Dashing Superstar - 42 in Gujarati Fiction Stories by Rinku shah books and stories PDF | ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-42

Featured Books
Categories
Share

ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-42


(એલ્વિસે કર્યું કિઆરા માટે એક રોમેન્ટિક સોંગ પર બેલે પરફોર્મન્સ પણ કિઆરાને કિસ કરવાની તેણે કરી ના.અહાના આયાન તરફ અને વિન્સેન્ટ અહાના તરફ ઢળી રહ્યા છે.એલ છે બીઝી આવતા ત્રણ મહિના માટે અને તે ગયો છે મલેશિયા.અહીં કિઆરા એકલી પીછો કરે છે તે માણસનો બારમાં અને ફસાઇ જાય છે મુશ્કેલીમાં)

"કિઆરા બેટા,દર વખતે આંધળા સાહસમાં સફળતા ના મળે.હે ભગવાન,મને લાગે છે કે મારે અહીંથી નીકળવું પડશે.આ વાત જેટલી લાગે છે તેટલી સરળ નથી ખૂબજ જટિલ છે."કિઆરા સ્વગત બોલી.

તે પેલા છોકરા તરફ ફરી અને બોલી,"તને તો હું પછી જોઇ લઈશ.બહુ મોટા મોટા માણસો જોડે મળેલો છેને.તું તો ફસાઇશ,અત્યારે તો હું જાઉં છું પણ પાછી જરૂર આવીશ."

"પાછી ક્યા જાય છે બેબી?એલની કિયુ ડાર્લિંગ ખૂબજ સુંદર અને સેક્સી છે.ભાઇએ કહ્યું છે કે તેને એકલીના જવા દેતા.આમપણ આટલી સુંદર છોકરીઓને સુંદર કંપની પણ જોઇએ.ચાલ પહેલા તારી એકલતા દુર કરું કેમકે તારો બોયફ્રેન્ડ તો બીઝી છે અને એ આમપણ હા...હા..હા" પાછળથી એક માણસ આવતા બોલ્યો.તે ખંધુ હસ્યો.તેણે કિઆરાને કમરેથી પકડી લીધી અને તેને પોતાની નજીક ખેંચવા લાગ્યો.કિઆરાએ તેના માર્શલ આર્ટસના મુવ વાપરીને તેને બે પગ વચ્ચે માર્યુ.તે દર્દથી કણસવા લાગ્યો અને તેના મોઢામાંથી ચિસ પડી ગઈ.

તેના માણસો જે તે બારમાં જ દારૂ પી રહ્યા હતા તે આવી ગયા તેમણે કિઆરાને ધેરી લીધી.કિઆરાએ તે તમામને શક્ય તેટલી લડત આપવાની કોશિશ કરી પણ તે લોકો વધારે હતા અને તેટલાંમાં જ તે માણસ જેને કિઆરાએ માર્યો હતો તે પોતાના ખિસામાંથી ગન કાઢીને પોતાના માણસને આપી અને તેને કિઆરાના કપાળ પર તાકીને રાખવા કહ્યું.તેણે પોતાનું ટિશર્ટ કાઢ્યું અને કિઆરા સાથે જબરદસ્તી કરવાના ઇરાદાએ આગળ વધ્યો અને પાછળથી તેને લાત પડી.

આયાન અંદર આવ્યો જે ખૂબજ ગુસ્સામાં હતો.તેણે તે માણસને માર્યો જેની પાસે ગન હતી.તેની ગન પડી ગઇ અને કિઆરાએ તક જોઇને પોતાની જાતને મુક્ત કરાવી.

તે બંનેએ ગુંડાઓને ખૂબજ માર્યા પણ તે લોકો વધુ તાકાતવાળા હતા અને કિઆરા અને આયાન થાકી ગયા હતા એટલે બંને એકબીજાનો હાથ પકડીને ભાગ્યા.તે માણસો કિઆરા અને આયાનની પાછળ ભાગ્યાં.ખાસી વાર સુધી દોડ્યા પછી પણ તે માણસોએ તેમનો પીછો ના છોડ્યો.કિઆરા અને આયાને પોલીસને ફોન કરી લીધો હતો.થોડીક વારમાં પોલીસની સાયરન સંભળાતા તે ગુંડા ભાગવા લાગ્યાં.

અમુક પકડાઇ ગયા અને અમુક ભાગવામાં સફળ થયાં.કિઆરાએ પોલીસને જણાવ્યું કે તે કેવીરીતે અહીં આવી અને ફોન પર કોઇ વ્યક્તિએ તેને શું કહ્યું.

પોલીસના ગયા પછી કિઆરા આયાનના ગળે લાગી ગઈ.આયાને પણ પોતાના હાથ કિઆરા ફરતે મજબૂતાઈથી રાખી દીધાં.થોડીક વાર પછી તે બંને અળગા થયા.કિઆરા તેને કઈ કહેવા જાય તે પહેલા તેના ડાબા ગાલ પર એક સટાક દઇને જોરદાર થપ્પડ આયાને માર્યો.તે એટલો જોરદાર હતો કે કિઆરાના ગાલ પર આયાનના પંજાના નિશાન છપાઈ ગયાં અને હોઠના ખૂણે લોહી નીકળ્યું.કીઆરા આઘાત પામી.આયાન ખૂબજ ગુસ્સામાં હતો.તેણે કિઆરાનો હાથ પકડ્યો અને પાસે પાર્ક કરેલી પોતાની ગાડીમાં તેને ખેંચીને બેસાડી.આખા રસ્તે કિઆરા સ્તબ્ધ હાલતમાં પોતાના ગાલ પર હાથ રાખીને આયાનને જોતી રહી.આજ પહેલા આયાને પોતાની સાથે આવું વર્તન ક્યારેય નહતું કર્યું.તેને થોડો ગુસ્સો આવ્યો.

જાનકીવીલા પહોંચતા જ કિઅારા સડસડાટ પોતાના રૂમમાં જતી રહી.આયાન પણ દાદુની પરવાનગી લઈને તેની પાછળ ગયો.

"તારી હિંમત કેવીરીતે થઇ મને મારવાની?"કિઆરા ગુસ્સામાં બોલી.

"બીજા ગાલ પર મારીને બતાવું?"આયાન વધુ ગુસ્સામાં બોલ્યો.

"પાગલ છે તું?ખબર પડે છે કે કેવી મુશ્કેલીમાં મુકાઇ હતી?હું પાંચ મિનિટ મોડો આવતને તો કઇ હાલતમાં હોત ત્યાં તે વિચારતા જ મને કમકમાટી થઇ જાય છે."આયાન આટલું કહી કિઆરાને ગળે જોરથી લાગી ગયો.કિઆરા આયાનની વાત સાથ સહમત હતી.આજે આયાનના કારણે તે સુરક્ષિત હતી.

"આઉચ..દુઃખે છે."કિઆરાએ કહ્યું.તેટલાંમાં અદ્વિકા આવી.
"અદ્વિકાજી,એક બાઉલમાં બરફ અને ફર્સ્ટ એડ બોક્ષ આપશો?"આયાને કહ્યું.કિઆરા ફોન હાથમાં લેતી હતી જે આયાને દુર મુકી દીધો.અદ્વિકા બરફ અને ફર્સ્ટ એડ બોક્ષ લાવી જે આયાને લઇ લીધું.તે ખૂબજ કાળજીપૂર્વક તેના ગાલે બરફ લગાવી રહ્યો હતો.તેનો ગાલ ખૂબજ સુજી ગયો હતો.તેણે ફર્સ્ટ એડથી તેના ઘાવ સાફ કર્યા જે તેને ફાઇટ કરતા સમય થયા હતાં.

કિઆરાના ફોનમાં તે જ સમયે એલ્વિસનો ફોન આવ્યો.જે અદ્વિકાએ ઉપાડ્યો.તેણે કહ્યું કે આયાને કિઆરાને માર્યું હતું અને હવે દવા લગાવે છે.

બરાબર તે જ સમયે કિઆરાએ ચિસ પાડી જે સાંભળી એલ બેચેન થઇ ગયો.
"જડ જેવા જંગલી આટલું જોરથી કોઇ મારે?બહુ દુઃખે છે.ધીમેથી લગાવ દવા."
અદ્વિકાએ ફોન મુકી દીધો.

"એક વાત કહે તું ત્યાં કેવીરીતે આવ્યો?"કિઆરાએ પુછ્યું.

"મને અર્ચિતભાઇનો ફોન આવ્યો હતો.તેમણે મને જણાવ્યું કે તું એલ્વિસના વાયરલ વીડિયો પાછળ કોણ છે તે જાણચા પ્રયત્ન કરે છે તો હું તારી મદદ કરું.હું તને મળવા આવ્યો.તારી પાછળ જ હતો પણ હું તારી પાસે આવું તે પહેલા તું તે માણસ પાછળ તે બારમાં જવા નીકળી ગઇ.મને ગાડી કાઢતા સમય લાગ્યો એટલે આટલી વાર થઇ નહીંતર પહેલા આવી જાત."આયાને કહ્યું.

"થેંક યુ આયાન,તું જા હવે.થાકી ગયો હોઇશ."કિઆરાએ કહ્યું.

"કિઆરા,પ્લીઝ આગળ આવું કઇપણ ના કરતી."અાયાન ત્યાંથી જતો રહ્યો.થોડીક વારમાં જ એલ્વિસનો વીડિયો કોલ આવ્યો.

"કિઆરા,શું થયું ?આયાને તને કેમ માર્યુ?તેની હિંમત કેવીરીતે થઇ મારી જાન પર હાથ ઉઠાવવાની?હું તેને છોડીશ નહીં."એલ્વિસ ગુસ્સામાં ધુંઆપુંઆ થતાં બોલ્યો.

"એલ્વિસ,વાંક મારો જ હતો.આજે આયાન ના હોત તો ખબર નહીં મારું શું થાત.તેણે મારો જીવ અને ઇજ્જત બંને બચાવી."કિઆરાએ એલ્વિસને બધી વાત કહી.

"કિઆરા,તે વ્યક્તિએ તને ફોન પર શું કહ્યું?"એલ્વિસે પુછ્યું.

કિઆરા થોડીક વાર પહેલાની વાતની યાદમાં ખોવાઇ ગઈ.

"ઓહ તો એલની કિયુ ડાર્લિંગ આવી ગઇ."

"તું કોણ છે?આ વાયરલ વીડિયો કરવા પાછળ તારો આશય શું છે?"કિઆરાએ પુછ્યું.

"તું બહુ સ્માર્ટ છો.આ વીડિયો મે વાયરલ કર્યો અને નામ અકીરાનું ચઢાવ્યું.મને થયું કે આ વીડિયો જોઇ તારા અને એલ્વિસ વચ્ચે ખટરાગ થશે.તું અકીરાને બ્લેમ કરીશ અને અકીરા નિર્દોષ છે તે વાત તે એલ્વિસને જણાવશે અને અકીરાને લઇને તમે બંને ઝગડશો."

"આવું કરવાનું કારણ શું છે?"

"એ બધું ખૂબજ ઊંડાણ ભર્યું છે કિઆરા.એક વાત સમજી લે કે હું એલ્વિસનવ બરબાદ કરી નાખીશ અને તેને એવી હાલતમાં લાવી દઈશ કે તે ક્યાંયનો નહીં બચે.તારો કોઇ વાંક નથી એટલે તને વોર્નિંગ આપું છું કે તું તેનાથી દુર રહે નહીંતર તું પણ વગર વાંકે દંડાઈ જઈશ."

"એક વાત ધ્યાનથી સાંભળી લે હું મારા એલનો સાથ ક્યારેય નહીં છોડું.તું કઇ જ નહીં બગાડી શકે તેનું.તને તો હું જોઇ લઇશ."કિઆરાએ કહ્યું.

"સારું ત્યારે વોર્નિંગ આપવાની મારી ફરજ હતી.એલને બરબાદ કરવાની શરૂઆત તારાથી જ કરું.તારી ઇજ્જતના ચિથડા ઉડાડી અને આ વીડિયો તારા એલને મોકલું.આજુબાજુ જો જરાક."તે માણસે શેતાની રીતે હસીને ફોન મુકી દીધો.

અત્યારે ફોન પર આ બધું સાંભળી એલ્વિસને બે ઘડી ચક્કર આવી ગયા.

"થેંક ગોડ તું ઠીક છે.તારે આવી જગ્યાએ એકલા જવાની શું જરૂર હતી?આજ પછી તું આવું ક્યારેય નહીં કરે.આવતીકાલે જ મારો પર્સનલ બોડીગાર્ડ તારા માટે સિક્યુરિટી એરેન્જ કરશે.જે હંમેશાં તારી સાથે રહેશે.આયનને હું પર્સનલી થેંક યુ કહીશ.પાછો આવીને."આટલું કહીને એલ્વિસે ફોન મુકી દીધો.

બીજા દિવસે સવારે એલ્વિસનો પર્સનલ બોડીગાર્ડ કિઆરા માટે પર્સનલ બોડીગાર્ડ સાથે હાજર થઈ ગયો.એલ્વિસે દાદુને બધી વાત જણાવી.દાદુ એલ્વિસની કિઆરા પ્રત્યેની ચિંતા સમજી ગયા અને તેમણે પરવાનગી આપી.આયાન પણ કિઆરા સાથે સતત રહેતો.

લગભગ પંદર દિવસ બીજા વીતી ગયા.એલ્વિસ આજે સવારે વહેલો ઇન્ડિયા આવવાનો હતો.કિઆરા તેને મળવા માંગતી હતી પણ એક તો એલ્વિસ ખૂબજ થાકેલો હતો અને બીજું તેને તુરંત જ એક ઇવેન્ટ એટલે કે એક ઓપનિંગ માટે જવાનું હતું એટલે તેણે કિઆરાને ના કહી.

છતા પણ કિઆરા તેના બોડીગાર્ડ સાથે તેને મળવા ગઇ.કિઆરા આતુરતાપૂર્વક એલ્વિસની રાહ જોઇ રહી હતી.અંતે એલ્વિસ બહાર આવ્યો.તે કિઆરાને જોઈને ખુશ થયો પણ બહાર ઊભેલા પાપારાઝીઓ જેનો કેમેરો ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બહાર આવતા સેલિબ્રીટીને શોધતો હતો તેમણે એલ્વિસને શોધી લીધો હતો અને તે એલ્વિસને પોતાના કેમેરામાં કેદ કરવા લાગ્યાં.

એલ્વિસે અનિચ્છાએ પણ કિઆરાને ઇગ્નોર કરી.કિઆરા તેની ઊંમર કરતા થોડી વધુ સમજદાર હતી.તેણે આ બાબતને હળવાશમાં લીધી.ઈશારામા જ તેને બાય કહીને ત્યાંથી નીકળી ગઇ પણ એકવાર એલ્વિસને ગળે મળવાની ઇચ્છા તેની અધુરી રહી ગઇ.કોલેજમાં આવતા જ આયાન અને અહાના તેની હાલત સમજી ગયાં.

"હેય કિઆરા,ચલ આજે લેકચર બંક મારીએ અને મૂવી જોવા જઇએ.એક હોલિવુડનું સુપર્બ એકશન મૂવી આવ્યું છે.હેય અહાના લેટ્સ ગો."આયાને કિઆરાને ખુશ કરવા કહ્યું.

"આયાન સોરી,આજે જે લેક્ચર છે તેમા હું ઓલરેડી વીક છું.તારી અને કિઆરાની વાત ના થાય.તમે બંને સ્કોલર છો.તમે બંને જઇ આવો."અહાના જાણીજોઈને બહાનું બનાવ્યું.તે આયાનને કિઆરાની પાછળ પાગલ થતાં જોઇ નહતી શકતી.તે ત્યાંથી જતી રહી.આયાન અને કિઆરાની દોસ્તી છેલ્લા કેટલાક દિવસમાં ખૂબજ ગાઢ થઇ ગઇ હતી.આયાન કિઆરાને ખેંચીને મોલમાં લઇ ગયો.

કિઆરા અને આયાન મોલમાં પહોંચ્યા,જ્યાં ખૂબજ ભીડ હતી.

"આજે અહીં કઇ ખાસ છે?"કિઅારાએ પુછ્યું.

"ખબર નહીં કોઇ ફિલ્મસ્ટાર આવવાનો હશે."આયાને કહ્યું.

કિઆરાને અચાનક ભીડમાં કોઇકનો પગ વાગ્યો.તેના પગમા વાગ્યું જેના કારણે તેને ચાલવામાં તકલીફ થવા લાગી.આયાને તેનો હાથ પોતાના હાથમાં લીધો અને બીજો હાથ કમર ફરતે રાખ્યો.તે બંને મલ્ટીપ્લેક્ષ તરફ જતાં હતાં.

અહીં એલ્વિસ એરપોર્ટથી સીધો અહીં જ આવ્યો હતો.એક ડિઝાઇનર શો રૂમના ઓપનિંગ માટે.તેને જોવા ખૂબજ ભીડ ભેગી થઇ હતી.તે બધાનું અભિવાદન કરતો હતો.અહીં તેનું કામ પતી ગયું હતું હવે તે એડ ફિલ્મની શુટીંગ માટે જતો હતો.અચાનક તેનું ધ્યાન આયાન અને કિઆરા તરફ ગયું.આયાનનો હાથ કિઆરાના કમર ફરતે હતો અને કિઆરાએ મજબૂતાઈથી આયાનનો હાથ પકડ્યો હતો.તે બંને મલ્ટીપ્લેક્ષ તરફ જઈ રહ્યા હતાં.એલ્વિસ આ દ્રશ્ય જોઇને શોક્ડ થઇ ગયો.

શું એલ્વિસનો ભૂતકાળ કિઆરાને તકલીફ પહોંચાડશે?
શું છે એલ્વિસનો ભૂતકાળ જે એલ્વિસને પરેશાન કરી રહ્યો છે?
કિઆરા અને એલ્વિસ વચ્ચે આયાનના કારણે ગેરસમજ થશે?

જાણવા વાંચતા રહો.