ક્યારે મારાં તનનો કબ્જો કરે છે ભોગ ભોગવે છે પછી મને છોડી દે છે મારાં શરીરની શક્તિ બધી ગુમાવી બેસું છું મારુ શરીર કોથળા જેવું થઈ જાય છે મને ખુબ નબળાઈ લાગે છે તારે જે ઉપાય કરવો પડે કર નહીંતર મારાંથી નહીં જીવાય.

દેવાંશે કહ્યું ઉપાય કાલેજ થઈ જશે કાલે સરે મીટીંગ બોલાવી છે એ પતી જાય પછી હું તને સીધો અઘોરીજી પાસે લઇ જઈશ કોઈ પણ ઉપાય મળી જશે.
અંકિતા અનિકેત એ બંન્નેની વાતો સાંભળી રહેલાં. અનિકેતે કહ્યું દેવાંશ શું છે આ બધું ? કંઈક કહીશ શેની પીડા છે ? વ્યોમાને શું થયું હતું ?

દેવાંશે જીપ સ્ટાર્ટ કરીને કહ્યું કહીશ બંધુજ કાલે મીટીંગ પુરી કરી આપણે ચારે અઘોરીજી પાસે જઈશું...અંકિતાએ કહ્યું આજે કંઈ નથી જાણવું રાત નીકળી જવા દે કાલથી નવરાત્રી છે હું માં અંબાનું વ્રત રાખીશ વ્યોમા તું પણ રાખજે પછી જે દેવાંશને કરવું પડે એ કરે તમારી વાતથી થોડો તો આભાસ થઈ ગયો છે મને અને અનિકેતે તો આવું નજરે જોયું છે અને એણે અનિકેત સામે જોયું.

અંકિતાએ અનિકેત તરફ જોયું અને અનિકેત અંકિતા તરફ વિચિત્ર રીતે જોઈ રહેલો. અંકિતાએ અનિકેતને હલાવીને પૂછ્યું એય અનિકેત આમ કેમ જોઈ રહ્યો છે શું થયું ? અનિકેતે પોતાને સંભાળતા કહ્યું કંઈ નહીં એવો વિચાર આવે છે કે કાળી શક્તિઓ આપણાં પર પ્રભાવ કરી કાબુ કરી રહી છે અને પોતાનું ધાર્યું કરી જાય છે અને આપણે આ સારું નથી કે સારું છે એ વિચારવામાં રહી જઈએ છીએ.

દેવાંશને હસું આવી ગયું એણે કહ્યું અનિકેત તું કેહવા શું માંગે છે ? તું આજે રહી ગયો ? કંઈ થયું કે કર્યું નહીં ? અંકિતાએ કહ્યું દેવાંશ તું પણ શું આવું બોલે છે ?

દેવાંશે કહ્યું અરે મજાક કરું છું બાય ધ વે અનિકેત હું તમને બંન્નેને તારાં ઘરે ડ્રોપ કરીને વ્યોમાને એનાં ઘરે પહોચાડું... વ્યોમાએ કહ્યું મને ઘરે મૂકીને તારે જતું નથી રહેવાનું તારે મારી પાસે બેસવું પડશે એમ તને નહીં જવા દઉં અને પાપા તને જવા નહીં દે .

અનિકેતે કહ્યું દેવાંશ તું અમને સિટીમાં ક્યાંક ડ્રોપ કરી દે અમે રીક્ષામાં જતા રહીશું અત્યારે તારે વ્યોમા સાથે બેસવાની જરૂર છે પ્લીઝ.

દેવાંશે કહ્યું શ્યોર ? તમે રીક્ષામાં પહોંચી જશો ? તો હું આગળનાં ચાર રસ્તે તમને ડ્રોપ કરું છું અને વ્યોમાનાં ઘરે જઉં વ્યોમાએ અંકિતને કહ્યું સોરી અંકિતા મારે ઘરે જવું છે રેસ્ટ લેવો છે કાલે મળીશું.

અંકિતાએ કહ્યું હું સમજુ છું એમાં સોરી શું ? અને દેવાંશે ચાર રસ્તા પાસે જીપ ધીમી કરી ઉભી રાખી અને અંકિતા અનિકેત ઉતરી ગયાં બધાએ બાય કીધું અને દેવાંશ વ્યોમાને લઈને નીકળી ગયો.

અંકિતા અને અનિકેત રિક્ષાની રાહ જોઈ રહેલાં અને ફિલ્મી ગીતો વાગતી એક રીક્ષા આવી એલોકો પાસે ઉભી રહી અને કહ્યું સર ક્યાં જવું છે ? અને અનિકેતે કહ્યું ઓલ્ડ પાદરા રોડ અને બંન્ને જણાં બેસી ગયાં રીક્ષા ડ્રાયવર મિરરમાંથી અંકિતાને જોઈ રહેલો અને ....

વધુ આવતા અંકે -પ્રકરણ -69