Tari chahma... Aek anokhi premkatha - 2 in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | તારી ચાહમાં... એક અનોખી પ્રેમકથા - 2

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

તારી ચાહમાં... એક અનોખી પ્રેમકથા - 2

મિનલ ખૂબજ બીમાર પડી ગઈ હતી, તે સાજી થઈને પાંચ દિવસ પછી જ્યારે સ્કૂલમાં આવી ત્યારે પ્રણવને શાંતિ થઇ,જાણે તેના જીવમાં જીવ આવ્યો. તે દિવસે તેને એવો અહેસાસ થયો કે હું મિનલને ચાહવા લાગ્યો છું અને મારે તેને આ વાત કરવી જોઈએ.

એક દિવસ સ્કૂલેથી છૂટીને બંને જણ ચાલતાં ચાલતાં ઘરે જઇ રહ્યા હતા, ત્યારે પ્રણવે મિનલને કહ્યું કે, "મિનલ, હું તને ખૂબજ પ્રેમ કરું છું અને તારા વગર રહી શકતો નથી. તું આટલા દિવસ સ્કૂલે ન હતી આવી તો હું સ્કૂલમાં પણ ગયો ન હતો."

મિનલ એકદમ જોરથી હસવા લાગી....!

પ્રણવને થયું આ મારી વાત કેમ ઉડાડી દે છે ! શું તેના મનમાં આવી કોઈ લાગણી નહિ હોય ? અને મિનલ બોલી, "હું તો તને ક્યારનીય પ્રેમ કરું છું. એટલે તો તારું બધું જ લેસન કરી લઉં છું. જેથી તને સ્કૂલમાં માર ન પડે અને કોઈ બોલે નહિ અને એટલે જ તો ઘરેથી લાવેલો નાસ્તો પણ તને ખાવા આપી દઉં છું. "

પ્રણવ આ વાત સાંભળીને ખૂબજ ખુશ થઇ ગયો. પછી તો બંને એકબીજાની વાતોમાં મશગુલ રહેતાં અને સ્કુલે જવાનો સમય થાય તેની રાહ જોતાં. બંને એકબીજાને પોતાની બધી જ વાતો કર્યા કરતાં બંને વચ્ચેનો પ્રેમ ખૂબજ ગાઢ બનતો જતો હતો.

ધોરણ બારનું રિઝલ્ટ આવી ગયું, મિનલ અને પ્રણવ બંને ખૂબ સરસ માર્ક્સથી પાસ થઇ ગયા પછી પ્રણવને તો આગળ ભણવાનું હતું પણ મિનલને આગળ ભણાવવાની ન હતી.

ગામમાં દશ ધોરણ સુધીની જ સ્કૂલ હતી.રમણકાકા મિનલને હવે આગળ ભણાવવા નહતા માંગતા પણ અર્ચુએ અને તેની મમ્મીએ જીદ કરીને મિનલને આગળ ભણવાની છુટ અપાવી હતી.તેથી પ્રણવે અને મિનલે આગળ ભણવા માટે શહેરની એક સ્કૂલમાં સાથે જ એડમિશન લીધું હતું. બંને હોસ્ટેલમાં રહેતાં હતા અને વેકેશન પડે એટલે ગામમાં પાછા આવી જતાં હતાં. બંનેને એકબીજા વગર બિલકુલ ચાલતુ નહિ.

રમણકાકા હવે મિનલને પરણાવી દેવા માંગતા હતા. એટલામાં બાજુના ગામમાં મિહિર નામનો એક છોકરો રહેતો હતો તેના ઘરેથી મિનલનું માંગું આવ્યું હતું. તેણે મિનલને એક સંબંધીના ત્યાં લગ્નમાં જોઇ હતી. ત્યારથી જ નક્કી કર્યું હતું કે લગ્ન કરીશ તો આ છોકરી સાથે જ.તે મિનલ કરતાં ઉંમરમાં દશ વર્ષ મોટો હતો પણ પૈસેટકે ખૂબ સુખી ઘરનો હતો.

સુખી ઘરેથી મિનલનું માંગું આવ્યું એટલે રમણભાઇ તો ખુશ ખુશ થઇ ગયા. તેમણે તરત જ "હા" પાડી દીધી. રાધિકાબેન અને અર્ચુએ રમણભાઇને ઘણું કહ્યું કે મિનલને પૂછી તો જૂઓ પણ રમણભાઇ એમ કહેતા કે," આપણી મીનુ ત્યાં રાજ કરશે રાજ,એટલો બધો રૂપિયો છે તેના સાસરે." રમણભાઇનું આખું જીવન પૈસાની તકલીફમાં જ ગયું હતું તેથી પૈસાનું મહત્વ તે જાણતાં હતાં.

હવે પ્રણવ શહેરમાં જ રહેવા જતો રહ્યો હતો. ત્યાં તે તેના પિતા મહેશભાઈના મિત્ર મોહનકાકાની કપડાની ફેક્ટરીમાં નોકરી પણ કરતો હતો. તેથી પોતાનો કોલેજનો ખર્ચ,રહેવા ખાવા-પીવાનો બધો ખર્ચ તે પોતાની જાતે જ કાઢી લેતો હતો. પ્રણવ મહેશભાઈનો એકનો એક દિકરો હતો.

હવે મિનલને ભણવાનું બંધ થઈ ગયું હતું એટલે તે બિલકુલ બહાર નીકળી શકતી ન હતી.મોટી બહેન અર્ચુના પણ લગ્ન થઇ ગયા હતા તેથી તે પણ સાસરે હતી, પોતે સાવ એકલી પડી ગઈ હતી. તેને અને પ્રણવને મળવાનું બિલકુલ બંધ થઈ ગયું હતું.તે ખૂબજ ઉદાસ રહેવા લાગી હતી, જાણે તેનું શરીર જ જીવતું હતું મન નહિ. ચહેરા ઉપરનું નૂર ઉડી ગયું હતું. મરવાના વાંકે તે જીવી રહી હતી. તેને એક એક દિવસ એક એક જનમ જેવો લાગતો હતો. પ્રણવને તે છોડવા માંગતી ન હતી. પણ પપ્પાને કહી શકે તેમ ન હતી.

મિનલ રમણભાઈને પોતાના દિલની વાત જણાવી શકશે કે નહીં? જાણવા માટે વાંચતા રહો આગળનું પ્રકરણ....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
28/7/2021