College campus - 1 - Aek dilchasp premkatha in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | કૉલેજ કેમ્પસ - 1 - (એક દિલચસ્પ પ્રેમકથા)

Featured Books
  • तमस ज्योति - 51

    प्रकरण - ५१मेरे मम्मी पापा अब हमारे साथ अहमदाबाद में रहने आ...

  • Lash ki Surat

    रात के करीब 12 बजे होंगे उस रात ठण्ड भी अपने चरम पर थी स्ट्र...

  • साथिया - 118

    अक्षत घर आया और तो देखा  हॉल  में ही साधना और अरविंद बैठे हु...

  • तीन दोस्त ( ट्रेलर)

    आपके सामने प्रस्तुत करने जा रहे हैं हम एक नया उपन्यास जिसका...

  • फाइल

    फाइल   "भोला ओ भोला", पता नहीं ये भोला कहाँ मर गया। भोला......

Categories
Share

કૉલેજ કેમ્પસ - 1 - (એક દિલચસ્પ પ્રેમકથા)

કૉલેજ કેમ્પસ ભાગ-1 (એક દિલચસ્પ પ્રેમકથા)


નમસ્તે, મારા પ્યારા વાચક મિત્રો


1. પ્રિયાંશી


2. વરસાદી સાંજ


3. જીવન એક સંઘર્ષ


4. સમર્પણ


5. પારિજાતના પુષ્પ


6. ધૂપ-છાઁવ (હાલમાં ચાલુ છે.)


7. જીવન સાથી (હાલમાં ચાલુ છે.)


આ બધીજ મારી નવલકથાઓને આપ સૌએ ભરપૂર પ્રેમ આપ્યો છે તે બદલ હું આપ સૌની દિલથી ખૂબજ આભારી છું.


આજ રોજ આપ સૌની સમક્ષ હું એક નવી નવલકથા મૂકવા જઈ રહી છું. જેનું નામ છે."કૉલેજ કેમ્પસ " મને આશા છે કે આપ સૌને તે જરૂરથી પસંદ આવશે જ અને આપ સૌ તે વાંચીને તેના વિશેના પ્રતિભાવ આપતા રહેશો તેવી આપ સૌને વિનંતી છે.


" કૉલેજ કેમ્પસ " ભાગ-1


અજાણ્યા માહોલમાં અજાણ્યા માણસનું આમ અચાનક મળી જવું તેની સાથે પ્રેમ થવો, તેને પોતાના જીવથી પણ વધારે ચાહવું અને છૂટા પડવું...પણ તકદીર પાછા ફરીને ફરી બંનેને એ જ પરિસ્થિતિમાં લાવીને ઉભા રાખે છે...બે પ્રેમીઓના મિલનની એક દિલચસ્પ કહાની....


ઈશિતા પોતાના ફ્રેન્ડસ વેદાંશ અને અર્જુન સાથે કૉલેજ કેમ્પસમાં ઉભી હતી આજે કૉલેજનો પહેલો દિવસ હતો એટલે નવા સ્ટુડન્ટ્સની એન્ટ્રી પણ થઈ રહી હતી અને સીનીયર સ્ટુડન્ટ્સ તેમનું રેગિંગ કરવાનું વિચારી રહ્યાં હતાં. બસ આવીજ કંઈક ચર્ચા વેદાંશ અને અર્જુન વચ્ચે પણ ચાલી રહી હતી અને ઈશિતાની નજર ફરી ફરીને વારંવાર કૉલેજના ગેટ ઉપર અટકી જતી હતી એટલે વેદાંશ તરત જ બોલ્યો કે, " કોઈ આવવાનું છે ઈશુ, તો તું આમ વારંવાર ગેટ સામે જોયા કરે છે ? "


એટલે ઈશિતાએ તરત જવાબ આપ્યો કે, " હા, મારા પપ્પાના એક ફ્રેન્ડની ડોટરે આપણી કોલેજમાં જ એડમિશન લીધું છે. તે આવવાની છે તો હું તેની રાહ જોઉં છું. "


વેદાંશ: ઑહ,આઈ સી. કેવી લાગે છે ? બ્યુટીફૂલ છે કે પછી....


ઈશિતા: (એક હાથમાં બુક્સ છે અને બીજા હાથેથી ચપટી વગાડીને વેદાંશને એલર્ટ કરતાં એકજ શ્વાસે બોલી જાય છે.) એય વેદ, જો એની સાથે ફ્લર્ટીંગ નહિ ઓકે, મારા રિલેશનમાં છે.


વેદાંશ: અરે યાર, ખાલી એમજ પૂછું છું ? શું આટલી ગુસ્સે થાય છે ?


ઈશીતા: મને તારી હેબિટ ખબર છે.ઓકે..!


એટલામાં સાન્વી આવીને ઉભી રહી અને આમતેમ જોઇને ઈશિતાને શોધવા લાગી એટલે ઈશિતા તરત જ દોડીને એની પાસે ગઈ બંને એકબીજાને કોઈ દિવસ મળ્યાં ન હતા પરંતુ સાન્વી કોઈને શોધતી હોય તેમ ઉભી ઉભી આમતેમ જોઈ રહી હતી એટલે ઈશિતાને લાગ્યું કે, "આ જ સાન્વી લાગે છે જેને માટે હું વેઈટ કરી રહી છું અને તે મને જ શોધી રહી છે."


તેથી તે સાન્વીની પાસે જઈને ઉભી રહી અને સ્માઈલ સાથે બોલી, "આર યુ સાન્વી ?"


સાન્વી: આર યુ ઈશિતા ?


ઈશિતા: યસ.


અને સાન્વીએ ઈશિતા તરફ પોતાનો હાથ લંબાવ્યો અને બોલી, "ગ્લેડ ટુ મીટ યુ. મારા ડેડ તમારા બહુ વખાણ કરે છે.


ઈશિતા: (પોતાનો હાથ લંબાવીને) આઈ ઓલ્સો ગ્લેડ ટુ મીટ યુ એન્ડ તારે મને 'તમે' નહીં 'તું' જ કહેવાનું ઓકે.


સાન્વી: ઓકે.


ઈશિતા: ચલ, મારા ફ્રેન્ડસ સાથે હું તારી ઓળખાણ કરાવું.


બંને ચાલતાં ચાલતાં આગળ વધે છે જ્યાં વેદાંશ અને અર્જુન ઉભાં છે.


ઈશિતા, વેદાંશ અને અર્જુન સાથે સાન્વીની ઓળખાણ કરાવે છે.


ઈશિતા: સાન્વી,મીટ માય ફ્રેન્ડ અર્જુન એન્ડ વેદાંશ.


સાન્વી, અર્જુન અને વેદાંશ સાથે શેકહેન્ડ કરે છે એટલે વેદાંશ સાન્વીનો હાથ જરા પકડેલો રાખે છે અને એકીટસે તેની સામે જ જોયા કરે છે જાણે તેનામાં ખોવાઈ ગયો હોય અને તેને પહેલી નજરનો પ્રેમ થઈ ગયો હોય તેમ.


એટલે ઈશિતા વેદાંશને સ્હેજ ધક્કો લગાવીને ભાનમાં લાવે છે અને સાન્વીનો હાથ છોડવા ઈશારો કરે છે. વેદાંશ ચોંકી ઉઠે છે અને સાન્વીનો હાથ એકદમ છોડી દે છે અને બોલી પડે છે કે, "ઑહ, આઈ એમ સોરી"


ઈશિતા, અર્જુન અને વેદાંશ એન્જિનિયરીંગના થર્ડ ઇયરમાં છે. સાન્વીએ ફર્સ્ટ ઈયરમાં ઍડમિશન લીધું છે. હવે સાન્વી,આ ગૃપ સાથે ભળી શકે છે કે નહિ તેનું પણ રેગિંગ થાય છે કે નહિ ?


જાણવા માટે વાંચતાં રહો આગળનું પ્રકરણ....


~ જસ્મીના શાહ 'જસ્મીન'


દહેગામ


16/6/2021