Jivansathini Raahma - 5 in Gujarati Fiction Stories by Jigar Chaudhari books and stories PDF | જીવનસાથીની રાહમાં... - 5

Featured Books
Categories
Share

જીવનસાથીની રાહમાં... - 5

જીવનસાથીની રાહમાં....... 5
ભાગ 5

આગળનાં ભાગમાં જોયું કે મૈથલીનાં લગ્ન પાંચ દિવસ પછી છે. હેમંતને ફાલ્ગુન વિશે ખબર પડે છે. હવે આગળ

બીજા દિવસે સવારે મૈથલી પર ફાલ્ગુનનો મેસેજ આવે છે. મેસેજ પર લખ્યું હતું
" હાય મૈથલી
ગુડ મોર્નિંગ
પ્લીઝ તું મને આજે 10 વાગે લેકવ્યુ ગાર્ડનમાં મળ"

મૈથલી જવાબમાં
" ગુડ મોર્નિંગ
ઓકે"
પણ મનમાં વિચાર કરે છે કે કેમ અચાનક ફાલ્ગુન મળવા બોલાવ્યું
કદાચ આટલાં વર્ષો પછી મળ્યા એટલે જ હશે.
કા તો કંઈ સરપ્રાઈઝ હશે.
મૈથલી બસ આટલું વિચારી શકી પણ હકીકત કંઈ અલગ જ હતી.
મૈથલીનાં ઘરમાં લગ્ન તૈયારી શરૂ થઈ ગઈ હતી. મંડપવાળા, ડેકોરેશન વાળાની અવર જવર શરૂ થઈ હતી. આમ લગ્ન વચ્ચે કંઈ એમ જ તો નીકળાય નહીં એટલે વર્ષાનું નામ લઇને નીકળી જાય છે. મૈથલી વર્ષા ફોન કંરી બધી હકીકત જણાવી દે છે. અને વર્ષાને પણ લેકવ્યુ ગાર્ડનમાં બોલાવે છે. વર્ષા એમ તો ના જ પાડે છે પણ મૈથલી એને ગમે તેમ કરીને લેકવ્યુ ગાર્ડનમાં આવા મનાવી લે છે.

10:15 થઈ ગઈ હતી. ફાલ્ગુન તો દસ વાગે આવી ગયો હતો પણ મૈથલી હજુ અત્યારે આવી હતી કેમકે વર્ષાની રાહ જોતાં એને વાર લાગી ગઈ. બંને જણી સાથે જ બાગમાં આવે છે પણ વર્ષા પર હેમંત નો ફોન આવે છે એટલે એ ફોન પર વાત કરવા ત્યાં જ ઉભી રહે છે મૈથલી એકલી ફાલ્ગુનને મળવા જાય છે.

ફાલ્ગુન વૃક્ષ નીચે એક બાંકડા પર બેસેલો હતો. સવારનો સમય હતો એટલે પ્રકૃતિ સાથે રહેવું એનો પણ ગજબનો આનંદ હોય છે. પણ ફાલ્ગુનનાં મુખ પર કોઈ અલગ જ ભાવ હતાં. ન જાણે કેમ પણ એ લગ્ન કરવાં માગ્તો ન હતો. મૈથલી ફાલ્ગુન ને જોય તે તરફ જાય છે. એને વર્ષો પછી ફાલ્ગુન ને મળતાં ધણો આનંદ થાય છે એ એનાં મુખનાં ભાવ પરથી સ્પષ્ટ જોઈ શકાતું હતું.

" હાય ફાલ્ગુન
ગુડ મોર્નિંગ "

" હાય મૈથલી
ગુડ મોર્નિંગ "

" ફાલ્ગુન કેટલાં વર્ષો પછી મળ્યા આપણે
તને ખબર છે આપણે છેલ્લે કયારે મળ્યા હતાં.

મૈથલી વાત કરતી જ જતી હતી કે સ્કુલની વાતો, કોલેજની વાતો, ઘરની વાતો પણ એકલી મૈથલી બોલી રહી હતી ફાલ્ગુન એની વાતને બસ શાંતિથી સાંભળી રહ્યો હતો. એને એ વાતથી કોઈ ફરક પડતો ન હતો. આખરે પોતે એકલી બોલીને મૈથલી થાકી જાય છે કેમકે ફાલ્ગુન વાતો તો શું? હસતો કે માથું પણ હલાવતો ન હતો વાતનાં જવાબમાં એટલે મૈથલી એનાં ન જવાબથી જોઈને પુછે છે.

" કોઈ પ્રોબ્લેમ
કોઈ વાત છે? "

" હા"

" શું? "

" મૈથલી મારી વાતને ખોટી ની સમજતી"

"પણ શું? "

" મૈથલી હું તારા સાથે લગ્ન નથી કરવા માગ્તો
પ્લીઝ મને ખોટો ની સમજતી
મૈથલી
હું....... "

" શું? તું?
ફાલ્ગુન "

" પ્લીઝ મને સમજવાની કોશિશ કર"

મૈથલી ફાલ્ગુનનાં લગ્ન કરવાની વાતથી જાણે એનાં શરિર માંથી હ્રદય તો હતું પણ એની ધડકન જાણે બંધ થવાની હોય ફાલ્ગુનની આ વાતથી મૈથલી ને ઘણો આધાત લાગે છે. વર્ષા પણ ત્યાં આવી જાય છે અને બંનેની છેલ્લી વાતો એને કાને પડે છે. એ તરત જ મૈથલી પાસે આવી જાય છે. મૈથલી બસ અત્યારે ચુપચાપ ઊભી હતી. એનું દુઃખ એનાં આંખોમાંથી ટપકતાં આસુંમાંથી જોઈ શકાતું હતું. વર્ષા મૈથલીને સંભાલે છે. બે ત્રણ મિનિટ માટે ત્રણે વચ્ચે શાંતિ હોય છે.

" સૉરિ
મૈથલી હું પણ તારી સાથે લગ્ન ન કરી શકું"

મૈથલી કોઈ જવાબ ન આપતી. પણ વર્ષા જવાબ આપે છે.

" કેમ ફાલ્ગુન?
લગ્ન માટે ના પાડે છે"

ફાલ્ગુન શું જવાબ આપે છે.

જાણવા માટે વાંચતા રહો જીવનસાથીની રાહમાં....... નો આગળનો ભાગ.......