Ansh - 9 in Gujarati Women Focused by Arti Geriya books and stories PDF | અંશ - 9

Featured Books
Categories
Share

અંશ - 9

(આગળ ના ભાગ માં આપડે જોયું કે કામિની ને પોતાની મદદગાર રૂપા દેખાય છે,જાણે તે કામિની ને કાંઈક કહેવા ઈચ્છે છે.અંશ ના અન્નપ્રશન સંસ્કાર હોઈ,પણ અંબાદેવી કામિની ને તેનાથી પણ દૂર રાખે છે,અને જતા જતા પંડિતજી ઘર માં કોઈ આત્મા નો વાસ હોવાની વાત કરે છે. અને તે બાબતે દુર્ગાદેવી ની મદદ લેવાનું સૂચવે છે.હવે આગળ...)

કામિની ના ઘર ના બધા પંડિતજી ની વાતો થી થોડા ડરી ગયા હતા.હવે શું થશે?બધા ના મનમાં એક જ સવાલ હતો.પણ એક બાબત સ્પષ્ટ હતી કે જો પંડિત જી સવાલ આપી ગયા હતા,તેમણે જવાબ પણ આપી જ દીધો હતો.
દુર્ગા દેવી..

અનંત આ સાંભળ્યા બાદ કોશિશ કરવા લાગ્યો કે બને એટલો ઘર ની બહાર જ રહે,જેથી ઘર માં કોઈ ફરતી આત્મા હોઈ તો એને કોઈ નુકશાન ના પહોંચાડે.અમૃતરાય પણ હવે ડરી ગયા હતા,કેમ કે અત્યાર સુધી કાઈ કેટલીય યુવતીઓ ને પોતે અભડાવી ચુક્યા હતાં,એ પણ આ ઘરમાં જ.અને એમાંથી કોઈએ તો....

અંબાદેવી પણ પોતે કરેલા કર્મો નો હિસાબ જોડવા લાગ્યા,આજ સુધી પતિ અને દીકરા એ કરેલી બધી લંપટ લીલા માં પોતે સાથ દીધો હતો,એટલે જાણે અજાણે તે પણ પાપ ના ભાગીદાર હતા જ.ત્યાં સુધી કે ઘર ની લક્ષ્મી સમાન દીકરા ની વહુ ને દુઃખ આપવામાં કાઈ જ બાકી નહતું રાખ્યું,અને અધૂરું હોઈ એમ એક બાળક ને પોતાની મા થી અલગ કર્યો હતો.

તે ઘર માં રહેલા દરેક નાના મોટા વ્યક્તિ,જાણે અજાણે,
મનથી કે મજબૂરી થી કોઈ ને કોઈ પાપ ના ભાગીદાર બન્યા જ હતા.એટલે જ પંડિત જી ની વાત સાંભળી દરેક ને બીક લાગતી હતી.દરેક પોતાના છુપા કર્મ ની માફી ભગવાન પાસે માંગતા હતા.બસ એક કામિની જ હતી જે
ખુશ હતી,કે હવે બધા ને પોતાના કરેલા કર્મો ની સજા મળશે.અને મને મારો અંશ મળશે,કદાચ...

અંબાદેવી એ તાત્કાલિક એક માણસ ને નજીક ના જ ગામ માં રહેતા દુર્ગાદેવી ને લેવા મોકલ્યો.અનંત અને અમૃતરાય તો પહેલેથી જ ઘર ની બહાર હતા.અંબાદેવી અંશ ને સાચવતા પોતાના રૂમ માં બેઠા હતા,પણ તેમનું મન વારંવાર કામિની સાથે કરેલા અન્યાય માટે તેમને દોષી ગણતું હતું.

કામિની તેના રૂમ ની બારી માં રૂપા ની રાહ જોતી ઉભી હતી,અને ત્યાં જ એને રૂપા દેખાઈ તેને હાથ લાંબો કરી તેને બોલાવી,પણ હજી રૂપા કાઈ જવાબ આપે એ પહેલાં જ દુર્ગાદેવી ને લઈને પેલો માણસ આવી ગયો.ગાડી માંથી ઉતરી દુર્ગાદેવી એ સૌથી પહેલા કામિની ના રૂમ ની બારી તરફ અને પછી દરવાજા તરફ એક નજર કરી.દુર્ગાદેવી એ તરત જ દરવાજે જઇ ને કોઈ મંત્ર બોલ્યો,અને પછી ઘર માં આવ્યા.કામિની ઉપરથી આ બધું ધ્યાનથી જોતી હતી. અંબાદેવી એ તેમનું ભાવભર્યું સ્વાગત કર્યું,અને માંડી ને આગલા દિવસે પંડિતજી સાથે થયેલી બધી વાત કરી.

દુર્ગાદેવી એ આખા ઘર તરફ એક નજર ફેરવી. ત્યારબાદ અનંત અને અમૃતરાય વિશે પૂછ્યું,તે બંને બહાર ગયા નું જાણી દુર્ગાદેવી એ અંબાદેવી ને અમુક અંગત વાતો પૂછવા માંડી,જેમાં અંબાદેવી એ બાપ દીકરા ના ઘણા કાળા કરતૂત કહ્યા.અને પોતે પણ કામિની સાથે કરેલા અન્યાય વિશે,અને અંશ ને પોતાની પાસે રાખી લીધો એ વિશે તમામ વાત કરી.

દુર્ગાદેવી એ અંશ ને પોતાના હાથ માં લીધો,નાનો અંશ જરાવર તો તેમને જોઈ ને બી ગયો.પણ પછી દુર્ગાદેવી એ તેને સાંભળી લીધો.તેમને પોતે કામિની ને કિધેલા શબ્દો યાદ આવી ગયા.અને એ જ ક્ષણે તેમની આંખ માંથી આંસુ આવી ગયા.કામિની આમપણ આ બધી વાતોથી દુર રહેતી,પણ દુર્ગામાસી પર તેને ભરોસો પણ ખરો..

ત્યારબાદ દુર્ગાદેવી આખા ઘર માં અને દરેક રૂમ માં ફર્યા
કામિની ને આશા હતી કે માસી આવ્યા છે,તો નક્કી અંશ ને તેને સોંપી દેશે,પણ સાસુ ની બીકથી એ કશું બોલતી નહિ.દુર્ગાદેવી એ ઘર નો સીડી નીચે નો રૂમ પૂજા માટે પસંદ કર્યો,અને બે દિવસ પછી અમાસ આવતી હોય ત્યારે જ પૂજા કરવાનું નક્કી કર્યું.ત્યાં સુધી દરેક ને પૂજા ને લાગતા અલગ અલગ કામ આપ્યા.

(શું ખરેખર ઘર માં કોઈ આત્મા છે?શું દુર્ગાદેવી કામિની ને ન્યાય અપાવશે?શું અંશ કામિની ને હવાલે થઈ જશે!અને રૂપા એનું શું છે?જાણવા માટે મારી સાથે રહો અંશ ના આવતા અંક માં...)


✍️ આરતી ગેરીયા...