Dashing Superstar - 44 in Gujarati Fiction Stories by Rinku shah books and stories PDF | ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-44

Featured Books
Categories
Share

ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-44


( એલ્વિસ કિઆરા અને આયાનને સાથે જોઇને બેચેની અનુભવે છે.તે વિન્સેન્ટને કોઇ એવો રસ્તો શોધવા કહે છે જેમાં તે અને કિઅારા સાથે વધુ સમય પસાર કરી શકે.કિઆરા એલ્વિસને સરપ્રાઇઝ આપવા તેના સેટ પર ગાજરનો હલવો લઇને જાય છે પણ નો મોબાઇલ પોલીસી ના કારણે તે એલને કોન્ટેક્ટ કરી શકતી નથી.)

કિઆરા પોતાના કપડાં ખંખેરીને ઊભી થઇ.તેણે હલવાનો ડબ્બો લીધો.તેને કોણીએથી લોહી નીકળી રહ્યું હતું.કિઆરા હવે ખૂબજ ગુસ્સે થઇ રહી હતી.તે સિક્યુરિટી ગાર્ડને મારવા માટે આગળ વધી પણ તેને એલ્વિસના શબ્દો યાદ આવ્યાં કે તે કોઇ બહાદુરી નહી દેખાડે.તે સિક્યુરિટી ગાર્ડમાં એક વૃદ્ધ દેખાતા ગાર્ડ પાસે ગઇ.

"અંકલ,એલ્વિસને ખાલી આ ડબ્બો આપજો અને કહેજો કિઆરા આવી હતી.જો તે મને ઓળખતા હશે તો ડબ્બો લઇ લેશે નહીંતર આની અંદર જે છે તે તમે વાપરી કાઢજો.આટલા અપમાન પછી હું તો અહીં નહીં રોકાઉ." આટલું કહીને તે જવા લાગી.જતા જતા તે અટકી અને જેણે તેને ધક્કો માર્યો હતો તે ગાર્ડ પાસે ગઇ,"આજે તો હું એલના આપેલા વચનમાં બંધાયેલી છું નહીંતર આ ધક્કાનો બરાબર જવાબ આપત.બીજી વાત છોકરીઓ સાથે વાત કરવાની મેનર્સ શીખી લો નહીંતર હું શીખવાડવા પર આવીશને તો બહુ ભારે પડશે."

કિઆરા પોતાનો મોબાઇલ શોધવા લાગી જે નીચે પડ્યો હતો.તે તુટી ગયો હતો.તેણે હેન્ડબેગ નહતી લીધી એટલે તેની પાસે રૂપિયા નહતા.તેનું ડીજીટલ વોલેટ મોબાઇલ તુટી જવાના કારણે નકામું હતું.

"એક કામ કરું,ટેક્સી કરીને ઘરે જતી રહું.ત્યાં જઇને રૂપિયા આપી દઈશ."કિઆરા સ્વગત બોલી.તે મોબાઇલ ચાલું કરવાના ગોઠવણમાં લાગેલી હતી અને ચાલી રહી હતી.સામે બીજું પણ કોઇ એવી જ રીતે પોતાના મોબાઇલમાં જોતા જોતા આવી રહ્યું હતું.કિઆરા અને તે છોકરો અથડાયો.

"યુ ઇડિયટ દેખાતું નથી."બંને એકસાથે બોલ્યા.અવાજ સાંભળીને ચોંકીને સામે જોયું અને બંનેના ચહેરા પર સ્માઇલ આવી.

"આયાન."
"કિઆરા."
"આયાન,તું અહીં શું કરે છે?"

"કિઆરા,આજે રજા હતી તો ડેડી મને જબરદસ્તી અહીં લઇ આવ્યાં.મારું મન બિલકુલ નહતું અહીં આવવાનું."આયાન બોલ્યો.

"તું અહીં?"તેણે પુછ્યું.જવાબમાં કિઆરા ગંભીર થઇ ગઈ.તેણે બધી વાત જણાવી.કિઆરા તને વાગ્યું છે.ચલ ગાડીમાં ફર્સ્ટ એડ બોક્ષ પડ્યું છે.તને બેન્ડેડ લગાવી દઉં."આયાને કહ્યું.

કિઆરા થોડી અપસેટ હતી.તેણે ના પાડી.
"હું ઘરે જવા માંગુ છું."

"હા જતી રહેજે પણ બેન્ડેડ તો લગાવી દે."આયાને કહ્યું.

"આયાન,તારી પાસે રૂપિયા છે?હું મારું વોલેટ ઘરે ભુલી ગઇ છું અને મારું ડીજી વોલેટ તુટી ગયું.મને બહુ ભુખ લાગી છે."કિઆરાએ કહ્યું.

"અફકોર્ષ કિઆરા,ચલ સામે એક ઉડિપી રેસ્ટોરન્ટ છે.બહુ જુની અને જાણીતી છે ત્યાં સાઉથ ઇન્ડિયન ફુડ બહુ સરસ મળે છે.બીજી વાત મારી પાસે એક્સેસ કાર્ડ છે.તારે એલ્વિસને મળવું હોય તો આપણે અંદર જઇએ."અાયાને કહ્યું.

કિઆરાએ ના પાડી અને ઉડિપી રેસ્ટોરન્ટમાં જવા કહ્યું.તે બંને તે ઉડિપી રેસ્ટોરન્ટમાં ગયાં.તે એક જુની ઢબની બનેલી રેસ્ટોરન્ટ હતી પણ તેનું ફુડ ખૂબજ ફેમસ હતું.લોકો દુર દુરથી અહીં મસાલા ઢોસો ખાવા આવતા.

"કિઆરા,અહીંનો મસાલા ઢોસો ફેમસ હોય છે.એ મંગાવી લઉં?"આયાને પુછ્યું.

"હા અને મારા માટે ફ્રુટ જ્યુસ પણ મંગાવજે સાથે."કિઆરાએ કહ્યું.

તેમનો મસાલા ઢોસો આવી ગયો હતો પણ ફ્રેશ ફ્રુટ જ્યુસ નહતો એટલે કિઆરાએ કોલ્ડડ્રિંક મંગાવ્યું.

અા ઉડિપી રેસ્ટોરન્ટ એક સાઉથ ઇન્ડિયન સાઈઠ વર્ષના વ્યક્તિની હતી.તે અને તેમનો યુવાન દિકરો આ રેસ્ટોરન્ટ સંભાળતા હતાં.કાઉન્ટર પર બેસેલો તેમનો દિકરો આસપાસ કોઇ ના દેખાતા થમ્સઅપની બોટલમાં વોડકા મિક્ષ કરીને પી રહ્યો હતો.પાંચસો એમ.એલની બોટલમાં અડધી ઊપર વોડકા અને થોડીક થમ્સઅપ હતી.આવું કરવાનું કારણ તેના પિતાના દારૂ ના પીવાના કડક નિયમો હતા.

અહીં કિઆરાએ ફ્રુટ જ્યુસ મંગાવ્યો હતો પણ તે હાજર નહતો એટલે સોફ્ટ ડ્રિન્ક મંગાવ્યું.કોલ્ડડ્રિંક પણ ખતમ થઇ ગયું હતું.પેલાએ તેની વોડકા મિક્ષ કરેલી થમ્સઅપ ઠંડી કરવા મુકી અને તે વેઇટર તે થમ્સઅપ બે ગ્લાસમાં નાખીને કિઆરા અને આયાન પાસે લઇ ગયો.આયાન અને કિઆરા ઢોસા ખાઇ રહ્યા હતા પણ કિઆરાને ઢોસા તીખા લાગતા તે બંને કોલ્ડડ્રિંક પી ગઈ.સામે ચાલતા ટીવીમાં એક મુવી ચાલી રહ્યું હતું.જેમાં એક દારૂડિયાનો સીન આવી રહ્યો હતો.

"કઇપણ બતાવે છે?દારૂ પીને સાવ આવા પાગલો જેવી હરકત થોડી કરે?"કિઆરાએ કહ્યું.

"તું તો એવી વાતો કરે છે જાણે તે પહેલા પીધો છે અને તને અનુભવ છે."આયાને કહ્યું.

"છી,હું ના પીવું પણ આ થમ્સઅપનો ટેસ્ટ અલગ અલગ લાગતો હતો."કિઆરાએ કહ્યું.

"મને કેવીરીતે ખબર હોય કિઆરા?મારો ગ્લાસ પણ તું જ પી ગઇ."આયાને કહ્યું.કિઆરાનું માથું ભમી રહ્યું હતું.

તેટલાંમાં વેઇટર આવ્યો.તે થોડો ગભરાયેલો લાગ્યો.
"સર,આપકો દો મિનિટ કે લીએ સર બુલા રહે હૈ."

"કિઅારા,તું બેસ હું આવું."આયાને કહ્યું.

આયાન કાઉન્ટર પર ગયો.રેસ્ટોરન્ટ માલિકના દિકરાએ તેને થમ્સઅપમાં વોડકાની કહાની જણાવી.

આયાનને ગુસ્સો આવ્યો,તેણે તેનો કોલર પકડ્યો.

"તારી હિંમત કેવીરીતે થઇ આવું કરવાની?તે પોલીસ ઓફિસરના ઘરેથી આવે છે.તું તો નહીં બચે."આયાને કહ્યું.

વેઇટર દોડતો દોડતો આવ્યો.તેણે કહ્યું,"સર,હમારે સર કો બાદમે દેખના પહેલે આપકે સાથ જો મેડમથી ઉન્કો દેખીએ.વો ચાયકી ટપરી વાલે કે સાથ મારપીટ કર રહી હૈ."

આયાન પેલાનો કોલર છોડીને ભાગ્યો.કિઅારા ચાની કિટલી વાળાને મારી રહી હતી.કિઆરા હવે ફુલ નશામાં હતી.

"સાલા,એક તો નાના છોકરા સાથે બાલમજૂરી કરાવે છે અને તેમા પણ તેને મારે છે.એક કપ.....એક કપ તુટી ગયો.એમા આટલું મારે કોઇ?"કિઆરાએ ચિસ પાડી.આસપાસ ખૂબજ ભીડ ભેગી થઇ ગઇ હતી.

"કિઆરા,છોડ એને જો બધાં આપણને જ જોવે છે.આમપણ તે તેનો દિકરો છે."આયાને ડરીને કહ્યું.

"તને કોણે કહ્યું કે આ તેનો દિકરો છે?તું તો હમણાં જ આવ્યો." નશમાં ધૂત કિઆરાએ પુછ્યું.

"કેમકે હું પહેલા પણ અહીંયા ચા પીવા આવ્યો છું એટલે મને ખબર છે અને આ ચા વાળો ખૂબજ ગુસ્સાવાળો છે."આયાને ડરતા ડરતા કહ્યું.

"પહેલા ના બોલાય?હવે મારે મોઢું શું જોવે છે ભાગ."કિઆરાએ કહ્યું અને આયાનનો હાથ પકડીને ભાગી.

*********

લગભગ આખો દિવસ શુટીંગ ચાલ્યું.આખો દિવસ એક સોંગની કોરીયોગ્રાફીમાં વ્યસ્ત એલ્વિસને એકવાર પણ મોબાઇલ જોવાનો સમય ના મળ્યો.

તે બહાર નીકળ્યો.ત્યાં પેલા સિક્યુરિટી અંકલ જેને કિઆરાએ ડબ્બો આપ્યો હતો.તે એલ્વિસ પાસે આવ્યાં અને તે ડબ્બો આપતા બધી વાત જણાવી.શું શું બન્યું હતું તે જણાવ્યું.

"વોટ,કિઆરા આવી હતી?તેને અંદર કેમ ના આવવા દીધી.અને તમારા લોકોની હિંમત કેવીરીતે થઇ તેને ધક્કો મારવાની?હું તમને કોઇને નહીં છોડું."એલ્વિસ ગુસ્સામાં બોલ્યો.તે આગળ વધ્યો તેમને મારવા ત્યાં વિન્સેન્ટ આવ્યો.બધી વાત તેને ખબર પડતા તે પણ ગુસ્સે થયો.

"એલ,કિઆરાને ફોન કર."વિન્સેન્ટે કહ્યું.

"નહીં લાગે સર તેનો ફોન તુટી ગયો હતો."સિક્યુરિટીએ કહ્યું.

બરાબર તે જ સમયે શ્રીરામ શેખાવતનો ફોન આવ્યો.
"એલ્વિસ,કિઆરા તારી સાથે જ છે ને?તે કહેતી હતી કે તું તેને મુકી જવાનો છે.તેનો ફોન નહતો લાગતો એટલે ખાલી પુછ્યું."

"શું?કિઅારા ઘરે નથી આવી?"એલ્વિસે આઘાત સાથે કહ્યું.

"તે તારી સાથે નથી?તે કેવીરીતે આવશે તેની પાસે વોલેટ પણ નથી?દાદુએ કહ્યું.એલ્વિસે શું બન્યું હતું તે જણાવ્યું.

"દાદુ,તેના બોડીગાર્ડને ફોન લગાવું."એલ્વિસે કહ્યું.તેને ખબર પડી કે બોડીગાર્ડ આજે રજા પર છે.એલ્વિસને ચિંતા થઇ કે તે માણસે કિઆરાને પકડી તો નથી લીધીને.બરાબર તે જ સમય આયાનના પપ્પા આવ્યાં.તે પણ ચિંતામાં જણાતા હતાં.

"મિ.અગ્રવાલ શું થયું? વિન્સેન્ટે પુછ્યું.

"આયાન મારી સાથે અહીં આવ્યો હતો પણ તેણે કહ્યું કે થોડીક વારમાં આવે છે.ખબર નહીં શું થયું તે ક્યાં છે?તેનો ફોન પણ નથી લાગતો."આયાનના પિતા બોલ્યા.

સિક્યુરિટી અંકલ ત્યાં આવ્યાં અને તેમણે કહ્યું,"કિઆરાબેન એક છોકરા સાથે સામે રેસ્ટોરન્ટમાં ગયા હતાં."
થોડીક વારમાં શ્રીરામ શેખાવત પણ ત્યાં આવી ગયાં.

તેમણે ઉડિપી રેસ્ટોરન્ટમા તપાસ કરી ત્યાં વેઇટરે તેમને બધું જણાવ્યું.કિઆરા નશામાં હતી તે વાત બધાં જાણી ગયાહતા.આયાનનો અને કિઆરાનો ફોન સ્વિચ ઓફ આવતો હતો.તે બીજી ચિંતાની વાત હતી.

"ચલો એકવાત તો સારી થઇ કે કિઆરા એકલી નથી કે તે કોઇ ખતરામાં નથી પણે તે ક્યાં છે તે જાણવું પડશે?શ્રીરામ શેખાવત બોલ્યા.

એલ્વિસ ખૂબજ દુઃખી હતો.તે સમજી શકતો હતો કે
કિઆરાને કેવું અનુભવાયું હશે.
"આ આયાન હંમેશાં અમારા વચ્ચે કેમ આવી જાય છે?આ આયાન પર મને ખૂબજ ગુસ્સો આવે છે?વિન્સેન્ટ,તું કઇંક વચ્ચેનો રસ્તો કાઢવાનો હતો,તેનું શું થયું?"એલ્વિસ ગુસ્સામાં બોલ્યો.

"થેંક ગોડ કે અાયાન તેની સાથે છે નહીંતર શું થાત વિચાર.એકવાર કિઆરા મળી જાય પછી જણાવું કે મે શું વિચાર્યું છે."વિન્સેન્ટે કહ્યું.

"પણ તે લોકો છે ક્યાં?એલ્વિસ ચિંતામાં બોલ્યો.

ક્યાં હશે આયાન અને કિઆરા?
શું રસ્તો વિચાર્યો હશે વિન્સેન્ટે?

જાણવા વાંચતા રહો.