Ansh - 8 in Gujarati Women Focused by Arti Geriya books and stories PDF | અંશ - 8

Featured Books
Categories
Share

અંશ - 8

(અગાઉ આપડે જોયું કે કામિની ના પપ્પા તેની તરફેણ કરવા આવ્યા હોવાનું જાણી,અંબાદેવી એ તેમનું અપમાન કરી ને કાઢી મુક્યા.રૂપા એ કરેલી મદદ કામિની ને યાદ આવે છે,અને સાથે રૂપા પણ કામિની ને દેખાય છે,જે કામિની ને કાંઈક ઈશારો કરે છે,પણ કામિની તે સમજી શક્તિ નથી.હવે આગળ....)

કામિની એ પોતાના ઘર ના દરવાજે રૂપા ને જોઈ,પણ કદાચ એ શું કહેવા માંગતી હતી,તે સમજી શકી નહીં. મોડેથી અનંત આવ્યો ત્યારે કામિની ને ઘણી ઈચ્છા થઈ રૂપા વિશે પૂછવાની પણ તે પૂછી શકી નહીં.આમ પણ અનંત ને દિવસે એનું ક્યાં કાંઈ કામ હોતું!

અંશ ને અંબાદેવી એ પોતાની પાસે રાખી લીધા પછી અનંત ને તો કાઈ ફરક પડતો નહતો,પણ કામિની રાત પડતા રોઈ લેતી.એક તરફ અનંત એના મન ને સમજવાને બદલે એનો ઉપભોગ કરતો,અને બીજી તરફ સાસુ ના રૂમ માં સૂતેલો અંશ યાદ આવતો,અને સાથે જ સસરા ની ગંદી નજર.ક્યારેક પોતાની રાત ને વધુ રંગીન બનવવા અનંત કામિની ને ફરવા લઈ જતો.એક વાર તો એક પાર્ટી માં કામિની અનંત સાથે ગઈ ત્યારે ત્યાં બધા એના રૂપ પર ફિદા થઈ ગયા હતા.અને ઘણા તો તેની નજીક આવવાની કોશિશ પણ કરતા હતા.પણ કામિની કોઈ ને મચક ના આપતી.પણ આ બધું જોઈ ને પણ અનંત કામિની ને જ ગંદી ગણતો.

તે દિવસે બપોરે કામિની એ ફરી રૂપા ને જોઈ અને ત્યારે ત્યાં કોઈ ના હોઈ,કામિની એ તેને ઇશારાથી અંદર આવવાનું કહ્યું.રૂપા એ તેની તરફ એક રહસ્યમય સ્મિત કર્યું,અને ના કહી.કામિની વધુ મુંજાય કે કેમ રૂપા આમ કહે છે.એટલે તે ત્યાં જવા નીકળી.પણ જેવી તે દરવાજે પહોંચી ફરી રૂપા ત્યાં નહતી.કામિની એ ઘર ના નોકરો દ્વારા જાણવાની કોશિશ પણ કરી હતી,કે રૂપા ક્યાં ગઈ.
પણ કોઈ પાસે કાઈ જ જવાબ નહતો.

અંશ હવે પુરા છ મહિના નો થઈ ગયો હતો,એની આંખો પણ એની મા ને શોધતી હતી,પણ એના દાદી પાસે ક્યાં કોઈ નું ચાલવાનું.તો આજે એના અન્નપ્રાશાન સંસ્કાર કરવાના હતા.દાદા દાદી એ આખા ઘર ને કામે લગાવ્યું હતું,અંશ માટે ભાતભાત ના પકવાન બનાવ્યા હતા. ખીર,ચૂરમું,સુખડી અને ઘેવર મીઠા માં અને સાથે તેને ભાવતા દાળ ભાત અને થોડી કચોરી અને ઢોકળા પણ .કામિની ખુશી ખુશી બધું જોતી હતી.

લગભગ મધ્યાહન ના સમયે તેમના પરિવાર ના પંડિત જી આવ્યા,અને એક તરફ એક ચાંદી ની પાટ પર અંશ ને તેના દાદી ની સાથે બેસાડવામાં આવ્યો.તેની સામે ચાંદી ના થાળ માં ચૂરમું રાખ્યું,ચાંદી ની વાટકી માં ખીર અને સાથે એક ચાંદી ના પ્યાલા માં અંશ માટે પાણી રાખ્યું હતું.
કામિની દૂરથી આ બધું જોઈ ને હરખાતી હતી.કેમ કે તેને ખબર હતી,કોઈ એની તરફેણ માં બોલવાનું નથી.થોડાં દિવસ પહેલા કામિની ના પપ્પા નું અપમાન કરેલું હોઈ, તેઓ પણ કોઈ જ આવ્યું નહતું.

પંડિત જી એ અંશ ના કપાળ માં તિલક કરી,તેને આશીર્વાદ આપ્યા,થોડીવાર પછી તેના માતા પિતા ને બોલાવવા કહ્યું .કામિની ને થયું કે હવે તો મને બોલાવવી જ પડશે,પણ ત્યાં જ એના સાસુ બોલ્યા,અંશ ની મા ભાગી ગઈ છે,એ અહીં નથી.કામિની ને તો કાપો તો લોહી ના નીકળે એવી સ્થિતિ થઈ ગઈ,તેને થયું બધા વચ્ચે જઇ ને તેના સાસુ પાસે થી અંશ ને લઇ લે પણ તેની હિંમત ના થઇ.તો પણ થોડી હિંમત કરી તે અંશ ને બેસાડ્યો હતો તે રૂમ ના ઉંબરે આવી.પંડિત જી એ તરફ જોઈ જ રહ્યા.પણ અંબાદેવી સામે કોઈ કશું ના બોલે તો એમની શુ વિસાત.

બધી પૂજા ખૂબ સરસ રીતે પુરી થઈ ગઈ,અનંત અંશ ને રમાડતો હતો,અંબાદેવી અને અમૃતરાય પંડિત જી ને ખૂબ મોટી દક્ષિણા આપી રહ્યા હતા.પંડિતજી તે લઈને જતા હતા,અને અચાનક તેમના પગ થંભી ગયા,તેઓ અંબાદેવી તરફ ફરી ને બોલ્યા.

તમારા ઘર પર કોઈ આત્મા ની નજર છે,હું તો વામણો પડું,પણ એકવાર દુર્ગાદેવી ને બોલાવી ને ચકાસણી કરાવી લેજો.આમ કહી તેઓ બહુ જ ઉતાવળે ત્યાંથી રવાના થયા.અંબાદેવી અને અમૃતરાય વિચાર માં પડી ગયા. કામિની એ પણ આ વાત સાંભળી તે પણ મુંજાય ગઈ.કે આખરે કોની આત્મા હશે.અને એ સમયે જ બહાર દરવાજે રૂપા હસી રહી હતી...
(અંબાદેવી ની જોહુકુમી આગળ કામિની કંઈ રીતે લડત આપશે?અને પંડિતજી બધા ને ફક્ત ડરાવે છે કે નક્કી કોઈ આત્મા ઇશાવશ્યમ માં હાજર છે?અને રૂપા ના સ્મિત નું શું રહસ્ય છે?જાણવા માટે વાંચતા રહો...)

✍️ આરતી ગેરીયા...