‘શ્રુતિ ઇઝ ડેડ.’
બારીની બહાર પક્ષીઓની કલ - કલ છે, સવારના 5 વાગ્યા છે. સૂરજ ઊગી ગયો છે. થોડોક ઉજળો પણ છે. અને વ્હાલસોયા બચ્ચાઓની જેમ સવારની પાસે રંગો દોડી આવ્યા છે. હવા સ્મિત જેમ મિઠ્ઠી વહે છે, આમાં શોક કઇ રીતે થાય? આ તો સુંદરતા ની ઋતુ છે. ક્યાંય વરસાદ તો પલટો નથી, પાંથી બેરંગ કોઈ આકાશ, કે જેને જોઈ શ્રુતિની યાદ આવે. શ્રુતિ મૃત્યુ પામી છે.
શ્રુતિ. જેના પરિવારની આગળ પાછળ આ આખી કહાની રમે છે, તે મૃત્યુ પામી છે. અને બસ, આ હકીકત છે. કોઈ કથા નથી, જેમાં શ્રુતિ પાછી જીવંત થઈ જાય. રામેશ્વરમના કિનારા સુધી આ હકીકત પોહંચી નથી, પણ ત્યાં આજે 4 વાગ્યે વરસાદ પડવાનો છે. અને શ્રુતિના માં - બાપ તેના કારણે જ ઠેલવાઈ જવાના છે, રામેશ્વરમ માં. તો કદાચ હવે વિલાપ કરવા ત્યાં કરવા જવું પડશે. આ બારીની બહાર જઈએ તો એજ દિશામાં આગળ વધીએ અને રામેશ્વરમ પહોંચીએ.
રામેશ્વરમમાં કર્ણાટકથી આવેલા એક હિસ્ટોરિયન પાસે જઈએ. રૂપાળો યુવાન છે, ત્વચા ઘઉંવર્ણી અને પાતળી છે, અડવાથી જ તેની હકીકત પરખાય. તેને એક ટી શર્ટ પહરી છે, અને ઊંઘતા ઊંઘતા તે ખૂબ રૂપળો લાગે છે. હવે તેના પગમાં ચપ્પલ છે, વરિયાળી ટાઇલ્સ પર પગ મુક્તા તે આગળ વધે છે. અહી બાલ્કની છે, જ્યાંથી રામેશ્વરમનો વિશાળ દરિયો દેખાય છે. હવે અહીથી તે બહાર જાય છે, સેન્ડલ પહેરે છે, ઘરને માત્ર સાંકળ લગાવી અને તે બહાર જતો રહે છે. તેની પાસે એક જીપ છે. આ જીપમાં બેસતા એક બીજા છેડે પહોંચે છે. અને આ છેડે તે ઊંઘમાં ચાલતો હોય તેમ પાણીમાં ચાલવા લાગે છે. તેના હાથમાં એક ફાટેલી પુસ્તક છે. સફેદ પેન્ટ વાળી તે પાણીમાં બેસી જાય છે, ત્યાં તે ઊંધો ઊંઘવા લાગે છે. કોઈ તેને જોતું નથી, અને અહીં કોઈ આવતું પણ નથી. થોડીક વાર વાંચી તે ઊંઘી જાય છે. પાણી તેને ધક્કો મારતા ઉછાડે છે, અને તે ઉછડે છે.
ઉઠે છે ત્યારે સુર્ય નો પ્રકાશ અતિ ભયંકર હોય છે. તેનો ફોન પલડી ગયો છે, અને તે વાગે છે.
‘હલ્લો.’ સામે થી અવાજ આવે છે.
‘હૈ.’
‘આઈ એમ ગોઇંગ.’ હું જાઉ છું.
‘બાઈ.’ આવજે.
બસ, આનાથી વધુ વાત ન થાય, એને ખબર છે કેમ. વધારે વાત એટલે પકડાઈ જવાનો ડર. પછી તે તેની ઘડિયાળમાં સામે જોવે છે. અને જીપ લઈ પાછો ઘરે પરત ફરે છે. અહી તે જમવામાં કશું જ લેતો નથી. તે ૨ કલાક સુધી ન્હાય છે. તમને લાગતું હશે કે આ છોકરા ને નાહવું બહુ ગમે છે, હકીકતમાં એને આ કઈક યાદ દેવડાવે છે, અને એ ક્ષણે તે દરરોજે પાછો વળે છે. ન્હાયને ઝાલરટાણે સુધી તે ઊંઘે છે. ફરી તેને ફોન આવે છે.
‘આઈ એમ હિયર. આઈ વોન્ટ ટુ મીટ યૂ, એટ યૂર પ્લેસ, ૮.’
હું અહીજ છું. મારે તને મળવું છે, તારા ઘરે, ૮ વાગ્યે.
પછી તે ઊભો થાય છે, કપડાં બદલે છે, ઢંગ ઢડા વગરનો શર્ટ અને ધોતી જેટલું ખૂલતું લીનન પેન્ટ પહરે છે. સામે જ મોટો આઈનો છે. અહીંની રાખ જેવી લીલી દીવાલો સામે આઈનો બહુ કાળો લાગે છે. તે ઠીક ઠાક લાગે છે. જ્યારે તે તેના ઘરે જશે, ત્યારે તેના ૩ કલાક તો તૈયાર થવામાં જતાં રહશે. એટલે તેને અહી તૈયાર થવાનો કંટાળો આવે છે. અહીં મજા આવે છે.
દરવાજો ખખડે છે.
તે દરવાજો ખોલે છે, તો તેની સામે એ સ્ત્રી છે જેને તે અત્યારે પ્રેમ કરે છે.
પહેલા ન હતો કરતો.
પછી પણ ખબર નહીં. અત્યારે તો કરે જ છે..
તે સ્ત્રી છે જ્યોતિકા, શ્રુતિની મમ્મી.