રાધિકા : ઓહ માય ગોડ!!!!
તેનાથી હસાય જાય છે.
બેડ પર બેઠેલી પૂર્વી અને બાજુમાં તેનો હાથ પકડી બેઠેલા નિશાંત ની નજરો મળે છે.
પૂર્વી ની આંખોમાં ખુશી ના આંસુ આવી ગયા હોય છે.
નિશાંત વ્હાલ થી તેના માથા પર હાથ ફેરવે છે.
ડોક્ટર : Congratulations.
પૂર્વી : થેન્ક્યુ સો મચ ડોક્ટર.
પૂર્વી અને ડોક્ટર કેટી સામ સામે મુસ્કાય છે.
* * * *
ટેક્સીમાં
રાધિકા : આઈ કાન્ટ બિલિવ ધીસ!!!!
તે ફરી હસતાં હસતાં કહે છે.
રાધિકા : તમે બંને કેમ આટલા ચૂપ ચૂપ છો યાર??
પૂર્વી અને નિશાંત ફરી એક બીજા સામે જોઈ મુસ્કાય છે.
પૂર્વી ને શરમ આવી જાય છે.
નિશાંત ધીમેથી તેનો હાથ પકડી લે છે.
રાધિકા : અહંમ....અહંમ....
પૂર્વી તરત નિશાંત નો હાથ છોડી દે છે.
રાધિકા ફરી હલકું હસી પડે છે.
નિશાંત રાધિકા સામે આંખો કાઢે છે.
રાધિકા : સોરી.
નિશાંત : પતી ગયુ હો હવે.
રાધિકા : હજી તો શરૂ પણ નથી થયુ.
પૂર્વી અને રાધિકા હસી પડે છે.
નિશાંત : તમે બંને પણ છો ને યાર.
પૂર્વી : અમે તો છે જ ને તારી સાથે.
રાધિકા : હાસ્તો.
નિશાંત ફરી બંને ને આંખો બતાવે છે.
નિશાંત : તમે બંને પોતે બાળકો જેવી મસ્તીખોર છો.
જો....જો આને....
હું બોલું છું ત્યારે મારી નકલ કરે છે.
રાધિકા : તો બીજું શું કરું??
પૂર્વી : કેટલી વાર કહીશ એક ની એક વાત??
નિશાંત : તમે બંને કર્યા જ કરો છો તો....
પૂર્વી : પ્રેમ ની જેમ મસ્તી પણ....
નિશાંત : હવે કઈ પણ નહી બોલતી.
પૂર્વી : શેનો કારણ વગર ચીડાય છે??
નિશાંત : તું....
પૂર્વી : જીંદગી પોતે આટલી મસ્તીખોર છે.
અવારનવાર આપણી સાથે મસ્તી કરતા કરતા નવી રમતો રમ્યા કરતી હોય છે.
તો આપણે....
નિશાંત : સમજી ગયો.
રાધિકા : હું પણ સમજી ગઈ.
કોઈ ને અમને ચારેય ને છોડી ને પાછા જવાનું મન નથી થતું ને??
સાંભળી નિશાંત બારીની બહાર જોવા લાગે છે.
પૂર્વી નિશાંત ના હાથ માં તેનો હાથ ફસાવી નિશાંત ના ખભા પર ધીમે થી માથું મૂકી દે છે.
૪ કલાક રહી ને નિશાંત ની પાછા ઈન્ડિયા જવાની ફ્લાઇટ હોય છે.
અને થોડી વાર પહેલા જ તેમને જાણ થઈ હોય છે કે પૂર્વી અને તે જોડિયા બાળકો ના માતા પિતા બનવા ના છે.
* * * *
એરપોર્ટ
નિશાંત : ધ્યાન રાખજે.
પૂર્વી : હા.
હું રાધિકા નું ધ્યાન રાખી લઈશ.
તે મસ્તી કરવા લાગે છે તો નિશાંત તેને ફરી આંખો બતાવે છે.
પૂર્વી મુસ્કાય છે.
નિશાંત : ફરિયાદ કોઈ ના આવવી જોઈએ.
પૂર્વી : ઓકે બોસ.
નિશાંત : તારા પપ્પા સાથે વાત કરતી રહેજે બધી અને બહુ બહારનું નહી ખાતી.
પૂર્વી : સારું મમ્મી.
તે હસવાનું રોકતા કહે છે.
હવે નિશાંત મુસ્કાય છે.
બંને એક બીજાને ભેટે છે.
પૂર્વી : તમે પણ જમજો બરાબર.
હવે રાધિકા પણ નથી ત્યા કે મારે બદલે ખાધું કે નહી એવું પૂછી લે.
સાંભળી રાધિકા મુસ્કાય છે.
નિશાંત : ઓકે દાદી.
રાધિકા : એક સેલ્ફી થઈ જાય??
તે મોબાઈલ નો કેમેરા ઓન કરતા કહે છે.
ત્રણેય કેમેરા સામે જોઈ ફરી મુસ્કાય છે.
નિશાંત : વીશ લિસ્ટ આગળ વધારજો.
રાધિકા : હંમ.
ઘરે બધા ને....
નિશાંત : મારા કરતા તું બધાને વધારે યાદ કરતી લાગે છે.
નિશાંત અને રાધિકા પણ એક બીજાને ભેટે છે.
નિશાંત : એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ.
તે ધીમે રહીને કહે છે.
પૂર્વી : થેન્ક્યુ.
આ મમ્મી પપ્પા માટે.
નિશાંત : શું છે?? ગીફ્ટ??
પૂર્વી : ખાસ ગીફ્ટ.
નિશાંત : ઓહ હો!!
આપી દઈશ તેમને.
જલ્દી આવીશ પાછો.
રાધિકા : અમે રાહ જોઈશું.
ત્રણેય હલકું મુસ્કાય છે.
* * * *
પૂર્વી : રાધિકા, ખબર સાંભળી પપ્પા બહુ જ એટલે બહુ જ એટલે બહુ જ ખુશ થઈ ગયા.
પૂર્વી ખુશીથી નાચતા નાચતા રસોડામાં આવી કહે છે.
રાધિકા કોબી નું શાક હલાવી રહી હોય છે.
તેનું જાણે પૂર્વી શું કહી રહી છે એના પર ધ્યાન જ નહોતું.
પૂર્વી : રાધિકા....
તે તેના ખભા પર હાથ મૂકે છે તો રાધિકા પોતાની વિચારોની દુનિયામાંથી પાછી ફરે છે અને પૂર્વી સામે જુએ છે.
પૂર્વી : મમ્મી પપ્પાની યાદ આવી ગઈ??
રાધિકા ની ભીની આંખો જોતા પૂર્વી પૂછે છે.
રાધિકા : નહી.
તે પોતાનો ભીનો અવાજ છુપાવતા કહે છે.
પણ પૂર્વી ને તેના આવાજ ની ભીનાશ અડી જાય છે.
તે રાધિકા ને પોતાની તરફ ફેરવે છે અને હલકું હસે છે.
પૂર્વી : થોડા દિવસ માં પાછો આવશે ને
નિશાંત.
એમાં રડે છે શેની??
તે રાધિકા ની ભીની આંખો લૂછે છે.
રાધિકા : મને નથી ખબર.
તેની આંખોમાં ફરી આંસુ આવી જાય છે.
પૂર્વી : અરે....!!
તે રાધિકા ને ગળે વળગાળી લે છે અને શાક નો ગેસ બંધ કરે છે.
બંને સાથે ચાલી લિવિંગ રૂમમાં આવે છે.
પૂર્વી : બેસ.
બંને સોફા પર બેસે છે.
રાધિકા પોતાના ચહેરા પર મુસ્કાન લાવવાની કોશિશ કરે છે.
પૂર્વી : તું અત્યારે જે લાગણી અનુભવી રહી છે એ હું બરાબર સમજી શકું છું.
તે રાધિકા ના પગ પર હાથ મુકતા કહે છે.
પૂર્વી : જ્યારે હું મારા સ્કૂલ ફ્રેન્ડઝ અને બધાને છોડી ને પહેલી વખત ન્યુ યોર્ક આવી હતી હું પણ તેમને યાદ કરી ખૂબ રડી હતી.
એકલું એકલું લાગતું હતુ.
રાધિકા પૂર્વી સામે જુએ છે.
પૂર્વી : એક વાત કહું,
અહીંયા આપણે જ્યારે આવ્યા ત્યારે મને પણ એવું લાગતું હતુ કે નિશાંત નું પાછા જવું મારા માટે પણ ઇમોશનલી અઘરું બનશે પણ એવું નહી બન્યું હું રિલેક્સ રહી શકી.
હું એમ નથી કહી રહી કે તારે પણ એવું રિલેક્સ રહેવાનું હતુ કે હવે રહે.
હું બસ તારી સાથે આ શેર કરું છું.
અને તને જે ફીલ થઈ રહ્યુ એ એની જગ્યા પર એકદમ બરાબર છે.
હું તને સમજુ છું રાધિકા.
રાધિકા રાધિકા : થેન્ક્યુ.
પૂર્વી : હવે હસ.
રાધિકા હલકું હસે છે.
* * * *
સુરત
મમ્મી : કેવી રહી સફર??
નિશાંત : સારી રહી.
મમ્મી : પૂર્વી ને કેમ છે??
નિશાંત : પપ્પા ઘરમાં છે??
મમ્મી : હા.
નિશાંત : એક ખુશી ના સમાચાર છે.
નિશાંત ખુશ થતાં કહે છે.
મમ્મી : શું??
નિશાંત : તને ને પપ્પાને સાથે કહીશ.
પપ્પા : કેમ છો??
તે ઉપર થી નીચે આવતા નિશાંત ને પૂછે છે.
નિશાંત : પપ્પા.
તે પપ્પાને ભેટી પડે છે.
પપ્પા : બહુ ખુશ દેખાય રહ્યા છો એટલે બધુ બરાબર છે.
નિશાંત : પૂર્વી એ તમારા બંને માટે આ મોકલ્યું છે.
તે પપ્પાના હાથમાં તે ગીફ્ટ આપતા કહે છે.
પપ્પા : ગીફ્ટ!!
પપ્પા ગીફ્ટ ખોલે છે.
મમ્મી : બેટા આ....
નિશાંત : સોનોગ્રાફી ના ફોટા છે.
મમ્મી : પણ....
નિશાંત : ટ્વિન્સ છે.
૨ બાળકો.
નિશાંત એકદમ ખુશ થતાં કહે છે.
મમ્મી : ખરેખર??
નિશાંત : હા.
મમ્મી પણ ખુશ થઈ નિશાંત નું માથું ચૂમી લે છે.
મમ્મી : ખૂબ સુખી થાઓ.
પપ્પા : આ તો ઘણા સારા સમાચાર છે બેટા.
પપ્પા પણ ખુશ થાય છે.
નિશાંત મુસ્કાય છે.
પપ્પા : પૂર્વી ના પપ્પાને જાણ કરી??
નિશાંત : હા.
મમ્મી : કાલે આપણે તેમને જમવા બોલાવીશું.
પપ્પા : હા....હા.
હું તેમની સાથે આજે જ વાત કરી લઉં છું.
મમ્મી : હા.
મમ્મી પપ્પાની ખુશી નો પાર નથી હોતો.
* * * *
~ By Writer Shuchi ☺
.