Love@Post_Site - 2 in Gujarati Love Stories by Apurva Oza books and stories PDF | Love@Post_Site - 2

Featured Books
Categories
Share

Love@Post_Site - 2

અઠવાડિયા બાદ રોહિત રોજની જેમ કેફેમાં ચા પીવા બેઠો છે. અડધો કપ ચા પીધા પછી અચાનક એનું ધ્યાન સામેના ટેબલ પર બેઠેલી એની કોલેજ ફ્રેન્ડ રિદ્ધિ પર ધ્યાન જાય છે જે કોઈક બીજી છોકરી સાથે બેઠી છે, એટલે રોહિત પહેલા ઇશારાથી ત્યાં આવવાની પરમિશન લે છે જે એને મળી પણ જાય છે. રોહિત ત્યાં જઈ જોવે તો બીજી છોકરી સ્વરા હતી અને આશ્ચર્યથી પૂછે છે મેડમ તમે?” રિદ્ધિ વચ્ચે ડપકું મૂકી કયે છે મેડમ નહિ માસ્તરાણી છે.” રોહિતે કીધું હા, તો પોસ્ટ માસ્તર છે એટલે, પણ તમે બેય એક બીજાને ઓળખો કઈ રીતે?” સ્વરા કહે છે મારી સ્કૂલ ફ્રેન્ડ છે ગામમાં પોસ્ટિંગ મળી એટલે રિદ્ધિને જાણ કરી આજ ફ્રી હતી એટલે આજ મળવાનો પ્રોગ્રામ બનાવ્યો બાકી તમે કહો કેવું ચાલે કામકાજ?” રોહિતે કીધું સારું છે હજી બે વરસ થયા એટલે એટલું સારું તો હોય પણ આગળ વધાય છે, તમને ફાવી ગયું ત્યાં PG માં?” સ્વરા હા કીધી. રિદ્ધિ બન્ને ને ઓળખાણ કરાવી માંડી સ્વરા આમ તો તું રોહિતને મળી છો પણ તને ખબર છે એને પણ તારી જેમ જ ગીત, ગઝલ, કવિતામાં વધારે રસરિદ્ધિ એ રોહિતને એક શેર સાંભળાવા કીધું રોહિતે મંજૂરી આપતા કહ્યું, “મારા પરિચય જેવો જ શેર કહું તો પાંચ સાત તારીખની વચ્ચે અટવાયો છે, રહેવા દે ફૂલોની વાતો રઘવાયો છે. અખબારોના ટોળાઓમાં અક્ષર થઈને રોજ સાંજે નાટક જેવું ભજવાયો છે. માણસ ભીની પણ અફવાઓ છે, માણસ માણસ વચ્ચે માણસ ખોવાયો છે. બસ આવું જ મારું રોજનું રૂટિન હોય ઘર થઈ ઓફિસ ઓફિસથી ઘરે સાંજે પાછો ઓફિસ થઈ આ કેફે અને ત્યાંથી ઘરરિદ્ધિને જાણે બહુ મજા પડી હોય તેમ ખુશ થઈશાબાશ મેરે શેર. હવે તું પણ કંઈક કે સ્વરાસ્વરા એ હા પાડતા કીધું, “આમ તો સરકારી નોકરી સારી પણ લાગ્યા પછી જે હાલત થાય એ કહુ તો હૈયે તો છું પણ હોઠેથી ભુલાઈ ગયેલો માણસ છું, હું મારા ડાબા હાથે ક્યાંક મુકાઈ ગયેલો માણસ છું. સૌ જાણે છે કે પાન ચાવુ છું હું હંમેશા મઘમઘતા, હર પિચકારીમાં રોજ અહીં થુકાય ગયેલો માણસ છું. સૌ આવી ગુનાહો પોતાના કબુલીને મનાવે છે મિસ્કિન, કોને કહેવું હું મારાથી રિસાઈ ગયેલો માણસ છું. બસ આમ જ રોજ બોરિંગ જિંદગી જાય છેરિદ્ધિ મસ્તી કરતા કહે છે, “તને કંટાળો આવે ત્યારે રોહિતની ઓફિસે જાવું અમે પણ એવું જ કરીએ છીએ બધી બોરીયત મગજમાંથી કાઢી નીકળી જાય છે.” સ્વરા ટાંગ ખેંચે છેએવું શું છે તમારી ઓફિસમાં કે લોકોને મજા પડી જાય, હું આવી ત્યારે તો એવું કંઈ નોતું જોયું!” રોહિતે કીધુંઆ લોકો કાંઈ નહીં ખાલી ગીત સાંભળવા આવે છે.” રિદ્ધિ એ હા પાડી કીધું, “ જ્યારે પણ જાય ત્યારે એની ઓફિસે ગીત ચાલુ જ હોય અને એવા ગીત હોય કે સાંભળવાની મજા આવી જાય.” “ હું ગઈ ત્યારે તો સાવ શાંતિ હતી આમ પિન ડ્રોપ સાઇલેન્સરોહિતે વાત કાપતા કહ્યું, “હા, એ મારા સ્પીકર બગડી ગયા હતા એટલે બાકી તમારે ઈચ્છા થાય ત્યારે આવી જવું એક તો તમે મારુ કામ કરી દીધું અને પાછું દોસ્ત કા દોસ્ત ભી દોસ્ત હોતા હૈ બરોબરને રિદ્ધુ?” રિદ્ધિ એ હા પાડી.

બીજા દિવસે સ્વરા ખરેખર પહોંચી ગઈ રોહિતની ઓફિસે અને ગીત વાગતું હતુંકહિં દૂર જબ દિન ઢલ જાય સાંજ કી દુલ્હન બદન ચુરાયે, ચૂપકે સે આયે.” અને સ્વરા એ જ ગીત ગણગણતી આવે રોહિતે પૂછ્યું તો મેડમ સ્ટ્રેસ રિલીઝ કરવા આવ્યા કે શું? આટલા કંટાળી ગયા?” સ્વરા એ કીધું. “બસ તમારી જેમ જેટલા જુના કેસ હતા એ જ પતાવ્યા હજી નવું કાઈ નથી કર્યું અચ્છા તમને વાંધો નથીને હું આવી એમાં?” રોહિતે નિર્દોષ સ્મિત સાથે જવાબ આપ્યો, “ના રે ના, આમ કોક આવે તો મારી ઓફિસ પણ કંઈક ભરી ભરી લાગે બાકી તો હું અને મારું PC અને કાગળિયા બસ એટલું જ હોય. આ તમે કે બીજા કોઈ ફ્રેન્ડ્સ આવે એટલે થોડી કામ કરવાનીએ મજા આવે.” ધીરે ધીરે સ્વરાનો રોજનો રૂટિન થઈ ગયો પોસ્ટઓફિસથી છૂટી એક આંટો રોહિતની ઓફિસે મારવાનો ખુલી હોય તો અડધી-એક કલાક ગીત સાંભળી ઘરે જવાનું. બેય વચ્ચે સારી એવી મિત્રતા થઈ અને સ્વરા રોહિતના ફ્રેન્ડસરકલમાં ભળી ગઈ. ધીમે ધીમે આખા ફ્રેન્ડસરકલમાં વાત ખબર પડી ગઈ કે સ્વરા અને રોહિત એકબીજાને પ્રેમ કરે છે પણ જો કે એ બંને જ માનવા તૈયાર નહતા. સમય વીતવા માંડ્યો, આજ સ્વરનો જન્મદિવસ છે. બધા તે જ કેફેમાં ભેગા થયા જ્યાં સ્વરા અને રોહિત એકબીજાને ઓળખવાની શરૂઆત કરી હતી. બધા એ પાર્ટીમાં હાજર હતા સ્વરા તૈયાર હતી, કેક રેડી હતી બસ એક રોહિત નહોતો આવ્યો. રોહિત એક પાર્ટીને મકાન બતાવવા ગયો હતો. 7 વાગ્યાની પાર્ટી 7:45 સુધી સુની હતી. 8 વાગ્યા એક બુકે કેફેમાં આવ્યો અને એની પાછળ એક માણસનું ધડ મોઢું દેખાતું નહતું પણ ત્યાં અવાજ આવ્યો “happy birthday swara wish you many many happy returns of the day.” અને રોહિત બુકેની પાછળથી આગળ આવ્યો અને સ્વરાને બુકે આપ્યો. સ્વરા થોડું ચિડાઈ, “ કાંઈ ટાઈમ છે તારો આવવાનો?” રોહિત થોડો શરમાઈને બોલ્યોસોરી મૅડમ થોડું કામ આવી ગયું એટલે મોડું થયુંપાર્ટીમાં જાન આવી બધા એ એન્જોય કર્યું. ઘરે જવાનો સમય થયો બધા નીકળતા હતા છેલ્લે સ્વરા અને રોહિત નીકળ્યા બધા બહાર ઉભા હતા વરસાદ ચાલુ હતો અચાનક રોહિતે સ્વરનો ડાબો હાથ જમણા હાથેથી કોઈને ખબર ન પડે તેમ પકડ્યો અને બે કડી બોલ્યો, "રૂપ કૈફી હતું, આંખો કેફી હતી, ને હથેળીમાં એની હથેળી હતી, મન મહેકતું હતું, ભીના કંપન હતા, એની સાથે મુલાકાત પહેલી હતી. આંખમાં એક દરિયો છુપાયો હતો, પણ શિશુ જેવો નિર્દોષ ચહેરો હતો, છોકરી મારી સામે જે બેઠી હતી, ખૂબ અઘરી હતી, સાવ સહેલી હતીસ્વરાએ ટોન્ટ મારતા જવાહર બક્ષીનો આ શેર મચકોડીને કીધો, “મસ્તી વધી જશે તો વિરકતી થઈ જશે...રોહિતે અટકાવી બીજી કડીમાં જવાબ વાળ્યો, “ ભલે ઘેરો થતો ગુલાલ ભગવો નહિ થશેબાકીના મિત્રો આ પ્રેમાળ મુશાયરાની મજા લેતા હતા. વરસાદ અટકી ગયો સ્વરા રોહિતને એક સ્મિત આપી સ્ફુટીને કીક મારી ચાલી ગઈ. રોહિતનો ભાઈબંધ વિરાજ નજીક આવી બોલ્યો, “કરી કરી હિમ્મત કરી લ્યા વાહ! પણ હવે?” રોહિત હજી એ જ અંદાજમાં હતો એટલે બોલ્યો, “આવું હો કે એવું હો એ તો એની મરજી, કીડી કે પારેવું એ તો એની મરજી. દિલથી માગો, જે જે માંગો, કરગરવું શું? દેવું કે ના દેવું, એ તો એની મરજી.એમ કહી બધા છુટા પડ્યા.