સાંજનું શાણપણ
- □● તમારીઆસપાસવેલની જેમ વીંટળાયેલ
બાળકનાં હાથ, એ પ્રભુએ તમને પ્રભુએ
પાઠવેલી શુભેચ્છા છે.
- □● સબંધોનીઆંટીઘુંટીઉકેલતા ઉકેલતા
આપણે સમય જતાં એટલાં ચાલાક થઈ
જઈએ કે,પોતાની જરૂરિયાત મુજબ દોર
ખેંચતા અને ઢીલ દેતા શીખી જઈએ છીએ.
- □● ઊંચાઈપરપહોંચવાના આનંદમાં હંમેશા
એ પગથિયા ભુલાઈ જાય છે.જેમણે તમારો
ભાર વહ્યો છે.
- □●ઘણીવારસબંધમાંપડેલ ઘસરકા ઉંડા
ઘાનું કામ કરે છે. રુઝાય તો જાય ,પણ
નિશાન રહી જાય.
- □●જિંદગીમાંમૈત્રીનાંઘણાં અવસર આવશે
પણ,અવસર માટે થતી મિત્રતાથી બચવું.
- □●વિશ્ર્વાસઘાતએસબંધની ધોરી નસને
કાપતી કરવત છે.
- □●સબંધજ્યારેસમજણનું સ્થાન સમજૂતી,
સંવાદનું સ્થાન ખુલાસા લઈલે ત્યારે પાછું
વળી જવું.
- □● જેમઅજવાળાનીગેરહાજરીથી ટેવાઈ
ગયા પછી દેખાવા લાગે, તેમ દરેક
વિપરીત પરિસ્થિતિને મનથી સ્વીકાર
કરી લેવાથી તેમાંથી નીકળવાનો રસ્તો
સાફ દેખાવા લાગે.
- □● લાગણીનોવ્યવહારકરતાં પહેલાં પાત્રની
ઉંડાઈ માપી લેવી.છીછરુ છલકાઈ જાય
ને ઉંડું ક્યારેય ન ભરાય.
જો માણસાઈની માર્કશીટ હોત,
નંબર વધારવાની હોડ તો લાગત.
- □●”ધીરજ“એ મા-બાપ નાં શબ્દકોશ નો
સૌથી મહત્ત્વપૂર્ણ શબ્દ.
- □●ગમેતેવાંજ્ઞાની માણસ પર જ્યાં સુધી
સફળતાનો થપ્પો લાગતો નથી,કોઈ તેની
નોંધ લેતું નથી.
- □● સબંધમાંજતુંકરવાની ભાવના સારી પણ
જ્યારે તે એકપક્ષીય હોય,સબંધ અકાળે
મૃત્યુ પામે.
- □●એકસ્ત્રીમાટે સ્વાભિમાન જાળવવું એ
રોજીંદી કવાયત છે.
- □●કોઈપણનિર્ણય, નાનોકે મોટો,મુશ્કેલ કે
આસાન લઈ લીધા પછી અમલ કરતા
પહેલા,થોડો વખત થોભી જવું.
- □● જિંદગીનીરેસમાંઆંધળી દોટ મુકતા
આપણે ,ઘણીવાર જીવતા હોવાનો અહેસાસ
ભુલી જઈએ છીએ.
- □●લેતીદેતીનો...તોલમાપનો..વ્યવહાર
ખતમ થઈ જાય છે,ત્યારે ખરી દોસ્તીની
શરૂઆત થાય છે.
- □●બાળકનીનિર્દોષઆંખમાં ચાલાકી અંજાઇ
જાય, એ વિશ્ર્વની સૌથી મોટી નિષ્ફળતા છે.
- □● સબંધમાંજ્યારેઅવિશ્ર્વાસની ગાંઠ પડી
જાય, તે સ્થાનેથી લાગણીનો પ્રવાહ ફંટાઈ
જાય છે.
- □●દુનિયામાંઘણાંલોકો એવા છે,જેમનાં માટે
જિંદગી જ એક દર્દ છે,તેના માટે નાનાં મોટાં
દુઃખની કોઈ વિસાત નથી.
- □● આપણેબાળકનેપ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કઈ
શીખવવાની કોશીશ નથી કરતાં ત્યારે,
બાળક સૌથી વધું શીખે છે.
- □●સામેવાળાનોતમારીસાથેનો વ્યવહારનો
ઘણો બધો આધાર તમારા અભિગમ પર
રહેલો છે.
- □●તમેકોઈનાંશબ્દ તો ચોરી શકો પણ
કોઈનાં વિચાર નહી, દરેક વ્યક્તિ માટે
બારાક્ષરીનાં અલગ અલગ અક્ષર અલગ
અર્થ લઈને આવે છે.
- □●સબંધોગરીબ ડોસીનાં ગોદળા જેવા હોય
,ટેભા લેવા પડે,સાધવા પડે,સાચવવા પડે,
થીંગડાં મારવાં પડે,જર્જરીત થાય તો પડ
પણ ચડાવવું પડે ,છતાં વખત આવ્યે ઢાલ
બને.
- □●ઘણીવારજિંદગીનેસમજી લેવાની
- ઉતાવળમાં અને સમજાય ગઈ છે એવાં
વહેમમાં જિંદગી એક વણઉકેલ કોયડો બની
જાય છે.
- □● મનસાથેકરેલાં વધુ પડતાં સમાધાન, ક્
ક્યારેક વિદ્રોહ બનીને ફુટે છે,ક્યારેક બિમારી
રૂપે તો ક્યારેક તુટેલાં સબંધ રૂપે.
- □●લાગણીઅનેપ્રેમનાં મોતીને વિશ્ર્વાસનાં
દોરાથી ગુંથીએ ત્યારે ઘર બને.
- □● દોસ્તીમાંગુણાકારભાગાકાર નથી હોતાં
એમાં એક અને એક અગિયાર પણ થાય.
- □●એકબીજાનાંદરેકવિચાર સાથે સહમત
થવું એ દોસ્તી નથી, બે વિરૂધ્ધ દિશામાં
ઊભા રહીને પણ સાથે રહેવું એ દોસ્તી છે.
- □●એકબીજાનેઅનુકૂળથઈ ને રહેવું અને
એનાં માટે કોઈ એકનો પ્રવાહ અવરોધાઈ
એ સમાજવ્યવસ્થા છે,પરંતું પ્રેમમાં તો અવિરત વહેતાં રહેવાની સગવડ હોય છે.
ધબકતા રહેવા માટે એ જરૂરી છે.