Prem - Nafrat - 11 in Gujarati Love Stories by Mital Thakkar books and stories PDF | પ્રેમ - નફરત - ૧૧

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

પ્રેમ - નફરત - ૧૧

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૧૧

કિરણ અને હિરેન થોડીવાર સુધી વાત કરતા રહ્યા અને હસતા રહ્યા. બંને એકલા ઘણી વખત આ રીતે સીસીટીવી કેમેરાનો ઓડિયો બંધ કરીને ગૂફ્તગૂ કરતા રહેતા હતા એની લખમલભાઇને ખબર ન હતી. એમની પત્નીઓ જરૂર જાણતી હતી કે બંને શું ખીચડી પકાવી રહ્યા હોય છે. આજે બંને વધારે ખુશ હતા. વાતચીત પૂરી કરીને હિરેન ઊભો થયો અને સિફતથી એમના રૂમના ઓડિયોનો વાયર ફરી જોડી દીધો.

હિરેન કહે:'આમ તો આ કેમેરાના ફૂટેજ કોઇ જોવાનું નથી પણ ના કરે નારાયણ અને કોઇ કારણથી આરવ કે પપ્પાને જોવાનો વખત આવે તો એમને આંચકો ના લાગે ને!'

'હા ભાઇ, આ કેમેરા ત્રીજી આંખ તરીકે બધું જોયા કરે એનો આપણાને વાંધો નથી. એ આપણું સાંભળવા ના જોઇએ. આ આરવ હવે ઘણો મોટો અને સમજુ થઇ ગયો છે. એ લગ્ન કરશે એટલે નવાજૂની થવાની જ છે. ત્યાં સુધી આપણે આપણી રીતે કામ કરતા રહેવાનું છે...' કહીને કિરણ ઊભો થયો.

બંને ચાલતા- ચાલતા પ્રોડક્શન યુનિટ તરફ આગળ વધ્યા ત્યાં લખમલભાઇ સામા મળ્યા:'તમે પ્રોડક્શનમાં જ જાવ છો ને?'

'હા પપ્પા...' હિરેને જવાબ આપ્યો.

'હવે એ તરફ વધારે ધ્યાન આપવું પડશે. આપણે પ્રોડક્શન વધારવાનું છે. ઓર્ડર વધવાના છે. અને હા, ગુણવત્તાનો ખાસ ખ્યાલ રાખજો. કોઇ જગ્યાએથી ફરિયાદ આવવી જોઇએ નહીં. વિશ્વસનીયતા એ આપણી 'ઓલ ઇન વન મોબાઇલ' કંપનીની ઓળખ છે...' લખમલભાઇ ટકોર કરવાનું ચૂક્યા નહીં.

'પપ્પા, તમે આટલા વર્ષોથી જોયું જ છે ને કે ક્યારેય ક્યાંયથી ફરિયાદ આવી નથી. હવે કામ ભલે વધારે કરવાનું છે પણ ગુણવત્તામાં કોઇ સમાધાન કરીશું નહીં...' કહી કિરણ ચાલવા લાગ્યો. હિરેન એની પાછળ ગયો.

બંને એકદમ સાથે અને એકબીજાને ઘસાઇને ચાલતા પ્રોડક્શન યુનિટ તરફ જ જઇ રહ્યા હતા ત્યારે હિરેન કાનમાં કહેતો હોય એટલું ધીમેથી બોલ્યો:'પ્રોડક્શન વધે એમાં જ આપણાને રસ છે!'

કિરણ મંદમંદ હસતો એની વાતને સમર્થન આપી રહ્યો.

***

આરવને મનમાં થતું હતું કે એ ક્યારે રચનાને ફોન કરીને કહી દે કે એની નોકરી પાકી થઇ ગઇ છે. અને દિલમાં સ્થાન? અચાનક પ્રશ્ન સાંભળીને આરવને થયું કે આ કોણે પૂછ્યું! પછી પોતાના જ દિલને જવાબ આપતાં બોલ્યો:'બીજું કોણ પૂછવાનું? તારું દિલ! રચના દિલમાં એવી વસી ગઇ છે કે હવે એના વગર ચેન પડતું નથી!'

આરવે મનને કામમાં પરોવવાનો પ્રયત્ન કર્યો પણ ગોળનું દડબું જોઇ માખી એ તરફ જ દોડે એમ તેનું મન રચનાના વિચાર તરફ દોડી જતું હતું.

આરવે નક્કી કરી લીધું કે તે આજે સાંજ સુધીમાં રચનાને જાણ કરી દેશે. એને કેટલો ઇંતજાર છે એની ખબર નથી પણ હવે એને જાણ કર્યા વગર પોતાનાથી રહી શકાશે નહીં. એને આવતીકાલથી જ હાજર થવા માટે જણાવી દેવું છે. રચનાના આગમનને તેનું મન વધાવતું હોય એમ કિશોરકુમારનું ગીત ગણગણવા લાગ્યો:'એ હે...કોરા કાગઝ થા યે મન મેરા, લિખ લિયા નામ ઇસ પે તેરા...તેરા....સૂના આંગન થા જીવન મેરા, બસ ગયા પ્યાર જિસ પે તેરા...'

ગીત ગાતાં તેનું મન ખીલી ઉઠ્યું હતું. તેને થયું કે કાશ! અત્યારે રચનાએ તેની સાથે કામ કરવાનું શરૂ કરી દીધું હોત તો! અને આરવે ઘડિયાળમાં જોયું. આજે સાંજ ક્યારે પડશે? તેને લાગ્યું કે આજે ઘડિયાળ ધીમી ફરી રહી છે.

***

'સાંભળે છે ને સંજના? મને લાગે છે કે તું સમજી ગઇ હશે!' રચના ધીમેથી બોલી.

'હા, પહેલાં તો તારો આભાર કે મને 'સુપર ફાસ્ટ મોબાઇલ' કંપનીમાં નોકરી મેળવવામાં મદદ કરી. મને ખબર નથી કે એમાં તારો શું સ્વાર્થ છે પણ મારું તો કામ જ થઇ ગયું!' બોલીને સંજના હસી પડી.

'મને પણ કલ્પના ન હતી કે તને આટલી જલદી 'સુપર ફાસ્ટ મોબાઇલ' કંપનીમાં નોકરી મળી જશે...' રચના ફોન મૂકીને મનમાં જ બોલી.

ક્રમશ: