भूल जाना , वों कम पढ़ा लिखा लड़का हैं ,
जिसकी किताबों से कभी दोस्ती नहीं हुई...
पर तुम्हारी आंखे पढ़ने में......
उससे कभी ग़लती नहीं हुई ।
( मनोज मुंतशीर )
સંવેદનાઓના કયારામાંથી લીલી કુંપળોની જેમ પાંગરેલી વાર્તા.......
જાવ યાર તમને તો વારંવાર ખોટું લાગી જાય છે , હવેથી હું પણ તમારી સાથે વાત નહીં કરું...! નાની નાની વાતમાં તમે તો Abnormal થઇ જાવ છો .
આટલી સંવેદનશીલતા કોઈ દિવસ Heart Attack લાવી દેશે. આમ કહીને જાસ્મીને ફોન કાપી નાંખ્યો.
સામે છેડે ગુસ્સામાં પલાશ પણ મોબાઈલની ડીસ્પ્લે સામે જોતાં જોતાં ભૂતકાળમાં સરી પડ્યો.
પલાશ તેની જાસ્મીન સાથે થયેલ પ્રથમ મુલાકાત અને ત્યારબાદ સ્નેહને તાંતણે જોડાયેલા લાગણીભીના સંબંધોને મનોમન યાદ કરીને ભૂતકાળ ને વાગોળવા માંડયો.
પલાશ અને જાસ્મીન બંને શહેરની એક નામાંકિત કંપનીમાં જોબ કરતાં હતાં. યોગાનુયોગ બંનેએ એક જ દિવસે કંપનીમાં જોઈનીંગ કર્યુ હતું. બંને જણાં કંપનીના બીજા સહ-કર્મીઓની જેમ જ , પોતાના Work ને સુપેરે નિભાવતાં હતાં. ધીરે ધીરે બંને એકબીજા ને કામગીરીમાં મદદરૂપ થવા લાગ્યાં. આમ ને આમ સમયની વહેતી રફતાર ની સાથે બંને એકબીજા ને ઓળખતાં ગયા, જાણતાં ગયા, સમજતાં ગયા અને અનુભવતાં ગયા.
જાસ્મીન નો Husband શહેર ની એક
Multinational company માં Engineer હતો .
જાસ્મીન નો પરિવાર શહેરના નામાંકીત તથા સુખી પરિવારો પૈકી એક હતો.
જાસ્મીન જેટલી સુંદર હતી તેટલી જ સ્વભાવે સરળ અને બોલવામાં સૌમ્ય હતી. જાસ્મીન ભણેલી-ગણેલી પણ નિરાભીમાની યુવતી હતી. જાસ્મીન જેટલી સુંદર હતી , તેનાથી વધારે તેનું વ્યક્તિત્વ સુંદર હતું.
તેને પરિવારમાં એક દીકરો હતો.
જયારે પલાશ Middle class Family થી આવતો હતો. પલાશ સ્વભાવે રમતિયાળ પરંતુ ઋજુ હ્રદય ધરાવતો લાગણીશીલ વ્યકિત હતો. પલાશ ને પરિવારમાં એક દિકરી હતી. તેનું પરિવાર પણ નાનું પરિવાર સુખી પરિવાર હતું.
પલાશ તેની Wife ને અનહદ ચાહતો હતો અને જાસ્મીન
પણ તેના Husband ને ખૂબ જ પ્રેમ કરતી હતી.
Company માં સાથે ફરજ બજાવતા હવે પલાશ અને જાસ્મીન સારા મિત્રો બની ગયા હતા. બંને એકબીજાની Care લેતાં રહેતાં હતાં. પલાશ અને જાસ્મીન ઘણા સારા મિત્રો હોવાને કારણે ઘણીવાર પોતાની પારિવારિક વાતચીત અને બાળકોના ભણતર વિષેની ચર્ચાઓ પણ કરતાં રહેતાં હતાં.
આમ બંનેને એકબીજાની સંગત ગમતી હતી.
જ્યારથી જાસ્મીન સાથે દોસ્તી થઈ ત્યારથી પલાશ અહમદ ફરાઝ નો આ શેર વારંવાર મનમાં રટયા કરતો...
" गुफतुगू अच्छी लगीं
ज़ौक-ए-नज़र अच्छा लगा ,
मुद्दतों के बाद कोई
हम-दोस्त अच्छा लगा...
પલાશ ને ધીરે ધીરે જાસ્મીન ગમવા લાગી હતી. પલાશને
જાસ્મીન કરતાંએ વધારે તેનું લાગણીસભર વ્યક્તિત્વ ખૂબ ગમતું હતું.
પલાશની સંવેદનશીલતા જાણે કે જાસ્મીનની આસપાસ જ વીંટળાઇને રહેતી હોય તેવું લાગતું હતું. ઓફીસમાં કોઈ ઉચ્ચ અધિકારીએ પલાશ કે જાસ્મીનને કોઈ ઠપકો આપ્યો હોય તો પણ બંને એકબીજા નું ઉપરાણું લેતાં વાર ન્હોંતા કરતાં. પલાશ ધીરે ધીરે જાસ્મીન નું ખૂબ જ ધ્યાન રાખવા લાગ્યો હતો. જાસ્મીન ને કોઈ વાતે ખોટું લાગ્યું હોય તો પલાશ ની લાગણીઓ જાણે ચીરાઈ ગઇ હોય તેવું પલાશ ને મહેસુસ થતું.
સામે જાસ્મીન પણ પલાશ ને ઘણું માન આપતી હતી. જયારે પલાશ ને કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય તો જાસ્મીન તેની સમજણ અને કોઠાસૂઝથી તે પ્રશ્નનો યોગ્ય ઉકેલ લાવી આપતી હતી.
કોઈ વાર પલાશે તેના ઉતાવળીયા સ્વભાવ ને કારણે જો જાસ્મીન ને કઈક બોલી નાંખ્યું હોય તો પણ જાસ્મીન હસતા મનથી બધું સાંભળી લે અને પલાશ ને પણ
હસતા હસતા સમજાવી દેતી. તેણે કદી પણ પલાશ બોલ્યો હોય તો તેનું ખોટું લગાડ્યું ન્હોતું.
જાસ્મીન ઘણી વાર કહેતી કે પલાશ લોકોને આપણી મિત્રતા ખટકે છે. આ તરફ પલાશને પણ તે વાતની જાણ હતી , કે ઘણાં લોકો તેમનાં સંબંધો માટે ઘસાતું બોલે છે .
પરંતુ પલાશ અને જાસ્મીન ને તેમની દોસ્તીના તંદુરસ્ત સંબંધો ઉપર વિશ્વાસ હતો .
જાસ્મીન અને પલાશ બંને Mature હતાં. પોતપોતાની મર્યાદાઓ સારી રીતે જાણતાં હતાં. ઘણીવાર બંને વચ્ચે આ મુદ્દે ચર્ચા થતી તો બંનેનો સૂર લગભગ એક જ હોય કે... જેને જે વાત કરવી હોય તે કરે આપણે શું કામ ડરવું જોઈએ. બેઉં ને એવો ભાસ તો થતો જ હતો કે આપણો સબંધ પણ કોઈ ગયા જન્મનું ઋણાનુંબંધ જ હશે કે.......
આ જન્મની આપણી મિત્રતામાં એકબીજાની Care લેવાનું પ્રેમાળ વ્યવહારપણું આપણાં ભાગ્યમાં આવ્યું હશે .
પલાશ ને જાસ્મીન પ્રત્યેની લાગણીઓ જાણે કે અનહદ પ્રેમ હોય તેટલી હદે પાંગરેલી હતી.
કદાચ પલાશે વ્યકત ન કરેલો અને જાસ્મીને અનુભવેલો
એ હુંફાળો પ્રેમ જ હતો. નિકોલસ સ્પાકર્સે અ વૉક ટુ રિમેમ્બરમાં લખ્યું છે કે.....
" પ્રેમ પવન જેવો છે, તમે તેને જોઈ શક્તા નથી પરંતુ તમે તેને અનુભવી શકો છો ."
પલાશ ભૂતકાળ ની દુનિયામાંથી વર્તમાનમાં આવી ગયો હતો......
પલાશ આજે ઓફિસમાં આવ્યો. તેણે જોયું તો જાસ્મીન
આવી ન્હોતી. તેણે મોબાઈલની ડીસ્પ્લે સામે જોયું તો વ્હોટસપ પર જાસ્મીનનો કોઈ Message ન્હોંતો.
Contact listમાં જોઈને જાસ્મીનને Call કરવા આંગળી ના ટેરવાને મોબાઈલની ટચ સ્ક્રીન ઉપર મુકતાં જ
જાણે કરંટ લાગ્યો હોય , તેમ આંગળી નું ટેરવું પરત લઈ લીધું. મનોમન તે બબડવા લાગ્યો કે યાર દર વખતે હું જ કેમ Call કરૂં..! શું જાસ્મીન મને Call ના કરી શકે..?
આમ વિચારતાં જ પલાશનું મન તેને જવાબ આપતું કે યાર જાસ્મીન કોઈ કામમાં હશે એટલે Message કે Call કર્યો નહીં હોય... તે પ્રકૃતિથી જ સહજ છે, રિસાવું તેને ગમતું જ નથી .
આમ મનોમન બબડતો પલાશ પોતાની જગ્યાએ જઇને બેસી ગયો.
થોડી વાર થતાં જ પલાશે જાસ્મીન ને Call કર્યો , સામેથી જાસ્મીનનો મધુર રણકાર સાથેનું Hello સાંભળી ને પલાશે વાત કરી. એ જ સૌમ્યતા ,
એ જ શાલીનતાભર્યો વ્યવહાર અને એ જ સાથે બેસીને હંમેશા હસતી હતી તે જ ખડખડાટ હાસ્ય.....
પલાશ ની આંખો માં ઝળઝળીયા આવી ગયાં .
પલાશ નો અંતરઆત્મા જાણે કે તેને કહેતો હતો કે જાસ્મીનની લાગણીઓ ને દુભીને તને શું મળ્યું.. ?
પલાશ ઓફીસ ની બહાર આવીને આકાશ તરફ જોઈ રહ્યો . થોડા દિવસોથી આકાશ ઉપર વાદળોનો ઘેરો..
ધીરે ધીરે ખુલતો જતો હતો ,
અને આકાશ ફરી ચોકખું થઈ રહ્યું હતું.....
સમય રફતાર પકડીને દોડવા લાગ્યો.
~રાજુ દેસાઇ