ઈશીતા, વેદાંશ અને અર્જુન ત્રણેય વાતો કરતાં કરતાં પોતાના ક્લાસરૂમમાં જાય છે જ્યાં રોહિત સરનું લેક્ચર ચાલુ થઈ ગયું હોય છે.
ત્રણેયને મસ્તીના મૂડમાં જોઈને રોહિત સર તેમની ઉપર ભડકે છે અને તેમને ક્લાસની બહાર નીકળી જવા કહે છે.
ત્રણેય જણ એકબીજાની સામે જૂએ છે અને સરને "સોરી સર" કહીને ક્લાસરૂમમાં બેસવા દેવા રિક્વેસ્ટ કરે છે.
"આજે કોલેજનો પહેલો દિવસ છે એટલે બેસવા દઉં છું કાલથી ફરી આવું રીપીટેશન ન થવું જોઈએ." તેમ કહી રોહિત સર ત્રણેયને ક્લાસરૂમમાં બેસવા દે છે.
બીજે દિવસે વેદાંશ કૉલેજમાં બધા કરતાં થોડો વહેલો જ આવી જાય છે અને સાન્વીની રાહ જોતો પોતાના આર એસ 200 પલ્સર બાઇક ઉપર કેમ્પસમાં જ ગોગલ્સ ચઢાવીને બેઠો છે. હિરોને પણ શરમાવે તેવી તેની પર્સનાલિટી છે. કૉલેજની 70% છોકરીઓ તેની ઉપર દિવાની છે.
એટલામાં ઈશીતા આવે છે એટલે વેદાંશ તેને કહે છે, "આજે તો જુનિયર્સનું રેગીંગ લેવાનું છે. આર યુ કમ વીથ અસ ?"
ઈશીતા: ના, હું તમારી સાથે નથી આવવાની અને મને જુનિયર્સનું રેગીંગ લેવામાં કોઈ ઇન્ટ્રેસ્ટ પણ નથી. અને હા સાંભળ, સાન્વીનું રેગીંગ લેવાનું નથી ઓકે ?
વેદાંશ: અરે, કેમ યાર એ તારી સગી થાય છે ? તારી સગી બહેન હોય તેવું તું તો બીહેવ કરે છે.
ઈશીતા: હા, તેની રિસ્પોન્સીબીલીટી તેના પપ્પાએ મને સોંપી છે એટલે મારે ધ્યાન રાખવું જ પડે ને ?
વેદાંશ: અરે યાર,યુ આર મોસ્ટ રિસ્પોન્સીબલ પર્સન..!! (અને ઈશીતાની મજાક ઉડાડે છે.)
અર્જુન: (બંનેની વાતમાં વચ્ચે જ બોલે છે.) અબે, તું તારું તો ધ્યાન રાખી નથી શકતી અને એનું શું ધ્યાન રાખવાની છે ? કેવી વાત કરે છે ?
ઈશીતા: તમે બંને ચૂપ રહો, સાન્વી આવી રહી છે.
અર્જુન: વાઘ છે તારી સાન્વી ખાઈ જશે અમને ? ખોટું ભડકાવે છે.હં.
વેદાંશ: એ ઈશુ, સાન્વીને રેગીંગ- બેગિંગની કંઈ વાત કરતી નહીં હોં.
(સાન્વીને જોઈને બધા ચૂપ થઈ જાય છે.)
લાઇટ ગ્રે કલરની સોલ્ડર કટ ટી-શર્ટ અને બ્લેક જીન્સમાં સાન્વી ખૂબજ સુંદર લાગી રહી હતી. એકદમ પતલી અને લાંબા વાળ, સુંદર ગોરા ગાલ અને એ ગોરા ગાલ ઉપર અથડાતી, નખરા કરતી વાળની લટ...કોઈને પણ ગમી જાય તેવી દેખાતી હતી સાન્વી. વેદાંશની નજર તેની ઉપરથી ખસતી ન હતી.
તે નજીક આવી એટલે વેદાંશે જરા હિરો સ્ટાઈલમાં જ ગોગલ્સ ઉતાર્યા અને સાન્વીની સામે જોઈ રહ્યો સાન્વી પણ વેદાંશને જોઈને વિચારી રહી હતી કે, "આખી કોલેજમાં હિરો તો આ જ લાગે છે." અને બંનેની નજર એક થતાં બંનેના ચહેરા ઉપર સ્મિત છવાઈ ગયું. અને પછી તરત જ સાન્વીએ વેદાંશ ઉપરથી નજર હટાવીને બધાને "ગુડમોર્નિંગ " કહ્યું એટલે વેદાંશ, ઈશીતા અને અર્જુન ત્રણેયે સાથે "ગુડમોર્નિંગ" કહ્યું.
આજે હજી સાન્વી માટે કૉલેજનો બીજો દિવસ હતો એટલે તે થોડી કન્ફ્યુઝનમાં હતી. તેને કોલેજનો કંઇક અલગ જ માહોલ દેખાઇ રહ્યો હતો. બધા પોતપોતાના ગૃપમાં ઉભેલાં હતાં અને મસ્તીથી વાતો જ કરતાં હતા. એટલે સાન્વી વિચારી રહી હતી કે, "અહીંયા કોઈ સ્ટુડન્ટ ભણવા માટે સીન્સીયર પણ છે કે પછી બધાં આમ મસ્તીથી ક્લાસરૂમની બહાર જ હોય છે."
અને એટલામાં જ બેલ વાગ્યો એટલે બધાં પોતપોતાના ક્લાસમાં ગયા.
આજે ઈશીતા વેદાંશ અને અર્જુનને છેલ્લા બે લેક્ચર ફ્રી હતા એટલે કોલેજની પાછળના ગ્રાઉન્ડમાં જુનિયર્સનું રેગીંગ રાખવામાં આવ્યું હતું.
કોલેજના નવા અને જૂના સ્ટુડન્ટ્સ બધાજ હાજર થઈ ગયા હતા અને એક સર્કલ બનાવી દેવામાં આવ્યું હતું. સીનીયર્સ માટે એકદમ મજાનો અને ખુશીનો માહોલ છવાઈ ગયો હતો અને જુનિયર્સ બીચારા ફફડી રહ્યા હતા અને પોતાનું શું થશે તેમ વિચારી રહ્યા હતા અને સહેલી પનીશમેન્ટ આવે તેવી ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યા હતા.
એક પછી એક નવા સ્ટુડન્ટને બધાની વચ્ચે આવીને જૂના સ્ટુડન્ટ જે કહે તે પ્રમાણે કરવાનું રહેતુ.
જે બરાબર ન કરે અથવા તો ભૂલ કરે તેની બધાજ હાંસી ઉડાવતા અને તેણે પચ્ચીસ ઉઠક બેઠક કરવી પડતી હતી.
હવે લાઈન પ્રમાણે સાન્વીનો વારો આવ્યો હતો. સાન્વી પાસે કઈ પનીશમેન્ટ કરાવવામાં આવે છે ?
આગળના પ્રકરણમાં જોઈશું.
વાંચતાં રહો કૉલેજ કેમ્પસ....
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
27/6/2021