The Author वात्सल्य Follow Current Read પંછી By वात्सल्य Gujarati Motivational Stories Share Facebook Twitter Whatsapp Featured Books ભીતરમન - 59 મુક્તારના જીવનમાં મારે લીધે આવેલ બદલાવ વિશે જાણીને હું ખુબ ખ... ભાગવત રહસ્ય - 121 ભાગવત રહસ્ય-૧૨૧ ધર્મ -પ્રકરણ પછી હવે -અર્થ -પ્રકરણ ચાલુ થા... કૃતજ્ઞતા આ એ દિવસોની વાત છે જ્યારે માનવતા હજી જીવતી હતી. એક ગામમાં... નિતુ - પ્રકરણ 53 નિતુ : ૫૩ (ધ ગેમ ઇજ ઓન)નિતુને કૃતિ સાથે વાત કરવાની જરૂર લાગી... સંઘર્ષ - પ્રકરણ 13 સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Share પંછી (6) 804 2.4k "પંછી"ये पंछी ऐसा है,जो पंख बिन उड़ता है lये बिनदेखे तालाबोंमैं घूमता है!ये पेड़ पौधे पर नहीं ठहरते!ये हर घरमें ही रेहकर जीता है llइन्हें उड़ने का आकाश दो lइन्हें चलने की धरती दो ll - वात्सल्य 'પંછી' નામની એક સ્વછંદ છોકરી.એના પગમાં જાણે સ્પ્રિંગ મુકી હોય તેમ ઉછળતી કૂદતી જાણે અભ્યારણ્યની તેતર.તેના મુખમાં ઠસોઠસ શબ્દોકોષનું પુસ્તકાલય.તેના તન વદનમાં હરણી શી ચંચળતા.તેના ગોરા ગોરા ગોળ મટોળ ચહેરા પર સદાકાળ હાસ્યની રેલમછેલ.એના આખા અંગ ઉપર તલનો ના ડાઘ ના કામ કરતી વખતનો કે રસોઈ રાંધતી વખતનો દાઝેલી કડાઈ નીચે લાગેલી કાળી મેશનો ના થાય લસરકો.તેની ચાલ ચપળ. તેના એક એક ડગલામાં પાયલનો ખમ ખમ રણકાર.તેના શણગારમાં અને ફિટનેસમાં 'ચાલશે' નો નો ચાન્સ.શેરી ગલી બજારમાં પંછી નીકળે તો પળભર સૌ આંગતુક તેને નિરખવામાં ભૂલે ભાન.એટલી સુંદર છોકરીનું કદાચ તેની ફોઈએ જાણી જોઈ ને જ "પંછી" નામ ચિત્રગુપ્ત ના ચોપડે પહેલેથી જ લખાવી નાખ્યું હશે.તે આટલી સુંદર છે,તેનું કારણ સુંદર મમ્મીનું વ્હાલસોયું સંતાન.સંસાર રૂપી બાગમાં તેને ખાસ ક્યારામાં માવજત કરી યૂઝર્યું હોય તેવું લાગ્યા વગર ના રહે. પંછી જયાં સ્કૂલમાં ભણતી ત્યાં તે બધાજ કાર્યક્રમમાં અવલ હતી.ગામમાં કોઈ કાર્યક્રમ હોય ત્યાં પંછી ના તેડાં આવી જ રહેતાં.પંછી ભણવામાં ઢબુ હતી.પરંતુ બાકીની પ્રવૃત્તિમાં નંબર વન હતી. પંછીને પાંખ ફૂટી એટલે લોકોની નજર પણ ફૂટવા લાગી .ક્યાંક સારું લાગ્યું ત્યાં વખાણ કાં ટીકા નો દોર શરૂ થાય.તે ખૂબજ નાની ઉંમરે તેને પરણાવવા તેના દાદા દાદી,પપ્પા મમ્મી સુયોગ્ય પાત્ર માટે પંછીથી છાનું રાખી દોડતાં હતાં.કેમકે જો તેને ખબર પડી જાય તો તેને પરાધીનતા નહિ ગમે.તે વાતે તેના વડીલોને ભય સતાવતો.આખરે કોમળ કળીનું અકાળે ખીલવાની વસંત સાથે નજીકના સગામાં અને નજીકના શહેરમાં સગાઇની વીંટી તેની આંગળીને કસોક્સ પહેરાવી દીધી.જે ક્યારેય નીકળે ના! હવે પંછીનું ભણવાનું અનિયમિત થવાં લાગ્યું.તેનું કામમાં ચિત્ત નથી.તેને ફરવામાં મન નથી.તેને જમવામાં રુચિ નથી.તેને કોઈ કાર્યક્રમમાં ભાગ લેવામાં અભિરુચિ નથી.નિરૂત્સાહી જીવનની પ્રથમ પગથી તેને ડગલું ભરવા મજબુર કરતી હતી.જેવું ડગલું ચડે છે ત્યાં પગમાં ઝીણી કાંકરીઓ ખૂંચે છે.તે દરરોજ આંગણે રંગોળીથી ચોક સજાવતી'તી તેના પર ઝાડનાં ખરતાં પાન ઉઠાવવાની નજર નથી.જાણે તેના ઉછળતા જીવન સાગરમાં કોઈએ પહાડ ફેંક્યો હોય તેમ તેના હ્રદય મંદિરમાં ભારે હલચલ છે.ગઈ કાલે દેખાતું હીર તેના હૈયેથી ગાયબ છે.જેની સાથે સગાઇ કરી છે,તે છોકરો તેણે જોયો નથી. તે મનોમન વિચારતી કે આ લોકોએ મને નાની નાદાન સમજી પૂછ્યા વગર સગાઇ કરવાનું કારણ શું હશે? તેની સખી સહેલીઓથી ધીરે ધીરે અંતર વધવા લાગ્યું.તેના મિત્રોથી તે અળગી રહેવા લાગી.તેને તેની સાસરીથી મોબાઈલ આવવા શરુ થઇ ગયા.માથે ઓઢજે,આ કપડાં પહેરજે,ફરવા ના જતી,હોટલનું ના ખાતી,અજાણ્યા જોડે વાત ના કરતી.છાસવારે સખીઓ સાથે તે પાણી પુરી ખાવા જતી તે પણ પ્રતિબંધ.... એક અબળા બનીને ઘરની ચાર દીવાલો વચ્ચે તેનું જીવન ઘરમાં બનાવેલા સુશોભિત તુલસી ક્યારામાં તુલસીને પાણી રેડતાં તે તુલસીને ઢીલી પડતી દરરોજ જોતી હતી.(તુલસીને માત્ર પાણી નહિ ખાતર,હવા,પ્રકાશ પણ જોઈએ) જેમ તુલસીમાં ચેતના ઓછરતી હતી તેમ પંછીમાં એજ અનુભવાતું હતું. "પંછી" નું સમય થયે લગ્ન લેવાણું.મુક્ત આકાશમાં વિહરતી મુગ્ધા તેના નક્કી કરેલા પથ પર ડગલે ડગલે બધીજ ખૂબીઓ છૂટતી જતી હતી.અને એક અજાણી ધરતી અને અજાણ્યા પિંજરે અજાણ્યાં પંખીઓ વચ્ચે તે પુરાઈ ગઈ.તેને ગમવું કે ના ગમવું પૂછવા કરતાં સાસરી પક્ષને શું સારું લાગે તેમાં જ તેની ખુશી પામી લેવાની જિંદગી વચ્ચે પંછી ની એક એક પાંખ ઝાંખી થવા લાગી.(લૉક લજ્જા ગણો કે છોકરીઓ તમામ ઉંમર થયે પરણાવી દેવાની ઘેલછા ગણો.કે રૂઢિચુસ્ત સમાજ ગણો અથવા અજ્ઞાનતા ગણો.જાણે અજાણ્યે દરેક દીકરીનાં વાલી આ વિચારનાં ભોગ બનેલાં છે.) "પંછી" ની મુક્ત આકાશમાં ઉડવાની,કઈંક કરી છૂટવાની ભાવના,વધુ ભણી ને બીજાં ને સુખી કરવાની તમન્ના.આ બધું સપનું મનમાં અકાળે મરી ગયું.હાલ એક શહેરના નાનકડા ઘરમાં એક નાનકડી ગલી ને છેડે બંગડી,કટલરીની દુકાનમાં ઘર ખર્ચ જેટલી કમાણીમાં "પંછી" તેની જિંદગી જીવી રહી છે.(દરેક મા બાપે પોતાનાં સંતાનની અંદર પડેલી સુષુપ્ત શક્તિઓ પુરેપુરી ખિલે ના ત્યાં સુધી તેને કોઈ બંધનના કુંડાળામાં ના બાંધો ) 🙏🏿 સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય ) Download Our App