The Author Radhi Ahir Follow Current Read અનોખી ની અનોખી કહાની - 1 By Radhi Ahir Gujarati Moral Stories Share Facebook Twitter Whatsapp Featured Books तेरा...होने लगा हूं - 3 Hayat resort,Goaरिजॉर्ट के क्लब के एक वीआईपी रूम में,6 फीट... मुक्त - भाग 5 -------मुक्त (5) मुक्त फर्ज से भाग के नहीं होता... फर्ज से भ... महाराजा सूरजमल के बलिदान दिवस पर शत शत नमन ? महाराजा सूरजमल नाम है उस राजा का, जिसने मुगलों को दिन में ता... I Hate Love - 8 अंश जानवी को देखने के लिए,,,,, अपने बिस्तर से उठ जानवी की तर... गाय--सुरेश की "मेरी गायसुरेश दहाड़ मारकर रो रहा था।सुरेश का जन्मगांव बसवा क... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by Radhi Ahir in Gujarati Moral Stories Total Episodes : 2 Share અનોખી ની અનોખી કહાની - 1 (2) 1.4k 3.2k ભાગ: 1રાતનો સમય હતો. વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસતો હતો. સુમસાન બસ સ્ટોપ પર એક યુવતી બેઠી હતી, એના માથા પર લગાવેલું સિંદૂર વરસાદના પાણી સાથે ભળી ગયો હતો. ઘઉંવર્ણો ચેહરો, ગળામાં મંગળસૂત્ર, અણિયાળી આંખો અને આંખોમાંથી પડતા આંસુઓ. આજે વાદળો પણ તેના સાથ આપતા હોય તેમ એકધારા વરસતા હતા. પોતાના માથા માંથી નીકળતો સિંદૂર તેના ચહેરા પરથી નીચે ટપકતું હતું પણ જાણે તે બેધ્યાન થઈ ને બેઠી હોય તેમ તેને જોઈને લાગતું હતું. નમસ્કાર મિત્રો, ઉપરનું વાંચીને તમને પણ થોડીક ઉત્સુકતા થતી હશે કે તે કોણ હશે શું કામ રડતી હશે. તો ચાલો જઈએ તેની પાસે અને પૂછી એ તેને શું થયું. આ બધું બસ સ્ટોપની સામે ઊભેલી કારમાં બેઠેલી એક 50 વયની મહિલા નિહાળી રહી હતી. તે કારમાંથી નીચે ઉતરી અને બસ સ્ટોપ પર આવી. તેને જોઇને લાગતું હતું કે કે કોઈ બિઝનેસ વુમન છે. બાંકડા પાસે બેસીને પેલી યુવતીના ખભા પર હાથ મૂક્યો. જેવો તેનો હાથ મૂક્યો પેલી યુવતી ચમકી અને થોડીક દૂર ખસી. બિઝનેસવુમન: મારું નામ માયા છે, હું જય ઈન્ડસ્ટ્રીની માલિક છું. ક્યારની તને જોઉં છું. તું અહીંયા કેમ બેઠી છો તને જોઈને લાગે છે તું સારા ઘરની છોકરી છો પણ તારું અહીં અત્યારે આવી રીતે બેસવું સારું નથી. તારું એડ્રેસ આપ હું તને તારા ઘરે મૂકી જાવ. પેલી યુવતી: ( તેની સામે જોઈને, રડમસ અવાજ સાથે) મારો એડ્રેસ, કયું એડ્રેસ... માયા: આવું શું કામ બોલે છે. તું તારા ઘરેથી ભાગીને આવી છો. તારા લગ્ન થઈ ગયા લાગે છે. એક કામ કર તારા પતિ ના નંબર આપ હું તેને ફોન કરીને તારી જાણ કરી દઉં તું અહીં છે નકર હું મૂકી જાવ. પેલી યુવતી: લગ્ન.... મારા પતિ.... ધ્રુસકે ધ્રુસકે રડવા લાગે છે..... માયા પોતાનો રૂમાલ લઈને તેનું સિંદૂર વાળું ચેહરો લુછતા લુછતા શું થયું, તારું નામ કે જો તું મને કહીશ હું તારી જરૂર મદદ કરીશ.... યુવતી: મારું નામ અનોખી, જેવું નામ છે ને તેમ હું પણ અનોખી છું અને મારું નસીબ પણ અનોખું છે. તમે સાંભળશો મારી વાત.... માયા:હા સાંભળીશ ને... બોલ શું થયું.. અનોખી: હું વડોદરામાં સાસરે છું. મારી ઉંમર ૧૯ વર્ષની છે. મારા લગ્ન થયા તેના હજી ત્રણ મહિના થયા. માયા: આટલી ઉંમર એ તારા લગ્ન થઈ ગયા. તારી મરજીથી થયા.. અનોખી: હા મારી મરજીથી થયા, હું કોલેજના પહેલા વર્ષમાં હતી. મારા પપ્પાના બેસ્ટ ફ્રેન્ડ જયેશ અંકલ અમારા ઘરે આવેલા. હું તો તે દિવસે કોલેજ ચાલી ગઇ હતી. પણ પાછી આવી ત્યારે મારી સગાઈ ની વાત થતી હતી. સાંજે જમીને પપ્પાએ મારી જોડે મારી સગાઈ ની વાત કરી. પપ્પા એ મારી ઈચ્છા પૂછી,મે અત્યારે સગાઈ કરવાની ના પાડી. પપ્પા એ મને પપ્પાએ મને સમજાવી કે ખાલી સગાઈ કરી લે લગ્ન તારૂ ભણતર પૂરું થઈ જશે પછી થશે.. ખાલી સગાઈની તો વાત છે. મે સગાઈ કરવાની હા પાડી દીધી. માયા: તે છોકરા વિશે જાણ્યા વગર હા પાડી દીધી. અનોખી: અમે પહેલા ઘણીવાર ફેમીલી ફંકશનમાં મળ્યા હતા ,અને અમારી વાતો પણ થઈ હતી. સગાઈના આગલા દિવસે પણ અમારી ફોન પર વાત થઇ હતી એને મારી જોડે લગ્ન કરવામાં કઈ વાંધો ન હતો અને મને પણ.. માયા: હા પછી તારા લગ્ન કેવી રીતે થયાં.. અનોખી: હજી તો મારી સગાઈ ના હજી 6 મહીના પુરાં થયાં હતાં. મારી એક્ઝામ ચાલતી હતી, તે દિવસ હજી પણ મને બરાબર યાદ છે .તે દિવસે હું મારુ અર્થશાસ્ત્રનુ પેપર હતું. હું પેપર આપીને ઘરે આવી. ઘરે જયેશ અંકલ બેઠા હતા. મે તેને પગ લાગી જય શ્રી કૃષ્ણ કરી રૂમમાં ગઈ. થોડીકવાર પછી રૂમમાં પપ્પા આવ્યા. પપ્પા (દિનેશભાઈ) : બેટા, મારે જરૂરી વાત કરવી છે, પેલા મારી વાત સાંભળ પછી તુ જે કેસે તે થશે. જયેશભાઈ આવ્યા છે તે હમણા તારા અને ભવ્ય ના લગ્ન કરવાનું કહે છે . અનોખી: પપ્પા કેમ એટલા જલદી કેમ?? દિનેશભાઈ: જયેશ ભાઇના પત્ની (જયાબેન)ને Paralysis થયું છે અને તેની ઈચ્છા છે કે તમારા લગ્ન થઈ જાય..અને હું પણ જયેશનો બાળપણનો મિત્ર છું અને એક મિત્ર તરીકે મારી તેની સહાય કરવી જોઈએ અને હા એક પિતા તરીકે હું બસ એટલું જ કેવા માંગું છું કે તુ પોતાના પપ્પા પર એક ઉપકાર કરી દે ..એમ પણ 3 કે 4 વર્ષે માં લગ્ન કરવાં જ છે ને... અનોખી: પપ્પા મારુ ભણવાનું... દિનેશભાઈ: એ મે જયેશ જોડે વાત કરી છે એને હા કીધું છે કે તું કોલેજ કરી શકે અને કોલેજ પછી પણ તારે જે કરવું હોય તે તને છુટ છે..અને તું વિચારી જો પછી જવાબ દેજે... માયા: અને તુંયે પપ્પાની વાત માની હા પાડી દીધી એમ ને.. અનોખી: તે રાત્રે મે ઘણું વિચાર્યું.. મારું દિલ અને મગજ બંને અલગ દિશામાં હતું. આખી રાત મારી બસ એ જ ગડમથલ માં ચાલી.. સવારે જેમ સુરજ નવી આશાઓ નવી સવાર લઈને આવે તેમ મે પણ એક નિર્ણય લઈ લીધો.. માયા: મતલબ કે તુયે તારી દિલનું સાંભળ્યું.. અનોખી: હા, અને મે લગ્ન કરવા માટે હા પાડી દીધી... મારી એક્ઝામ પૂરી થઈ અને તેના થોડાક દિવસ પછી મારા લગ્ન થઈ ગયા... માયા: પછી શું થયું?? અનોખી: મારા લગ્નની પહેલી રાત્રે ભવ્ય એ તેની સચ્ચાઈ કીધી... માયા: કેવી સચ્ચાઈ... ભવ્ય એ એવું તો શું કીધું અનોખી ને એ જાણવા માટે વાંચો બીજો ભાગ.. અને જો મારી કંઈ પણ ભુલ હોય તે તમે નિસંકોચ વગર કહીં શકો છો... જય શ્રી કૃષ્ણ 🙏🤗 › Next Chapter અનોખી ની અનોખી કહાની - 2 Download Our App