The Author Vishnu Dabhi Follow Current Read ગુજરાત ના મહાન ક્રાંતિકારી પૃથ્વીસિંહ આઝાદ By Vishnu Dabhi Gujarati Motivational Stories Share Facebook Twitter Whatsapp Featured Books आखेट महल - 4 चारगौरांबर को आज तीसरा दिन था इसी तरह से भटकते हुए। वह रात क... जंगल - भाग 8 अंजली कभी माधुरी, लिखने मे गलती माफ़ होंगी,... My Devil Hubby Rebirth Love - 51 अब आगे मैं यहां पर किसी का वेट कर रहा हूं तुम्हें पता है ना... तेरे इश्क मे.. एक शादीशुदा लड़की नमिता के जीवन में उसने कभी सोचा भी नहीं था... डेविल सीईओ की मोहब्बत - भाग 70 अब आगे,और अब अर्जुन अपनी ब्लैक बुलेट प्रूफ लग्जरी कार में बै... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Share ગુજરાત ના મહાન ક્રાંતિકારી પૃથ્વીસિંહ આઝાદ (3) 1.7k 6.7k જ્યારે ભારત અંગ્રેજો નો ગુલામ હતો.ત્યારે આપણા ભારત માં ક્રાંતિ, દેશભક્તિ,રાષ્ટ્રવાદ પર સર્વસ્વ અર્પણ કરનારા અનેક નામી - અનામી ક્રાંતિવીર થઈ ગયા. તેમાં મૃત્યુ ને મહાત કરનારા પૃથ્વીસિંહ ની દેશ દાઝ પણ અનોખી છે. 1892 માં સપ્ટેમ્બર મહિના ની પંદર મી તારીખે માતા ચમેલી બાઈ ના કૂખે પૃથ્વીસિંહનો જન્મ થયો.ગળથૂથી માજ તલવાર ની ધાર વડે પાણી પીધેલું હોય તેની વાત જ શું કરવી? તેમના પિતા એ તેમને અંગ્રેજી શિક્ષણ માટે બર્માં માં મોકલી દીધા. બાળપણ થી ઘર અને માતા પિતા થી દુર રહેવા ના અનુભવે જ પૃથ્વીસિંહને નીડર,સાહસિક,સ્વમાની,સ્વભિમાની બનાવ્યા હતા. શક્તિ ના સ્ત્રોત સમાન પૃથ્વીસિંહ પાસે હૃદય નો અઢળક વૈભવ હતો. બર્મા માં તેમના શિક્ષકે એક પંક્તિ લખી,,, "જીસકો ન નિજ ગૌરવ તથા નિજ દેશ કા અભિમાન, વો નર નહિ હૈ પશુ નિશ હૈ ઓર મૃતક સમાન " આ પંક્તિ એ તેમના જીવન નો રાહ બદલી નાખ્યો. પ્રચંડ વેગ થી દેશભક્તિ ના રહે ચડાવી દીધા.અને જીવ સટોસટ ના અપ્રતિમ પરાક્રમો કરાવ્યા. જે સભળતા હૃદય ધડકન ચૂકી જાય છે. ઇ.સ.1905 માં હિન્દુ દેશભક્તો અંગ્રેજો સામે લડી રહ્યા હતા . જેની જાણ પૃથ્વીસિંહ ને વૃત પત્રો માંથી થઇ ક્રાંતિવીરો ને સજા થઈ રહી હતી. જે જાણી ને કિશોર પૃથ્વીસિંહ નું વિકસતું મગજ ક્રાંતિ ની જ્વાળા માં લપેટાઈ ગયું. 16 વર્ષ ની વયે તેમણે પંજાબ માં કૃષિકારો માં કૃષિ મંત્ર ફૂક્યો . આ આઝાદી ના પરવાના ને ભારત ને સ્વતંત્ર કરાવવું હતું . તેથી જ અમેરિકા માં લાલા હરદયાળ ની ક્રાંતિકારી પ્રવુતિ ઓ માં જોડાવવા માટે મુસીબતો નો સામનો કરી ને અમેરિકા પહોંચ્યા. જ્યારે તેઓ 20 વર્ષ ના હતા. ત્યાં તેમણે બોમ્બ, હથિયાર, કારતૂસ વગેરે બનાવવાનું શીખી ગયા. થોડા વર્ષો બાદ સ્વતંત્ર ની ઝંખના તેમને ભારત પરત લાવી.જ્યારે તે કોલકતા બંદરે ઉતર્યા ત્યારે અંગ્રેજો એ તેમને પકડી લીધા અને 10 વર્ષ ની સજા કરવા માં આવી . તે દરમિયાન જાસૂસ તંત્રે પૃથ્વીસિંહ વિશે ની બધી જ માહિતી ઓ એકઠી કરી લીધી તેનાથી સાબિત થાય છે કે અંગ્રેજો તેમના થી કેટલા ડરતા હતા. પણ ક્રાંતિ માટેની તેમની જંખના સબુજ હતી. તેથીજ તેઓ જેલ તોડી ને ફરાર થઇ ગયા હતા. જ્યારે જ્યારે આ આઝાદી ના પરવાના જનુન પૂર્વક અંગ્રેજો સામે લડ્યા છે ત્યારે મોત પણ કાયર બની ને આગળ આગળ ભાગતું રહ્યું છે. ઇ.સ.1942 માં અંગ્રેજો સામે સામ્યવાદીઓ નમી ગયા ત્યારે પૃથ્વીસિંહે સામ્યવાદી સાથે નો છેડો ફાડી નાખ્યો હતો.તેમને જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે અધર્મ જોયું, પાપ જોયું,સ્વાર્થ, ભીરુતા કે , નામરદાંગી જોઈ છે ત્યારે ત્યારે તે ત્યાંથી ખસી ગયા અને એવા કામપણ ને તેમણે લલકાર્યા છે. ગાંધી જી એ તેમને આત્મસમર્પણ કરાવ્યું .છતાંય તેમના ક્રાંતિકારી જીવન અને સ્વભાવ ને ગાંધી જી તો શું પણ ગાંધી આશ્રમ પણ માં બદલી શક્યું. આવું કડવું સત્ય ગાંધીજી માં મોઢામોઢ કહેનારા આ પહેલા અને છેલ્લા પૃથ્વીસિંહ એક જ હશે. આવા ધીર-વીર પૃથ્વીસિંહ ભાવનગર જિલ્લામાં એક ઝંપડી બાંધી ને રહેતા હતા તેના ગુજરાત અજાણ હતું એ આપણા ગુજરાત ની કમનશીબી હતી ખરેખર ભાવનગર ભાગ્યશાળી હતું. જ્યાં અજાતચક્ર ક્રાંતિવીર પૃથ્વીસિંહે બાકીના સન્યાસી દિવસો ત્યાં વિતાવ્યા. આવા અકિંચન હીરા ઓ ગુજરાત માં જન્મતાં રહે તેવી ઇશ્વર ને પ્રાથના ..... આપણા દેશમાં માં આવા અનેક વિરો ની કથા ઓ પ્રચલિત છે . જેમાં છેક મહાન સમ્રાટ અશોક , મહારાણા પ્રતાપ,ઝાંસી ની રાણી લક્ષ્મીબાઈ, ગાંધીજી , ભગત સિંહ, ડૉ. ભીમરાવ આંબેડકર, વગેરે ઘણા બધા વિરો ના બલિદાન થી ભારત આઝાદ થયો છે . તેવો વિરો ને સત્ સત્ નમન Download Our App