My Loveable Partner - 27 in Gujarati Love Stories by Writer Shuchi books and stories PDF | મને ગમતો સાથી - 27 - હાશ....

Featured Books
Categories
Share

મને ગમતો સાથી - 27 - હાશ....

ધારા : પપ્પા....
પપ્પાના તેની સામે જોતા જ ધારા તેમને વળગી પડે છે.
મમ્મી હજી ICU માં હોય છે.
પપ્પાને તેમનો ગઈકાલથી પહેરી રાખેલો શર્ટ ભીનો થતો જણાય છે.

દૂરથી આવતા પરંપરા અને સ્મિત આ કરુણ દ્રશ્ય જોઈ હલકું મુસ્કાય છે.
કોઈ નાના બાળક ની જેમ ધારા પપ્પાને વળગી રહી હોય છે.
પરંપરા : ધારા ના બાળપણ પછી આજે આમ એને પપ્પાને વળગેલી જોઈ રહી છું.
પરંપરા ની આંખો ફરી ભીની થઈ આવે છે.
પપ્પા સુધી પહોંચવા સુધીમાં તે પોતાના આંસુ લૂછી લે છે.

માસી : પરંપરા....
માસી ખુરશી પરથી ઉભા થઈ તેની પાસે આવે છે.
પાયલ સ્મિત એકબીજા સામે જોઈ છે.
પરંપરા : બધુ ઠીક છે હવે માસી.
પરંપરા ને આમ અચાનક માસી ને જોઈને ખબર નથી પડતી શું કહેવું.
માસી : ખબર મળ્યા પછી મારાથી તો નહી રહેવાય શકાયું.

સ્મિત : અમે ગયા પછી ડોક્ટર એ કઈ કહ્યુ??
સ્મિત પાયલ ની પાસે જઈ ધીમે થી તેને પૂછે છે.
પાયલ : તેમની કન્ડિશન ધીમે ધીમે સુધરી રહી છે.
એવું કહ્યુ.
સ્મિત : થેન્ક ગોડ.
પાયલ : એ જ.
પણ હજી હોસ્પિટલમાં રહેવું પડશે.
સ્મિત : હંમ.
તમે બધા એ ખાધું??
પાયલ : માસા એ ધારા માટે અને ધારા એ માસા માટે ખાવા ખાતર થોડું ખાઈ લીધું.
મમ્મી ના તો આસું....
જ્યારથી માસી ને અંદર જઈ મળી આવી છે ત્યારથી અટકવાનું નામ જ નથી લઈ રહ્યા.
સ્મિત : હંમ.
પાયલ : કોયલ....ઈવેન્ટ નું કામ પતાવવા....
સ્મિત : મારી વાત થઈ એની સાથે.
તું અને માસી પણ અહીંયા છો અને પરંપરા એમ સેટલ થઈ ગઈ છે તો હું પણ ઓફિસે જઈ થોડું કામ પતાવી આવું છું.
10 દિવસની અંદર લગ્ન આવી રહ્યા છે હવે.
પાયલ : મારી જરૂર હોય તો કહેજો.
કારણ કે હમણાં ધારા તો....
સ્મિત : એ અને પરંપરા બંને પપ્પા સાથે રહેશે.
પાયલ : હા.
સ્મિત : આજે તો હજી હું જઈને જોઉં ચારેય ટીમ્સ એ તેમનું કેવું અને કેટલું કામ કર્યું છે.
અને પછી એવું લાગે કે મારા અને કોયલ થી બધુ મેનેજ નથી થતું તો તને કહીશ.
પાયલ : સારું.
સ્મિત : 4 દિવસ રહીને તો બધા લગ્ન ના પ્રસંગ શરૂ થઈ જશે.
પાયલ : ત્યાં સુધીમાં માસી ઘરે આવી જશે.
સ્મિત : હંમ.
ચાલ, હું જાઉં.
2 - 3 કલાકમાં આવી જઈશ પાછો.
પાયલ : હા.
પરંપરા ને " હું જાઉં છું " નો ઈશારો કરી સ્મિત નીકળી જાય છે.

* * * *

3 દિવસ પછી ડોક્ટર મમ્મી ને ઘરે લઈ જવાની રજા આપી દે છે.
બધા મમ્મી ને ઘરે લઈને આવે છે.
માસી, કોયલ અને પાયલ એ ઘર ને મમ્મી ને ગમતા ફૂલો થી શણગાર્યુ હોય છે.
પપ્પા, સ્મિત, પરંપરા અને ધારા ગાડીમાં મમ્મી ને ઘરે લઈ આવે છે.

મમ્મી પપ્પા ના રૂમમાં

બધા મમ્મી સાથે ઉપર આવી થોડી વાતો કરી તેમને આરામ કરવાનું કહી નીચે જતા રહ્યા હોય છે.
હવે રૂમમાં માત્ર પરંપરા અને મમ્મી બેઠા હોય છે.

પરંપરા : આ 4 દિવસ દરમ્યાન પપ્પા અને ધારા ફરી એકબીજાની નજીક આવી ગયા.
પરંપરા ખુશ થતા કહે છે.
સાંભળી મમ્મી ના ચહેરા પર પણ ખુશી આવી જાય છે.
પરંપરા : ધારા એ પપ્પા ને બિલકુલ એકલા નથી પાડવા દીધા.
મમ્મી : તે ઠીક છે ને??
મારી સામે તો અત્યારે કઈ બોલશે નહી....
પરંપરા : મને લાગતું હતુ કે મારે અને સ્મિત એ તેને સંભાળવી પડશે.
પણ હવે ખરેખર આપણી ધરું મોટી થઈ ગઈ છે.
તેણે પોતાની સાથે બધાને સંભાળી લીધા.
પરંપરા હલકું મુસ્કાય છે.
મમ્મી : એ દર વખતે દર્શાવતી નથી.
પણ જો એક વાર તેને ખબર પડી ગઈ કે એને ઓળખીતા કોઈને આ ગમે છે અને આ નથી પસંદ તો તે પછીથી દર વખતે તેનું ધ્યાન રાખી લેશે.
પરંપરા : હા.
તે સાચું કહેતી હતી હું તેને બહુ સમજાવ્યા કરું છું.
મમ્મી : એ તો ગુસ્સામાં કહ્યા કરે હવે.
એનો અને પપ્પા નો ગુસ્સો એક જેવો છે.
તને ખબર છે ને.
પરંપરા : હા.
તું હવે આરામ કર.
મારે થોડું કામ છે એટલે શગુન પર જવાનું છે આજે.
મમ્મી : સાથે ધારા ને પણ લેતી જા.
તો એને થોડું સારું લાગે.
પરંપરા : જીજાજી અને સાળી ની વાત થઈ ગઈ છે.
ધારા કાલથી ઈવેન્ટ શરૂ થઈ રહી છે....
મમ્મી : હા, ત્યાં તો એણે આવવું જ પડશે ને.
સારું, એક દિવસ આરામ કરી લે.
પરંપરા : હવે તમે પણ આરામ કરો.
બહુ વાતો થઈ ગઈ.
તારો ફોન તારી બાજુમાં જ છે.
કઈ જરૂર હોય તો ધારા ને કે માસી ને ફોન કરજે.
પાયલ અને કોયલ પણ મારી સાથે શગુન પર આવી રહ્યા છે.
અને પપ્પા પણ ઘરમાં જ છે.
મમ્મી : પાણી....
પરંપરા : એ આ રહ્યુ.
પલંગ પાસે મૂકેલું લાકડાનું ટેબલ બતાવતા પરંપરા કહે છે.
પરંપરા : કોયલ તારા માટે પાણી, તારો નેપકીન, તારી દવા અને તારા મોબાઈલનું ચાર્જર બધુ આ ટેબલ પર મૂકી ગઈ છે.
મમ્મી : કેટલું કામ કર્યું એણે પણ આટલા દિવસ.
ત્યારે જ કોયલ રૂમમાં આવે છે.
કોયલ : પરંપરા, સ્મિત જીજુ તને બોલાવે છે.
પરંપરા : હા, આવી.
કોયલ : બધુ બરાબર છે ને માસી??
કઈ જોઈએ છે??
તે માસી પાસે આવતા પૂછે છે.
મમ્મી : બધુ બરાબર છે બેટા....
તમે મારી ફિકર કર્યા વગર જાઓ.
ઈવેન્ટ ધ્યાન આપવાનું છે ને.
પરંપરા : જઈએ??
કોયલ : હા.
મળીએ સાંજે માસી.
મમ્મી : હા.

* * * *

ધારા : ધ્વનિ ના મેસેજ!!
તે મેસેજીસ ખોલીને વાંચે છે.
ધ્વનિ : હાય.
બહુ સારું લાગ્યું તને મળીને.
મારો બાકીનો આખો દિવસ બહુ હેપ્પી હેપ્પી ગયો.
તું બહુ સુંદર છે!!
જલ્દી પાછા મળીશું.
આ 4 દિવસ પહેલા ના મેસેજ હતા.
વાંચીને ધારા ના ચહેરા પર મુસ્કાન આવી જાય છે.

ધ્વનિ : હાય.
ઓલ ઓકે??
તે મેસેજ નો જવાબ નહી આપ્યો એટલે પુછ્યું.
ઓહ બાય ધ વે
આ જો મે નવું ફ્લાવર સ્કેચ બનાવ્યું છે.
જોઈને કહેજે આમાં કયો કલર કરું.
અને ધ્વનિ એ નીચે સાતમા મેસેજમાં તેના ફ્લાવર સ્કેચ નો ફોટો મોકલ્યો હોય છે.
આ બધા મેસેજ આજ સવારના હોય છે.

ધારા સ્કેચ નો ફોટો ઝૂમ કરીને જુએ છે.
ધારા : કેટલું સુંદર સ્કેચ છે.
તે ધ્વનિ ને જવાબ લખે છે.
ધારા : આમાં બધા કલર સારા લાગશે.
તારે જે કલર કરવો હોય તે.
હા, હવે બધુ ઓકે છે.
4 દિવસ મારી મમ્મી હોસ્પિટલમાં હતી.
આજે જ ઘરે આવી.
☺️☺️

ધારા મોબાઈલ બાજુ પર મૂકે છે અને પોતાના રૂમમાંથી બહાર આવે છે.
પપ્પા એમની ખુરશી પર બેઠા બેઠા મોબાઈલમાં કઈ કરી રહ્યા હોય છે અને માસી રસોડામાં જમવાનું બનાવી રહ્યા હોય છે.
ધારા પહેલા માસી પાસે જાય છે.
ધારા : માસી, કઈ મદદ કરવાની છે??
માસી : ના બેટા.
બધુ બની ગયુ.
તારે જમવા બેસવું છે??
ધારા : હું પપ્પાને પૂછી આવું પહેલા.
ધારા પપ્પા પાસે આવે છે.
ધારા : પપ્પા....
પપ્પા : હા ધરું....
ધારા : તમારે જમવા બેસવું છે??
મમ્મી હજી આરામ કરે છે.
પપ્પા : તું બેસે છે??
ધારા : અ....હા.
પપ્પા : તો બેસી જઈએ.
ચાલ.
પપ્પા તેમની ખુરશી પરથી ઉભા થઈ ડાઈનિંગ ટેબલ પાસે આવે છે.
ધારા માસીને પણ બેસી જવા કહે છે અને ત્રણેય જણા સાથે જમી લે છે.

* * * *

કોયલ : હા, યશ....
તે કામ કરતા કરતા ફોન ઉપાડે છે.
યશ : ઓલ ધ બેસ્ટ.
તારી પહેલી ઈવેન્ટ શરૂ થવા જઈ રહી છે ને.
કોયલ : થેન્કયુ.
યશ : કામ ચાલી રહ્યુ છે??
કોયલ : હા.
યશ : માસી કેમ છે??
આવી ગયા ને ઘરે??
કોયલ : આવી ગયા અને આરામ કરી રહ્યા છે.
યશ : હું આ વીકએન્ડ વિચારી રહ્યો છું આવવાનું.
કોયલ : અમે તો બીઝી હોઈશું ઈવેન્ટમાં.
યશ : હું તો બધાનો મારા જોક્સથી મૂડ બદલવા આવી રહ્યો છું.
તે હસતાં હસતાં કહે છે.
કોયલ : તો તો બહુ જરૂર છે.
યશ : એટલે જ.
હું પણ અહીંયા પપ્પાથી કંટાળી ગયો છું.
ખબર નહી, મમ્મી કઈ રીતે તેમની સાથે રહી લે છે!!
આપણે કહીએ કઈ ને પપ્પા સમજે કઈ અને પછી સમજાવે કઈ ત્રીજું પાછું.
કોયલ ને જરા હસવું આવી જાય છે.
યશ : મને પણ હસવું જ આવી રહ્યુ છે.
શું કરું??
કોયલ : આજે બુધવાર છે.
શુક્રવાર સાંજની ટિકિટ બૂક કરી દે.
યશ : 1 મિનિટ....
પપ્પા એકલા રહેશે??
મને નથી લાગતુ.
કોયલ : જોઈ લે.
જેમ ઠીક લાગે એમ કર.
યશ : તું અહીંયા આવી જા અને હું ત્યાં આવી જાઉં.
કોયલ : હા....હા....વેરી ફની.
યશ : જોઉં છું હવે.
કદાચ નહી પણ આવું.
કોયલ : હંમ.
યશ : ચાલ, તું કામમાં છે તો મૂક ફોન.
બાય.
તે ફોન મૂકી દે છે.
કોયલ : બાય....
હું બાય કહું એની પણ રાહ નથી જોતો.
તે હસે છે.

* * * *


~ By Writer Shuchi



.