Midnight Coffee - 23 in Gujarati Love Stories by Writer Shuchi books and stories PDF | મિડનાઈટ કોફી - 23 - નિર્ણય

Featured Books
Categories
Share

મિડનાઈટ કોફી - 23 - નિર્ણય

પૂર્વી : યુ શુડ ડુ ધીસ.
રાધિકા : દિપક શાહ મારો પણ ફેવરિટ સિંગર છે.
તેનો અવાજ મને બહુ ગમે છે.
નિશાંત : તો પછી બસ.
રાધિકા : પણ....
પૂર્વી : કેટલું વિચારીશ??
રાધિકા : મને ઠીક નથી લાગતુ.
નિશાંત : શું??
રાધિકા : આમ અચાનક....
પૂર્વી : લાઇફ માં સરપ્રાઇઝીઝ અચાનક જ મળે.
નિશાંત : બધી વાત માં બહુ વિચાર નહી કર્યાં કરવાના.
સામેથી તક મળી છે તેને ઝડપી લે.
રાધિકા : તેણે મને જ શું કામ પસંદ કરી??
હું તમારી સાથે....
નિશાંત : રાધિકા....
રાધિકા : એમ નહી....
હું હમણાં....આપણી વિડિયોઝ વાયરલ થઈ એટલે??
લખો લોકો મને જાણતા થઈ ગયા એટલે??
પૂર્વી : રાધિકા, તું એવું શું કામ વિચારે છે??
રાધિકા : બીજું શું કારણ હોય શકે??
હું કોઈ ફરિયાદ નથી કરી રહી પણ....
તે મારો ઉપયોગ ના કરી શકે આવી રીતે.
નિશાંત : તારી વાત બરાબર છે.
રાધિકા : હું તેને મળવા માંગીશ કોઈ પણ નિર્ણય લેતા પહેલા.
નિશાંત : તે પણ તને મળવા જ માંગે છે.
તું કહે ત્યાં અને ત્યારે તેને બોલાવી લેવાશે.
રાધિકા : કાલે ગમે ત્યારે.
તે હલકું મુસ્કાય છે.
નિશાંત : હું સંદીપ ને કહી દઉં.
એ કાલની મીટીંગ ફિક્સ કરી દે.
કહેતા તે સંદીપ ને ફોન લગાવે છે અને વાત કરી લે છે.
પૂર્વી : ૪ વાગી ગયા.
ચા પીએ??
રાધિકા : હા.
નિશાંત : હું બનાવું??
પૂર્વી તેની સામે જોવા લાગે છે.
નિશાંત : મને આવડે છે ચા બનાવતા.
રાધિકા : સારી ચા બનાવે છે નિશાંત.
પૂર્વી : મને બહુ ભૂખ પણ લાગી છે.
નિશાંત : રાધિકા રોટલા બહુ સરસ બનાવે છે.
પૂર્વી : એમ....??
રાધિકા મુસ્કાય છે.
નિશાંત : ચા અને રોટલા થઈ જાય??
પૂર્વી : થઈ જાય.
હું લોટ ના ડબ્બા બતાવી દઉં.
તે પલંગ પર થી ઉભી થવા જાય છે.
નિશાંત : તું બેસ.
અમે જોઈ લઈશું.
રાધિકા : તું બાકી નું પેકિંગ પતાવી દે.
પૂર્વી : હા.
થોડુક જ બાકી છે હવે.
નિશાંત : થોડું ક્યાંથી??
હજી બહારથી કોરા નાસ્તા લાવવાના તો બાકી છે.
પૂર્વી : અરે હા.
નિશાંત : ચા બને ત્યા સુધી આરામ કરી લે એવું હોય તો.
પછી ફટાફટ બધુ પેકિંગ પતાવી દઈશું.
પૂર્વી : આઈ એમ ઓકે.
નિશાંત : કરી લેને થોડો આરામ.
સવારથી કામ કરી રહી છે તું.
રાધિકા : પાવર નેપ લઈ લે.
પૂર્વી : ઓકે.
નિશાંત : ગુડ ગર્લ.
તે હસે છે.

* * * *

બીજા દિવસે સવારે ગાડીમાં ઑફિસ જતા

નિશાંત : ત્રીજા માળે મારો જ પ્રાઈવેટ
મીટિંગ રૂમ છે.
જે જ્યારે કોઈ દોસ્ત કે ફેમિલી મેમ્બર મળવા આવે ત્યારે વપરાય છે.
તારી મીટિંગ દિપક શાહ ની સાથે ત્યા ગોઠવી છે.
ત્યા તમે બંને વાત કરતા હશો ત્યારે કોઈ નહી આવે.
પાણી ની ને બધી વ્યવસ્થા ત્યા પહેલેથી છે જ.
રાધિકા : ઓકે.
નિશાંત : આજે તું પહેલી વાર ઓફિસ આવીશ.
નિશાંત ખુશ થતા કહે છે.
રાધિકા : હા.
તે મુસ્કાય છે.

* * * *

દિપક : હાય.
રાધિકા : હાય.
દિપક : કેમ છે??
રાધિકા : કેવી લાગી રહી છું??
દિપક : મારાથી પણ ગુસ્સે છે??
રાધિકા : હું તારી મ્યૂઝિક વિડિયો માં કામ નહી કરી શકું.
તે ચહેરા પર કોઈ પણ જાતના ભાવ લાવ્યા વિના સીધા શબ્દો માં કહે છે.
દિપક : જેની એ મને....
રાધિકા : મને આગળ વધતા વાર જરૂર લાગી.
પણ હવે હું આગળ વધી ગઈ છું.
તે હજી સુધી આગળ નહી વધી શકી હોય તો તે તેનો પ્રોબ્લેમ છે.
તેણે મને છોડી દીધી હતી,
હું તો તેની સાથે જ હતી.
દિપક : જો તે ફરી....
રાધિકા : મારી પાસે એવા લોકો માટે સમય નથી જેમને મારી સરખી કદર નથી.
અને હવે બીજી વાર આવતો નહી.
દિપક : રાધિકા....
રાધિકા : હજી શું સાંભળું??
કેટલો બચાવ કરીશ એનો??
દિપક : હું નથી કરી રહ્યો.
રાધિકા : દેખાય રહ્યુ છે મને.
દિપક : આ સોન્ગ તો એક મહિના પહેલા બની ચૂક્યું છે.
મારે તો જેની લેવી હતી પણ....
રાધિકા : દુનિયા એટલી જલ્દી નથી બદલાતી.
આપણે વહેલા બદલાવવું પડે છે.
કોઈ આપણામાં બદલાવ જોઈ પોતે બદલાશે અને તેને જોઈ બીજા બદલાશે.
પણ આ પ્રક્રિયા ઘણો સમય માંગી લે છે.
રાહ જોવામાં જીવન ની છેલ્લી ક્ષણો આવી જાય.
એટલે જે છે તેને સ્વીકારીને બદલાવવાં ની જરૂર હોય તો આપણે પોતે જ બદલાવવું પડે છે.
અને જેની એ પોતાના માટે પણ હિંમત તો કેળવવી જ પડશે ને.
દિપક : હંમ.
રાધિકા : હું જાણું છું, તું સમજે છે.
અને તને જેની માટે લાગણી છે ત્યારે જ તું મને મળવા આવ્યો છે.
હવે બોલવામાં રાધિકા નો અવાજ થોડો નરમ પડે છે.
રાધિકા : પણ આઈ એમ સૉરી.
ઘણો અઘરો રહ્યો હતો સમય મારા માટે.
એના માટે પણ રહ્યો જ હશે.
પણ હવે હું પોતાની જાતને વધારે દુ:ખ ના આપી શકું.
મારે તને કે જેની ને હર્ટ નથી કરવા પણ હવે બસ.
આપણો ભૂતકાળ સારો હતો પરંતુ વર્તમાન જુદું છે.
અને મારા માટે તો વધારે સારું છે.
આટલો ગુસ્સો કર્યો એના માટે સૉરી.
મને લાગ્યું....
દિપક : હું તારી વાત નહી સાંભળીશ??
રાધિકા : હા.
દિપક : ભૂલ જેની ની જ હતી હું જાણતો હતો પણ....
ભાઈ છું ને એનો.
દિપક હલકું મુસ્કાય છે.
રાધિકા : હંમ.
તો હું....
દિપક : ફ્રેન્ડઝ??
આપણે તો દોસ્ત રહી શકીએ ને યાર??
હવે હું જેની નો ભાઈ બની તને કોઈ ફોર્સ નહી કરીશ.
રાધિકા : હંમ....
દિપક : શું વિચારે છે??
રાધિકા : મારા ફેવરીટ સિંગર સાથે તો હું દોસ્તી કરી જ શકું.
તે મુસ્કાય છે.
બંને હાથ મિલાવે છે.
દિપક : થેન્ક્સ.
તે ફરી હલકું મુસ્કાય છે.
રાધિકા : બાય.
એન્ડ ઓલ ધ બેસ્ટ.
દિપક : ટુ યુ ટુ.
બાય.

* * * *

સાંજે બંને સાથે પૂર્વી ના ઘરે આવે છે.
પૂર્વી : તમે અહીંયા??
નિશાંત : કેમ??
પૂર્વી : લગ્ન ની આગલી સાંજે દુલ્હા દુલ્હન એક બીજાને ના મળી શકે.
તે હસતાં હસતાં કહે છે.
નિશાંત : ચાલ હવે.
તે પણ હસે છે.
અને ધીમે થી પૂર્વી ને ભેટે છે.
પૂર્વી મુસ્કાય છે.
પૂર્વી : ચા તમારી રાહ જોઈ રહી છે.
નિશાંત : તે બનાવી દીધી છે??
પૂર્વી : હા.
ત્રણેય સાથે ચા પીવા બેસે છે.
રાધિકા : મારે એક જરૂરી વાત કરવી છે.
પૂર્વી : આજે તું દિપક શાહ ને મળવાની હતી ને??
રાધિકા : એના જ વિશે વાત કરવી છે.
તે અડધો ભરેલો ચા નો કપ ટીપોઈ પર મૂકતા કહે છે.
પૂર્વી : શું થયું??
રાધિકા : દિપક શાહ જેની નો કઝિન છે.
અને જેની એ તેને મારી સાથે વાત કરવા મોકલ્યો હતો.
જેની એ જ મ્યૂઝિક વિડિયો માટે મારું નામ સજેસ્ટ કર્યું હતુ.
જે રીતે અત્યારે આપણે ત્રણ એક બીજા ના દોસ્ત છીએ.
આપણું અલગ બોન્ડીંગ છે.
એ જ રીતે અમારા ત્રણ નું પણ હતુ પહેલા.
દિપક,જેની અને રાધિકા.
દિપક ઘણી વખત અમારી સાથે સમય વિતાવતો.
અમારી સાથે પિકનિક પર આવતો.
જેની અને દિપક ભાઈ - બહેન હોવાની સાથે એક બીજા ના બેસ્ટ ફ્રેન્ડ પણ ખરા.
પછી તેમની સાથે હું જોડાઈ.
મને લાગ્યું કે જીવનભર આ દોસ્તી આટલી જ ખાસ રહેશે જેટલી છે પણ ૨ વર્ષ બાદ હકીકત બદલાય ગઈ.
પહેલા મને અફસોસ થતો આ વાત નો.
પણ આપણી પેલી ૧ મહિના ની સુંદર સફર એ મને ઘણા નવા અહેસાસ કરાવ્યા અને તમે મને નવી શરૂઆત કરવાનો ઉત્સાહ અને હિંમત આપી અને તમે બંને એ મારો ભરોસો જીત્યો, મને પ્રેમ આપ્યો.
Eએના માટે આભાર બહુ નાનો શબ્દ છે.
તમારા માટે ની મારી લાગણીઓ ને તો ખરેખર હું શબ્દોમાં વર્ણવી નહી શકું.
હવે મને કોઈ અફસોસ નથી રહ્યો.
તમે બંને હવે મારા સૌથી ખાસ દોસ્ત છો અને મારા માટે સૌથી મહત્વની વ્યક્તિઓ છો.
મે દિપક ને ના કહી દીધી છે અને જેની ના સવાલ નો પણ જવાબ આપી દીધો છે કે " નાવ ઇટસ ઓવર. "
જેની અને દિપક કરતા વધારે સારી રીતે તો તમે બંને મને સમજી લો છો.
કહેતા કહેતા રાધિકા ની આંખો ભીની થઈ જાય છે.
પોતાના આંસુ લૂછતાં પૂર્વી ઉભી થઈ રાધિકા ની પાસે આવી તેને ભેટી પડે છે.
રાધિકા : થેન્કયૂ.
પૂર્વી : થેન્કયૂ મારે કહેવાનું છે અને ક્યારની તું જ કહ્યા કરે છે.
રાધિકા હલકું હસે છે.
પૂર્વી તેના આંસુ લૂછે છે.
નિશાંત : મને તારા પર ગર્વ છે રાધિકા.
નિશાંત મુસ્કાય છે.
રાધિકા : ક્રેડિટ તમને જાય છે એની.
નિશાંત : તે જાતે કર્યું, જાતે આગળ વધવાનો નિર્ણય લીધો.
મે તો માત્ર તને રસ્તો બતાવ્યો અને તેના પર અજવાળું કરી આપ્યું.
એ રસ્તા પર ચાલીને હિંમત થી આગળ વધવાનો નિર્ણય તો તે જ લીધો રાધિકા.
પૂર્વી : હા રાધિકા.
રાધિકા ની આંખમાં ફરી પાણી આવી જાય છે.
તે ઉભી થઈ નિશાંત ને ભેટી પડે છે.

* * * *


~ By Writer Shuchi




.