Ansh - 12 in Gujarati Women Focused by Arti Geriya books and stories PDF | અંશ - 12

Featured Books
Categories
Share

અંશ - 12

(ઘર માં પૂજા ની તૈયારી જોર મા હતી,અને બધા મૂંઝવણ માં.બ્રાહ્મણો ની લાઇન લાગી હતી.એમા પણ જ્યારે દુર્ગાદેવી પૂજન માટે આવ્યા ત્યારે તેમને જોઈ ને ભલભલા થથરી ગયા.હવે આ પૂજા કોના આત્મા ની શાંતિ કાજે છે એ જોઈએ..)

દુર્ગાદેવી એ સૌથી પહેલા હવાનકુંડ ની ચારોતરફ મંત્રોચ્ચાર કરી પાણીથી લાઇન બનાવી.અને ત્યારબાદ સૌપ્રથમ દુર્ગાદેવી એ નવ ગ્રહો ના મંત્રો બોલવાના ચાલુ કર્યા,બાકી ના લગભગ વીસેક બ્રાહ્મણો પણ તેમને અનુસર્યા.અને જે બે નાના પંડિતો હતા તેમને બંને ખૂણા માં અગ્નિ પ્રગટાવી ને ધૂપ કર્યો.

વાતાવરણ માં ધૂપ અને અગરબત્તી ની વિચિત્ર સુગંધ આવવા લાગી,પંડિતો અને દુર્ગાદેવી ના મંત્રોચ્ચાર નો અવાજ ધીમે ધીમે વધવા લાગ્યો,એ સાથે જ બધા ના મન નો ડર વધતો જતો હતો.કામિની ને પહેલેથી આ બધું બિલકુલ ના ગમતું એટલે તે પોતાના રૂમ ની બારી માંથી બધું જોતી હતી.થોડીવાર માં ત્યાં એક અંબાદેવી ની ઉમર ની જ એક સ્ત્રી આવતી દેખાઈ તેને માથું સાડી થી ઢાંકેલું હતું.કામિની ને જરા વાર લાગી પછી એ સમજી ગઈ કે આ તો રૂપા ની મા છે.

રૂપા ની મા ના આવતા જ થોડીવાર માં રૂપા પણ આવી, પણ આજે રૂપા કાંઈક અલગ લાગતી હતી.રૂપા ના વાળ વિખરાયેલા હતા,કપડાં ફાટેલા હતા,અને મો માંથી લોહી વહેતુ હતું.કામિની ને નક્કી એની સાથે કોઈ અજુગતું થયા ની શંકા ગઈ.રૂપા એ દરવાજા પર જોયું ત્યાં કોઈ દોરો નહતો.અને તે દોડી ને અંદર આવી અંદર આવી ને તે સીધી અનંત પાસે પહોંચી અનંત ને પકડવા જાય એ પહેલાં જ અનંત ના હાથ માં બાંધેલા દોરા ઓ ની શક્તિ થી તે દૂર પડી ગઈ.અને અનંત એ એક ઝાટકો અનુભવ્યો.કામિની ડર ની મારી થથરી ગઈ.

રૂપા કેમ આવી છે અહીં?શુ ઇચ્છા છે તારી?દુર્ગાદેવી એ કડક અવાજે પૂછ્યું.અને એ સાથે જ બધા આમતેમ જોવા લાગ્યા.વાતાવરણ માં એકદમ શાંતિ છવાઈ ગઈ, અને રૂપા ની માં એ પોતાનો ઘૂંઘટ કાઢ્યો.બધા એ જોયું એમના મો માંથી લોહી વહી રહ્યું હતું.ઓહહ તો રૂપા જ એ આત્મા હતી.કામિની વિચાર માં પડી ગઈ.

બોલ કેમ આવી છે?દુર્ગાદેવી એ ફરી ઉંચા અવાજે પૂછ્યું.

દુર્ગા બા તમને બધી ખબર છે અને મને પૂછો છો?હું આ નાના શેઠ ને સજા કરવા આવી છું.એમ કહી અનંત સામે આંગળી ચીંધી.મારા અરમાનો મારી ખુશીઓ અને મારું જીવન બધું જ એના લીધે બરબાદ થઈ ગયું.હું એમને નહિ મુકું.રૂપા નો આત્મા રાડો પાડી રહ્યો હતો.

હું માનું છું કે અનંત ની ભૂલ છે,પણ હવે એના બાળક નો તો વિચાર કર જો એને માફ કરી દે તું જે કહીશ એ કરશે,તારી આત્મા ના મોક્ષ માટે .પણ તું અહીં થી ચાલી જા.

દુર્ગા બા આ તમારા માટે કહેવું સહેલું છે.મારી બા સાવ એકલા થઈ ગયા,હું એમનો એક માત્ર આધાર હતી.હવે એ કેમ જીવસે?પૂછો નાના શેઠ ને હું કેટલું કરગરી હતી.અને એ..એ મને પિંખતા રહ્યા.અને એટલું ઓછું હોય એમ મારુ ગળું દબાવી મને મારી નાખી.હું એમને નહિ છોડું.રૂપા ની મા નો અવાજ ભયાનક થઈ ગયો હતો.અનંત તો ઊંચું પણ જોઈ શકતો નહતો.

રૂપા શાંત થઈ જા.આજથી તારી બા ની જવાબદારી અનંત ની.એ જીવસે ત્યાં સુધી અનંત એમનું ધ્યાન રાખશે.બીજી કોઈ ઈચ્છા હોય તો બોલ?દુર્ગા દેવી મક્કમ અવાજે રૂપા સાથે વાત કરતા હતા.

દુર્ગા બા હું તમારી દીકરી હોત તો તમે આવો જવાબ આપત?રૂપા ની આત્મા એ પ્રશ્ન કર્યો.

જો રૂપા તું મારે મન મારી દીકરી જ છે,એટલે જ કહું છું,હવે આ બદલા ની ભાવના છોડ અને યાદ રાખ ઈશ્વર દરેક ના કરેલા કર્મો નો બદલો અહીં જ આપે છે.સ્વર્ગ નર્ક બધું અહીં જ છે.અને ઈશ્વર ના ન્યાય થી કોઈ બચ્યું નથી.એના પર વિશ્વાસ રાખ.પણ તું જો આમ ભટકીશ તો તારો ક્યારે પણ ઉદ્ધાર નહિ થાય. એટલે જ સમજાવું છું, કે મારી વાત માન અને ચાલી જા છોડી દે તારી બા ના શરીર ને પણ.અને બીજા જન્મ માં સુખી થા.દુર્ગાદેવી એ તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો.

રૂપા ખૂબ જ રડી,ઘણી રાડો પાડી,અને પછી તેની મા શાંત થઈ ગઈ.વાતાવરણ પણ એકદમ ગંભીર થઈ ગયું. અને રૂપા બોલી ,હું તો જાવ છું ,પણ ...

(શું રૂપા નો આત્મા ચાલ્યો જશે?અનંત ને પોતાની ભૂલ નો પસ્તાવો થશે?અને રૂપા એ જતા જતા બીજા કોના તરફ ઈશારો કર્યો?હજી અનંત અને અમૃતરાય ના કેટલા પાપ બહાર આવશે?જોઈશું આવતા અંક માં...)

✍️ આરતી ગેરીયા...