જોતજોતામાં જ ભીડ જમા થઈ જાય છે અને wilson ના ચહેરા ઉપર કપડું ઢાંકી દેવામાં આવે છે.
આખરે nocturnel પોસ્ટ નો ઓફિસર નંબર ડાયલ કરીને એક વ્યક્તિ સાથે વાત કરે છે અને ફોન મૂકી દે છે.
ચંદ્ર થી રહિત એવી અમાવસ્યા ની રાત્રી ના અંધકાર મા બ્રાઝિલ એમેઝોન ઉપર થી એક હેલિકોપ્ટર મંદ વાયુની ગતિ થી રૂટિન હાઈટ પરથી ફ્લાય કરી રહ્યું છે.અને નિશાચર ના નામે એક માત્ર હેલિકોપ્ટરના ફેન નો જ અવાજ સંભળાઈ રહ્યો છે.
કોડોન ના મોલેક્યુલર ડોગ્સ ના માઈન્ડ સેટ માં કન્વર્ટ થવા ના અંતિમ ચરણમાં પહોંચી ગયા છે.અને એક ડૉગે આળસ મરડી તો લાગ્યું જાણે સાક્ષાત પુમા જ છે.
કાળથી પણ અધિક ભયંકર લાગતા ડોગ્સ વફાદારી વાળા તેમના દૈવી અનુવંશ ને વિસ્મૃત કરવાની કગાર પર આવીને ઉભા છે.
જેનો ભોગ સ્વયં dogs અને ફોરેસ્ટ ઓફિસરો બંને બનવાના છે.
confused dogs વારંવાર તેમના માથાને ઝાટકો આપીને તે પ્રવાહને નકાર આપી રહ્યા છે કે જેમાં માનવ રક્ત અને માનવ માંસ સર્વોપરિ છે.પરંતુ હવે કશું જ થાય તેમ નથી.
છ લોંગ dog વેન ને એકસાથે સેલ વાગે છે અને બ્રાઝિલ સવાના બાજુ પ્રયાણ કરવા આગળ વધે છે.
એસાથે જ cambridge ના કોરિડોર થી લઈને કોન્ફરન્સ હોલ સુધી એ જ વાતની ચર્ચા થઈ રહી છે કે આખરે આવુ કેવી રીતે બની ગયું!!
જોકે હજુ પણ એમ માનીને જ મન મનાવવામાં આવી રહ્યું છે કે ગમે તેમ તોય બ્રુટલ્સ ના જીન્સ તો ડૉગસ ની અંદર છે જ.જો કે આવી શક્યતા ને નકારી પણ નથી જ શકાતી,પરંતુ વાત કંઇક જુદી જ હતી.
ફરી એકવાર રાત્રીનો અંધકાર છવાઈ રહ્યો છે અને ડૉગસ તેમની નાડીઓ થી બેકાબૂ બનવા લાગ્યા છે.અને એન્ટાયર બ્રાઝિલ શવાના ની આશરે 35 એક જેટલી અલગ-અલગ ચેકપોસ્ટો ઉપર આફ્ટર મીડ નાઈટ લગભગ બધા જ ડૉગસે અલગ અલગ સમયે ફોરેસ્ટ ઓફિસર ઉપર હુમલા શરૂ કરી દીધા.
16 થી 17 જેટલા ડોગ્સ નુ વિશાળ ઝૂંડ એક ફોરેસ્ટ ઓફિસરની સામે આવીને ઉભું રહી ગયુ છે. અને તે ફોરેસ્ટ ઓફિસર દોડવાનું શરૂ કરે છે.ડોગ્સ ને જાણે કે તેની પાછળ દોડવા નું બહાનું મળી ગયું હોય તેમ ભસવાનું ચાલુ કરે છે અને પછી રીતસર તેમના જંગલી દાંતોનું પ્રદર્શન કરીને તે ઓફિસની પાછળ દોડે છે.
થોડે દૂર સુધી પહોંચીને તે ઓફિસર રોકાઈ જાય છે અને નીચે નમીને તેનો ઉચશ્વાસ બહાર ફેંકે છે.
ડોગ્સ પણ તેની ચારે બાજુ વિંટળાઈ ને બે પ્રકારે પોતાની ખુશી વ્યક્ત કરે છે.એક તો પોતાના માલિકને જોવાની અને બીજી પોતાના પ્રિય વ્યઅંજન ની પ્રાપ્તિ થવાની.
પેલો ઓફિસર dogs ના આવા psycho બિહેવિયર અને સમજી ગયો અને ફરીથી દોડવાનું શરૂ કર્યું.
ડોગ્સ ને પણ જાણે તે ઓફિસરને દોડાવવાની મજા આવતી હોય તેમ ધીરે ધીરે તેની પાછળ દોડી રહ્યા છે.અને ફાઇનલી તે ઓફિસર એક જૂના પુરાણા કવૉટર્સ ની જર્જરીત ઈમારત માં ઘુસી જાય છે.અને તેનો લાકડા નો જર્જરિત ડોર બંધ કરી દે છે.
કવાટર્સ ના ટેરેસ ઉપર જઈને તેનો મોબાઈલ બહાર કાઢે છે અને હતપ્રભતા માં એક નંબર ડાયલ કરે છે.
સામેવાળી વ્યક્તિ હલો બોલવા જાય તે પહેલા જ તે ઓફિસર જોરજોરથી ચિલ્લાઈને કહે છે.હેલ્પ......પ્લીઝ હેલ્પ મી,ડોગ્સ મારી પાછળ પડી ગયા છે.
તે ઓફિસર આગળ કશુંક બોલવા જાય તે પહેલાં જ લાકડાનો દોર વટવા નો અવાજ આવે છે અને એ સમજી જાય છે.
થોડી જ વારમાં ડોગસ ટેરેસ ઉપર પહોંચે છે અને તે ઓફિસર ટેરેસની પાળી ઉપર ઉભેલો દેખાઈ રહ્યો છે.
તે ઓફિસર એ તેની જીવન રક્ષા ના પ્રયત્ન સ્વરૂપ હવે માત્ર પ્રતીક્ષા કરવાની હતી.જો ડૉગસ પાછા વળી જાય છે તો ઠીક છે અન્યથા તેણે ખૂંખાર મૃત્યુ નો ભોગ તો નથી જ બનવું.તેના કરતા તેને આત્મહત્યા અત્યારે વધુ શ્રેષ્ઠ લાગી રહી છે.
આશરે બે મિનિટ ની પ્રતીક્ષા વાળા દ્રશ્યના અંતે ડૉગસે તેના ઉપર તરાપ મારવાની શરૂ કરી ત્યાં જ તે ઓફિસર કવોટર ના છઠ્ઠા માળેથી છલાંગ મારીને નીચે કૂદી પડ્યો.અને નીચે લહુલુહાન એવી તેની ડેડ બોડી દેખાવા લાગી.
સવાર થતાં જ છ dog વેન્સ છ અલગ અલગ ચેકપોસ્ટ ઉપર આવીને ઊભી રહી જાય છે અને તેમના ડૉગ કેચ ના ઇન્સ્ટ્રુમેન્ટ બહાર નીકળી રહ્યા છે.