આઈ હેટ યુ - કહી નહીં શકું
પ્રકરણ -75
વિરાટે એનાં ફોનમાં વીડીયો સેટ કરીને ફોન એવી રીતે મુક્યો કે બધાને જોઈ શકાય સાંભળી શકાય. તાન્યા-વિરાટની વાત થઇ ચુકી હતી હવે અમીત - નીશાએ એમની વાત કરી.. અમીત બોલ્યો હું અને નીશા અમારી મેકડોવેલની જોબમાં ભેગાં થયાં શરૂઆતમાં એકબીજાને જાણતાં નહોતાં. અમારે બ્રેક પડતો ત્યારે અમે અમારું લંચ લેતાં મારુ ધ્યાન હતું કે આ છોકરી અહીં જોબ કરે છે. એકવાર એ ફોનમાં કોઈ સાથે ગુજરાતીમાં વાત કરતી હતી કારણકે દેખાવે એ મને સાઉથની હોય એવું લાગતું.. ત્યાં નીશા વચ્ચે બોલી અમીત ખુબ હું સાઉથનીજ છું પણ મારાં પાપા ગુજરાત જોબને કારણે આવી ગયાં હતાં પણ બોર્ન બ્રોટઅપ વડોદરા છું તો ગુજરાતી બોલવાની સ્વાભાવિક છે પણ ઘરમાં અમારે તમિલજ બોલાય છે માં હંમેશા તામિલમાં વાત કરે છે.
અમિતે કહ્યું એતો પછી મને બધી ખબર પડી મીસ નીશા શંકરન તને ગુજરાતીમાં વાત કરતાં સાંભળી મને મનમાં આનંદ થયો કે આ તો ગુજ્જુ છે વાળ કાળા લાંબા કર્લી છે પણ ગુજરાતી લાગી એટલે એ દિવસે એનો ફોન પૂરો થતાંજ પૂછ્યું નીશા આર યુ ગુજરાતી ? આઈ એમ ગુજરાતી બટ બેઝિકલી ફ્રોમ તામિલનાડુ ઓહ ઓકે એવું બોલી હું મારાં કામે લાગેલો.
નિશાએ કહ્યું ઓહ ઓકે એવું બોલેલો જાણે એને જાણીને મોટો નીશાસો નાંખેલો. અમીત હસી પડ્યો એણે કહ્યું હું એવું માનતો હતો કે તું ગુજ્જુ છે તો મજા આવશે ફ્રેન્ડશીપ કરીશું અને આગળ... પણ પછી હું એનામાં ઇન્ટરેસ્ટ ઓછો લેવા લાગ્યો...
રાજે કહ્યું ભાષા અને રાજ્ય કોઈ પણ હોય એમાં પ્રેમને શું લેવા દેવા ? અમીત કહે યાર સાઉથવાળા…રાજે કહ્યું ભાષા અને રાજ્ય કોઈ પણ હોય એમાં પ્રેમને શું લેવા દેવા ? અમીત કહે યાર સાઉથવાળા બહું ટીપીકલ અને પોતાનામાં જ સીલેકટીવ હોય અને એમનું અગડમ બગડમ તમિલ મને પલ્લે પડે નહીં અને એ કોઈવાર ફોનમાં વાત કરતી હોય એની મધરસાથે તો તો હું કોઈ બીજા પ્લેનેટ પર હોઉં એવું લાગે એમ કહી હસવા લાગ્યો.
વિરાટે કહ્યું બધું સમજી ગયાં... તો પછી પ્રેમમાં ક્યારે કેવી રીતે પડ્યા ? નિશાએ કહ્યું એમાં અમિતની એ હેલ્પ કામ કરી ગઈ અને પછી .... અમિતે કહ્યું વિરાટ એમાં એવું થયું અમે રાત્રે રેસ્ટોરાં પહોંચી ગયેલાં ત્યાં જઈ ચેન્જ રૂમમાં ત્યાંનો યુનીફોર્મ પહેર્યો નિશા પણ યુનીફોર્મ પેહરીને ડ્યૂટી પર આવી ગઈ હતી અમારી બાજુમાંજ લીકર શોપ છે એકવાર એક ગોરીયો પિયક્કડ થયેલો અમારે ત્યાં બર્ગર ખાવા આવ્યો એ ટેબલ પર બેઠેલો અને એને નીશાને ઓર્ડર આપ્યો... નિશા ઓર્ડર લઈને ત્યાંથી ગઈ હું ત્યાંજ હતો બીજા કસ્ટમરને સર્વ કરી રહેલો અને થોડીવાર પછી નિશા પેલાને બધો ઓર્ડર લઈને આવી એણે ટ્રે ટેબલ ટોપ પર મૂકી બધું એને સર્વ કરી રહી હતી અને પેલાએ નીશાને પાછળ નાં ભાગે સ્પર્શ કરી હાથ ફેરવ્યો અને બોલ્યો હાય.. યુ.. અને નિશાએ રીતસર ચીસ પાડી અને ત્યાંથી હટી હું ત્યાં દોડ્યો અને નીશાને પૂછ્યું શું થયું ? નિશાએ રડતાં રડતાં મને કહ્યું મેં પેલાને એ જોરદાર ખેંચી દીધી એનો અડધો નશો ઉતરી ગયો.
એણે નીશાને સોરી કીધું ફોર્ચ્યુનેટલી મેકડોનલની એજન્સી આપણાં ગુજરાતી ઓવનર પાસેજ હતી એ બધાં દોડી આવ્યા મેં પેલાને એવો પંચ મારેલો કે એનો દાઢીનો ભાગ લાલ લાલ થઇ ગયેલો પણ એણે નીશાને હર્ટ કરી હતી એટલે સોરી સોરી બોલી રહેલો. અમારા બોસે પૂછ્યું શું થયું નિશાએ બધી વાત કરી અમારાં બોસે પેલાને વોર્નિંગ આપી અમે બંન્ને ત્યાંથી અંદર આવ્યા.
નિશાએ કહ્યું થેન્ક્સ અમિત. એણે થેન્ક્સ મને એવી રીતે કહ્યું ને મારાંથી એવું બોલાઈ ગયું એય નીશું માય પ્લેઝર આઈ લવ યુ. ત્યાં નિશા પણ બોલી ગઈ આઈ લવ યુ ટુ અમિત.
અમીતે કહ્યું બસ પછી શરૂ અમારી લવ સ્ટોરી હું પછી એનું ધ્યાન રાખવા માંડ્યો ઘરેથી જોબ માટે વહેલો નીકળવા માંડ્યો. નિશાની ત્યાં રાહ જોતો નિશા પણ વહેલી આવવા માંડી અને સાથે નાસ્તો કરતાં કોફી પીતાં જેમ જેમ નજીક આવ્યા એમ પરીચય કેળવાતો ગયો. અને આજે મેં એને ફોન કર્યો એને આવવા માટે તો... પેહલા નાં પછી હાં... અમીત હસી પડ્યો.
નિશાએ કહ્યું નાં - હાં -નો સવાલ નથી તારો ફોન આવે મળવા અંગે અને હું વિચાર કરવા બેસું ? મેં તને પસંદ કરી લીધો છે એ ઘરે નથી ખબર હજી. મારી મોમનો કે ભાઈનો ફોન આવવાનો હતો એટલે મને વાર લાગી ત્યાં અમારી કાસ્ટમાં કોઈ છોકરાં સાથે વાત ચાલે છે છોકરો અમદાવાદ છે અને અમારી વર્ચ્યુઅલ મિટિંગ રાખવાની વાત ચાલતી હતી હું એમાં ટેન્સનમાં હતી.
અમિતનો ચેહરો પડી ગયો એ બોલી ઉઠ્યો ઓહ નિશા એવી વાત છે ? તો હવે તું શું કરીશ? તારે કેહવું તો પડશેને ? હું આવતી કાલે મારાં પેરેન્ટ્સને પણ કહી દેવાનો છું...
નિશાએ કહ્યું ડોન્ટ વરી હું મારાં ફાધર અને બ્રધરને ક્લિયર વાત કરી લઈશ એલોકો તો સપોર્ટ કરશે મોમ મારી થોડી કન્ઝરવેટિવ છે પણ હું મેનેજ કરી લઈશ ચિંતા નાં કર. અને અમીતે નિશાનો હાથ દબાવ્યો નિશાએ અમિતને મીઠી કીસ કરીને એની આંખમાં આંખ પરોવીને કહ્યું અમીત ડોન્ટ વરી નાઉ આઈ એમ ઓન્લી યોર્સ નથીંગ વીલ બી ગોઈંગ ટુ ચેન્જ . લવ યુ. અને અમીતે એના હોઠ ચૂમી લીધાં.
તાન્યા ક્યારની બધું શાંતિથી સાંભળી રહી હતી એણે કહ્યું મારાં મનમાં જેટલાં પ્રશ્નો ઉઠેલાં બધાંના જવાબ મળી ગયાં હાંશ તમે લોકો એકબીજાને સમજીને સરસ પ્રેમ કર્યો પસંદગી કરી જેવી મેં વિરાટની કરી છે એમ કહી વિરાટ સામે જોયું.
નિશાએ રાજ સામે જોઈને કહ્યું રાજ અમારી તો બધાંની વાતો સંભળાઈ ગઈ સ્ટોરી તારી શું છે ? કહેને ..
રાજે બધાંની તરફ નજર કરી અને કહ્યું મારી કોઈ સ્ટોરી નથી પણ વાસ્તવિક હકીકત છે એક સાચો અનુભવ છે જે સવર્ગીય છે મારુ અને મારી પ્રેમીકા નંદીની નું મળવું અમારો પ્રેમ - વિશ્વાસ અને એકબીજાની કેર અદભુત છે હજી જીવંત છે. મારે ભણવા અંગે અમદાવાદ છોડી યુ એસ આવવું પડ્યું અમારો વિરહ થયો એમાંય મારી કેરીયર નાં બગડે એનાં કારણે નંદીનીએ મને ફોન પર મળવા - વાત કરવા પર પણ નાં પાડી અમારાં પ્રેમનાં સમ આપ્યાં.
બસ એ દિવસની પળથી અમારો વિરહ તનથી હતો એ મન અને વાર્તાલાપ માટે પણ શરૂ થઇ ગયો એણે મને આકરી શરતથી બાંધી દીધો મને ખબર છે એમાં મારાં ફાધરનું પ્લે ગેમ છે મને ને નંદીનીને દૂર કરવા ચાલાકી કરી હતી હવે મારે નંદીનીનો સંપર્ક કરવો છે પણ નથી થઇ રહ્યો. સંપર્ક કરવા માટે માટે હું ઘણું કરી ચુક્યો છું પણ નિષ્ફ્ળ ગયો છું. એનાં એડ્રેસે કાગળ લખ્યાં છે એનાં નંબર પર ફોન કર્યા છે. મેં મારી રીતે એનાં નામથી નંબર સર્ચ કર્યા છે પણ ક્યાંય માહિતી નથી મળી મારાં પેરેન્ટ્સને પૂછ્યું પણ કહે છે એ એનાં ઘરમાંજ નથી રહેતી ઘર લોક રહે છે મને નથી ખબર નંદીની ક્યાં રહે છે ? મોબાઈલ નંબર શું છે? એ શું કરી રહી છે કઈ નથી ખબર .
વિરાટે રાજ સામે જોઈ એનાં ફોનમાં ચાલતાં વિડીઓ કોલ તરફ જોયું ત્યાં બીજી તરફ નંદીનીને એણે મેસેજ કરી દીધેલો કે હું તને હવે વિડિઓ કોલ કરું છું તું જોજે તું એકદમ નજર સામે નાં આવીશ અને સાઇલન્ટ કે મ્યુટ પર રહેજે પણ તું જોજે શાંતિથી અહીં બધાનો ઈન્ટ્રો પણ થઇ જશે રાજને જોઈ શકીશ એની વાતો સાંભળી શકીશ...
નંદીની ક્યારની બધું જોઈ સાંભળી રહી હતી ત્યાં રાજ બોલ્યો અને નંદીની ખુબ...
વધુ આવતા અંકે - પ્રકરણ 76