Mother-in-law in Gujarati Motivational Stories by Arti Geriya books and stories PDF | સાસુ-વહુ

Featured Books
  • ભીતરમન - 59

    મુક્તારના જીવનમાં મારે લીધે આવેલ બદલાવ વિશે જાણીને હું ખુબ ખ...

  • ભાગવત રહસ્ય - 121

    ભાગવત રહસ્ય-૧૨૧   ધર્મ -પ્રકરણ પછી હવે -અર્થ -પ્રકરણ ચાલુ થા...

  • કૃતજ્ઞતા

      આ એ દિવસોની વાત છે જ્યારે માનવતા હજી જીવતી હતી. એક ગામમાં...

  • નિતુ - પ્રકરણ 53

    નિતુ : ૫૩ (ધ ગેમ ઇજ ઓન)નિતુને કૃતિ સાથે વાત કરવાની જરૂર લાગી...

  • સંઘર્ષ - પ્રકરણ 13

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

Categories
Share

સાસુ-વહુ

સૌથી પહેલા તો બધા ને દિવાળી ની શુભકામના ..

સ્ત્રીઓ વિશે લખવું મને બહુ ગમે, એટલે ગમે તેટલી કોશિશ કરું પાછું ત્યાં જ આવી જાવ😊. પણ આજે હું એક નહિ પણ બે સ્ત્રી વિશે વાત કરવાની છું.અને આ બે સ્ત્રી એટલે માં- દીકરી,દેરાણી-જેઠાણી,નણંદ-ભાભી કે બે બેસ્ટ ફ્રેન્ડ નહિ પણ આ બધા સંબંધો નો સમન્વય એવી સાસુ વહુ ની વાત કરવા આવી છું,ના ના એવું ના વિચારતા કે આ કોઈ ડેઇલી શોપ જેવું લાગે છે..પણ આજે આપણે જબરી સાસુ અને એની નટખટ વહુ વિશે વાત કરવી છે.આ તો એ જ થયું ને?આજ વિચાર આવ્યો ને?આપડે હંમેશા સામે વાળો વાત કરે ને ત્યાં જ પૂર્વધારણા બાંધી લઇ કે આવું જ હશે!😊ને જો ભૂલ થી સાચું પડે ને તો શું કઈ? મેં નતું કીધું !આની વાત આવી જ હોઈ...ઓ.. ઓ.. ઓ.. વાત અત્યારે બીજા ટ્રેક પર જાય એ પેલા મૂળ વાત પર આવી...

આ સાસુ વહુ નો સંબંધ હંમેશા થી એક ડરામણો, શકી,જુલમી આવી વિચિત્ર રીત જોવાયો , લખાયો, સમજાવ્યો, અને બતાવ્યો છે.એટલે જ બિચારી કોઈ દીકરી સાસરે જતા પેલા સાસુ થી બીવે..પાછું એને કહેવામાં પણ એવું જ આવે,જો જે હો તારી સાસુ જરાક જબરી લાગે છે.
અરે ભલા માણસ..પેલા એને સાસરે જાવા તો દ્યો,પછી ખબર પડે ને.અને ઓલી છોકરી પેલે થી જ સાસુ થી બીતી રહે,અને મન માં સાસુ પ્રત્યે અણગમો,અભાવ,અને અનાદર થવા લાગે ..કેમ કે પરાણે પ્રીત તો ના જ થાય.અને બી બી ને તો સાવ નહીં..અને જો છોકરી જબરી હોઈ તો તો પછી😁😁 સમજો જ છો ને બધા કોનું આવી બને☺️..

પણ આપડે આજ આ સંબંધ ને જરાક અલગ ને નવી રીતે જ જોવાનો છે.અત્યાર સુધી આપડી દાદી,નાની ને મોઢે સાંભળ્યું હશે,કે અમારી સાસુ તો તોબા!માથે ઓઢયા વગર નીકળી તો આમ બોલે ને તેમ બોલે,અરે અંધારા પેલા તો ઘર માં આવી જાવ પડે નહીં તો કાઢી મૂકે.😊પણ એમની એ વિચારધારા પાછળ નો આશય કોઈ એ નહિ સમજાવ્યો હોઈ..ત્યારે નાની ઉમર માં લગન થઈ જતા,એટલે કોઈ ની ખરાબ નજર ના પડે ને એટલે માથું ઢાંકી ને જ નીકળવાનું રહેતું,કેમ કે બધા ભાઈઓ સરખી ઉમર ના હોઈ..અને રાતે ત્યારે અત્યાર જેટલી વીજળી,કે સુરક્ષા નહતી,તો તમારી સુરક્ષા માટે આવું કહેવામાં આવતું...
ત્યારબાદ આપડી મમ્મી,એ શુ કે?અમે તો આખા ઘર ના કપડાં નદી એ ધોવા જતા,અને તમારી જેમ આમ પિયરયા સાથે આખો દી વાત કરી તો તો આવી બને..ત્યારે ઘરે ઘરે નળ ના હતા,અને નદી એ બધી વહુ કપડાં ભેગી ધોવા જાય ત્યાં કેવો આનંદ આવતો!?અને પિયરયા સાથે આખો દી વાતો કરવામાં જ અત્યારે ઘર ભાંગે છે..એટલે ત્યારે સાસુ એવો કડાપો રાખતી..એટલે જ ત્યારે અત્યાર ના પ્રમાણ માં ડિવોર્સ ઓછા થતા!અરે!ઓછા શું નહિવત હતા કયો!
અત્યાર ની વહુઓ ને લગભગ બધી છૂટ છે.તો પણ સાસુ ના વાંક કાઢી બીજા પાસે સિમ્પથી લેતી હોય..કેમ ,કે
એને એની મમ્મી તરફ થી એ જ શીખવામાં આવે છે,કે જો જે "મારી જેમ પેલે થી નહીં બોલ ને તો તને દબાવી દેશે"!એલાવ ઘર ની વહુ ને દબાવા માં કોઈ ને રસ ન હોઈ..કેમ,કે બધા ને ખબર છે,આજ નહીં તો કાલ,આપડો ડોબો આનું જ માનવાનો,તો શુકામ પંગો લેવાનો..😊
અને અત્યાર ની તો સાસુ ને પણ ફ્રીડમ જોઈ છે.એને પણ કિટ્ટી માં જઈ ને આનંદ કરવો છે,જે પેલા નથી કરી શકી એ બધું એને પણ કરવું છે..જરાક વહુ નહીં પણ દીકરી બની એના મન ને ઢંઢોળી તો જુઓ..એને પણ પોતાની જૂની ફ્રેન્ડ્સ સાથે વાતો કરવી છે,ફરવું છે,મુવી જોવા જવું છે..એ અત્યાર સુધી જે બંધન માં હતી એમ તમને બાંધવા નહીં પણ તમે એને એમાંથી છૂટવા મદદ કરશો એ આશા એ તમારી પાસે થી અપેક્ષા રાખે છે...
અરે તમે સામે થી કહો "કે ચાલો મમ્મીજી આજે આપણે બંને બહાર જમી આવી કરશે આ જેંટ્સ એનું..કા તો આપડે એમનું પાર્સલ લઇ આવશુ.."જો જો તમારી સાસુ તમારી મુઠી માં રહેશે.😁મને તો ક્યારેક એવું થાય કે આ લગ્ન વખતે સાસુ વહુ ની કુંડળી મેચ કરવાનો રિવાજ પણ હોવો જોઈ..ઓલા બિચારા ની સેન્ડવીચ થતી તો બચે..😊
મેં એક વાર એક સાસુ વહુ ને વાત કરતા જોયા,અને સાંભળ્યા..સાસુ એ કીધું કે મને તો આ ગાંઠિયા બહુ ભાવે,તો વહું કે તો તો તમારા દહાડા માં એ રાખવા પડશે!અને બંને હસવા લાગ્યા.બોલો કેવી નિર્દોષતા...અને જો વહુ એમ કે "હે મમ્મી જી મને કાઈ થાય તો તમારા દીકરા ને બીજી કેવી પરણાવસો" તો સાસુ કે ના ના હો તારા જેવી ટ્રેન્ડ થયેલી ક્યાં ગોતવી,એના કરતાં જલશા થી રે ને મારા લોઈ પી.😁બસ આમ જ મજાક મસ્તી માં જીવન સુખે થી ચાલ્યા રાખે...

પણ દુઃખ ની વાત એ છે,કે અત્યાર ની દીકરીઓ ને એની માં અને સાસુમા બંને માં ભેદ દેખાય છે.કોઈ દીકરી પોતાની મમ્મી ની ખીજ,કે સલાહ માનસે,પણ એ જ વાત સાસુ કહે તો આકરું લાગશે..અને ઘણીવાર વહુ એ કહેલી વાત સાસુ પણ દીકરી છે,એમ સમજી ને જાવા દે તો ઘર સ્વર્ગ બની જાય...અફસોસ એ વાત નો છે,આવું થતું નથી...એકવાર એક બહેન ને ત્યાં કોઈ મહેમાન આવ્યા,એમને ત્યાં થોડા સમય પહેલા જ તેમના દીકરા ને દીકરી ના લગ્ન થયા હતા..તો આવેલા મહેમાને પૂછ્યું કે કેમ બેન કેવું લાગે છે,દીકરી ની વિદાય અને વહું નું આગમન?હવે બરાબર વહુ એ જ સમયે ત્યાં થી નીકળી ને એને થયું લાવ ને સાસુમા શું કે છે? એ જાણું તો ખરા!એટલે પેલા સાસુ બોલ્યા કે" દીકરી તો સાકાર જેવી હોઈ અને વહુ મીઠા જેવી"આ સાંભળી વહુ ને તો દુઃખ લાગી ગયું,કે હજી તો લગ્ન ને ચાર દિવસ નથી થયા ત્યાં સાસુ બીજા સામે મારી આવી વાતો કરે છે..અને એની દીકરી મીઠી સાકાર ને હું ખારું મીઠું?આવો ભેદ!આ વાત થી વહું નું મન જરા ખાટું થઈ ગ્યું,તે દિવસ થી તેના વર્તન માં ફેર આવી ગ્યો..સાસુ હોશિયાર એ સમજી ગઈ કંઈક તો થયું છે,એમને એક વાર વહું ને બેસાડી ને પૂછી જ લીધું,વહુ એ તો બધું કહ્યું અને પૂછ્યું"તમારી દીકરી સાકાર ભલે પણ હું ખરું મીઠું સુકામ?તમે મને આમ કેમ કહ્યું?"આ સાંભળી ને સાસુ એ કહ્યું જો બેટા દીકરી ઘર માં મીઠીવાણી બોલી સૌના મન જીતી લે,લગ્ન પછી પણ એ એ જ રીતે પોતાની ભાભી સાથે પણ સંબંધ માં મીઠાશ જાળવી રાખે, જ્યારે વહુ એ મીઠા જેવી બોલ એકોઈ વસ્તુ માં મીઠા વગર ચાલે,એમ ઘર પણ વહુ વિના ના ચાલે...એ માટે હું આમ બોલી હતી...બસ વહુ ની ગેરસમજણ દૂર થઈ ગઈ.
અને સંબંધો સુધરી ગયા...બસ જો આપડે થોડી સમજ દાખવી ને તો જીવન માં ઘણી ખુશી મેળવી શકીએ..
અત્યારે તો ઘણી એવી વહુ પણ છે,કે જે ને પોતાની સાસુ નું જીવવું હરામ કરી નાખ્યું છે.કોઈ ની માં નું ખરાબ કરતા પેલા એટલું વિચારો ને કે એ જગ્યા એ મારી મા હોઈ તો?તો કદાચ ઘણા પ્રોબ્લેમ સોલવ થઈ જાય...જો પોતાની સાથે અન્યાય ના થવા દો..તો કોઈ ની સાથે થવા ના દો...
અસત્ય...

આરતી ગેરીયા......